Home Blue

Shrinath smaran…

*

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 


બોલો ગોવર્ધનનાથકી જય ..!!

શ્રીનાથ સ્મરણ સુખકારી, ભીડ ભંજન ભવ ભય હારી
જાણી શકે નાં કોઈ વ્હાલા , અકળ ગતિ છે તારી ..!!
ભાર ભૂમિનો હળવો કરવા, યુગે યુગે અવતાર ધર્યો
નોખા નોખા રૂપ ધરીને, અવનીનો ઉધ્ધાર કર્યો
ભીડ પડી ભક્તો પર જ્યારે, આવી લીધા ઉગારી…!

મથુરામાં માધવ થઇ રાચ્યો, ગોકુલમાં ગોપાલ થયો
દ્વારિકા માં હો.. દ્વારિકામાં દ્વારકાધીશ, ડાકોરમાં રણછોડ થયો
નાથદ્વારામાં શ્રીજી રૂપે પ્રગટ્યો પાવનકારી ..!!

તું જ મુરારી, તું ગિરધારી, કુંજબિહારી બનવારી
તું શામળિયો, તું જ કનૈયો, તું મોહન મુરલીધારી
વિવિધ સ્વરૂપે, વિવિધ નામે, લીલા રચી તે ન્યારી …!!

શ્રીજી નામ સમરતાં ભાવે, પાપ અને સંતાપ બળે
શ્રીજી નામે જન્મ મરણનાં, લખચોરાસી ફેરાં ટળે
ભક્તિ કરતા ભાવટ ભાંગે, મહિમા એનો ભારી …!!

શ્રીનાથ સ્મરણ સુખકારી, ભીડ ભંજન ભવ ભય હારી
જાણી શકે નાં કોઈ તુજને, અકળ ગતિ છે તારી ..!!

*

This entry was posted in Bhajan - ભજન, Others, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

13 Responses to Shrinath smaran…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to tulasidas j shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. bgujju says:

    અતિ સુંદર ભજન છે અંતે તો શ્રીજી નું શરણ એજ એક માત્ર ઉપાય છે માટે જેટલા વહેલા તેને જાણીએ અને ભજીએ એજ કલ્યાણકારી છે.

  2. dharnidhar says:

    ખુબ સુન્દર ભજન છે.આ રીતે પ્રસાદ મળતાં ખુબ આનંદ થાય છે.ખુબ ખુબ આભાર.

  3. vishwadeep says:

    સુંદર ભજન..આવું સુંદર કાર્ય કરતા રહો ..

  4. Ketan Shah says:

    સુંદર ભજન
    શ્રીનાથ સ્મરણ સુખકારી, ભીડ ભંજન ભવ ભય હારી
    જાણી શકે નાં કોઈ તુજને, અકળ ગતિ છે તારી ..!

  5. jignesh shah says:

    Very Nice bhajan as well as nice shriji’s picture like we see in the bethak-mandir.thanks for posting us.
    jignesh & Rupa

    • Chetu says:

      આભાર જીગ્નેશભાઈ અને રૂપાબેન, શ્રીઠાકોરજીનું આ સ્વરૂપ શ્રીગોવર્ધનનાથજીની હવેલી -વડોદરાનું છે ..!

  6. tulasidas j shah says:

    હૈયાની હવેલી ભજન મને મળી શકશે? ક્યાંથી ડાઉન લોડ કરી શકાશે?

  7. ખુબજ સુંદર રચના. આભાર ચેતનાબેન.

  8. pragnaju says:

    .અતિસુંદર ભજન
    શરણાગતી ભાવ સાથે ગાન વધુ શાંતીદાયક.
    સમતા અને પ્રેમને મૂર્ત સ્વરૂપ આપવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રાણબળની આવશ્યકતા છે. આ પ્રાણબળની પ્રાપ્તિ માટે ગુરુકૃપાનો અધિકારી થઈ સાધના તપશ્ચર્યા જરૂરી છે. ત્યાગ માર્ગમાં પદાર્પણની સાથે જે કાંઈ આગન્તુક વાસનાઓ અને ધન માનાદિની ઈચ્છાઓ હોય તે જાણે કે કપૂર હવામાં ઊડી જાય તેમ ઊડી જશે અને તેના સ્થાને સાધનામાં નિષ્ઠા અને આત્મજીજ્ઞાસા આવી જશે.. સાધનામાં વિભિન્ન પ્રકારની અનુભૂતિ થઈ.બુદ્ધિની જડતા જતી રહેશે. વિચાર શક્તિ અને નિર્ણય શક્તિમાં વિકાસ થતો રહેશે.સાધનાના કારણે હૃદયની ભૂમિકા શુધ્ધ થશે
    શાસ્ત્રોનો સતત વિચાર કરતા રહેવાથી અને સાથે ગુરુકૃપા વડે આવરણ ભંગ થવાથી વીજળીના ચમકારાની જેમ વખતે વખત આત્માનુભૂતિ થવા લાગશે. દેહનિષ્ઠા શિથિલ થશે અને ઉત્તરોત્તર આત્મનિષ્ઠા વધવા લાગશે, ગુરુ આજ્ઞાને માન આપીને, ગુરુશ્રીના સંકેત અને વિધાન અનુરૂપ તત્વ વિચાર અને સાધનાની સાથે સાથે વિભિન્ન પ્રકારના કર્મ પણ કરતા રહેવાશે. તે વખતે સાધન નિષ્ઠા અને આત્મનિષ્ઠા પ્રબળ હોઈ-
    શ્રીજી નામ સમરતાં ભાવે, પાપ અને સંતાપ બળે
    શ્રીજી નામે જન્મ મરણનાં, લખચોરાસી ફેરાં ટળે
    ભક્તિ કરતા ભાવટ ભાંગે, મહિમા એનો ભારી …!!
    શ્રીનાથ સ્મરણ સુખકારી, ભીડ ભંજન ભવ ભય હારી
    જાણી શકે નાં કોઈ તુજને, અકળ ગતિ છે તારી ..!!

    ની અનુભૂતિ થશે

    • Chetu says:

      પૂજ્ય પ્રજ્ઞા બહેન , આપના આધ્યાત્મિક વિચારબિંદુ હૃદયસ્પર્શી છે ..!!

  9. Diker Bhatt says:

    ચેતનાબેન,
    ધન્યવાદ, શું કહું !

  10. Jay Thakar says:

    સુન્દર છે છબી શામળીયાની અને સુન્દર છે આ ભજન.

  11. ashalata says:

    ચેતનાબેન,
    ધન્યવાદ.