Meva male ke…
***
જયશ્રીકૃષ્ણ મિત્રો..!! શ્રી ઠાકોરજી પાસે એ જ માંગીએ કે આપણને ભક્તિ આપે ..! શ્રીજીના કૄપા-પાત્ર બનીને એમની સેવા કરવા મળે એથી રૂડું બીજું શું હોઈ શકે?
આવી ભાવ-વિભોર થઈ જવાય એવી પ્રાર્થના સાંભળીએ, શ્રી કિશોર મનરાજાનાં મધૂર સ્વરમાં ..!!
***
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મેવા મળે કે ના મળે.. મારે સેવા તમારી કરવી છે,
મુક્તિ મળે કે ના મળે .. મારે ભક્તિ તમારી કરવી છે ..!
મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે
શબ્દ મળે કે ના મળે.. મારે કવિતા તમારી કરવી છે..!!
આવે જીવનમાં તડકા ને છાંયા, સુખ દુઃખના પડે ત્યાં પડ્છાયા
કાયા રહે કે ના રહે… મારે માયા તમારી કરવી છે..!!
હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં
સંસારને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી છે ..!!
મેવા મળે કે ના મળે.. મારે સેવા તમારી કરવી છે,
મુક્તિ મળે કે ના મળે .. મારે ભક્તિ તમારી કરવી છે ..!
મારે ભક્તિ તમારી કરવી છે, મારે કવિતા તમારી કરવી છે
મારે માયા તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી છે ..!!
***

![gse_multipart5492[1]](http://farm3.static.flickr.com/2361/2457843830_58fb1c8cdb_m.jpg)


સુંદર રચના !
ફળની ઈ ચ્છા વગરની સેવા એજ સાચી સેવા
સેવા એજ પરમ ફળ છે .અતિ સુંદર રચના .જય શ્રી કૃષ્ણ .
સુંદર અતિ સુંદર !
ગમ્યું !
ફળ વિના પ્રાર્થના ..ભાવ ભરી પ્રાર્થના !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting all for the Health Post !
ખૂબ ભાવવાહી સાચો નિસ્વાર્થ સેવાનો સંદેશ આપતું ભાવગીત..મારે સેવા તમારી કરવી છે ..ભક્તિ ની બેઠક થયા પછી જ સેવા થઇ શકે અને તે માનવ દ્વારા જ.. મોટી મોટી મૂર્તિઓની સેવા ની કઈ જરૂર નથી..આજે શ્રીનાથજીના ફોટા જ શ્રીમંતાઈના સિમ્બોલ બની ગયા છે જેણે ફૂલ બનાવ્યું તેને ફૂલા ધરી શો ઉપકાર કે પૂજા થાય ? .માનવમાં તે વસ્યો છે ..આ સમજાય ને શ્રીમંતો ની ભોગવૃત્તિ પીગળે તો શરાબ ને સુરાની અય્યાસીમાં રાચવું ના ગમે..અમુક માનવો તો રીતસર બસ આજ આદોલન માં લાગેલા છે કે ..ધર્મ ને ભક્તિના વાઘા સારા પોતાની અસલિયત સંતાડવા ..જેથી..પોષણ કરું કે ના કરું મારે માનવનું શોષણ કરવું છે
બહુ જ સુંદર ભજન. શ્રીનાથદ્વારની યાદ આવી ગઈ.
સુંદર bhajan