Charane Rakho…

By , April 10, 2012 10:48 pm

આજના કળીયુગમાં શ્રીવલ્લભ-પ્રભુને એ જ પ્રાર્થના કે, આપણને સહુને શ્રીઠાકોરજીની પ્રાપ્તિ કરાવે ..!!!

સ્વર – શ્રી નિતિનભાઈ દેવકા, નિધીબેન ધોળકિયા.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચરણે રાખો, શરણે રાખો, હે વલ્લભાધિશ વ્હાલા રે
શ્રીજીબાવાની સન્મુખ રાખો યમુનાજીના પ્યારા રે ..!

ઓ.. બ્રહ્મ સંબંધ કરાવ્યો, અમને સાચા વૈષ્ણવ માનો રે
કલિયુગના જીવોને ઉગાર્યા, પુષ્ટીમાર્ગ પ્રગટાવ્યો રે

સ્વરૂપ સેવા બતાવી અમને, ચંપારણ ના વાસી રે ..!

ઓ.. યમુનાષ્ટકનું ગાન કરું હું, સેવા તમારી આપોને
વ્રજ ચોરાસી પરિક્રમા કરીએ, એવા આશિષ આપોને
વૈષ્ણવજનના વ્હાલા પ્રભુજી, ઝાંખી શ્રીજીની કરાવો રે..!

ઓ.. મુખમાં લઈએ નામ શ્રીજીનું, યમુનાપાન કરાવો રે
અષ્ટાક્ષર જપ પળ-પળ જપીએ, લઈ તુલસીની માળારે
ચારે ધામ છે શ્રીજી ચરણમાં, વ્રજવાસ મુજને આપો રે..!

ચરણે રાખો, શરણે રાખો, હે વલ્લભાધિશ વ્હાલા રે
શ્રીજીબાવાની સન્મુખ રાખો યમુનાજીના પ્યારા રે ..!

હે વલ્લભાધિશ વ્હાલા રે… હે વલ્લભાધિશ વ્હાલા રે..!!

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Random Posts

6 Responses to “Charane Rakho…”

  1. Bakul Patel says:

    ખુબ સરસ રચના છે મજા પડી .

  2. YOGESH CHUDGAR says:

    શ્રી વલ્લભ સ્તુતિ, નીતિનભાઈ અને નિધીબેન નાં કંઠે સાંભળી ધન્યતા અનુભવી. આશા છે આવી રચનાઓ રજુ કરતાં રહેશો.
    જય શ્રી કૃષ્ણ .

  3. pragnaju says:

    ખૂબ સુંદર

  4. manubhai1981 says:

    વલ્લભાધીશ કી જંય….
    સુંદર રાગે ગવાયેલ આ
    ગીત મનોરમ છે.આભાર !

  5. Rajni Raval says:

    ચેતનાબેન,
    ભક્તિભાવ અને દરેક બાબતે સુંદર રચના, આભાર.

  6. Ketan Shah says:

    ચરણે રાખો, શરણે રાખો, હે વલ્લભાધિશ વ્હાલા રે
    સુંદર શબ્દો

Leave a Reply

Thanks for supporting & encouraging me with your precious comments.

shriji basari

 

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.
Email
WP Socializer Aakash Web