નોંધ

By , February 28, 2010 2:11 am

શ્રીજીબાવાની અસીમ કૃપા તથા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામીજી શ્રી યદુનાથજી મહોદયશ્રીની આજ્ઞાથી આજે સમન્વયના દ્વિતીય જન્મદિને શ્રીજી બ્લોગ પર ‘પુષ્ટિ-ગોષ્ઠી’ વિભાગ ( કેટેગરી ) શરૂ કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવી રહી છું ..!

આ વિભાગમાં પુષ્ટિ-ગોષ્ઠિ દ્વારા આપણે પુષ્ટિમાર્ગનું જ્ઞાન મેળવીશું.

***

ઘણા વાંચક મિત્રોની ફરિયાદ છે કે, એમને સમન્વય પર નવી પોસ્ટ મુકાય તેની જાણ થતી નથી.

પરંતુ આપ સમન્વયનાં દરેક બ્લોગની નવી અપડેટનો મેસેજ મેળવી શકો છો સબસ્ક્રાઈબ કરીને. શ્રીજી, સૂર-સરગમ તથા અનોખુંબંધન પર સાઈડ બારમાં જ આપ જોઈ શકશો, જ્યાં ‘સબસ્ક્રાઈબ ટુ’ લખેલ છે ત્યાં આપનું ઈમેઈલ અડ્રેસ લખો. ત્યાર બાદ આપને એક ઈમેઈલ મળે તેમાં જે લીંક આપેલી હોય ત્યાં ક્લિક કરશો. તો પછી આપને સમન્વય પર થી, નિયમિત નવી પોસ્ટની અપડેટનો મેસેજ મળશે.

સંગીત પ્રેમીઓ માટે એક ખુશ ખબર છે કે, શ્રીજી તથા સૂર-સરગમનાં સાઈડબારમાં રેડિયો પર આપ ૨૪ કલાક, હવેલી-સંગીત તથા કર્ણપ્રિય ગીતોની સરગમ સાંભળી શકશો ….

સમન્વય પર દરેક સંગીતનાં એક એક સૂર-તાલ(music-beats)નો ધ્વનિ, હેડ ફોન અથવા ઈયર ફોન દ્વારા એકદમ સ્પષ્ટ સાંભળી શકાય છે…

આ સાઈટના દરેક પ્લેયર પર સહુ પ્રથમ સમન્વયની ટાઇટલ-ઓડીયો ક્લિપ બનાવવા બદલ સંગીત દિગ્દર્શક શ્રીનારણભાઈ તથા મધુરો સ્વર આપવા બદલ ગાયિકા શ્રીરોશનીબેનનો ખૂબ ખૂબ આભાર..

ઘણા મિત્રો સંગીતની mp3 ફાઈલ ડાઉનલોડ કરવાની સુવિધા માટે પૂછતા હોય છે પરંતુ, વિનમ્રતા પૂર્વક જણાવવાનું કે, અહીં મુકવામાં આવેલ ભજન, પુષ્ટિમાર્ગ કેરા સત્સંગ દ્વારા, શ્રીઠાકોરજીની ભક્તિ દર્શાવવા માટે જ છે અને ગીત ફક્ત નિજાનંદ મેળવવા માટે જ છે, જે ડાઉનલોડ થઇ શકે તેમ નથી…

સમન્વય પર પધારી, આપનો સહકાર આપવા બદલ આભાર ..!

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Comments are closed

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.
Email
WP Socializer Aakash Web