Home Green

Tere liye…

1

***

પ્રેમ એક અલૌકિક અને અદભુત તત્વ છે .. જેને ફક્ત મહેસુસ જ કરી શકાય છે .. હૃદય અને મનથી ! ફક્ત આંખો દ્વારા પ્રેમ નથી થતો .. પરંતુ કોઈ અનોખી લાગણી જ્યારે બન્નેના હૈયાની આરપાર પસાર થઈ જાય .. કારણ વિનાનો અજંપો કે કારણ વિનાની એવી ઘણી અનોખી અનુભૂતિઓને તમે ખુદ સમજી ના શકો .. આવી લાગણીઓને તમે ક્યા નામ થી ઓળખાવી શકો.? ..પ્રણય – પ્રેમ ..!!

પ્રેમમાં વર્ષો નહી, પરંતુ યુગો સુધી એકબીજાની રાહ જોવાય છે …પ્રેમની સર્વોચ્ચ સ્થિતિ કે પ્રેમની પરાકાષ્ઠા, સદેહે પામવામાં નહિ પરંતુ, હૈયામાં એ અનુભૂતિને સતત જીવંત રાખવામાં છે.. ગમે તેવા કઠીન સંજોગો પણ, એ અલૌકિક અનુભૂતિના પ્રણય-દીપકને બુઝાવી શકતા નથી .. ! વિપરીત સમય કે સંજોગો હોય, ચાહે વર્ષો વીતી જાય, એકબીજાને મળી કે પામી ના શકે પરંતુ, મૂંગા હૈયે-ચુપચાપ એકબીજા પ્રતિ સ્નેહનું અવિરત ઝરણું વહેતું રહે, ને એ અનુભૂતિ જીવંત રહે એ શુદ્ધ પ્રેમ ..!!

આવો જ અલૌકિક પ્રેમ દર્શાવ્યો છે, મારા આ અતિપ્રિય ગીતમાં .. જેમા ઝુરાપાને અનુરૂપ વિરહ-સંગીત, અને શબ્દોને દર્દીલા સ્વરમાં સાંભળીને આ પ્રણય નામના ‘તત્વ’ પ્રત્યે આદર ભાવ જાગે છે ને ભાવ વિભોર બનીને આંસુ ટપકી પડે છે ..!!

ફિલ્મ : વીરઝારા

સ્વર : લતાજી -રૂપકુમાર રાઠોડ

સંગીત : સ્વ. મદનમોહનજી

શબ્દો : શ્રીજાવેદ અખ્તર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તેરે લીયે હમ હૈ જીયે, હોંઠો કો સીયે,

દિલમે મગર જલતે રહે ચાહતકે દિયે .. તેરે લીયે..!!

તેરે લીયે હમ હૈ જીયે, હર આંસુ પીયે,

દિલમે મગર જલતે રહે ચાહતકે દિયે .. તેરે લીયે..!!

ઝિંદગી લેકે આઈ હૈ બીતે દિનકી કિતાબ

ઘેરે હૈ અબ હંમે યાદે બેહિસાબ ..!!

બિન પૂછે મિલે મુજે કિતને સારે જવાબ ..

ચાહા થા ક્યા, પાયા હૈ ક્યા ? હમને દેખિયે..

દિલમે મગર જલતે રહે ચાહતકે દિયે .. તેરે લીયે..!!

ક્યા કહું દુનિયાને કિયા મુજસે કૈસા બૈર..

હુકુમ થા મૈ જીયું લેકિન તેરે બગેર…

નાદાન હૈ વો કહેતે જો મેરે લીયે તુમ હો ગૈર…

કિતને સિતમ હમપે સનમ લોગોને કિયે ..?

દિલમે મગર જલતે રહે ચાહતકે દિયે .. તેરે લીયે..!!

***

Related posts

તારા વિના

પ્રણય પૂજા

વીણેલા મોતી

જાને જા

***

This entry was posted in duets, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

12 Responses to Tere liye…

 1. vishwadeep says:

  સુંદર ગીત ..લાંબા સમય બાદ સાંભળવા મળ્યું..આભાર

 2. Praful Thar says:

  સુંદર અર્થનું સુંદર ગીત….
  પ્રફુલ ઠાર

 3. prshah says:

  adabhut

 4. prshah says:

  વહ્છ્હ્છ બહુત સુંદર.અભાર,

 5. pragnaju says:

  ખૂબ જ મધુર ગાયકી.
  મણી એટલે સંગીતજગતના એ સન્માનનીય જાદુગર જેમણે વીર ઝારા ફિલ્મમાં મદન મોહનના સંગીતને આગવા ઑર્કૅસ્ટ્રેશન સાથે રજૂ કર્યું.
  તમે મૂકેલું – http://samnvay.net/sur-sargam/?p=245

  મૈં કાસે કહું પીડ અપને જીયાકી…માઇ.. રી…
  ઔંસ નયનકી ઉનકે, મેરી લગીકો બુઝાયેના યાદ આવ્યું.

 6. Ullas Oza says:

  સુંદર પ્રેમ-ગીત.

 7. Maheshchandra Naik says:

  સરસ ગીત, ઘણા વખત પહેલા ફિલ્મ જોઈ હતી ત્યારે સાંભળ્યું હતું, આભાર……………

 8. sapana says:

  મારૂ ફેવરીટ ગીત.ચેતના! અને હા તમારૂ લખાણ એક્દમ અનુરૂપ!! પરંતુ કોઈ અનોખી લાગણી જ્યારે બન્નેના હૈયાની આરપાર પસાર થઈ જાય .. કારણ વિનાનો અજંપો કે કારણ વિનાની એવી ઘણી અનોખી અનુભૂતિઓને તમે ખુદ સમજી ના શકો .. આવી લાગણીઓને તમે ક્યા નામ થી ઓળખાવી શકો.? ..પ્રણય – પ્રેમ ..!! વાહ ખૂબ સરસ પૃથકરણ!!
  સપના

 9. SEJAL says:

  sooooooooooo beautiful song.

 10. sneha patel - akshitarak says:

  i love this song…:)

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *