Home Green

Upahaar… ( Sur~Sadhana )

Music land - 2M2O8-16p - normal

***

Lots of love & Best wishes from SWAR-TARANG..!

આજનાં શુભ-દિને ” સ્વરતરંગ ” તરફથી ખોબલે ખોબલે સ્નેહભરી શુભેચ્છાઓ..!!

આપના જીવનમાં ખુશીઓની સરગમ રેલાતી રહે, અને સુખસપ્તસ્વરબની ગુંજતું રહે…!!

” હસો અને હસાવો ” જેમનો જીવન મંત્ર છે, જેમનું જીવન એક પાવન સરિતા જેવું છે, મૈત્રીની મધૂર નિખાલસતા અને નિઃર્દોષતા દ્વારા, અનેક મિત્રોનાં જીવન પલટાવી દેવાનું સામર્થ્ય ધરાવનાર આ મુઠ્ઠી ઉંચેરા માનવીનાં ઉમદા વ્યક્તિત્વનો પરિચય એટલો જ કે, તેઓ કોઈ પણ સંજોગોમાં, સાચા અર્થમાં દરેક મિત્રો સાથે નિઃસ્વાર્થ મૈત્રી નિભાવી જાણે છે..!!

અમારા પરમ મિત્ર શ્રીપ્રકાશજીનાં શુભ જન્મદિને પ્રસ્તુત છે, તેઓશ્રીનાં મધૂર સ્વરમાં અમુક સરગમ .. !

Tum dil ki

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Chhookar mere man

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

O mere dil ke

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Rim-zim gire

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Aa chal ke

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Wo sham kuchh

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

O hansini

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ સાથે જ કવિ મિત્ર શ્રી ડો. હિતેશભાઈ મોઢાની આ રચના અને મુક્તક યાદ આવે છે …

મુક્તક

શબ્દો નથી મળતા તુજ જન્મદિનને સજાવવા

સેલફોનના યુગમાં પંખીથી રે સંદેશા મોકલવા

મિલનની મજા સાથે વિરહની વેદના હોય મીઠી

”સ્વરતરંગ” સદાય તત્પર, આપના હૈયાને મલકાવવા

***

પ્રકાશજી, આપની નટખટ વાતોની હાસ્યરૂપી નદી આમ જ સદાય વહેતી રહે,

ને મિત્રોનાં જીવનને હાસ્યની છોળોથી ભીંજવતી રહે ..!!!

***

( મૂળ રચના – ડો. હિતેષ એ મોઢા )

***

નખરાળી ગઝલ ઉતરેલ છે આપની યાદમાં

”સ્વરતરંગ” નાં શ્વાસમાં આપને ભરેલ છે આપની યાદમાં

છે દિવસ કે રાત છે, એ ભાન ન રહ્યું અમને

શમણા થઈ, ક્ષણો હાસ્યમાં સરી છે આપની યાદમાં

આ પારનો કિનારો મટી થયા છીએ ખારવાઓ

એક નટખટડી નદી તરી છે આપની યાદમાં

પથ્થરો બોલે છે ને ગાય છે ગીત આકાશ

કેટકેટલી ચેતના ઊભરી છે આપની યાદમાં

આપનો પર્યાય ફૂલ એ ખબર થઈ ત્યારથી

કેવળ આપ ને આપ જ મહેંકો છો સ્વરતરંગ યાદમાં

વિરહ જેવું કશું હોતું નથી આપણા મૈત્રી પ્રેમમાં

આપને ક્યારે અળગા કર્યા છે આપની યાદમાં?

મૈત્રી કેરી મહોબ્બતનો હોય છે રોજ જન્મદિન

શા કરીએ દિપ ? ખુદ ‘પ્રકાશ’ છે ” સ્વરતરંગ ” ની યાદમાં!

* Singers of SWAR TARANG group *

Prakashbhai Soni (Mumbai – INDIA) Nikita Shah (Mumbai – INDIA)

Chetna Ghiya Shah (London – UK) Jatinbhai Aria (London – UK)

Dilipbhai Gajjar (Leicester – UK) Subhashbhaai Upadhyaay (Kent – UK)

Hansaben Dave Mehta (Coventry – UK)Rajeshbhai Mehata (Coventry – UK)

Dineshbhai Pithia ( Toronto – Canada)

This entry was posted in friendship, Janmdin, Kishor, Melodious, Mix, other, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

11 Responses to Upahaar… ( Sur~Sadhana )

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  1. ખુબ જ સરસ ….

  2. pragnaju says:

    શ્રી પ્રકાશજી ના મધુર સૂરો
    તેમની વર્ષગાંઠના અભિનંદન
    ધન્યવાદ

  3. dilip says:

    પ્રિય મિત્ર, પ્રકાશભાઈ ને જન્મદિનના અભિનંદન ..આપે સુંદર પોસ્ટ અને ચિત્ર રજુ કર્યા છે. આપની મૈત્રી સદાય બની રહે…

  4. જય શ્રી કૃષ્ણ.અભિનંદન અને આપનાં મિત્ર શ્રી પ્રકાશભાઈ ને જન્મદિનની ખુબ ખુબ વધાઈ.આપ ઉભયની મિત્રતા સદા સુંદર ને પ્રેમસભર નીવડે એ જ સુભાવના.ગીતો સુમધુર ને
    કર્ણપ્રિય છે…ફરીથી અભિનંદન.

    • prakash soni says:

      પ્રિય કાર્તિકા જી,
      આપની અભિવ્યક્તિ થી ખુબજ ખુશી ની અનુભૂતિ કરું છું.. ધન્યવાદ..

  5. prakash soni says:

    મારા વ્હાલા સ્વર તરંગ ના મિત્રો,
    આપનો બધા નો ખુબ ખુબ ઋણી છું.. આપનો અપાર પ્રેમ અને લાગણી ઓ જીવન ની યાદ બની રહેશે …

  6. Mittal says:

    amazing chetuji…. i really like all of the above songs….. i m really lucky to hear ur voice….d

  7. dilip says:

    પ્રકાશભાઈના જન્મદિને….
    મિત્રતાના એક કિરણનો લાવવો પ્રકાશજી
    અંતરે ને બાહરે શ્રીકૃષ્ણજી નો વાસજી
    ભોગમાં વીત્યું હવે તો तेन त्यक्तेन भुंजीथा
    શી ખબર ક્યારે અટકશે જિંદગીના શ્વાસજી
    *******
    મિત્ર થઈને સૂર્ય કેવો લાવતો પ્રકાશ છે
    એટલે મુજ ઓરડે અંતરતણાં અજવાશ છે

    દેશકાળને સર્વ સીમા રોજ ઠેકી આવતો
    મિત્રને સત્કારવાને ઉરમહી અવકાશ છે

    પ્રેમજીવન પ્રેમ મંજિલ પ્રેમથી સહવાસ છે
    પ્રેમ વિણ જીવન ઘૃણા કજિયા અને કંકાશ છે

    પોતિકો થઈને મળે છે ભાવથી એ સર્વદા,
    જેમના સ્વભાવમાં સંભાળ ને મીઠાશ છે

    પોતિકો થઈને મળે છે ભાવભક્તી રાખીને,
    એમના સ્વભાવમાં ઈશ્વરતણો અજવાસ છે

    કેમ ના કરતો રહું ગુણગાન તેની ગાયિકી
    સપ્તસૂરમય કંઠમાં મધુરતા મીઠાશ છે

    જન્મદિન છે આજ જેનો મિત્ર મારો ખાસ છે
    મિત્રતા છે પ્રાણ ઈશ્વર મિત્રતા વિશ્વાસ છે

    જે પ્રતિપળ વૃત્તિના યુવાન લાગે છે મને
    વનમહી પ્રવેશ સુંદરવરનો જ્યાં વાસ છે

    ૧૬.ઓગષ્ટ ૨૦૧૨ યુ.કે
    દિલીપ ગજજર

  8. dilip says:

    સ્વર તરંગ ને શુભેચ્છા સહ,….
    ફુલો દેશ પરદેશ ખીલતાં રહે છે
    ને મારે ય ખીલવું વિના કોઈ કારણ !
    મળે જો સગડ જો પ્રભુના તો કહેજો
    કે મારે ય મળવું વિના કોઈ કારણ !
    દિવાળી કે ક્રિસમસ ભલે ઈદ ઉજવો
    બની મિત્ર ભળવું વિના કોઈ કારણ !
    ભળે ‘સ્વર તરંગ’ જ્યાં જમાવી દે મહેફિલ
    પ્રણયગીત ગાવું વિના કોઈ કારણ !
    ખરા ભક્ત હૃદયને બનાવી દે મંદિર
    ગમે તેમાં રહેવું વિના કોઈ કારણ
    -દિલીપ ગજજર

  9. Darshan Jariwala says:

    Hi Chetna, please also convey my wishes to Bhai Prakashbhai!