Tame sukh-data chho…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો … હે નાથ .. શ્રીનાથ..!
અંતરમાં મુજ અડસઠ ધામો, શીદ ને શોધું બીજે વિસામો ?
સોના પર સુહાગા શ્રીજી, આપ મળ્યા સર્વોત્તમ…
આ ભવ તરવાને, પાર ઉતરવાને, બન્યા સહારા છો… હે નાથ .. શ્રીનાથ..!
તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો … હે નાથ .. શ્રીનાથ..!
ગોકુળ, દ્વારકા, ડાકોર, મથુરા.. રઝળું તોયે રહે ઓરતાં અધુરાં..
ઘટમાં વસ્યાં છે તીરથ તારા, રોમેરોમ વસનારા,
સેવા મેળવવા, શ્રધ્ધા કેળવવા, સહુનાં દાતા છો…હે નાથ .. શ્રીનાથ..!
તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો … હે નાથ .. શ્રીનાથ..!
વ્હાલો ચવુદે ભુવનનો સ્વામી, મારો શ્રીનાથ છે, અંતરયામી ,
ચરણ એના પડતા સહુનાં, અંતર દ્વાર ઉઘડતા.
રાગ દ્વેષ હરવાને, નિર્મળ કરવાને , શાંતિદાતા છો …હે નાથ .. શ્રીનાથ..!
તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો … હે નાથ .. શ્રીનાથ..!
હે નાથ .. શ્રીનાથ..! હે નાથ .. શ્રીનાથ..! હે નાથ .. શ્રીનાથ..! હે નાથ .. શ્રીનાથ..!

![gse_multipart5492[1]](http://farm3.static.flickr.com/2361/2457843830_58fb1c8cdb_m.jpg)


સરસ ગીત… પ્રથમવાર જ સાંભળ્યું..
Jai Shree Krishna,
Ati Sundar.
Tame Gayu Chhe Chetnaben!
મને હવે પચિ ના મેઇલ મોકલવા નમ્રવિનતિ
આપના મેઇલ ખુબ પ્રેરણા વાળા છે
Jai Shrii Krishna……
Thanks fow sending this lovely song.
Chetnaben……You are Great!
Jai Shrii Krishna.
Very Nice Sons.
જય શ્રી કૃષ્ણ…
સરસ મજા નુ ગીત.
ખુબજ ગમ્યુ.
Dear Chetu,
We love to hear this bhajan in your voice.
With love.
Aunty and uncle and Trivedi Parivar.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
ખૂબ જ સુંદર ભજન વળી મધુર અવાજ…જય શ્રી કૃષ્ણ…
ખૂબ જ સુંદર ભજન વળી મધુર અવાજ…જય શ્રી કૃષ્ણ
ચેતનાબેન,
સુંદર. તમારી પસંદગી માટે હવે અમારા પ્રતિભાવોની જરૂરીયાત નથી.
અમને મોકલતા રહેજો. રજનીભાઈ.
ચેતાનાભાભી પહેલીવાર ગોંવા માંસાંભળેલ અને ત્યાર બાદ આજે ખુબજ સુંદર ગાયું છે.
કોણે ગાયુ છે આ ગીત ? મધુર કંઠ …સ્વર ..
વાહ રે વાહ ! ..
very very good chetuji…
very very good . Thanks to the singer.
જો આપણે પુષ્ટિમાર્ગ ટકાવી અને આપણી નવી generation ને ખરેખર આ માર્ગે વાળવી અને આ જ સાચા રસ્તે લઇ જવી હોય તો આ જ રીતે કૈક નવું કરવું જ પડશે .નહિ તો ……………….?
સુંદર ગીત ની સાથે એટલો જ સુંદર કંઠ આભાર .
ગીત અને કંઠ બંને સુંદર છે ગીત મુક્યા બદલ અભાર.
JSK. very nice geet. vaachee mnne lagee aave you. thnakyou.