Category: Janmdin

Pushtimarg Mahiti…

By Chetu, December 9, 2009 1:53 pm

માહિતીના અક્ષરો મોટી સાઈઝમાં વાંચવા માટે વિડીયો પ્લાયેરની જમણી બાજુ નીચે તરફ ત્રણ નિશાનીઓ આપવામાં આવી છે, ત્યાં સ્પીકરની બાજુમાં એક લંબચોરસ ચિત્ર આપેલું છે, તેના પર ક્લિક કરવાથી Full Screen પર વાંચી શકાશે.

Janmashtami Darshan…

By Chetu, August 14, 2009 12:18 am

Pragat thaya…

lord-krishna

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ગોકુલમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી.રે.. ગોકુલમાં..
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…

ઘરેઘર થી ગોપીઓ આવે, હારે મનગમતા સાજ સજાવે,
વ્હલાજીના ગુણ ગાવે ..ગોકુલમાં …
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…

નાચે ને કુદે ગોવાળો, હારે એને હૈયે હરખ ના માયે,
નીરખવાને નંદલાલા ગોકુળમાં…
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…

હારે અબીલ ગુલાલ ઉડાડે, હારે મારગડે મહી છલકાવે,
ગોરસ રસ રેલાવે ગોકુળમાં…
નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…

નંદરાય તણા દરબારે, હારે ત્યાં ભીડ ભરાણી ભારે,
ત્રિભુવન જયજયકાર કરે ગોકુળમાં…
નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…

પારણીયે વિશ્વ વિહારી, હારે ઝુલાવે જશોદા માડી,
ગોવિંદ જાયે બલિહારી રે..ગોકુળમાં…
નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી…

હાથી દિયા ઘોડા દિયા ઔર દિયા પાલખી,
હે વ્રજ મેં આનંદ ભયો..જય કનૈયા લાલકી…
હે જશોદા કો લાલો ભયો.. જય કનૈયા લાલકી…

શ્રીવલ્લભાધીશકી જય…શ્યામ સુંદર યમુને મહારાનીકી જય… શ્રી બાલક્રિશ્ન લાલકી જય…!!

Pratham varsh-gaanth…

By Chetu, November 10, 2007 4:15 am
આજ નાં મંગલદિને ” શ્રીજી” અને “સૂર~સરગમ” ને એક વરસ પુરૂ થયું..! …એ સાથે જ શુભ પ્રારંભ થઇ રહ્યો છે “અનોખુંબંધન” નો… જે અનોખું બંધન સદાય આપણી વચ્ચે રહેશે… આશા છે આપે જેટલો પ્રતિસાદ શ્રીજી અને સૂર~સરગમ ને આપ્યો, એવા જ સ્નેહથી આપ અનોખુ બંધન ને પણ વધાવી લેશો…!… શ્રીજી કૃપા, વડીલોનાં આશિર્વાદ તથા શ્રી ગોસ્વામી બાલકોની કૃપા દ્રષ્ટિ હંમેશા “શ્રીજી” પર રહી છે..અને મને ભક્તિ દર્શાવવાની પ્રેરણા મળતી રહી છે સાથે સાથે જ શ્રીજીનાં વહાલાં ભક્તો સાથે સત્સંગ કરવાનો
અમૂલ્ય લ્હાવો પણ પ્રાપ્ત થયો છે..!!.. સર્વે વૈષ્ણવોને મારાં જય શ્રીકૃષ્ણ..

…આજ નાં શુભ દિને મારાં એક્દમ પ્રિય એવા ભજનથી શ્રીજી સત્સંગ કરીએ…ખરેખર આ ભજનમાં જે ભાવો દર્શાવ્યાં છે, એ દરેક વૈષ્ણવોનાં હૈયાની ભાવ ભીની અભિવ્યક્તિ છે..!!

મેવા મળે કે ના મળે,મારે સેવા તમારી કરવી છે

મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે..!

મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે,

શબ્દ મળે કે ના મળે,મારે કવિતા તમારી કરવી છે…!

આવે જીવન માં તડ્કા ને છાયાં,સુખ દુ:ખના પડે ત્યાં પડ્છાયા,

કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે…!

હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં,

સંસાર ને હું છોડી શકું એવી યુક્તિ મારે કરવી છે..!

મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે,

મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે..!

Happy Birthday To My Lalan Tejas & Niece Miloni…

By Chetu, October 8, 2007 1:45 am

Happy Birthday To My Lalan Tejas & Niece Miloni…

Happy Birthday to My ' Lalan ' Chirag…

By Chetu, December 4, 2006 1:33 am


.* Many Many Happy Returns Of The Day *.


blinkingeyes

Picture 001

Panorama theme by Themocracy