ShriNathji – ShriKrishna…
ગોલોકમાં બિરાજતા પૂર્ણપુરુષોત્તમ ભગવાન સારસ્વત-કલ્પમાં વ્રજ-ગોકુલમાં પ્રગટ થયા હતા અને શ્રીકૃષ્ણ નામે પ્રસિદ્ધ થયા હતા. શ્રીકૃષ્ણને વ્રજમાં પ્રગટ થયે હજારો વર્ષ થઇ ગયા. દરમ્યાનમાં ઘણા ભકત-આત્માઓને ફરી પૃથ્વી ઉપર જન્મ લેવાનો થયો. ફરીથી તેમના ઉદ્ધાર કરવાની જરૂર ઊભી થઇ. ત્યારે ભગવાને પોતાની કૃપા-શકિત સ્વરૂપ શ્રીમહાપ્રભુજીને પૃથ્વી ઉપર પ્રગટ થઇ દૈવી જીવોનો ઉદ્ધાર કરવાની આજ્ઞા કરી. ત્યારે શ્રીમહાપ્રભુજીએ ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી કે ” દૈવી જીવોનો અંગીકાર કરવા માટે તમારે પણ પૃથ્વી ઉપર પ્રગટ થવું પડશે.” ભગવાન શ્રીકૃષ્ણે એ વાત સ્વીકારી. પરિણામ-સ્વરૂપ શ્રીમહાપ્રભુજી અને શ્રીનાથજી – સ્વરૂપે શ્રીકૃષ્ણ બંને આજથી લગભગ સવા પાંચસો વર્ષ પૂર્વે ભારતમાં પ્રગટ થયા.
ભગવાન શ્રીકૃષ્ણ ફરીથી કલિયુગમાં આજથી સવા પાંચસો વર્ષ પહેલાં વ્રજમંડળમાં આવેલા શ્રીગિરીરાજ ગોવર્ધન પર્વતમાંથી શ્રીનાથજી-સ્વરુપે પ્રગટ થયા. માટે
શ્રીનાથજી એ જ સાક્ષાત શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ એ જ સાક્ષાત શ્રીનાથજી છે.
તેમને પ્રગટ થવાનાં મુખ્ય ત્રણ કારણો છેઃ
(૧) ગોલોકમાંથી છુટા પડેલા ભકતો-જીવોનો અંગીકાર કરીને તેમનો ઉદ્ધાર કરવો.
(૨) સારસ્વત-કલ્પમાં શ્રીકૃષ્ણ સ્વરુપે કરેલી આનંદાત્મક લીલાઓનો ફરીથી અનુભવ કરાવવો.
(૩) સારસ્વત-કલ્પનો સેવા-પ્રકાર ફરીથી શરુ કરવો.
આજે શ્રીનાથજીનું આ સ્વરુપ નાથદ્વારામાં બિરાજે છે. તે સ્વરુપ કોઇ મનુષ્ય – શિલ્પકારે ઘડેલું સ્વરુપ નથી,
સ્વયંસિદ્ધ સ્વરૂપ છે.

![gse_multipart5492[1]](http://farm3.static.flickr.com/2361/2457843830_58fb1c8cdb_m.jpg)


ખુબ સુંદર..
ાઅજે એ બધી જાત્રા ઓ યાદ આવી ગઈ જ્યાં જ્યાં જઈ આવી છું, અને ભગવાન શ્રીકૃષ્ણે ની વાતો જેટલી કરીયે ઓછી…
જય શ્રીક્ર્ષ્ણ ચેતના
ખૂબ સુંદર લખાણ છે. શ્રીનાથજી , નાથદ્વારામા સાક્શાત પધારે છે. તેમના દર્શન
પામવા એ જીવનનો અમૂલ્ય લહાવો છે.
AGAIN YOU ARE DOING VERY NICE THING. BEING A VAISHNAV I DIDNT KNEW THIS HISTORY OF SHRINATHJI AND SHRI MAHAPRABHUJI. I REQUEST YOU TO GIVE MORE INFORMATION LIKE THIS.
THANK YOU VERY MUCH ONCE AGAIN
SAGAR B. RUPARELIA
ખુબ સરસ અભિનન્દન ખુબ ઉતમ
gher betha jatra karavavanu punya tane jarur malshe..chetu…
દીદી… શ્રીજીકૃપા અને આપ સહુનાં આશીર્વાદ કાયમ મારી સાથે જ રહે… અને આપણે બધા આમ જ સત્સંગ કરતા રહીએ.. જયશ્રીકૃષ્ણ.
સુંદર…
વાંચી આંનદ થયો….જય શ્રીનાથજી ! શ્રી કૃષ્ણની પોસ્ટો વાંચવા પધારશો ‘ચંદ્રપૂકાર ” સાઈટ પર>>>. http://www.chandrapukar.wordpress.com
This not an easy job.How u do it i dont kno..but wat u do it tht we feel.Tamey avu saras kam karta raho ne amney eno labh madto rahey..Ishwar tamney e karvani prena apta rahey…Tx. a lot for giving us such nice things.
ખુબ ખુબ સુંદર લખાણ છે અને આ જ ઈતિહાસ હું શોથ્તો હતો.
ધન્યવાદ ……….