Home Blue

Tane gotu kyaa…?

images (4)

પ્રભુ ભક્તિમાં લીન ભકત જ્યારે સાન ભાન ભુલી પ્રભુ ને પામવાની પ્રબળ ઝંખનામાં એમને શોધવાની બનતી બધી જ કોશીશ કરે છે અને એમ છતા પણ જાણે કે, પ્રભુ એમની કસોટી કરી રહ્યા હોય એમ સહેલાઈ થી મળતાં નથી ત્યારે ભક્તનાં હ્રદયમાં ઉદભવી રહેલી તડ્પ ભરી ભાવના આ ભજનમાં દર્શાવી છે..!
ખરેખર એ સાંભળીને આંખોમાં થી અશ્રુ બિંદુ સરી પડે છે..!..

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..

જોઇ વળ્યો હું મંદિર મંદિર, જોઇ વળ્યો હું હવેલી..
ક્યાંય ના જોઇ જાદવ તારી, શ્યામ સુરત અલબેલી..!

તલસે આંખલડી મારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..

ખુંદી વળ્યો હું ગોકુળ, મથુરા, દ્વારિકા ની ધરતી..

ક્યાંય મળી ના માધવ મુજને, મનહર તારી મુરતી..!

હવે હામ ગઇ હું હારી..તને ગોતું ક્યાં ગિરિધારી?..

કોક બતાવો સાચુ મુજને, શ્યામ તણું સરનામુ ..

હું પરવશ મુજ પ્રાણ જીવન નાં, ક્યાં જઇ દર્શન પામુ..?

તારા દર્શન વિણ દુઃખિયારી.. તને ગોતું ક્યાં ગિરિધારી?..

મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?…

***

images (4)

This entry was posted in Bhajan - ભજન. Bookmark the permalink.

bottom musical line

22 Responses to Tane gotu kyaa…?

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Diker Bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. manthan bhavsar says:

    khubj sunder

  2. saroj says:

    ** JAI SHRI KRISHNA **
    ** JAI SHRI YAMUNA JI **

    THANKS FOR SENDING ME…
    VERY VERY VERY VERY NICE

  3. dipesh says:

    manmohak manmohan

  4. preeti mehta says:

    ચેતના બેન ખરેખર આ ભજન બહુ જ સરસ છે.મને ગમ્યું.

    જય શ્રી કુષ્ણ………

  5. Anonymous says:

    Dear Chetna Ben,
    really very nice bhajan. But i am not able to download it, is it possible for you to help me send a link where i can download it??
    All the bhajans are very nice,
    Jai Shri Krishna,
    Nilam

  6. આહ!! શું મધુર શબ્દો છે.. બહુ આનંદ થયો…
    એવું લાગે છે કે ગિરિધારી આ ભજનમાં જ ક્યાંક છૂપાયને બેઠા છે…

  7. Anjli says:

    Hare Krishna

    thank u very much for giving us spiritual association
    Excellent work.We feel so happy to listen gujarati bhajans
    May God bless u.

    Haribol
    Anjli(anupurvaradhika)

  8. DILIP MEHTA says:

    ક્રિશ્ન મુરારિનિ શોધ અવિરત ચાલુ રહિ એમા આ ભજન થિ ઉત્કતતા વધિ ગ ઈ.બહુ સરસ્ ભાવ્ વિભોર થયો.મારિ ભાવના ને જાને વાચા મલિ.

  9. Diker Bhatt says:

    While listening I was lost in the Vrindavan, as if I am
    also there to find and surrender to Krishna Murari.

    dinbandhu

  10. Ramesh Patel says:

    *
    તારા દર્શન વિણ દુઃખિયારી.. તને ગોતું ક્યાં ગિરિધારી?..
    *
    *
    મન મોહન ક્રિષ્ન મુરારી, તને ગોતું ક્યાં ગિરિધારી?..
    *
    ઓ કાન્હા કુંજ બિહારી, તને ગોતું ક્યાં ગિરિધારી?…

    ભક્ત હૃદયમાંથી ઉત્કટ ભાવે સરતી ગેય રચના.આપનો બ્લોગ
    જકડી રાખે તેવો મનભાવન છે.
    ……..

    શૂન્ય

    ‘ત્રિપથગા ‘કાવ્ય સંગ્રહનું લોકાર્પણ
    રમેશ પટેલ(આકાશદીપ)

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

    With regards
    Ramesh Patel

  11. Dilip says:

    ખુબ સુંદર ભજન તને ગોતુ ક્યા ગિરધારી ? ભક્તની શોધ ખુબ પ્યારી લાગે છે અને સાત્વિક ભાવો મનમાં ખુબ શાન્તિ અને આનણ્દ જગાડે છે…ખુબ સુંદર બ્લોગ્.

  12. rupa says:

    how do i send comment in gujrati .p/s send me link
    thanks
    rupa

  13. rupa says:

    p/s send link fo gujrati comments
    thanks rupa jsk

  14. Chetu says:

    રુપાબહેન , આપ અહીં જ ગુજરાતીમાં લખી શકશો …

  15. stav says:

    ભજન દુખી ના હોવું જોઈએ . મન ને આનંદ થાય એવું જોઈએ .આપણે ભગવાન ને જયારે દુખી હોઈએ ત્યારે કેમ શોધતા હોઈએ એમ પ્રસ્તુત ના કરાય .

  16. આપનો બ્લોગ મને ગમે છે એનું કારણ કૃષ્ણમય ભજનો જ છે.

  17. sneha says:

    tara dil ma j sodh ne mane…sadaiv tya j vasu chu hu….

    very nice bhajan..

  18. shahranjan says:

    આપનો બ્લોગ મેં આજેજ જોયો મને ખુબજ ગમ્યો jay શ્રી કૃષ્ણ
    ખુબજ સુન્દેર ભજન છે

  19. jagdish l.suba says:

    ખુબજ સરસ મજા આવી ગઈ…..

  20. વાહ ચેતુબહેના ,,,,વાહ .ગોપીકાગાન સુંદર રહ્યું.
    ગોપીકાની વિરહવેદના કોણ માપી શકે ?એ તો
    જે જાણે,તે જ માણે…….માણે તે જાણે …આભાર !

  21. chhaya shah says:

    આ ભજન શ્રીજી માલા સીડી માં છે કિશોર મનરાજા એ ગાયુ છે શ્રીજી માલા ના ભજન બહુ સરસ છે તે સાંભળવા બહુ ગમે છે .

  22. GOVIND LIMBACHIYA says:

    શ્રેષ્ઠ કૃતિ.
    આભાર
    ગોવિંદ
    .