Home Blue

VenuNa Naadma…

423424_10151241697230375_215886190374_22491945_1898857655_n
ખરેખર આ ભજન વારંવાર સાંભળવું ગમે છે..

જેમાં સુંદર મજાના શબ્દો અને પંખીઓના કલરવ સાથે બંસરી, મંજીરા, સિતાર, તબલાનો સુંદર સમન્વય કર્યો છે.. !

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વેણૂનાં નાદમાં ઘેલું વૃંદાવન, વ્રજવાસી સહુ જાગ્યા રે..

વાંસળીનાં સૂર છેડે શામળિયો જી, નાદ ગગનમાં ગાજે રે..

સ્વર મધૂર મીઠો માયા લગાડે, ભક્તિ ભાવ જગાડે રે..

વેણૂનાં નાદમાં ઘેલું વૃંદાવન, વ્રજવાસી સહુ જાગ્યા રે..

નંદ કિશોરને રાજી રાખવા જી, વાંસળી અંગે વિંધાણી રે..

ભાન ભુલાવે શ્યામ સુંદરનું, મુખડાની માયા લગાડી રે..

વેણૂનાં નાદમાં ઘેલું વૃંદાવન, વ્રજવાસી સહુ જાગ્યા રે..

કર જોડી વિનવું વનમાળી જી, પધારો મારે આંગણે રે..

નિરખાવાને બળવંત ઝંખે, મુરલી રૂડી વગાડે રે..

વેણૂનાં નાદમાં ઘેલું વૃંદાવન, વ્રજવાસી સહુ જાગ્યા રે..

વેણૂનાં નાદમાં ઘેલું વૃંદાવન, વ્રજવાસી સહુ જાગ્યા રે..!

***

This entry was posted in Bhajan - ભજન, Others. Bookmark the permalink.

bottom musical line

2 Responses to VenuNa Naadma…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. urvi says:

    sundar bhajan

  2. આદરણીયા પૂર્વીબહેન , સાદર જય શ્રી કૃષ્ણ .. આપની સાથે વાત થયા પછી વૈષ્ણવ ધર્મ,તેના ઉત્સવો અને તે અંગેના આપના દ્વારા લખાયેલા વિવિધ લેખો જોઈ ગયો, આપને ખુબ ખુબ અભિનંદન.. આમ અચાનક ક્યારેક આપનું કોઈ લખાણ વાંચ્યું હશે તેથી નામ સાંભળતાં જ મને થયેલું કે આ નામ ક્યાંક નજરમાં આવેલું છે. આપે મારી વેબસાઈટ જોઈ હશે, એ સિવાય આ ઈમેઈલ સાથે થોડીક વિગતોની પી.ડી.એફ.ફાઈલ પણ મોકલું છું, વાંચીને પ્રતિભાવ પાઠવવા વિનંતી છે.ડૉ.ચંદ્રવદન મિસ્ત્રીના બ્લોગ પર પણ વિવિધ લિંક્સ આપી છે, એ સિવાય ફેઇસબુક તથા યુ ટ્યુબ પરથી પણ ડૉ.નિરંજન રાજ્યગુરુ અંગે પારાવાર સામગ્રી આપને મળશે. નિરંજનના સ્મરણ…