Category: Uncategorized

Maha-mantra…

By Chetu, January 15, 2010 1:08 am

TA0110

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્રી…..ના ઉચ્ચારથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

કૃ…..ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.

ષ્ણ…..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.

…..ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.

…..ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.

ણં…..ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.

…..ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.

…..ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.

Shri Krishna Sharanm Mama…

By Chetu, January 1, 2009 1:00 am

ShriKrishnaSharanamMama

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નવા વર્ષનાં શુભઆરંભે મનનું શાંતિદાતા એવું શ્રીભગવદ્ સ્મરણ…

શ્રી કૃષ્ણ: શરણમ્ મમ…!…શ્રી કૃષ્ણ: શરણમ્ મમ…!

શ્રીનાથજી…શ્રીનાથજી…શ્રીનાથજી…શ્રીનાથજી…

શ્રી કૃષ્ણ: શરણમ્ મમ…!…શ્રી કૃષ્ણ: શરણમ્ મમ…!

Me to Jugal-Swaroope…

By Chetu, November 23, 2008 11:17 am

jugalswarup

આજે એકાદશી…! શ્રીયમુનાજીનું યુગલ સ્વરૂપ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે..
મારા ભવના દુ:ખડા ખોયા શ્રી જમુનાજી રે..
પહેરી ચોળી કસુંબા સાડી, એવા સ્વરૂપ નિરખવા ધારી
માં એ સોળે સજ્યા શણગાર, શ્રી જમુનાજી રે..
નાકે નકવેશ્વર છે મોતી, ભાલુક ચમકે જગમગ મોતી
માણેક હીરાની અતિ જ્યોતિ, શ્રી જમુનાજી રે..
નુપૂર ઘુઘરી રણકે ચરણે, મારુ મનડું તમારે શરણે
ભુજ કંકણમાં રૂડા શોભે, શ્રી જમુનાજી રે..
સુંદર સ્વરૂપે શ્યામ સ્વરૂપ, તન ને મોહ્યાં છે વ્રજનાં ભુપ
લાલ કમળમા માં લપટાણા, શ્રી જમુનાજી રે..
સદા બિરાજો વ્રજની માય, પુષ્ટિ મારગની કરવા સહાય
શ્યામ ચરણમા દ્યો માં દ્રઢ ભક્તિ, શ્રી જમુનાજી રે..
શોભા જોઇ કહે હરિદાસ, અમને આપજે વ્રજમાં વાસ
લાલા લહેરી સેવક તારો, શ્રી જમુનાજી રે…
માજી હુ તો તમારો દાસ, રાખો ચરણ કમલ ની પાસ
જોતા જનમ સુધાર્યો આજ, શ્રી જમુનાજી રે ..

Tame sukh-data chho…

By Chetu, November 9, 2008 8:09 pm

 07732

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો … હે નાથ .. શ્રીનાથ..!

અંતરમાં મુજ અડસઠ ધામો, શીદ ને શોધું બીજે વિસામો ?
સોના પર સુહાગા શ્રીજી, આપ મળ્યા સર્વોત્તમ…
આ ભવ તરવાને, પાર ઉતરવાને, બન્યા સહારા છો… હે નાથ .. શ્રીનાથ..!

તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો … હે નાથ .. શ્રીનાથ..!

ગોકુળ, દ્વારકા, ડાકોર, મથુરા.. રઝળું તોયે રહે ઓરતાં અધુરાં..
ઘટમાં વસ્યાં છે તીરથ તારા, રોમેરોમ વસનારા,
સેવા મેળવવા, શ્રધ્ધા કેળવવા, સહુનાં દાતા છો…હે નાથ .. શ્રીનાથ..!

તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો … હે નાથ .. શ્રીનાથ..!

વ્હાલો ચવુદે ભુવનનો સ્વામી, મારો શ્રીનાથ છે, અંતરયામી ,
ચરણ એના પડતા સહુનાં, અંતર દ્વાર ઉઘડતા.
રાગ દ્વેષ હરવાને, નિર્મળ કરવાને , શાંતિદાતા છો …હે નાથ .. શ્રીનાથ..!

તમે સુખ-દાતા છો, પિતા છો, માતા છો, ગુરૂ, સખા, ભ્રાતા છો … હે નાથ .. શ્રીનાથ..!

હે નાથ .. શ્રીનાથ..! હે નાથ .. શ્રીનાથ..! હે નાથ .. શ્રીનાથ..! હે નાથ .. શ્રીનાથ..!

ShriNathji – ShriKrishna…

By Chetu, September 9, 2008 12:19 am

ગોલોકમાં બિરાજતા પૂર્ણપુરુષોત્તમ ભગવાન સારસ્વત-કલ્પમાં વ્રજ-ગોકુલમાં પ્રગટ થયા હતા અને શ્રીકૃષ્ણ નામે પ્રસિદ્ધ થયા હતા. શ્રીકૃષ્ણને વ્રજમાં પ્રગટ થયે હજારો વર્ષ થઇ ગયા. દરમ્યાનમાં ઘણા ભકત-આત્માઓને ફરી પૃથ્વી ઉપર જન્મ લેવાનો થયો. ફરીથી તેમના ઉદ્ધાર કરવાની જરૂર ઊભી થઇ. ત્યારે ભગવાને પોતાની કૃપા-શકિત સ્વરૂપ શ્રીમહાપ્રભુજીને પૃથ્વી ઉપર પ્રગટ થઇ દૈવી જીવોનો ઉદ્ધાર કરવાની આજ્ઞા કરી. ત્યારે શ્રીમહાપ્રભુજીએ ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી કે ” દૈવી જીવોનો અંગીકાર કરવા માટે તમારે પણ પૃથ્વી ઉપર પ્રગટ થવું પડશે.” ભગવાન શ્રીકૃષ્ણે એ વાત સ્વીકારી. પરિણામ-સ્વરૂપ શ્રીમહાપ્રભુજી અને શ્રીનાથજી – સ્વરૂપે શ્રીકૃષ્ણ બંને આજથી લગભગ સવા પાંચસો વર્ષ પૂર્વે ભારતમાં પ્રગટ થયા. 
  

 ભગવાન શ્રીકૃષ્ણ ફરીથી કલિયુગમાં આજથી સવા પાંચસો વર્ષ પહેલાં વ્રજમંડળમાં આવેલા શ્રીગિરીરાજ ગોવર્ધન પર્વતમાંથી શ્રીનાથજી-સ્વરુપે પ્રગટ થયા. માટે 
 
શ્રીનાથજી એ જ સાક્ષાત શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ એ જ સાક્ષાત શ્રીનાથજી છે.

તેમને પ્રગટ થવાનાં મુખ્ય ત્રણ કારણો છેઃ
(૧) ગોલોકમાંથી છુટા પડેલા ભકતો-જીવોનો અંગીકાર કરીને તેમનો ઉદ્ધાર કરવો.
(૨) સારસ્વત-કલ્પમાં શ્રીકૃષ્ણ સ્વરુપે કરેલી આનંદાત્મક લીલાઓનો ફરીથી અનુભવ કરાવવો.
(૩) સારસ્વત-કલ્પનો સેવા-પ્રકાર ફરીથી શરુ કરવો.
 
આજે શ્રીનાથજીનું આ સ્વરુપ નાથદ્વારામાં બિરાજે છે. તે સ્વરુપ કોઇ મનુષ્ય – શિલ્પકારે ઘડેલું સ્વરુપ નથી,
સ્વયંસિદ્ધ સ્વરૂપ છે.

Shrinath banke…

By Chetu, August 24, 2008 1:00 am

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


સ્વર : શ્રી નિતિનભાઇ દેવકા – નિધીબહેન ધોળકિયા

દરેક વૈષ્ણવોને જન્માષ્ટ્મીની ખૂબ ખૂબ વધાઇ  અને જયશ્રીકૃષ્ણ …. આવો, આજે શ્રીજી પાસે એ જ માંગીએ કે, હે પ્રભુ, આપ  હર યુગમાં જન્મ લઇને ભક્તોનો ઉધ્ધાર કરો..!

શ્રીનાથ બનકે, દિનાનાથ બનકે, ચલે આના, પ્રભુજી ચલે આના…

શ્રીનાથ બનકે,  ક્રિપાનાથ બનકે, ચલે આના, પ્રભુજી ચલે આના…

 તુમ બાલક્રિષ્ન રૂપમેં આના, વૈષ્ણવકો દરશ દિખાના…

ગોવર્ધન નાથ બનકે, ગિરીકા વાર ધરકે, ચલે આના પ્રભુજી ચલે આના…

તુમ બ્રિંદાવન મેં આના ..હો.. સાથ રાધાજી કો લાના…

વ્રજ્નાથ બનકે, રાધાકાંત બનકે, ચલે આના, પ્રભુજી ચલે આના…

તુમ ગોકુલ મથુરા મેં આના, .. હો..બાલ લીલા અપની દિખાના…  

ગોકુલનાથ બનકે, યદુનાથ બનકે, ચલે આના.. પ્રભુજી ચલે આના…

મેરે મન મંદિર મેં આના, ઓ.. શ્રધ્ધાકા દીપ જલાના…

 સારે દોષ હરને , મુજે અપના કરને, ચલે આના પ્રભુજી ચલે આના…

શ્રીનાથ બનકે, દિનાનાથ બનકે, ચલે આના, પ્રભુજી ચલે આના…

શ્રીનાથ બનકે,  ક્રિપાનાથ બનકે, ચલે આના, પ્રભુજી ચલે આના…

Janmashtami Mahotsav…

By Chetu, August 20, 2008 1:13 am

 

 હવેલીમાં ઉજ્વવામાં આવનારાં શ્રીજન્માષ્ટમી મહોત્સવની માહિતી વાંચવા માટે અહીં દર્શાવેલ ચિત્રજી પર બે વખત ક્લિક કરો..

Shrikrishna Chalisa…

By Chetu, August 18, 2008 12:21 pm

..बंशी शोभित कर मधुर । नील जलज तनु श्याम ॥
अरुण अधर जनु बिम्ब फल । नयन कलम अभिराम ॥
पूरन इंदु अरविंद मुख । पीताम्बर सुचि साज ॥
जय मनमोहन मदन छवि । कृष्णचंद्र महाराज ॥
जय जय यदुनंदन जग वंदन । जय वसुदेव देवकी नंदन ॥
जय यशोदा सुत नंद दुलारे । जय प्रभु भक्तन के रखवारे ॥
जय नटनागर नाग नथैया । कृष्ण कन्हैया धेनु चरैया ॥
पुनि नख पर प्रभु गिरिवर धारो । आओ दीनन कष्ट निवारो ॥
बंशी मधुर अधर धरि टेरो । होवे पूरन मनोरथ मेरो ॥
आओ हरि पुनि माखन खावो । आज लाज भक्तन की राखो ॥
कपोल चिबुक अरुनारे । मृदु मुस्कान मोहिनी डारे ॥
राजीव नयन विशाला । मोरे मुकट वैजंतीमाला ॥
श्रवण पीत्त पट आछे । कटि किंकिनी काछनी काछे ॥
नील जलज सुंदर तन सोहै । छवि लखि सुर नर मुनि मन मोहै ॥
तिलक अलक घुंघराले । आओ श्याम बांसुरी वाले ॥
करि पय पान पूतनाहिं तार्यो । अका-बका कागासुर मार्यो ॥
मधुवन जलत अगिन जब ज्वाला । भये शीतल लखतहिं नंदलाला ॥
जब सुरपति बृज चढ्यो रिसाई । भारी बरसाई ॥
लखत लखत बृज चहत बहायो । गोवर्धन नख धरि बचायो ॥
लखि यशोदा मन भ्रम अधिकाई । मुख महं चौदह भुवन दिखाई ॥
दुष्ट कंस अति उधम मचायो । कोटि कमल कहं फूल मंगायो ॥
नाथि कालियाहिं को तुम लीन्हो । चरण चिह्न दै निर्भय कीन्हो ॥
करि गोपिन संग रास विलासा । सब की पूर करी अभिलाषा ॥
अगणित महा असुर संहार्यो । कंसहि केश पड़ दे मार्यो ॥
मातु पिता की बंदि छुड़ायो । उग्रसेन कहं राज दिलायो
॥ महि से मृतक छहों सुत लायो । मातु देवकी शोक मिटायो ॥
नरकासुर मुर खल संहारी । लाये षटदश सहस कुमारी ॥
दई भीम तृण चीर इशारा । जरासंध राक्षस कहं मारा ॥
असुर वृकासुर आदिक मार्यउ । निज भक्तन कर कष्ट निवार्यउ ॥
दीन सुदामा के दुख टार्यो । तण्डुल तीन मुठि मुख डार्यो ॥
दुर्योधन के त्याग्यो मेवा । कियो विदुर घर शाक कलेवा ॥
लखि प्रेम तुहि महिमा भारी । नौमि श्याम दीनन हितकारी ॥
भारत में पारथ रथ हांके । लिये चक्र कर नहीं बल थाके ॥
निज गीता के ज्ञान सुनाये । भक्तन ह्रदय सुधा सरसाये ॥
मीरा ऐसी मतवाली । विष पी गई बजाकर ताली ॥
राणा भेजा सांप पिटारी । शालिग्राम बने बनवारी ॥
निज माया तुम विधिहिं दिखायो । उर ते संशय सकल मिटायो ॥
तव शतनिंदा करि तत्काला । जीवन मुक्त भयो शिशुपाला ॥
जबहिं द्रौपदी टेर लगाई । दीनानाथ लाज अब जाई ॥
तुरतहिं वसन बने नंदलाला । बढ्यो चीर भया अरि मुंह काला ॥
अस अनंत के नाथ कन्हैया । डूबत भंवर बचावहिं नैया ॥
सुंदरदास वास दुर्वासा । करत विनय प्रभु पूजहु आसा ॥
नाथ सकल उरि कुमित निवारो । छमौं वेगि अपराध हमारो ॥
खोलो पट अब दर्शन दीजै । बोलो कृष्ण कन्हैया की जय ॥
॥ दोहा ॥
कृष्णचंद्र के नाम से, होत प्रफुल्लित गात ।
तन घातक पातक टरत, रोग दूर होय जात ॥
चालीसा जो यह नित पढ़ै । कठिन कष्ट कटि जाय ॥
धन जन बल विद्या बढ़ै । नित नर सुख सरसाय ॥

Jyot re jalaavi…

By Chetu, August 8, 2008 10:19 pm

 

01729

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જ્યોત રે જલાવી અમે, શ્રીજી કેરા નામની

હો જીરે…જ્યોત રે જલાવી અમે, શ્રીજી કેરા નામની

હે..શ્રીજી કેરા નામની ને, મેવાડ ધામની  રે.. 

હે ..શ્રીજી ની મૂર્તી સ્થાપી, મનનાં મંદિરિયામાં

 શ્રધ્ધાનાં તેલ પૂર્યાં, અંતરનાં કોડિયામાં

હે.. વાટુ રે બનાવી અમે, આતમ-રામની… જ્યોત રે…

હે… જંજાળ છોડી જગતની,  છોડ્યો સંસાર ખારો

મનનાં મંજીરા લીધા, અંતરનો એક્તારો

 કરવી છે લાણી હવે તો, ભક્તિનાં જામની રે ..જ્યોત રે..

હે.. જીવનની નાવ અમારી,  સોંપી શ્રીજીનાં સહારે

ચાહે ડૂબે મજધારે,  ચાહે તો પાર ઉતારે

હે.. શ્રીજીનાં સંગ વિના, દુનિયા શું કામની રે…

હો જીરે…જ્યોત રે જલાવી અમે, શ્રીજી કેરા નામની

 હે..શ્રીજી કેરા નામની ને, મેવાડ ધામની…. 

Shriji Haweli – London…

By Chetu, July 18, 2008 8:05 am

*  શ્રીનાથજી પ્રભુ વિજયતે  *

*  શ્રીબાલકૃષ્ણ પ્રભુ વિજયતે  *

Pachrungi laheriya na hindora

હિંડોળે ઝૂલે મારો વ્હાલો લંડનમાં…!

 હિંડોળાનું અધિવાસન (પ્રારંભ) થાય ત્યારે હવેલીમાં ડોલ-તિબારીમાં ચાંદી કે સુરંગનાં હિંડોળા રોપવામાં આવે છે. અષાઢ વદ એકમ થી શ્રાવણ વદ બીજ સુધીનાં આખા હિંડોળા ઉત્સવ દરમ્યાન હિંડોળા વિજય (પૂર્ણ) થાય ત્યાં સુધી શ્રીઠાકોરજી હિંડોળામાં બિરાજે છે. 

વૈષ્ણવો, આ પવિત્ર હિંડોળાનાં મનોરથી બની અમુલ્ય લાભ જરૂરથી લેશો.મનોરથી બનવા મુખ્યાજી
શ્રી દિનેશભાઇ પુરોહિતનો સંપર્ક કરવો .ફોન નંબર +44 0208 9892034

Shri Vallabh Nidhi ( UK )

ShriNathji Sanatan Hindu Mandir
159/161 Whipps Cross Road, Leytonstone E 11 1NP .

*

Panorama theme by Themocracy