Category: sangeet

Music Therapy…

By , September 16, 2011 5:46 pm

થોડીક રસમય માહિતી સંગીત થેરાપી અંગે -

રાગ અને તેની માનવ શરીર અને જીવનમાં અસર – આ બાબત અનુભવ સિદ્ધ અને પુરવાર થયેલ અનુભવી વ્યક્તિઓની આધારભૂત માહિતી છે..
રામકલીના ગાન, શ્રવણથી તંદુરસ્ત શરીરે સ્ફૂર્તિ, સ્વસ્થતા, મનોરંજન પ્રાપ્ત થાય છે અને દિન ભરની પ્રવૃતિને ચેતનવંત રાખે છે, યાદ શક્તિ ઉત્તેજિત બને છે .
કાફી, સારંગ ***** મનને શાંત રાખે છે .
પૂરીયા,  ધનાશ્રી ***** મન ને ઠંડક મળે છે.
મિશ્રખમાજ ***** મનને તરોતાજા રાખે છે
બિહાગ, બહાર, ભૂપ , કાનડા ***** અનિન્દ્રા દુર કરે છે.
કલાવતી, દુર્ગા, તિલકકામોદ, હંસધ્વની ***** માનસિક તનાવ દુર કરે છે
ચન્દ્રકૌસ ***** હ્ર્દયરોગમાં રાહત આપે છે .
સિતારવાદન, તબલા વાદન ***** ડીપ્રેશનમાં રાહત આપે છે .
ભૂપાલી, તોડી , આસાવરી, માલકૌંસ ***** લોહીના દબાણમાં રાહત આપી ઘટાડે છે.
તોડી , આહીર ભૈરવ ***** વહેલી સવારે ૩૦ મિનીટ સુધી સાભળવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે
બાકી કીર્તન, હવેલી સંગીતની તો વાત જ ન્યારી, અદભૂત અલૌકિક છે..!!

-અશ્વિન શાહ‌‌

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Surili…

By , October 5, 2010 9:16 am

Awesome_Aishwarya-POster(3.32MB)

આજે આપણા ગુજરાતનું….. અરે ગુજરાતનું જ કેમ? સમગ્ર ભારતનું ગૌરવ કહી શકાય એવી લાડલી એશ્વર્યાને શુભ જન્મદિને ખોબલે ખોબલે શુભેચ્છાઓ…!!

માં સરસ્વતીની કૃપા-પાત્ર આ સૂરીલી દીકરીએ સંગીત ક્ષેત્રે ખૂબ સિદ્ધિ હાંસલ કરી છે.. સાડાત્રણ વર્ષની ઉમરથી સૂર રેલાવતી એશ્વર્યાએ છ વર્ષની ઉમરે સંગીત સ્પર્ધામાં ભાગ લઈ પહેલું ઇનામ મેળવ્યું. ૧૪ વર્ષની ઉમરે ”અમુલ સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા”નું બિરુદ મેળવ્યું..દેશ વિદેશમાં ૨૫૦થી વધારે સ્ટેજ પ્રોગ્રામ કર્યા…રેડિયો શો, ટીવી શો.. ઓડિયો આલ્બમ્સ વિગેરે દ્વારા આમ જ સંગીત સાથે સૂરોની સરગમ રેલાવતી રહે છે…!

એશ્વર્યા, આજના શુભદિને અંતરની શુભેચ્છા અને આશીર્વાદ છે કે, તારું સ્વરાકાશ હંમેશ અનેક ખુશીઓની સરગમથી ચમકતું અને રણકતું રહે…ને એ રણકાર વિશ્વભરમાં ગુંજતો રહે ..!! સાથે જ અત્યારે પણ સૂર-સરગમ પર તારા સ્વરને રણકતો સાંભળીએ …

મિત્રો, અહીં એશ્વર્યાના સૂરની થોડી ઝલક રજુ કરી છે .. તે ઉપરાંત www.aishwaryamajmudar.com પર પણ અનેક સરગમને માણી શકશો…

Awesome_Aishwarya-Poster-2

સાંજ પહેલાની સાંજ…
સંગીત – શ્રી આશિત દેસાઈ
શબ્દો – શ્રી સુરેશ દલાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રીમ ઝીમ રીમ ઝીમ…
સંગીત – શ્રી ક્ષેમુ દિવેટિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

છલ છલ છલ…
સંગીત – શ્રી ગૌરાંગ વ્યાસ
શબ્દો – શ્રી જયંત પલાણ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ઉપરના ત્રણ ગીતો સમન્વય તથા ગુજરાત સમાચારના સહીયારા કાર્યક્રમ ”કાવ્યસંગીત સમારોહ ૨૦૦૯”માંથી લીધેલ છે.

***

નિરાલી છું હું…
સંગીત – શ્રી મોન્ટી શર્મા
શબ્દો – શ્રી દિલીપ જોશી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પત્ મોરી રાખો શામળિયા શ્રીનાથ…
સંગીત – શ્રી ભાવિન કંસારા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મન માને તબ આજો…
સંગીત – શ્રી અમર ભટ્ટ
શબ્દો – શ્રી ઉશનસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અહો મોરપીંછ…
સંગીત – શ્રી અમર ભટ્ટ
શબ્દો – શ્રીમતી પન્ના નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તેની સંગીત-સફર વિષેની સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો ..!

આ બધા ગીતો અને માહિતી મોકલી સહકાર આપવા બદલ શ્રીમતી રીમાબહેન મજમુદારનો ખૂબ ખૂબ આભાર ..!!

***

kuhu kuhu…

Mose chhal…

mere dholna…

o sajna…

chupke se…

maara paalavno..

barso re..

masha alla…

kahena hi kya…

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Sangeet… (5)

By , March 7, 2008 1:30 am

….ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી…..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ ” માં થી સાભાર .. From Mr. Kapil Dave.

રાગસંગીત : રાગસંગીતનો પ્રારંભ ઈ.સ.ની પાંચમી કે છઠ્ઠીસદીમાં માતંગમુનિથી થયો છે. માતંગમુનિએ બ્રહદદેશીય ગ્રંથમાં સૌ પ્રથમ સમય સમયનાં રાગ બાંધી આપ્યાં છે. એ પછી દશમી સદી પછી સારંગદેવે સંગીતરત્નાકરમાં આ પધ્ધતિને વિશેષ શુધ્ધ રીતે પ્રચલિત કરી હતી. આ પરંપરાનો વિશેષ પ્રચાર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવસંપ્રદાયે કર્યો છે.
રાગનો સમય : હિંદુસ્તાની સંગીતમાં દરેક રાગને ગાવા માટે નિશ્વિત સમય મુકરર થયેલ છે. નિશ્વિત સમયે તે રાગ ગાવાથી વિશેષ રીતે શોભી ઊઠે છે. સમય ઉપરાંત કેટલાંક રાગો ઋતુ પ્રધાન મનાય છે.
વાદી સ્વરોનાં રાગનો સમય : રાગોનાં વાદીસ્વર સપ્તકના પૂર્વાંગમાં હોય તેવાં રાગો દિવસનાં ૧૨ થી રાત્રીનાં ૧૨ સુધી ગવાય છે અને જે રાગોનો વાદી સ્વર સપ્તકના ઉતરાંગમાં હોય તેવાં રાગો રાત્રીનાં ૧૨ થી દિવસનાં ૧૨ સુધી ગવાય છે.
સ્વર સાથે રાગનાં સમયનો સંબંધ : ૧) જે રાગમાં રે, ધ કોમળ હોય એવાં રાગો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ગવાય છે. સૂર્યોદય સમયે ગવાતા રાગોમાં શુધ્ધ મધ્યમ પ્રબળ હોય છે. સૂર્યાસ્ત સમયે ગવાતાં રાગોમાં તીવ્ર મધ્યમ પ્રબળ હોય છે. આ બંને પ્રકારનાં રાગોને સંધિ પ્રકાશ રાગો કહે છે. ૨) જે રાગમાં રે, ધ શુધ્ધ હોય તેવાં રાગોમાં દિવસ અને રાત્રીનાં બીજા પ્રહરમાં ગવાય છે. જે રાગોમાં ગ, નિ કોમળ હોય તેવાં રાગો દિવસ અને રાત્રીનાં ત્રીજા પ્રહરમાં ગવાય છે.
પરમેલ પ્રવેશક : કોઈ એક થાટનાં રાગોનો ગાવાનો સમય પૂરો થયા પછી બીજા થાટનાં રાગો ગાવાનો સમય શરૂ થાય છે, તે બંને થાટનાં સ્વરો જે રાગમાં આવી જાય તે રાગને પરમેલ પ્રવેશક કહે છે.
ગીત : મધુર સ્વરોમાં તાલયુકત સુંદર કર્ણપ્રિય શબ્દરચનાને ગીત કહેવાય છે. ગીતનાં જુદાં જુદાં વિભાગને અવયવ કહે છે. સામાન્ય રીતે ગીતનાં સ્થાયી અને અંતરા બે જ અવયવ છે.
સ્થાયી : ગીતનાં પ્રથમ પહેલાં ભાગ કે જેનાં સ્વરો મોટે ભગે મન્દ્દ અને મધ્ય સપ્તકમાં હોય છે, તેને સ્થાયી કહે છે.
અંતરા : ગીતનો બીજો ભાગ કે જેનાં સ્વરો મોટે ભાગે મધ્ય અને તાર સપ્તકમાં હોય છે, તેને અંતરા કહે છે.
સંચારી અને આભોગ : અમુક ગીત પ્રકારમાં અંતરા પછીનો ભાગ કે જે મન્દ્ અને મધ્ય સપ્તકમાં વિશેષ ગવાય છે, સંચારી અને સંચારી પછીનાં ગીતનાં ભાગમાં તાર સપ્તકનો ઉપયોગ થાય છે, તેને આભોગ કહે છે.
પ્રબંધ : શાસ્ત્રીયસંગીતનાં ગીતના પ્રકારોને પ્રબંધ કહે છે.
લય : સંગીતમાં સમયની એક સરખી ગતિને લય કહે છે. ૧) વિલંબિત : એકદમ ધીમી લય, ૨) મધ્ય : વિલંબિત લય કરતાં બમણી ઝડપથી ગવાતી લય, ૩) દ્રુત : મધ્ય લય કરતાં બમણી ઝડપથી ગવાતી લય, – એવાં ત્રણ પ્રકાર છે. તાલનું પ્રધાન ચલન લય છે.
માત્રા : લયને માપવાનું સાધન માત્રા છે. એક, દો, તીન, ચાર અથવા ધા, ધા, ધિં, તાં બોલ માત્રાને પ્રકટ કરવા માટે નિયુકિત કરવામાં આવેલ છે. એક સરખી લયમાં જ્યારે તાલી આપીએ છીએ ત્યારે બે તાલી વચ્ચેનાં સમયનાં અંતરને, અથવા મનુષ્યની નાડી જેટલાં સમયમાં બે વાર ચાલે એટલાં અંતરને અથવા તો એક સેકન્ડનાં સમયને એક માત્રા મનાય છે. જરૂરીયાત પ્રમાણે તેની સમયમર્યાદાને વધુ-ઓછી કરી શકાય છે.
તાલ : સંગીતની ગતિ માપવાનું સાધન તાલ છે. માત્રાની જુદી જુદી સંખ્યામાં સમ, ખાલી તાલી, તાલી અને ખંડ ઈત્યાદિ નક્કી કરેલ રચનાથી તાલ બને છે. સંગીતનો પ્રાણ તાલ છે. તાલઃ ‘કાલ ક્રિયામાનમ્’ અર્થાત્ સમય, માન કે માપ તાલ છે. તાલ આઘાત આપવાનું અને ભિન્નતા પ્રદર્શિત કરવાનાં મુખ

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Sangeet… (4)

By , February 9, 2008 3:30 am

..ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી…..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ ” માં થી સાભાર .. From Mr. Kapil Dave.

કાકુસ્વર : એક સ્વર ઉપરથી બીજા સ્વર ઉપર જતાં વચલાં સૂરને થતો સ્પર્શને કાકુસ્વર કહે છે. લોકસંગીત કાકુસ્વરોથી સભર છે. સ્વ. પં. ઓમકારનાથજી ઠાકુરે ‘રાગ અને રસ’ પુસ્તિકામાં કાકુની વિસ્તૃત સમજુતી આપતાં લખે છે કે “સ્વરનો ત્રીજો ગુણ કાકુ. સંગીતની ભાષામાં કાકુ શબ્દનો અર્થ સમજાવવા માટે સ્વરભેદ શબ્દની યોજના સમુચિત્ત લાગે છે. ગાતા, બોલતાં કે નાટ્યમાં અભિનય કરતાં અવાજમાં, અવાજની જાતમાં જે જુદાં જુદાં ફેરફારો કરવામાં આવે છે, તેને સંગીતની ભાષામાં કાકુ કહેવામાં આવે છે. સુખદુઃખાદિ સંવેદન પ્રસંગે કંઠમાં એ જાતનાં પરિવર્તનો કરવાની આવશ્યકતા રહે છે. કરુણાભર્યો પ્રસંગ હોય, એ પ્રસંગે ક્યાંય કહેતાં હોઈએ, નાટ્યમાં અભિનય પ્રસંગે ઉતરતા હોઈએ અથવા ગીતાલાપમાં વિલાપતાં હોઈએ, તેવાં પ્રસંગે કંઠ ગદગદિત થવો જ જોઈએ.તેવી જ રીતે ગુંગળાયેલા, અકળાયેલાં, ક્રોધે ભરાયેલ, શાન્ત ચિન્તિત, નૈરાશ્ય, નિર્વેદ, ખેદ, પ્રસ્વેદ વગેરે જે જે અવસ્થાઓ દર્શાવવી હોય તે તે અવસ્થાઓ માટે કંઠમાં તેવી ક્રિયાઓ કર્યા વગર-સ્વરભેદ દર્શાવ્યાં વગર રસોત્ત્પત્તિ સંભવી જ શકે નહિ. એ બધાં સ્વરભેદની અવસ્થાને શાસ્ત્રીય ભાષામાં મૂકવાને અર્થે એને “કાકુ” સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.”

રાગ : જન મન રંજન કરવાવાળી, આરોહ-અવરોહ તથા વાદી-સંવાદીયુક્ત શ્રવણ મધુર અને શાસ્ત્રોનુંસાર સ્વરરચનાને રાગ કહે છે. ‘રંજયતિ ઈતિ રાગ’ અર્થાત્ રાગ રંજક હોવો જોઈએ.
રાગના અંગો : આરોહ, અવરોહ, પકકડ, સમય, વાદી, સંવાદી ઈત્યાદી રાગનાં નિયમબધ્ધ મુખ્ય અંગો છે

જાતિ : રાગનાં આરોહ-અવરોહમાં આવતા સ્વરોની સંખ્યા ઉપરથી રાગની જાતિ નકકી કરવામાં આવે છે. આવી મુખ્ય જાતિ ત્રણ છે સંપૂર્ણ, ષાડવ, ઔડવ.

વાદી : રાગનો મુખ્ય સ્વર. રાગનું સ્વરૂપ જે સ્વર વિના સ્પષ્ટ ન થઈ શકે તે વાદી.

સંવાદી : જે સ્વર વાદી સ્વરથી બીજે ક્રમે રાગનું પૂર્ણ સ્વરૂપ બતાવે છે તે સંવાદી.

અનુવાદી : રાગમાં આવતાં વાદી અને સંવાદી સિવાયનાં અન્ય સ્વરોને અનુવાદી કહે છે.

વજર્ય : રાગમાં ન આવતાં સ્વરને વજર્યસ્વર કહે છે.

વિવાદીસ્વર : જે સ્વરનો પ્રયોગ રાગમાં કરવામાં ન આવતો હોવાછતાં કુશળ ગાયક રાગની સુંદરતા વધારવા માટે કયારેક કયારેક આ વિવાદી સ્વરનો ઉપયોગ કરતાં હોય છે.

પકકડ : ઓછામાં ઓછા સ્વરો દ્વારા રાગનું સ્વરૂ બતાવતા સ્વરસમૂહને પકકડ અથવા રાગનું મુખ્ય અંગ કહે છે

થાટ : સપ્ત સ્વરોનામ સમૂહ કે જેનાથી રાગ ઉત્પન્ન થઈ શકે તેને મેળ અથવા થાટ કહે છે. થાટ વિશિષ્ટાથી અંકિત છે.

સરગમ : રાગના નિયમને આધીન રહીને રાગમાં આવતાં સ્વરોની તાલબધ્ધ સ્વરરચનાને સરગમ અથવા સ્વરમાલિકા કહે છે.

લક્ષણગીત : રાગની બધી માહિતી અપાતી અને તે જ રાગમાં તાલબધ્ધ ગવાતી શબ્દરચનાને લક્ષણગીત કહે છે

બોલતાન : સંગીતમાં આલાપ કરતી વખતે ગીત કે શબ્દોને નવી સ્વરાવલીમાં ગાનની ક્રિયાને બોલતાન કહે છે.

તાનપલટા : સા, રે, ગ, મ, ના રાગાનુકુળ નાનાં મોટાં ટુકડાઓ કરી તેના ક્રમવાર આરોહ તે તાન અને ક્રમવાર અવરોહ તે પલટો. સારીગ, રીગમ, ચઢતાં ધનીસા સુધી જઈએ તે તાન અને સાનીધ થી ગરીસા સુધી ઉતરીએ તે પલટો.

ગમક : બબ્બે સ

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

sangeet… (3)

By , November 27, 2007 2:24 am

ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી…..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ ” માં થી સાભાર .. From Mr. Kapil Dave.

સૂરાવટ : એ સૂર ઉપરથી બીજા સૂર ઉપર એકદમ સીધા જઈ અટકી ન જતાં રાગને અનુકૂળ બીજા સૂરો ઉપર ફરીને જવૂં તેને સૂરાવટ કહે છે. ઉદાહરણ તરીકે વૈષ્ણવજન ‘ સા ગ, ગ, ગ, ગ, ગ,’ ને સાદા સીધા ગાનમાં ‘ સા, રે, પ, મ, ગ, ગ,’ સૂરો લગાડતાં સૂરાવટથી ગાયુ કહેવાય છે.

સ્વરનિયોજન : અમુક પ્રકારે અને અમુક અંતરે સૂરોની ગોઠવણીથી ધારી અસર ઉત્પન્ન કરવામા આવે છે. તેને સ્વરનિયોજન કહે છે.

મીંડ : એક સૂરને તાણીને તોડયા વગર બીજે સૂરે પહોંચવુ તેને મીંડ કહે છે. મીંડના સૂરો ખેંચાય છે. મીંડમાં એક સૂર તોડયા વગર બીજા સૂર પર જવાનુ હોવાથી તે હારમોનિયમમાં શક્ય નથી. મીડ સંગીતનું અગત્યનું અંગ છે.

પૂર્વાંગ : ઉતરાંગ : સપ્તકનાં બે ભાગ છે. પેલા ભાગ ‘સા રે ગ મ’ ને પૂર્વાંગ અને બીજા ભાગ ‘પ ધ નિ સા’ ને ઉતરાંગ કહે છે.

સંવાદ-વિસંવાદ : બે સ્વરોનાં સુમધુર મિલાપને સંવાદ કહે છે. તેનાં ત્રણ પ્રકાર છે. બહુ નજીક અને બહુ દૂર આવેલાં સ્વરો સાથે વગાડવાથી વિસંવાદ ઉત્પન્ન થાય છે.

આરોહ-અવરોહ : સ્વરોનાં ઉપર જવાના ક્રમને આરોહ અને નીચે ઉતરવાનાં ક્રમને અવરોહ કહે છે.

વર્ણ : ગાવાની પ્રત્યક્ષ ક્રિયાને વર્ણ કહે છે. તેનાં ચાર પ્રકાર છે.

અલંકાર : સ્વરોની વિશિષ્ટ પ્રકારની નિયમિત રચનાને અલંકાર કહે છે.

ખરજ-લરજ : મંદ્ સપ્તકનાં સ્વરોને ખરજ અને અનુમંદ્રનાં સ્વરોને લરજ કહે છે.

ગ્રામ : સ્વરનાં સમૂહના વિશ્રામસ્થાનને ગ્રામ કહે છે.

મૂર્ચ્છના : ગાનમાં સ્વરને કંપાવવામાં આવે તેને મૂર્ચ્છના કહે છે.

લાગ : ચાલતા ગાનમાં એકદમ સ્વર છોડીને બીજા સપ્તકનાં તે જ સ્વર ઉપર રોકાઈ પાછા સ્વર ઉપર આવે તેમાં વચ્ચે છોડી દીધેલાં સ્વરને ‘લાગ’ કહે છે.

ડાટ : લાગમાં ઊંચા સ્વરને પકડીને બીજા સ્વરને સ્પર્શ કરવામા આવે તેને ડાટ કહે છે.

ક્રમશ:

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Sangeet… ( 2 )

By , October 1, 2007 8:17 pm

ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી…..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ ” માં થી સાભાર .. From Mr. Kapil Dave.
……………………………………………………………………………………………………………………………………………………..
મધુરનાદ : સંગીતોપયોગી કોઈપણ ઉત્પન્ન થતો ધ્વનિની કંપન સંખ્યા નિયમિત હોય છે. ત્યારે તેને મધુરનાદ કહેવામાં આવે છે.


આંદોલન અને તેની સંખ્યા : જ્યારે કંપન કરતી કોઈપણ વસ્તુ તેની મૂળ સ્થિતિથી ઊંચે અને ત્યારબાદ તેટલી જ નીચે ગયા બાદ જ્યારે મૂળ સ્થિતિ પર પરત આવે છે તેટલાં કંપનને એક આંદોલન કહેવામાં આવે છે. આંદોલન બંધ થતાં ધ્વનિ બંધ થાય છે. એક સેકન્ડમાં તાર જેટલાં આંદોલન છેડે છે, તેને તે ધ્વનિને આંદોલન સંખ્યા કહે છે

નાદની ઊંચાઈ : નાદનાં ઊંચા કે નીચાપણાનો આધાર ધ્વનિ ઉત્પાદક આંદોલનની સંખ્યા પર રહે છે. વધુ આંદોલનની સંખ્યાનો ધ્વનિ ઊંચો અને ઓછી આંદોલનની સંખ્યાનો ધ્વનિ નીચો કહેવાય છે.

નાદની ઘનતા : ધ્વનિ ઉત્પાદકતા જેમ વધુ તેમ ધ્વનિની ઘનતા વિશેષ. ધ્વનિ ઉત્પાદકતા પર વિશેષ દબાણ કરવાથી તેમા આંદોલનની પહોળાઈ વધે છે, તેને કારણે મોટો ધ્વનિ ઉત્પન્ન થાય છે.

સ્વર-સૂર : અવાજનાં સ્થૂલ સ્વરૂપને સ્વર અથવા સૂર કહે છે. સાધારણ ગાયન-વાદનમાં સ્થૂલ સ્વર પ્રયોજાય છે. અને ખાસ રાગ-રાગીણીઓનાં સાચાં સ્વરૂપો બતાવવામાં શ્રુતિઓનો ઉપયોગ થાય છે. ૨૨ શ્રુતિઓમાંથી અમુક શ્રુતિનાં નકકી કરેલ અંતરે શુધ્ધ તેમજ વિકૃત સ્વરો મનાય છે. મુખ્ય સાત સ્વરોમા અનુક્રમે ષડજ, રિષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ છે. ગાતી વખતે તે સ્વરોને ટુંકાવીને ક્રમાનુસાર ‘ સા રે ગ મ પ ધ નિ ‘ આ રીતે ઉચ્ચારાય છે. સ્વરનાં શુધ્ધ અને વિકૃત એમ બે પ્રકાર છે.

સપ્તક : સા થી નિ સુધીમાં આવતા સ્વરોનાં સમુહને સપ્તક કહે છે. આ સ્વરોમાં તાર, સપ્તકનો સા ઉમેરવાથી એક સપ્તક પૂરું થાય છે. આમાં મુખ્ય સપ્તક મન્દ્દ મધ્ય અને તાર એમ ત્રણ છે. આ ત્રણેય સપ્તકો એક બીજાથી બમણી ઊંચાઈએ આવેલ છે. સપ્તક શરીરનાં સ્થાન સાથે સંબંધિત છે.

શ્રુતિ : ‘ શ્રયતે ઈતિ શ્રુતિ ‘ એક સપ્તકમાં એક બીજાથી ઊંચા એવાં અસંખ્ય નાદ હોય છે, પરંતુ એક બીજાથી સ્પષ્ટ રીતે સાંભળી તેમજ ગાઈ શકાય તેવાં ૨૨ નાદ હોય છે. આ ૨૨ નાદને શ્રુતિ કહે છે. શ્રુતિ એ અવાજનું સૂક્ષ્મ સ્વરૂપ છે.

ક્રમશ:

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Sangeet… (1)

By , September 13, 2007 3:14 pm

ગુજરાતી સાહિત્ય એકેડ્મી દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ નું પ્રથમ પારિતોષિક અને રોકડ ઇનામ વિજેતા ગ્રંથ ..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ ” માં થી સાભાર ..

( ડો. કલાભાઈ પિંગળશીભાઈ ગઢવી સ્મૃતિગ્રંથનું, લક્ષ્મણભાઈ પિંગળશીભાઈ ગઢવી રચીત પુસ્તક ) માં થી આ માહિતી મોક્લવા બદલ મિત્ર શ્રી કપિલ દવે નો ખુબ ખુબ આભાર..

*

અત્રે પ્રસ્તુત છે થોડી સંગીત વિષયક માહિતી…

મહાત્મા ગાંધીજીએ સંગીત વિશે કહ્યું છે કે : ” સંગીતે મને શાંતી આપી છે; વિકલ અવસ્થામાં સંગીતે મારું મસ્તક ઠંડુ કર્યું છે, ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં સહાયતા આપી છે. સાધારણ રીતે જે વાત મગજમાં ન બેસે તે સંગીત દ્વારા હ્રદય સોંસરવી ઉતરે છે.” ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરનાં મતે ” સંગીત એજ સૌંદર્યનું સાકાર અને સજીવ સ્વરરૂપ છે.” યાજ્ઞવલ્કય સ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે સંગીત મોક્ષ પ્રાપ્તિનું સાધન મનાયું છે. સંગીત એ ધ્વનિપ્રધાનકલા છે. સંગીતનાં સૌંદર્યનો, માધુર્યનો આધાર સ્વર છે. સ્વરનું મૂળ, નાદ અથવા ધ્વનિ છે. નાદનાં અનાહત અને આહત એમ બે મુખ્ય પ્રકાર છે. અનાહત નાદ યોગવિદ્યા ની સાધના દ્વારા આઘાત વગર ઉત્પન્ન થાય છે. કોઈપણ વસ્તુનાં આઘાતથી કંપનદ્વારા ઉત્પન્ન થતો ધ્વનિને આહતનાદ કહેવામાં આવે છે. જે સાંભળી શકાય છે. તેનાં આંદોલનની સંખ્યા દર સેકન્ડે ૨૪૦ છે. સંગીતમય સ્વર માટે ઓછામાં ઓછી ૪૦ આંદોલનની સંખ્યા જરૂરી મનાઈ છે. ગાયન,વાદન અને નર્તન માટે સંગીતનું જ્ઞાન અનિવાર્ય મનાયું છે. એથી એનો પ્રાથમિક પરીચય સંક્ષિપ્તમાં પ્રસ્તુત છે.

વ્યાખ્યાઃ સંગીતની વ્યાખ્યાઓ આ પ્રમાણે મળે છે.

(૧) સંગીત એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સમ્+ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. ‘સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત’.

(૨) મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં “ગીતં, વાદ્યં નર્તન ચ ત્રયં સંગીતમુચ્યતે” ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને ‘સંગીત’ કહેવાય છે. પંડીત દામોદરકૃત સંગીતદર્પણમાં વિશેષમાં કહ્યું છે કેઃ “ગીત વાદિન નૃત્યાંના રકિતઃ સાધારણો ગુણઃ અતો રકિતવિહીનં યત્ન તત સંગીતમ ઉચ્યત” અર્થાત ગીત, વાદ્ય્ અને નૃત્ય ત્રણેયનો સામાન્ય ગુણ મનોરંજન છે. આથી સંગીતમાં રક્તિગુણ અનિવાર્ય છે.

(૩) ભરતમુનિએ ભરતનાટયશાસ્ત્રમાં “ગાંધર્વ ત્રિવિધં વિધાત સ્વરતાલપદાત્મકમ્ !” અર્થાત્ સ્વરાત્મક, તાલાત્મક તથા પદાત્મક એટલે સંગીત. એ રીતે સંગીતની વ્યાખ્યા આપી છે.

(૪) શ્રીરામપ્રસાદ પ્ર. બક્ષી સંગીતની વ્યાખ્યા આપતાં જણાવે છે કેઃ ” સંગીત એટલે માનવ કંઠમાંથી કે વાદ્યમાંથી ઉત્પન્ન રાસબધ્ધ લયયુક્ત અને તાલબંધ સ્વરલીલા.”

( વધુ આવતા અંકે )

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Live
  • Google Reader
  • YahooBuzz
  • Google
  • Email
  • RSS
  • Add to favorites

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.