Home Blue

Shyam tara…

36165_128634723856965_100001313135471_157418_5955463_n

શબ્દો : શ્રીનીતાબેન
સ્વર: શ્રીમતિ હેમાંગીનીબેન દેસાઈ
આલ્બમ : નૈન વસિયો નંદકુમાર ( શ્રી આલાપ દેસાઈ )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઘણા મિત્રો મને પૂછે છે કે મેં ઓળખ ચિત્ર પર વાંસળી કેમ રાખી છે ? આમ તો વાંસળીની ધૂન મારી અતિપ્રિય છે, અગર જો કોઈ પૂછે કે ઠાકોરજીના આભુષણ કે શ્રીંગારમાંથી તમને એમનું કયું અભુષણ બનવું ગમે ? તો ચોક્કસ કહું કે વાંસળી … !! પ્રભુને અતિપ્રિય એવી આ વાંસળીને તેઓ પોતાનાથી એકપળ પણ અલગ કરતા નથી…! મારા મનની આ વાત મને આ ગીતમાં દ્રષ્ટિમાન થઇ રહી છે …!!

શ્યામ તારા અધરોની સાથે મારે રમવું છે
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે
સૂર છેડે તું મારે સંગીત થઈને રેલાવું છે
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે ..!!

માથે પધરાવ તું તારી અલક લટોમાં રમવું છે
તારું તે મોરપીંછ શ્યામ મારે બનવું છે
નયનોમાં તારા મારે બીજ થઇ ને વસવું છે
એવી તારી આંખોનું કાજળ મારે બનવું છે
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે ..!!

નર્તનમાં તારા ક્યારેક છમ છમ થઈને બજવું છે
એવા તારા ચરણોનું ઝાંઝર મારે બનવું છે
તુજને વિટળઈ રહું સદા અંગ લહેરાઈ રહું
વીજળીશું પીળું પીતાંબર મારે બનવું છે
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે ..!!

કરમાં જલાઈ રહું કાવ્યો રચાઈ રહું
નીતાની એવી રસીલી કલમ બનવું છે
શ્યામ તારી માધુરી વાંસલડી મારે બનવું છે..!

શ્યામ તારા અધરોની સાથે મારે રમવું છે
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે …!!

***

This entry was posted in Bhajan - ભજન, Janmdin. Bookmark the permalink.

bottom musical line

14 Responses to Shyam tara…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Mrs Purvi Malkan Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. rpravin.shah. says:

    જય્શ્રીક્રીશના,બહુ સરસ, સુંદર સ્વર ,મધુર શબ્દો.

  2. sejal says:

    ખુબ જ સુંદર વાંસળી ની ધૂન ………

  3. ખૂબજ સુંદર રચના અને સાથે મધુર સ્વર !

    આભાર !

    http://das.desais.net

  4. Ullas Oza says:

    મનમોહક શ્યામની વાંસળી થવુ કોને નહી ગમે ?
    સુંદર રચના અને સ્વરાંકન.

  5. nilam doshi says:

    nice one…
    thats why yr voice is so sweet…. like….

  6. YOGESH CHUDGAR says:

    ઠાકોરજી નાં અધર પર સ્થાન મેળવવાની ઈચ્છા કરવાની વાત જ કેટલી આલ્હાદક છે. અને આ જન્મમાં આ ઈચ્છા વાંસળી બની ને પૂર્ણ થાય તો !!!
    શ્રીજી બાવા મને આ લહાવો આપશો ને ?
    યોગેશ ચુડગર

  7. Mrs Purvi Malkan says:

    ચેતુ બહેન જય શ્રી કૃષ્ણ
    સુંદર ગીત સંભાળવવા બદલ ધન્યવાદ
    મારે આપને e મીલ જોઈએ છે કૃપા કરીને મારા e mail ઉપર મોકલશો ?

  8. મને ઘનુજ ગમ્યું,મારો સારો આવો time પસાર થયો.આવું કઈ હોય તો મોકલતા રહેજો .પણ જનાવ સો તો ખબર પડશે .કમલેશ ચોકસી ,ઉષા

  9. pravin Shah says:

    ઘણું જ સરસ. ચિત્ર તો ખુબ જ ગમ્યું.

  10. Kinjal Rathod says:

    જય શ્રી કૃષ્ણ !
    beautiful words & nice picture as well …loved it 🙂

  11. kalpana shah says:

    jsk. very nice geet.

  12. rpravinshah. says:

    જય્શ્રીક્રીશના. બહુ સરસ ચિત્ર અને કાન્હા નું ગીત.નમસ્તે સૌને.

  13. kalpana shah says:

    jsk. random posts na geet badhha sares chee. i like very much. man prsan thauoo.