Home Green

Zindagi ka safar…

બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર ગણાતાં અને ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં લાખો લોકોના દિલમાં સ્થાન મેળવનાર ૬૯ વર્ષીય રાજેશ ખન્નાનું બુધવારે મુંબઈમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું છે.

ઈશ્વર એમનાં આત્માને શાંતે અર્પે એવી પ્રાર્થના..!!

વર્ષ ૧૯૬૯થી ૧૯૭૨ સુધી ચાર વર્ષોના ગાળામાં ‘આરાધના’, ‘હાથી મેરે સાથી’, ‘આનંદ’ અને ‘અમર પ્રેમ’ સહિ‌ત સતત પંદર સુપરહિ‌ટ ફિલ્મો આપનારા ‘હીરો’ રાજેશ ખન્નાના ચાહકો-પ્રશંસકોનો વર્ગ ખૂબ બહોળો હતો.

એમની સફળતામાં અન્ય બે લોકોનું પણ મોટું યોગદાન હતું. એક હતા સંગીતકાર આર.ડી.બર્મન અને બીજા હતા ગાયક કિશોર કુમાર. આ ત્રણેયે ૩૨ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

રાજેશ ખન્ના હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં ખરાં અર્થમાં સુપર સ્ટાર હતાં. તેમણએ કુલ 163 ફિલ્મોમાં કામ કર્યું હતું. એમને ત્રણ વખત ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. 14 વખત નોમિનેશન મળ્યું હતું. 2005માં રાજેશ ખન્નાને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

એમની ફિલ્મોના પાંચ ખ્યાતનામ સંવાદો

બાબુ મોશાય! જિંદગી ઔર મૌત ઉપરવાલે કે હાથ મેં હૈ જહાંપનાહ, જીસે ન તો આપ બદલ શકતે હૈં ન તો મૈં, હમ સબ તો રંગમંચ કી કઠપુતલિયાં હૈં, જીન કી ડોર ઉપરવાલે કી ઉંગલિયોં મૈં બંધી હૈ, કબ કૌન કૈસે ઊઠેગા યે કોઇ નહીં બતા શકતા.” -ફિલ્મ આનંદનો વિખ્યાત ડાયલોગ.

( અમિતાભ બચ્ચન રાજેશ ખન્નાના ”આર્શીવાદ” બંગલામાં આવ્યા ત્યારે ‘આનંદ’ના છેલ્લાં સીનનું પુર્નરાવર્તન થયું.)

– પુષ્પા, મુઝસે યે આંસુ નહિ‌ દેખે જાતે..આઇ હેટ ટીયરર્સ. : અમરપ્રેમ
– મેં મરને સે પહલે મરના નહિ‌ ચાહતા. : સફર
– યે તો મેં હી જાનતા હૂં, કી જિંદગી કે આખિરી મોડ પર કિતના અંધેરા હૈ. : સફર
– ભગવાન ઈન્સાન બનાયે લેકિન પેટ ન દે, ઔર પેટ દે તો ફિર ભૂખ ન દે. : રોટી

સૌજન્ય – દિવ્યભાસ્કર

This entry was posted in Kishor, Mix, other. Bookmark the permalink.

bottom musical line

One Response to Zindagi ka safar…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to manubhai1981 Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. manubhai1981 says:

    RAJESH KHANNA ! REST IN PEACE !