Home Blue

Vanke Ambode…

11051891_1624070121186453_553810081540995470_n

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો પ્રતીક છે…

એવું માનવામાં આવે છે કે, ડાબી ઉર્ધ્વ ભુજા વડે તેઓ ભક્તોને પોતાની શરણમાં લે છે.

કમર પર હાથ રાખવાનું તાત્પર્ય એ છે કે, ભક્તને સાંસારિક વાસનાઓથી મુક્ત કરવો.

તેમની દૃષ્ટિ ચરણો તરફ છે, જેનાથી તેઓ શરણાગત પ્રાણીઓ પર કૃપાની વર્ષા કરે છે.

તેમણે ગળામાં ધારણ કરેલી વૈજયંતી માળા યોગમાયાનું સ્વરૂપ છે, જે ભક્તનો ભગવાન સાથે સંબંધ કરાવે છે.

તેમનો જૂડો દર્શાવે છે કે, તેઓ ભક્તોની ચિંતાને પોતાના મસ્તિષ્ક પર રાખે છે,
એટલે કે ભક્તવત્સલ શ્રીનાથજી, પોતાના ભક્તોને સમસ્યાઓમાંથી મુક્ત કરાવવા માટે હંમેશાં સક્રિય રહે છે.

વાસ્તવમાં શ્રીનાથજી, શ્રીકૃષ્ણનું જ સાક્ષાત સ્વરૂપ છે.

તેમના આશ્રય કે શરણમાં આવનાર ભક્ત ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરી લે છે.
***

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરુપ
શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના ભૂપ

કેસરી તિલક સોહામણાં નાસિકા વિશ્વાધાર
ચિબુકની અતિ કાન્તિ છે કંઠે મોતીના હાર

હડપચીએ હીરલો ઝગમગે એના તેજ તણો નહીં પાર
અધર બીંબ એ રસિક છે ઝળકે છે જ્યોત પ્રકાશ

બાંહે બાજુબંધ બેરખા હરિના ખિટકીયાળા કેશ
નીરખ્યાં ને વળી નીરખીશું એનો પાર ન પામે શેષ

ડાબી બાજુએ ગિરિવર ધર્યો જેમણે કટિ મધ્યમ ભાગ
કૃપા કરો શ્રીનાથજી મારાં હૈયાં ટાઢાં થાય

પાયે ઘૂઘરી રણઝણે મોજડીએ મોતીનો હાર
કૃપા કરો શ્રીનાથજી બલિહારી માધવદાસ

માધવદાસ કહે હરિ મારું માંગ્યું આપો મહારાજ
લળી લળીને કરું વિનંતિ મુને દેજો વ્રજમાં વાસ

This entry was posted in Bhajan - ભજન, Dhol - ધોળ, Others, Shriji. Bookmark the permalink.

bottom musical line

4 Responses to Vanke Ambode…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Chetu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. vijay malkan says:

    khub saras madhur geeto chhe avi rite pirasta raho jsk

  2. વાહ, શ્રીનાથજી વિષે બહુ ભક્તિરસ માં તરબોળ કરતુ પદ્ય. ખુબ જ સરસ. આભાર.