***
એકવાર જન્માષ્ટમી સમયે ક્યાંક કટાક્ષ વાંચેલ કે, ”આજે વેલેન્ટાઇનના બાપુનો જન્મદિન” ત્યારે ધાર્મિક લાગણી દુભાઇ હતી .. પરંતુ તરત જ વિચાર્યું કે જેઓ પરમ બહ્મ એવા શ્રીકૄષ્ણનાં પરમ તત્વ વિષે નથી જાણતા એ લોકોથી શી નારાજગી? ને શાંતીથી વિચાર્યું તો, આજાણતા જ કોઇએ લખેલ આ વાક્ય સત્ય લાગ્યું..કારણકે, સંત વેલેન્ટાઇન એક માનવ હતાં અને તેમના હૈયે પ્રેમ-તત્વ જન્માવનાર તો સ્વયં ઈશ્વર …!! તો ખરા અર્થમાં શ્રીકૄષ્ણ ભગવાન જ સંત વેલેન્ટાઈનનાં તાત્ત અર્થાત્ત પિતાજી…!! આમ પણ જગતનો તાત્ત તો ઘનશ્યામ જ છે..! તો આજે આ વેલેન્ટાઈન ડે પણ પ્રભુને સમર્પિત કરતાં, આ પ્રેમગીત મનમાં ગોપીભાવ લઈ આવીને ગાઇએ….!
***
શબ્દો : શ્રીનીતાબેન
સ્વર: શ્રીમતિ હેમાંગીનીબેન દેસાઈ, શ્રી આલાપ દેસાઈ
આલ્બમ : ભજનંદકુમારં ( શ્રી આલાપ દેસાઈ )
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
શ્યામ તારી વાંસળીનાં સૂર તો રેલાવ, હે મારે ગોપી બની રાસે રમવું છે
શ્યામ તારા રંગમાં તું મુજને રંગાવ, હે તારી શામળતામાં મન મારું મોહ્યું છે …!!
યમુના કાંઠે કુંજ ગલીમાં નિત્ય મારે મ્હાલવું, વ્રુંદાવનનાં વૃક્ષે વૄક્ષે તુજ ને પોકારવું
આંખનો ઇશારો કરી મુજ્ને બોલાવ, કે તારી ધૂનમાં મારે મસ્ત બની ફરવું છે..!!
સ્મરણ તારી લીલાનું નિત્ય મારે કરવું, નામ તારું રટતાં રટતાં તુજ પાછળ ફરવું
ઘુઘરી તારા ઝાંઝરની થોડી રણકાવ, હે મારે ચરણોમાં નિત્ય તારા રહેવું છે..!!
પ્રેમે તારા પાગલ થઇ સંસારે રહેવું, નીતા ઓવારે જીવન બીજુ શું કહેવું ?
મુગટ કેરાં મોરપીંછ સહેજે ફરકાવ, હે તારું રૂપ મારા રૂદિયામાં ધરવું છે..!!
શ્યામ તારી વાંસળીનાં સૂર તો રેલાવ, હે મારે ગોપી બની રાસે રમવું છે
શ્યામ તારા રંગમાં તું મુજને રંગાવ, હે તારી શામળતામાં મન મારું મોહ્યું છે …!!
***
‘શ્રીકૄષ્ણ ભગવાન જ સંત વેલેન્ટાઈનનાં તાત્ત અર્થાત્ત પિતાજી…!! આમ પણ જગતનો તાત્ત તો ઘનશ્યામ જ છે..! તો આજે આ વેલેન્ટાઈન ડે પણ પ્રભુને સમર્પિત કરતાં, આ પ્રેમગીત મનમાં ગોપીભાવ લઈ આવીને ગાઇએ….’
ભાવભીની વાત અને
મધુર સ્વરમા મધુરી ગાયકી
એકવાત ઉમેરું-પ્રેમ એટલે જ ભક્તી એટલે જ શ્રીકૄષ્ણ
પ્રેમથી બોલો જય શ્રીકૄષ્ણ
શ્યામ જેવો બીજો કોણ ‘વેલન્ટાઈન’ હોઈ શકે?
પ્રેમ લક્ષણા ભક્તિ કાના ને કાજે.
જેને ભરતી ઓટ કદી ન છાજે
પ્રણયની વાત શ્રીકૃષ્ણ નાં વગર અધુરી જ રહે છે , પછી આપણે ગમે તેટલા વેલેન્ટાઈન ડેની ઉજવણી કરીએ …….રાધા અને શ્રી કૃષ્ણની પ્રણય અને વિરહની વાતો ભજન- કાવ્ય- ગીત -ગઝલના સાથે સંગીતમય પ્રસ્તુતિ વિશેષ આનદ આપી જાય છે, આપનો આભાર……………
ઘણાં દિવસે વાંસળીનો અવાજ સાંભળ્યો
પ્રફુલ ઠાર
પશ્ચિમી સંસ્કૃતિમાં પ્રેમ માટેનો એક જ દિવસ નક્કી કરેલ છે, પરંતુ આ ગોપી ભાવ ભારતીય સંસ્કૃતિમાં સતત પ્રેમ ગંગામાં વ્હેવાની જ વાત કરે છે અને તે પણ જગત પિતાના શ્યામ ના .
સુંદર ભજન સાંભળવાનો લાહવો આપવા બદલ આભાર !
સુંદર શબ્દો અને સુંદર ગીત !
આલાપ તોયે આશિતભાઈનો !!
અતિ સુંદર. આ ભજન ગાવા માટે પણ શ્રી કૃષ્ણ આપના હ્રિદય માં જોઈએ. ખુબજ આનંદ થયો ચેતુબેન.
પ્રેમે તારા પાગલ થઇ સંસારે રહેવું, નીતા ઓવારે જીવન બીજુ શું કહેવું ?
મુગટ કેરાં મોરપીંછ સહેજે ફરકાવ, હે તારું રૂપ મારા રૂદિયામાં ધરવું છે..!!
શ્યામ તારી વાંસળીનાં સૂર તો રેલાવ, હે મારે ગોપી બની રાસે રમવું છે
શ્યામ તારા રંગમાં તું મુજને રંગાવ, હે તારી શામળતામાં મન મારું મોહ્યું છે