Shyam Gaya Pachhi…

By , June 16, 2013 11:54 am

552325_395909330467496_1766037713_n

( નાની બહેન સમી દિગીશાએ આલેખેલ રાધાજીની વ્યથા – તડપ હૈયું હચમચાવી જાય છે .! )

નાનાં શાંત વહેતા પાણી પર ચંદ્ર્ના પડતા પ્રતિબિંબને નિહાળતી રાધા,એના શ્યામની રાહ જોવામાં ડુબેલી છે.
એના નયન ચંદ્રના પ્રતિબિંબમાં પણ એના ક્રૃષ્ણનું જ મુખ જોઈ રહ્યા છે.
રાધાના હ્રદય પર પગરવ થયો..
શ્યામ આવ્યા, મારા શ્યામ આવ્યા..
મોરલીના સૂર કાનમાં ગુંજવા લાગ્યા..
ને રાધા બાવરી બની અવાજની દિશા શોધવા લાગી..
એના શ્યામને શોધવા લાગી, એના ક્રૃષ્ણને શોધવા ભાગી.
થોડા કદમ ચાલી પછી બેબાકળી બની આમ તેમ ભાગતી રાધા ને થયો પોતાની ઓઢણી ફસાયાનો અહેસાસ.
એ થોભી ગઈ ને આંખ મિંચીને આશ કરવા લાગી..
જરૂર મારા શ્યામે જ મને છેડવા છૂપાઈને ઓઢણી પકડી હશે.
પાછળ મિટ માંડી,એક નિસાસો નાખી ઓઢણી છોડાવી રાધા આગળ ભાગે છે.

હજુ આગળ ભાગતી રાધાના મુખ માંથી ચીસ પડાઈ જાય છે.
ને એ ચીસ સાથે જ રાધા જમીન પર બેસી પડે છે.
પગમાં પેસી ગયેલો શૂળ જોઈ..
પોતાના શ્યામની યાદમાં વ્યાકુળ થયેલી રાધા આંસુ સારતા બોલે છે..
શ્યામ…ક્યાં છો તમે..?
નજર સામે એ આખરી મુલાકાત આવે છે.

“રાધે..ઓ રાધે..ચલ મારી સાથે,
હું તને લેવા આવ્યો છું,પકડો મારો હાથ આપણે દૂર સુધી જવાનું છે.”

રાધાઃ આ શું કહો છો શ્યામ?
આ યમુના કિનારો,આપણા મિલનની જગ્યઓ અને આ પ્રેમની નગરી મુકીને ક્યાં જવા કહો છો?

ક્રૃષ્ણઃ રાધે,મારો કાયમી વસવાટ અંહી શક્ય નથી.
મારો જન્મ પાપનો નાશ કરવા થયો છે.
પાપીઓ ને એમના શ્રાપ માંથી મુક્તિ અપાવવા થયો છે.મારે આગળ જવું પડશે.
હું આ લાગણીઓની માયા જાળમાં બંધાઈ નહી શકું.

રાધાઃ આપણો પ્રેમ માયાજાળ છે? હું બંધન છું?
હે શ્યામ..હું તો એ કાન્હાને ચાહુ છું જે માખનચોર કહેવાય છે,
એના પ્રેમમાં બાવરી છું જે હરેક ગોપીના હ્રદયમાં વસે છે છતા ખાલી મને ચાહે છે,
જે યમુના કિનારે મને ખૂબ રાહ જોવડાવે છ ને પોતાની પ્રેમજાળમાં મને ફાંસે છે,
જે મોહક નજરોથી જોઈ મને શરમાવે છે,
જેના મનની હું રાણી છુ ને જે મારે મન બધું જ છે,
મારા નાથ છે,સર્વસ્વ છે.

ક્રૃષ્ણઃ હા પણ સમય બદલાય છે રાધે,સમય સાથે આગળ ચાલવું પડે છે.
અને હું તો તને લેવા જ આવ્યો છું.

રાધાઃ ના..શ્યામ ના..
તમારી આંખોમા હવે મને રાજકુમારનું નૂર દેખાય છે.
કોઇ દિવ્ય શક્તિની છાંયા દેખાય છે મને.
હું ગામની ગોવારણ તમારી સાથે ના શોભુ.

ક્રૃષ્ણઃ રાધે..તુ મારી પ્રિત છે, હું મારી પ્રિતને ભુલાવી ને આગળ નથી જવા માંગતો.

રાધાઃ જ્યારે નવું કઈક પ્રાર્ંભ થાય છે ત્યારે જુનુ ઘણું બધું પૂર્ણ થાય છે.
હું તમારી સ્મૃતિઓને હ્રદયમાં જીવંત રાખી જીવન વિતાવી લઈશ.
બોલતા બોલતા રાધાનાં આંસુ યમુના જળમાં પડે છે.
આંસુ યમુના જળ સાથે વહીને આગળ જતા રહે છે અને

શ્યામ પણ રાધાને આટલું કહી જતા રહે છે.
“હે રાધે, તે મને કરેલો પ્રેમ જગતમાં હરેક પ્રેમી અને પ્રેમીકા યુગ યુગાતંર સુધી યાદ કરશે.
હું ક્યાય પણ રહીશ પણ મારા હ્રદયમાં તારી પ્રિત કાયમ રહેશે.
મારા માનવીય અસ્તિત્વનાં નાશ પછી પણ,મારા નામની પહેલા સદાય તારુ નામ લેવાશે.
અને એ પ્રકારે તારો અને મારો સાથ ક્યારે પણ નહી છૂટે

પગમાં ખૂંપેલો શૂળ કાઢતા રાધા બોલી ઉઠી..હરે ક્રૃષ્ણ..
સાથે ધીમે વાતો વાયરો બોલે છે..રાધે-ક્રૃષ્ણ.
ખરેલા સૂકા પાનમાં થયો ખળભળાટ ને સંભળાય છે..રાધે-ક્રૃષ્ણ.
યમુનાના શાંત પ્રવાહ સાથે વહે છે..રાધે-ક્રૃષ્ણ.
આંબલીયાની ડાળોએ જુલે છે..રાધે-ક્રૃષ્ણ.
મોર-પપીહા-કોયલનાં ટહૂકે ગૂંજે છે..રાધે-કૃષ્ણ.
શ્યામ ગયા પછી બધે જ છે..રાધે-ક્રૃષ્ણ.
પણ કોઈ જાણી શકયું,રાધા કેટલું તડપી..શ્યામ ગયા પછી?
કોઇ ને યાદ છે રાધાના હાલ, શ્યામ ગયા પછી?
રાધાને મળ્યુ બસ શ્યામનું નામ, શ્યામ ગયા પછી..
ફરી પણ ક્યાંક જન્મી હશે રાધા, શ્યામ ગયા પછી..
જોવાતી હશે રાહ ક્રૃષ્ણની, શ્યામ ગયા પછી.

- દિગીશા શેઠ પારેખ

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Ami Bhareli…

By , May 9, 2013 2:02 pm

255351_10151051433516963_1915870656_n

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમી ભરેલી નજરુ રાખો મેવાડના શ્રીનાથજી

દરશન આપો દુઃખડા કાપો, મેવાડના શ્રીનાથજી ..અમી ભરેલી. .

ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરૂં શ્રીનાથજી

દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી

તમારા ભરોસે જીવનનૈયા, બની શુકાની પાર ઉતારો

ભક્તો તમારા કરે વિનંતિ સાંભળજો શ્રીનાથજી

અમી ભરેલી નજરુ રાખો, મેવાડના શ્રીનાથજી

ચરણકમળમાં, શીશ નમાવું, વંદન કરું શ્રીનાથજી 

દયા કરીને ભક્તિ દેજો, મેવાડના શ્રીનાથજી.. અમી ભરેલી. . 

હું દુઃખીયારો, તારે દ્વાર આવી ઉભો શ્રીનાથજી 

આશિષ દેજો ઉરમાં લેજો, મેવાડના શ્રીનાથજી.. અમી ભરેલી. . 

ભક્તો તમારા કરે વિનંતિ સાંભળજો શ્રીનાથજી

મુજ આંગણમાં વાસ  કરોને , મેવાડના શ્રીનાથજી.. અમી ભરેલી. . 

તારે ભરોસે જીવનનૈયા, હાંકી રહ્યો શ્રીનાથજી

બની સુકાની પાર ઉતારો, મેવાડ ના શ્રીનાથજી.. અમી ભરેલી. .

અમી ભરેલી નજરુ રાખો મેવાડના શ્રીનાથજી

દરશન આપો દુઃખડા કાપો, મેવાડના શ્રીનાથજી ..અમી ભરેલી. .

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Shri Mahaprabhuji’s Padurbhaav….

By , May 4, 2013 8:36 am

578280_403601629658400_100000257000098_1492753_1312172232_n

***

આ વધાઈ ગીત મોકલવા બદલ શ્રી અશ્વિનભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર ..

શ્રીમદ વલ્લભાચાર્યનું પ્રાકટ્ય સવત 1535,શાકે 1400ના વૈશાખ વદિ 11 ને રવિવારે થયું હતું વિ સ 2069 શકે 1935ના ચૈત્ર વદ 11 ને રવિવારે તા 5-5-2013ના દિને જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના 536 માં પ્રાદુર્ભાવ મહોત્સવ નિમિતે વધાઈ ગીત કૃષ્ણકૃપાકાક્ષી વલ્લભ અનુરાગી, શ્રી વલ્લભના શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદને અનુસરતા સર્વે પરમ ભગવદીય વૈષ્ણવજનો ને બધાઈ

46756_427885790629500_288432676_n 

સુનોરી આજ નવલ બધાયો હે હૈ 

                              શ્રી લક્ષ્મણ ગૃહ પ્રકટ ભયે હૈ 
                                                             શ્રી વલ્લભ મન ભાયો હૈ         1

                                                             બાજત આવજ ઢોલક  મહુવર 
                                                              ધનજ્યો ઢોલ બજાયો  હૈ 
                                                               કોકિલ કંઠ નવલ વનિતા 
                                                               મિલ મંગલ ગાયો હૈ           2

                                                              હલ્દી તેલ સુગંધ સુવાસિત 
                                                             લાલન ઉબટ નહાવાયો  હૈ 
                                                             નખશીખલો આભુષણ ભૂષિત 
                                                             પીતામબર  પહરાયો  હૈ        3

                                                            અશન, વસન, કંચન  મની માનિક 
                                                             ઘર ઘર યાચક પાયો હૈ 
                                                           શ્રી વિઠ્ઠલ  ગીરીધરન કૃપાનિધિ 
                                                              પલના માં એ ઝુલાયો હૈ      4

                              આપના દાસાનુદાસ રેખાં અશ્વિન શાહના સદૈન્ય જય સચ્ચિદાનંદ 

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Shri Gokul…

શ્રી મહાપ્રભુજીના  536 માં પ્રાગટ્ય મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ

શ્રી વલ્લભાચાર્યજીની કર્મભૂમિ શ્રી ગોકુલ.

IMG-20130504-WA0002

માનસી ગંગા - શ્રી ગોકુલ

(તસ્વીર : રેખા રાઠૉડ - દૂબઈ )

***

Gokula56-vGokula95-v

***

After Sri Caitanya Mahaprabhu’s arrival in Vraja, Sri Vallabhacarya sat on the bank of Yamuna at Govinda Ghat to read Srimad-Bhagavatam from beginning to end. Sri Vallabhacarya’s son, Sri Vitthalacarya, and his son Gokulanath also have their bhaitaks there. In fact, Sri Vitthalacarya leased this place in his own name after showing Aurangzeb a miracle.

***

(  તસ્વીર –  ગુગલ સર્ચ )

***

આ લેખ મોક્લવા બદલ પૂર્વીબેનનો ખૂબ ખૂબ આભાર

પુષ્ટિમાર્ગનાં અષ્ટસખાઓમાંનાં એક સખા શ્રી કૃષ્ણદાસ અધિકારીજીએ ગાયું છે કે ગોકુલ ગાંવ સુહાવનો……..સબ મિલી ગાવો…હોં. જ્યારે શ્રી વિઠ્ઠલનાથજીનાં સેવક ચાચા હરિવંશજી કહે છે કે જે ગોકુલનો મહિમા અનેક પુરાણો અને ઉપનિષદોએ ગાયેલો છે, જ્યાં અસંખ્ય ગાયોની ઘૂઘરીઓ રણઝણે છે, જ્યાં અસંખ્ય ગોપ ગોપીઓ રૂપી ભક્તજનો રસિક બનીને ખોવાઈ રહ્યાં છે તે ગોકુલ……શ્રી ગોકુલ…….ભગવાન શ્રી કૃષ્ણની સાથે શ્રી વલ્લભાચાર્યજીની પણ કર્મભૂમિ શ્રી ગોકુલ છે. વેદોએ ગોકુલ શબ્દનાં વિવિધ અર્થો બતાવ્યાં છે. વેદોમાં કહ્યું છે કે ગૌ અર્થાત્ ગાય અને કુલ અર્થાત્ સમૂહ જ્યાં ગાયોનો સમૂહ રહે છે તે જગ્યા, ગોકુલનો દ્વિતીય અર્થ બતાવતાં કહ્યું છે કે ગોઉ અર્થાત્ ગ્વાલા અને કુલ અર્થાત વંશ નિવાસ જ્યાં ગ્વાલાઓનો વંશ નિવાસ કરી રહ્યો છે તે જગ્યા. વેદોએ ગોકુલ શબ્દનો ત્રીજો અર્થ બતાવતાં કહ્યું છે કે ગો એટ્લે ઇન્દ્રિયો અને કુલ એટ્લે નિવાસ. અર્થાત્ જ્યાં ઇન્દ્રિયોનો સમૂહ નિવાસ કરી રહ્યો છે તે ગોકુલ, અર્થાત્ જ્યાં ગૌ, ગોપ, ગોપીઓ, ગ્વાલાઓરૂપી સતત ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરી રહેલી ઇન્દ્રિયોનો સમૂહ તે ગોકુલ. વેદોએ કહેલ આ વિવિધ અર્થ ને અન્ય રીતે જોઈએ તો જ્યાં અસંખ્ય ભક્તજનો કૃષ્ણપ્રેમમાં, કૃષ્ણરસમાં અને કૃષ્ણનામમાં ખોવાઈને નિવાસ કરી રહ્યાં છે તે સ્થળ ગોકુલ કહેવાય છે.

શ્રી ગોકુલનો સૌ પ્રથમ ઉલ્લેખ વેદોમાં થયેલો છે. વેદોમાં કહ્યું છે કે દેવલોકમાં જે મહત્વ ભગવાન વિષ્ણુનાં વૈંકુંઠનું છે તેનાંથી સહસ્ત્રગણું મહત્વ ભગવાન શ્રીકૃષ્ણનાં ગોલોકધામ સ્થિત શ્રીમદ્ ગોકુલનું છે. વેદો બાદ બીજો ઉલ્લેખ ઉપનિષદમાં અને ત્રીજો ઉલ્લેખ પુરાણોમાં થયેલો જોવા મળે છે. નારદપુરાણમાં કહ્યું છે કે જે ભક્ત અને ભક્તિનો સંબંધ સીધોજ ભગવાન કૃષ્ણ સાથે છે તેવા જીવોએ ગોકુલમાં જઈને નિવાસ કરવો જોઈએ. આ ઉપરાંત ભગવાન કૃષ્ણનાં અને શ્રી વલ્લભાચાર્યજીની કર્મભૂમિ શ્રી ગોકુલનો ઉલ્લેખ ગર્ગપુરાણ, નારદ પુરાણ, પદ્મપુરાણ, હરીવંશ પુરાણ, બ્રહ્મપુરાણ, અગ્નિપુરાણ અને બ્રહ્મવૈવર્તક પુરાણ તેમજ તૈત્તરીય ઉપનિષદ અને થોડા ઘણાં અંશે શિવપુરાણ અને જૈન સાહિત્યમાં પણ જોવા મળે છે. વેદ, ઉપનિષદ અને પુરાણો બાદ ઇ.સ પૂર્વેનાં તામ્રયુગ અર્થાત્ દ્વાપરયુગમાં શ્રી ગોકુલનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ પાંચમી થી સાતમી સદીમાં સ્પષ્ટ રૂપે શ્રી ગોકુલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઇતિહાસમાં કહ્યું છે કે સારસ્વત યુગમાં જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પાછા ગોલોક ધામ પધાર્યા તે જ દિવસથી કલિયુગે પોતાનો પ્રભાવ પાથરવાનો શરૂ કર્યો. જેમ જેમ કલિયુગનો પ્રભાવ વધતો ગયો તેમ તેમ શૈવ, બોધ્ધિક ધર્મ, વૈદિક ધર્મનું મૂલ્ય વધતું ગયું જેને કારણે પુષ્ટિ ધર્મ અને પુષ્ટિ સંસ્કૃતિ ધરાવતાં ગામોનું મૂલ્ય ઓછું થતું ગયું. જેમ જેમ કલિયુગનો પ્રભાવ વધતો ગયો તેમ તેમ કૃષ્ણનાં નામનો, કૃષ્ણનાં ગામનો, કૃષ્ણનાં જીવનનાં સારાંશનો વિલય થયો અને તેમનું અસ્તિત્વ સમયનાં ગાઢવનમાં ખોવાઈને ઝાખું થઈ ગયું. સમયાંતરે (૫૩૫ વર્ષ પૂર્વે) ઝારખંડથી વ્રજમંડલમાં પધારેલા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી જ્યારે શ્રી યમુનાજી તટ્ટ પર વિચરણ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ ઠાકુરાણી ઘાટ (આ સમયે વ્રજ સંસ્કૃતિ અને શ્રી ઠાકુરજીનાં લીલાત્મક સ્થળો, કુંડો, ઘાટો, વનો, સરોવરો વગેરે સમયનાં અબાબીડ ઘનઘોર વૃક્ષોમાં અને રજમાં ખોવાઈ ગયેલાં હતાં.) ઉપર આવ્યાં. ત્યારે તેઓ ગોવિંદ ઘાટ અને ઠાકુરાણી ઘાટ વગેરેને ઓળખવામાં અસમર્થ બન્યાં, ત્યારે શ્રી યમુના મહારાણીજીએ સ્વયં ત્યાં પધારીને શ્રી વલ્લભને ગોવિંદ ઘાટ અને ઠાકુરાણી ઘાટ વચ્ચેનો ભેદ બતાવી તેમનું માર્ગદર્શન કર્યુ, અને સાથે સાથે પ્રાચીનતમ શ્રી ગોકુલનું સ્થાન પણ બતાવ્યું. શ્રી યમુનાજીનાં માર્ગદર્શન બાદ શ્રી વલ્લભે ૮ શ્લોકોનું શ્રી યમુનાષ્ટક સ્તોત્ર રચીને શ્રી યમુનાજીને અર્પણ કર્યું અને કૃષ્ણ નામનો, કૃષ્ણનાં ગામનો, કૃષ્ણનાં જીવનનાં સારાંશને પુનઃપ્રગટ કર્યું. આમ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ઇતિહાસનાં ગર્ભમાં ખોવાયેલ પુષ્ટિસૃષ્ટિને ફરી પ્રકાશિત કરી. શ્રી વલ્લભ દ્વારા શ્રી ગોકુલનાં અને પુષ્ટિમાર્ગનાં પુનઃપ્રાગટ્ય બાદ શ્રી ગોકુલનો વધુ પ્રચાર થયો, પરંતુ શ્રી વિઠ્ઠલનાથજી ગુંસાઈજી પ્રભુચરણ ગોકુલમાં સ્થાયી થયા બાદ શ્રી ગોકુલનો મહત્તમ વિકાસ થયો હતો તેમ વ્રજઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે. તે વિકાસ બાદ અન્ય શ્રી વલ્લભકુલ બાલકો, વૈષ્ણવ ધર્મને માનતા અન્ય આચાર્યો, ભક્તો અને ભગવદીયો દ્વારા આધ્યાત્મિક વેગ વધુ મળ્યો જેને કારણે શ્રી ગોકુલનો આધિ દૈવીક અને આધ્યાત્મિક વૈભવ વધતો ગયો.

વ્રજ ઇતિહાસનાં સાહિત્ય પ્રમાણમાં પાંચ ગોકુલ ગાંવનો ઉલ્લેખ થયેલો છે. જ્યાં બાલકૃષ્ણને લઈને વાસુદેવજી આવેલા તે ગોકુલ ગાવ સૌ પ્રથમ ક્રમમાં આવે છે. આ ગોકુલમાં સૌ પ્રથમ શકટાસૂર આવ્યો અને ત્યાર બાદ પૂતના રાક્ષસી આવી તેથી માતા યશોદાનું મન આ સ્થળમાંથી ઉઠી ગયું તેથી તેમણે નંદબાબાને કહ્યું કે યમુનાની પેલે પાર મથુરા છે અને આ પાર ગોકુલ છે. આ બંને ગામ એવા છે જેને યમુનાનાં કિનારા પરથી જોઈ શકાય છે. વળી મથુરાથી ગોકુલ આવવું ખૂબ સરળ છે તેથી જ અહીં મથુરાથી વારંવાર રાક્ષસો આવે છે ત્યારે મને મારા લલ્લાની ચિંતા થાય છે, માટે આપણે આ ગોકુલ છોડીને વૃંદાવનના અંદરના ભાગમાં જતાં રહીએ એનું કારણ એ છે કે વૃંદાવનની અંદરનો ભાગ વટવૃક્ષથી ઘેરાયેલો છે તેથી કંસ કે તેના રાક્ષસો ત્યાં સુધી નહીં આવી શકે અને આપણે પણ સુરક્ષિત રહી શકીશું. પૂતના દ્વારા અચાનક થયેલા પ્રહારને કારણે અવાચક બનેલા નંદબાબાને પણ માતા યશોદાની આ વાતમાં તથ્ય લાગ્યું. ત્યારે તેમણે આ પ્રસ્તાવ અન્ય ગોપો પાસે મૂક્યો જેને ગ્રામવાસીઓએ વધાવી લીધો અને તેઓ વૃંદાવનનાં વૃક્ષોથી આચ્છાદિત ભાગમાં રહેવા ચાલ્યાં ગયા. જે સ્થળમાં નંદબાબા અને ગોપસખાઓ રહેવા લાગ્યાં તે દ્વિતીય ગોકુલ કહેવાયું. સમયાંતરે ત્યાં પણ રાક્ષસોનાં ઉપદ્રવ થવા લાગ્યો આથી નંદબાબા એ વિવિધ સ્થળોએ ગોપસખાઓ સાથે વસ્યા. જ્યાં જ્યાં નંદબાબા વસતાં તે તમામ જગ્યાઓ ગોકુલ તરીકે જ ઓળખાઇ. આ રીતે કરતાં કરતાં પાંચ ગોકુલ ગામ અસ્તિત્વમાં આવ્યાં. છેલ્લું ગોકુલ તે બરસાના ગામની નજીક વસ્યું કારણ કે વારંવાર થતાં અનિષ્ટને કારણે વૃષભાનુજીએ નંદબાબાને પોતાના ગામની નજીક વસવાનો આગ્રહ કર્યો જેથી વારંવાર થતાં અનિષ્ટોનો સામનો ગોવાળિયાઑ મળીને કરી શકે. આજે આપણે જે ગોકુલ જોઈએ છીએ તે નવું ગોકુલ છે. જેનો વિકાસ આચાર્યચરણ શ્રી વિઠ્ઠલનાથજીનાં હસ્તે થયેલો છે.

શ્રી વલ્લભનંદન વિઠ્ઠલનાથ પ્રભુચરણ દ્વારા ગોકુલનો પુનઃથ્થાન થયાં બાદ તે સમયનાં અનેક રાજવીઑએ શ્રીમદ્ ગોકુલમાં આવીને શ્રી વલ્લભકુલ આચાર્યચરણનાં આર્શિવાદ સાથે પુષ્ટિમાર્ગમાં પ્રવેશ લીધો. આજ શ્રી ગોકુલમાં નટવર ગઢનાં રાજા આશકરણજી પુષ્ટિભક્તિમાં તલ્લીન થઈ ફરતાં હતાં. ગુર્જર ઇતિહાસ કહે છે કે ગુજરાતનાં રાજા ભીમસેનજીને એકવાર પોતાનાં પૂર્વજન્મ વિષે જાણવાની ઈચ્છા થઈ ત્યારે તેઓ તે સમયનાં દરેક સંતોને પૂછતાં ભારતવર્ષમાં ફરી રહ્યાં હતાં, તે સમયે ક્યાંયથી તેમને સંતોષકારક ઉત્તર ન મળ્યો. એક સમયે તેઓ ફરતાં ફરતાં વ્રજ તરફ આવ્યાં. તે સમયે ગોકુલમાં ઠાકુરાણી ઘાટ પર બિરાજી રહેલાં આચાર્યચરણ શ્રી વિઠ્ઠલનાથજીએ તેને તેનાં પૂર્વજન્મનું પ્રતિબિંબ યમુનાનદીમાં વહેતાં જળમાં બતાવ્યુ. ગુજરાતનો ઇતિહાસ એ વાતની પૂર્તિ આપે છે કે યમુનાજીનાં જળમાં પોતાનાં પૂર્વજન્મનુ પ્રતિબિંબ જોયા બાદ રાજા ભીમસેન આચાર્યચરણ શ્રી વિઠ્ઠલનાથજીનાં શરણે આવ્યાં અને પુષ્ટિમાર્ગની દિક્ષા લીધી.

દ્વારિકાનાં ઇતિહાસમાં એક પ્રસંગ છે કે એક સમયે દ્વારિકામાં જાંબૂવતીજીએ માતા રોહિણીને પૂછ્યું કે મા આપને દ્વારિકા વધુ રુચે કે ગોકુલ વધુ રુચે? ત્યારે રોહિણીજી કહે કે આર્યનારીને જ્યાં પોતાનાં પતિ હોય તે સ્થળ વધુ રુચે પરંતુ મને મારા પતિની દ્વારિકા કરતાં શ્રી ગોકુલ વધુ રુચે છે. કારણ કે ગોકુલની સરખામણીમાં આ સોનાની દ્વારિકાનું તો કોઈ જ મૂલ્ય નથી, ત્યારે માતા રોહિણીની વાતમાં ભગવાન શ્રી દ્વારિકાધીશજીએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું, આથી સર્વે રાણીઓએ શ્રી ગોકુલને જોવાની ઈચ્છા વ્યકત કરી હતી. તે સમયે શ્રી દ્વારિકાધીશજીએ કહ્યું કે એક સમય એવો આવશે ત્યારે આપ સહુ શ્રી ગોકુલનાં દર્શન કરી શકશો. સમયાંતરે જ્યારે મહાભારતનું યુધ્ધ પૂર્ણ થયાં બાદ એક સમયે દ્વારિકાધીશજીએ સર્વે રાણીઓને શ્રી ગોકુલ સમેત વ્રજભૂમિનાં દર્શન સર્વે રાણીઓને કરાવ્યાં હતાં તેવું સાહિત્ય પ્રમાણ જોવા મળે છે. શ્રી નારદ પુરાણમાં શ્રી ગોકુલનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે સ્વર્ગ લોકમાં રહેલો દેવોનો તમામ વૈભવ એ પૃથ્વી પર શ્રી ગોકુલનાં સ્વરૂપમાં આવ્યો ત્યારે આજ વૈભવનો આનંદ લેવા માટે દેવી દેવતાઓને શ્રી ગોકુલમાં જન્મ ધારણ કરવો પડ્યો. મનુ સ્મૃતિમાં કહ્યું છે કે આતિથ્ય ધર્મ કેવો હોય તે સમજાવવા માટે શ્રી ગોકુલ ભૂતલ ઉપર પ્રગટ થયું છે, તૈતરીય ઉપનિષદમાં કહ્યું છે કે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવીકનાં માપદંડ જેને લાગુ નથી પડતું તેવું ભગવાન પૂર્ણ પુરુષોત્તમનું શ્રી ગોકુલ સદા, સર્વ કાળે આધિ દૈવીક જ છે. આ સ્થળનું માહાત્મ્ય અને મહિમા સર્વ જીવોને માટે પૂર્ણ પુરુષોત્તમની નજીક લઈ જનારું છે. વ્રજ ઇતિહાસમાં કહ્યું છે કે કલિયુગમાં આચાર્યચરણ કેવા હોય તે સંસારને શીખવવા માટે શ્રી ગોકુલનું પુનઃ પ્રાકટ્ય થયું છે. જ્યારે શ્રી વલ્લભાચાર્યની પાંચમી પેઢીએ થયેલા શ્રી હરિરાયજીચરણે ભાવપ્રકાશમાં કહ્યું છે કે શ્રી ગોકુલનંદન (શ્રી કૃષ્ણ), શ્રી ગોકુલેશજી(શ્રી વલ્લભકુલ આચાર્ય બાલકો), જ્યાં સદાયે બિરાજીને પોતાનાં ભક્તજનોને પોતાનું શરણ કેવી રીતે આપી રહ્યાં છે અને શરણે આવેલા જીવોને ભક્તિનો આનંદ કેવી આપવો તે સમજાવવા હેતુ શ્રી ગોકુલનું પ્રાગટ્ય ભૂતલ પર થયું છે. શ્રી ગોકુલનો મહિમા જેટલો વિષ્ણુદાસ છિપા સહિત અષ્ટસખાઓએ (કુંભનદાસજી, ગોવિંદસ્વામી, સૂરદાસજી, નંદદાસજી, ચતુર્ભુજદાસજી, કૃષ્ણદાસ અધિકારીજી, પરમાનંદદાસજી, છીત્ત સ્વામીજી) ગાયો છે તેટલો જ મહિમા મધ્યકાલીન યુગથી લઈ અર્વાચીન યુગમાં માધવદાસ, પીરજાદી, અલી પઠાણ, ધોંધી, જીવણદાસ ચતુરવિહારી, યાદવેન્દ્રદાસ, મીરાબાઈ, રૈદાસજી, રસખાનજી, તાનસેનજી, પ્રેમાનંદ, દયારામજી, રત્નાકરજી, નરસિંહ મહેતા, ગિરધરજી, બ્રેહદેવ વગેરે કવિઓએ પણ ગાયો છે. શ્રી ગોકુલનાં મહિમાને પૂર્ણ રીતે જાણતા શ્રી કૃષ્ણદાસ અધિકારીજીએ આથી જ ગાયું હશે કે જે ગોકુલ ગાવની અવર્ણનીય શોભામાં શ્રીકૃષ્ણની અસંખ્ય બાલલીલાની પરછાઇ છુપાઈને રહી છે, જે શ્રી ગોકુલની ગલીઓમાં શ્રી વલ્લભકુલ આચાર્યચરણના પગલાંની છાપ સમાયેલી છે તેવાં ગોકુલ ગાવનો મહિમા અતિ સુહાવનો……છે.

- પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com.

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

VenuNa Naadma…

By , April 4, 2013 2:04 pm

423424_10151241697230375_215886190374_22491945_1898857655_n
ખરેખર આ ભજન વારંવાર સાંભળવું ગમે છે..

જેમાં સુંદર મજાના શબ્દો અને પંખીઓના કલરવ સાથે બંસરી, મંજીરા, સિતાર, તબલાનો સુંદર સમન્વય કર્યો છે.. !

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વેણૂનાં નાદમાં ઘેલું વૃંદાવન, વ્રજવાસી સહુ જાગ્યા રે..

વાંસળીનાં સૂર છેડે શામળિયો જી, નાદ ગગનમાં ગાજે રે..

સ્વર મધૂર મીઠો માયા લગાડે, ભક્તિ ભાવ જગાડે રે..

વેણૂનાં નાદમાં ઘેલું વૃંદાવન, વ્રજવાસી સહુ જાગ્યા રે..

નંદ કિશોરને રાજી રાખવા જી, વાંસળી અંગે વિંધાણી રે..

ભાન ભુલાવે શ્યામ સુંદરનું, મુખડાની માયા લગાડી રે..

વેણૂનાં નાદમાં ઘેલું વૃંદાવન, વ્રજવાસી સહુ જાગ્યા રે..

કર જોડી વિનવું વનમાળી જી, પધારો મારે આંગણે રે..

નિરખાવાને બળવંત ઝંખે, મુરલી રૂડી વગાડે રે..

વેણૂનાં નાદમાં ઘેલું વૃંદાવન, વ્રજવાસી સહુ જાગ્યા રે..

વેણૂનાં નાદમાં ઘેલું વૃંદાવન, વ્રજવાસી સહુ જાગ્યા રે..!

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Pichhavaai… ( part 2 )

By , February 25, 2013 9:25 am

Part-1   ગતાંકથી ચાલુ – વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઈ

આ પિછવાઈમાં વિવિધ રંગનાં કમળ અને કમળ પત્રો છે.

* કમળપત્ર અને કમળ પુષ્પ – વ્રજની પિછવાઈમાં કમળપત્ર અને કમળ પુષ્પ અહં ભાવ ભજવે છે કારણ કે આ બંને વગર કૃષ્ણલીલાની પિછવાઈ અધૂરી રહે છે.

કમળપત્ર- હંમેશાં પાણીમાં રહેવા છતાં કમળનું પાંદડું કદી ભીંજાતું નથી. દુઃખ અને અસ્થિરતાથી સભર દુનિયામાં અવિચલિત રહેનાર જ્ઞાનીનું આ પ્રતીક છે. શ્રીમદ્દ ભગવદ્દગીતાના શ્લોકમાં કહે છે કે……..

ब्रहमणयाधाय कर्माणि सड्गं त्यक्ता करोति यः।

लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा॥

પરબ્રહ્મને અર્પણ કરીને, આસક્તિ ત્યજીને જે પુરુષ સર્વ કર્મો કરે છે તે જળમાં રહેલા કમળપત્રની જેમ જગતમાં રહેલ પાપ વડે લેપાતો નથી.
-કમળ પુષ્પો- શ્રી યુગલસ્વરૂપને જોવા માટે શ્રી યમુનાજીને માટે તો બે આંખ પણ ઓછી છે તેથી તેમના રોમરોમમાં નેત્ર તણા અસંખ્ય કમળો ખિલેલા છે અને તે અસંખ્ય કમળો રૂપી નેત્રો દ્વારા શ્રી યમુનાજી પોતાના યુગલસ્વરૂપને જોઇ રહ્યાં છે, બીજો અર્થ એ પણ થાય છે કે કમળ પુષ્પો ભક્તોના ત્રિવિધ તાપનું વરણ કરીને ભક્તોને શાંતિ, આનંદ અને પ્રફુલ્લિતતા આપે છે. કમળ કાદવ કિચડમાં ઉગે છે છતાં પોતાની જાતને કાદવથી અલગ રાખી પોતાની પવિત્રતા જાળવી રાખી પોતાની સુવાસ સતત ફેલાવતું રહે છે. તે જ રીતે માનવે પણ સંસારમાં રહેલા રાગ, દ્રેષ, અભિમાન, ઈર્ષ્‍યા વગેરે તત્‍વોથી પોતાની જાતને નિરપેક્ષ રાખીને કમળની જેમ સુવાસ ફેલાવતા સુકર્મો કરતા રહેવું જોઈએ. જેમ કમળ સુવાસ ફેલાવવાના અને કાદવમાં રહેવા છતા પોતાને કાદવથી અલિપ્ત રાખી પોતાના લક્ષ પ્રત્‍યે કટિબધ્‍ધ છે તે જ રીતે માણસે પણ કોઈપણ પ્રકારની મુશ્‍કેલીઓ, દુઃખોની પરવા કર્યા વગર માત્ર પોતાના વિકાસ પ્રત્‍યે જ ધ્‍યાન કેન્‍દ્રીત કરવું જોઈએ. શ્રીમદ્દ ભગવદગીતામાં પણ શ્રી કૃષ્‍ણે કહ્યું છે કે જે માનવ મોહમાયામાં ફંસાયા વગર માત્ર બ્રહ્મને જ ધ્‍યાનમાં રાખીને પોતાના સતકર્મો પ્રત્‍યે જ લક્ષ રાખે છે તે જળમાં હોવા છતાં જળથી નિરપેક્ષ રહેતા કમળની જેમ પાપોથી મુક્ત રહે છે. કમળ હંમેશા સુર્ય તરફ પોતાની દ્રષ્ટિ રાખે છે. તે જ રીતે આપણે પણ આપણી દૃષ્ટિ કેવળ આપણા સૂર્યોશ્વર તત્વ શ્રી પ્રભુ તરફ રાખવી જોઈએ,

* લાલ કમલિની - શ્રી રાધાજી અને શ્રી ઠાકુરજીના પરસ્પરના વિરહના અનુરાગ વડે ઘૂંટાયેલો રંગ જે તેમના નયનોમાં ઉતરી આવી લાલ કમલિનીનું રૂપ ધારણ કરે છે.

* નીલ કમળ – શ્રી ઠાકુરજીના શ્રી અંગનો વર્ણ છે. વ્રજના બધાજ સરોવરોમાં નીલ કમળ ખીલે છે આ નીલ કમળરૂપી શ્રી ઠાકુરજી દરેક સરોવરમાં રહીને પનઘટમાં પાણી ભરવા આવતી પ્રત્યેક સખીને પોતાની યાદ અપાવે છે.

* પીળા કમળ – વ્રજમાં સખાઓ સાથે આમતેમ ફરતા શ્રીઠાકુરજીને શ્રીરાધાજીનાં શ્રીઅંગનાં વર્ણની યાદ અપાવે છે.

* સફેદ કમળ - કુમુદિની- વિયોગમાં રડીને લાલ થયેલા નયનોને જ્યારે શ્રીકૃષ્ણ અને શ્રી રાધાજીનો સંયોગ થાય છે ત્યારે તે નયનો નિર્મળ થઈ પ્રસન્નીત થઈ ઊઠે છે અને શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી મળી ગયા છે તેની પૂર્તિ આપતા ચંદ્રના ચંદ્રકિરણોમાં શ્રી યમુનાજીનું ખીલેલું હાસ્ય તે કુમુદિની બનીને વ્રજને મહેંકાવી દે છે.

* માછલી-મત્સ્ય – જે રીતે માછલીને પાણીનો અનન્યાશ્રય છે પાણી વગર માછલીનું જીવન શૂન્ય છે તે રીતે ભક્તોને માટે પણ શ્રીપ્રભુ, શ્રી યમુનાજી અને ગુરૂનો જ આશ્રય જ સર્વસ્વ છે, પ્રભુના નામ-સ્મરણ અને વિરહમાં તરસતા ભાવાર્દ્ર સજલ નેત્ર એ મત્સ્યનું પ્રતિક છે.

* વ્યોમ-ગગન - કાળા અને નીલા વાદળોથી ભરેલું વ્યોમ અર્થાત્ ગગન (આકાશ) એ ભક્તોને પ્રભુ ઘનશ્યામમુરારીની યાદ અપાવે છે અને પ્રભુ પર ભક્તોની સર્વોપરિતા દર્શાવે છે.

* સુર્ય – સુર્ય એ પૃથ્વીની નજીકનો સૌથી વધુ પ્રકાશ આપતો તારો છે પરંતુ બ્રહ્માંડમાં એવા અસંખ્ય સુર્યો જોવા મળે છે તે તમામ સૂર્યોનો મળીને જેટલો પ્રકાશ થાય તેનાથી સહસ્ર ગણો પ્રકાશ દેતો આ અલૌકિક સૂર્ય તે આપણાં શ્રી ઠાકુરજી છે.

* સુર્ય કિરણ – શ્રી સ્વામિનીજીના મુખારવિંદનો પ્રકાશ છે.

* ચંદ્ર – ચંદ્ર અર્થાત સુંદરતા, શીતળતા, આનંદ અને શાંતિનું પ્રતિક. જીવનને ઉલ્‍લાસમય બનાવવા માટે સુંદરતા, શીતળતા, આનંદ અને શાંતિ જરૂરી છે. મહાપુરુષોના નામ પાછળ આપણે ચંદ્ર લગાવીએ છીએ કારણ કે તેઓ ચંદ્ર જેવી સુંદરતા, શીતળતા, શાંત સ્‍વભાવ ધરાવે છે દા.ખ કૃષ્‍ણચંદ્ર્, રામચંદ્ર્ વગેરે. પરંતુ પુષ્ટિ માર્ગીય જીવોના ચંદ્ર તો આપણા શ્રી ઠાકુરજી છે અને આપણા શ્રી ઠાકુરજીનું મુખારવિંદ જે ભકતજનોને શીતળતા પ્રદાન કરે છે. શ્રી કૃષ્ણચંદ્રની સામે જોતાં જ સર્વે ગોપીજનો સહિત વૈષ્ણવજનોના વિરહાગ્નિ શાંત થઈ સંયોગ સાનિધ્ય સુખનો આનંદ લે છે.

* તારાઓ – અસંખ્ય સખીઓ, સખાઓ અને વૈષ્ણવજનો જે પોતાની આસપાસ રહેલા પોતાના પ્રભુ શ્રી કૃષ્ણરૂપી ચંદ્રને નિહાળી રહ્યાં છે.

* પ્રભુના ચરણકમળ - ભક્તો માટે પ્રભુના ચરણકમળ એ કલ્પતરૂ સમાન છે જે ભક્તોના મનની અભિલાષા પૂર્ણ કરે છે. ભક્તજનો માટે ભગવદ્ચરણથી મોટું તીર્થ એકપણ નથી વળી સંસારસાગર તરી જવા માટે પ્રભુના ચરણ કમળ સુદીર્ઘ અમોઘ નૌકા છે.

* પ્રભુના ચરણકમળના નખ – પ્રભુના “નખચંદ્ર” ભક્તોના જીવનમાં એવી રીતે શીતલ પ્રકાશ પાથરે છે કે ભક્તો પોતાની જીવન યાત્રા દરમ્યાન ભૂલા ન પડે.

* વૃક્ષ – વ્રજલીલાના વૈષ્ણવો વૃક્ષ બનીને હમેંશા પ્રભુલીલાના સહચારી બને છે.

* કુંજ નિકુંજ - ગાયો ચરાવવાના નિમિત્તે શ્રી ઠાકુરજીએ પોતાના નિત્ય ભક્તોને સસલા, હરણ, બંદર, ખિસકોલી અને અન્ય પશુઓ, બપૈયા, દાદુર, કોકિલ, મયુર અને અન્ય પક્ષીઓ તેમજ નદી, ઝરણાઓ, વનસ્પતિ, વૃક્ષો અને પલ્લવિત લતા-પતાઓ ગોપ, ગોપીજનો તથા ગાયોને રસદાન કરે છે.

* ગોપ અને ગોપીઓ – શ્રી ઠાકુરજીનાં અંતરંગ સેવકો પણ છે અને સાથે જીવાત્મા અને પરમાત્માનું સ્વરૂપ પણ છે.

* ચકરડી - એ કૃષ્ણ સખી શ્રીચંદ્રાવલીજીનું નૃત્ય છે.

* ગાય-ભક્તિનું સ્વરૂપ છે. * મોર- મુક્તિનું સ્વરૂપ છે. * પોપટ- વિદ્યાનું સ્વરૂપ છે * હંસ-જ્ઞાનનું સ્વરૂપ છે. * સારસ-પ્રેમનું સ્વરૂપ છે. * કોકિલ-એ શ્રીસ્વામિનીજીનું ગાન છે.

* બપૈયા-શ્રી કુમારિકાનો ભાવ છે * કાચબો-વૈરાગ્યનું સ્વરૂપ છે.

* માખણ - જીવો માટે સારા અને પવિત્ર વિચારોનો સાર છે અને શ્રી ઠાકુરજીની અમૃત સુધા છે. જેનું દાન શ્રી ઠાકુરજીએ સમસ્ત વ્રજ અને વ્રજવાસીઓને કર્યું છે. શ્રી ભાગવતજીની ટીકા શ્રી સુબોધિનિજીમાં કહે છે કે વ્રજના પશુપક્ષી, નદીઓ અને તેમના જળપ્રવાહો, વ્યોમ અને વ્યોમનાં વાદળો, વ્રજ અને વ્રજવાસીઓ તેમજ સમસ્ત નૈસર્ગને શ્રી ઠાકુરજીએ પોતાની બાંસુરી દ્વારા પોતાની સુધાનું પાન કરાવ્યુ છે.

* દૂધ – દૂધ એ નિર્મળતાનું પ્રતિક છે. જે દર્શાવે છે કે આપણું ચારિત્ર્ય શુધ્ધ અને કર્મો પવિત્ર હોવા જોઈએ.

* દહીં – એ સ્નેહનું પ્રતિક છે॰

* ગાય અને વાછરડું - પિછવાઈમાં રહેલ ગાય અને વાછરડું તે વાત્સલ્ય ભાવને પ્રગટ કરે છે.

અસંખ્ય ગાયો અને બળદ તે માધુર્ય ભાવને પ્રગટ કરે છે.

* શુક – શુક એ શુકદેવજીનું સ્વરૂપ છે આ સ્વરૂપ પરમ ભક્તનું ભગવદ સ્વરૂપ પણ છે અને ભાગવતજી રૂપે વિદ્યાનું પણ સ્વરૂપ છે.

* પનિહારીઓ અને ભથવારીઓ -પાણી અને દૂધ લઈને જતી ગોપીઓ એ દાસ્ય ભાવનું પ્રતિક છે.

* પર્વત - પિછવાઈમાં દેખાતો પર્વત એ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે.

* શ્રી ગિરિરાજજી – સેવ્ય અને સેવક સ્વરૂપ છે.

* શ્રી ગિરિરાજ્જીની કંદરા - શ્રી ગિરિરાજ્જીની કંદરામાં અષ્ટસખા અને અષ્ટસખી અહર્નિશ સમય અનુસાર કીર્તન કરે છે તેથી તે કંદરા શ્રી કીર્તનીયાજીની ગલી છે તેવો ભાવ રહેલો છે. બીજી ભાવનામાં શ્રી ગિરિરાજ્જીની કંદરા તે શ્રી લલિતાજીની નિકુંજ છે તેવો ભાવ રહેલો છે.

* વ્રજરજ - શ્રી ઠાકુરજી, શ્રી રાધે, શ્રી યમુનાજી, અને વ્રજ સખા સખીઓના ચરણોની રજ છે એટલે કે વ્રજ, વ્રજનીશ અને વ્રજવાસીઓનું ચરણામૃત છે.

* બંસરી - ગોપીજનોનું હૃદય જેમાં શ્રી ઠાકુરજીએ પોતાના અમૃત સુધાનો રસ ભર્યો છે.

* પિછવાઈમાં દેખાતું નાનું શું મંદિર – વૃંદાવનના કુંજસ્વરૂપની ભાવના છે.

આ ઉપરાંત પિછવાઈમાં શૃંગાર, વિહાર, ભય જેવા રસરૂપ ભાવોનું ઉદ્દીપન પણ સમાયેલું હોય છે

વાઘ, સિંહ, હરણ વગેરે પ્રાણીઓ પ્રભુના વીરરસના દ્યોતક છે.

મેના, શુક, કોકિલ કોયલ, કપોત જેવા પંખીઓ શ્રી રાધાજીની અને તેમની સખીઓની નિકુંજ સૃષ્ટિના શૃંગારરૂપ છે.

માછલી, કાચબા, સારસ, હંસ વગેરે પ્રભુની જલવિહાર લીલાનો ભાવ પ્રગટ કરે છે.

શૈલી વિવિધા.

* મેવાડ શૈલી

આ શૈલીમાં મુખ્ય રંગમાં લાલ અને કાળા રંગનો અધિકતમ ઉપયોગ કરાયો છે. રાજસ્થાનમાં ચિત્રકળા સાથે પિછવાઈ શૈલીનો વિકાસ મેવાડ શૈલીથી શરૂ થયો. ( મેવાડ એટલે ચિતોડ, ઉદયપુર, શ્રીનાથદ્વારા, ચાવંડ વગેરે સ્થળો ) આ શૈલીની પિછવાઈ મુખ્યત્વે પુષ્ટિમાર્ગીય પુસ્તકો પર આધારિત છે. જેમાં સૂરસાગર, રસિકપ્રિયા, ૮૪ વૈષ્ણવો અને અષ્ટ્સખાઓ વગેરે આધારિત નાની પિછવાઈઓ બનાવવામાં આવે છે.

* બૂંદીશૈલી

આ શૈલીની પિછવાઈમાં લાલ, સફેદ અને હિંગળા રંગનો, પીળો વધુ ઉપયોગ કરાય છે. આ ઉપરાંત સોના-ચાંદીનો પણ ઉપયોગ કરાય છે. વેદપુરાણમાં બતાવેલા સમસ્ત દેવી દેવતાઓ સાથે કૃષ્ણરાધિકા અને બરખાઋતુને અને કૃષ્ણપદોનો આધાર લઈ પિછવાઈ અલંકૃત કરાય છે.

* જયપુર શૈલી

આ શૈલીમાં ઘાટો લાલ, નીલો, લીંબુડી, લીલો, પીળો સફેદ વગેરે રંગો ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત સોના અને જડતરનો બહોળો ઉપયોગ થાય છે. બ્રજની રાગમાલા, ગીતમાલા, ગીતગોવિંદ ઉપરાંત રામાયણ, મહાભારત અને સામાજિક જનજીવનને આધારિત પિછવાઈનો ઉપયોગ થાય છે.

* અલવર શૈલી

આ શૈલીમાં લીલો, નીલો, કેસરી રંગ વધુ ઉપયોગમાં લેવાય છે આ શૈલીમાં રાજસ્થાની અને મુગલ શૈલીનું મિશ્રણ પિછવાઈમાં જોવા મળે છે.

* કોટા શૈલી

આ શૈલીના રંગોમાં લીલો, પીળો, અને નીલા રંગનું વધુ પ્રાધાન્ય જોવા મળે છે. અહીં નાથદ્વારની જેમ પુષ્ટિમાર્ગીય પરંપરાગત પિછવાઈ શૈલી વધુ જોવા મળે છે જેમાં કૃષ્ણ, બલરામ, ઉધ્ધવજી, બારમાસ, કૃષ્ણ લીલા, દશાવતાર, રાગ રાગિણી, ષટઋતુ વગેરે પર પિછવાઈ જોવા મળે છે. તદુપરાંત અને ઊંટ, ઘોડા, હાથી વગેરે જેવા પ્રાણીઓ સાથે રાજ્ય અસવારી સાથે રાજઘરાનાની સ્ત્રીઓ, રાણા અને રાજાઓ તેમજ રણની ગ્રામ્ય સંસ્કૃતિ વધુ જોવા મળે છે.

* કિશન ગઢ શૈલી

આ શૈલીમાં મુખ્યત્વે સફેદ, ગુલાબી અને લાલ રંગને સૌથી વધુ પ્રાધાન્ય અપાય છે. થોડા ઘણા અંશે લીલો અને નીલો રંગ પણ ઉપયોગમાં લેવાય છે. પણ મુખ્યત્વે પુષ્ટિમાર્ગીય કૃષ્ણ ભક્તિ, કૃષ્ણને સમર્પિત આદી પ્રકૃતિ જેવી કે ઝીલમાં ખેલતા પક્ષીઓ, નૌકા વિહાર, કદલીનાં સ્તંભો, કદંબનાં વૃક્ષો, કમલ દલ, શ્યામ તમાલનાં વૃક્ષો, મયૂરો સાથે અને ગૌધન સાથે નાચી રહેલા મુરલી મનોહરજી…..આદી., અને પરંપરાગત પ્રકૃતિ રાજસ્થાની રાજઘરાના, લોકજીવન અને ગ્રામ્યજીવન પર આધારિત છે પરંતુ અહીં બનાવાતી પિછવાઈમાં કૃષ્ણ સાથે પ્રકૃતિચિત્રણનું અધિક મહત્વ છે. અહીં બનતી પિછવાઈમાં બનતા ચહેરાઓની આંખો અણિયારી, આકર્ષક અને નાક નુકિલા હોય છે. આ પ્રકારની પિછવાઈમાં મુખ્યતઃ રાણી પદ્મિની જેવી રાજઘરાનાની રાણીઓની પિછવાઈ વધુ જોવા મળે છે.

પૂર્તિ.

ચિત્રકલાનો ઇતિહાસ કહે છે કે પાષાણયુગથી વિવિધ પ્રકારની ચિત્રકલાએ પોતાનું અસ્તિત્વ દર્શાવેલું છે. માયાયુગથી સિન્ધુઘાટીની સભ્યતા સુધી અને સિંધુઘાટીથી લઈ અત્યાર સુધી વિવિધ રંગોમાં વિવિધ સંસ્કૃતિ દર્શાવતી ચિત્રકલાએ કલાપ્રિયતાનું દ્યોતક બની છે. વિદ્વાનો કહે છે કે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ કલા એ ચિત્રકલા છે. કારણ કે ચિત્રકલા એ મનુષ્યનાં સ્વભાવ, અને હૃદયનું પ્રતિબિંબ છે જેમાં તેમની અભિવ્યક્તિ વિવિધ આકાર અને વિવિધ રંગો દ્વારા છલકાય છે જેમાંથી એક સ્વરૂપ પિછવાઈ રૂપે પણ પ્રગટ થયું. પિછવાઈ કલાને રાજા મહારાજાઓએ ઘણો જ વેગ આપ્યો. સત્તરમી અને અઢારમી સદીથી મુઘલ પ્રભાવને અંતર્ગત શિકાર, બાગબગીચા, ઘોડેસવારી, હાથી સવારી, અંતઃપુર અને મીનાબઝાર, બાદશાહોની શાહી સવારી વગેરેની પિછવાઈનું અસ્તિત્વ પ્રગટ થયું, તો ૧૯ મી સદીમાં બ્રિટિશ પ્રભાવને લગતી અને સામાજિક જનજીવન દર્શાવતી રાજસ્થાની પિછવાઈઓનું પણ અસ્તિત્વ આવ્યું. ૨૦ મી અને ૨૧ મી સદી દરમ્યાન રાજસ્થાન સિવાય ભારતનાં અન્ય પ્રાંતમાં કલાકારો પણ વિવિધતાં દર્શાવતી પિછવાઈઓ બનાવીને શૃંગાર, હીરા, ફૂલો, રંગો વગેરે દ્વારા કોમળતા, પવિત્રતા, હાસ્ય, વીરતા, આનંદ જેવાં જીવનના વિવિધ પાસાઓને વ્યક્ત કરવાં લાગ્યાં. અન્ય એક મત અનુસાર વસ્ત્ર પર વિવિધ રંગરેખા, રૂપરેખાથી નિર્મિત પિછવાઈ કલાને ચિત્રકલા સાથે કોઈ સંબંધ માનવામાં નથી આવ્યો, પરંતુ તેમ છતાંયે સમય અનુસાર અને વીતી ગયેલા ઇતિહાસને જીવંત રાખવાની ભાવનાને કારણે આ પિછવાઈ કલાને પણ ચિત્રકલાની જેમ જ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. ચિત્રકલાની વ્યાખ્યા ગમે તે સ્વરૂપે હોય, પરંતુ આ બધાંમાં હવેલીઓમાં કૃષ્ણ લીલા સંબંધિત પિછવાઈઓએ પોતાનું મહત્વ હંમેશા જાળવી રાખ્યું છે. ભગવાનની પાછળ રહેલી દીવાલોમાં પરદારૂપી પિછવાઈઓ દ્વારા મંદિરની સુંદરતામાં વધારો કરવાની સાથે સાથે ભગવદ્ ભક્તોને શ્રી પ્રભુનાં જીવન ચરિત્ર પરની જાણકારી દેવામાં પણ સહાયક થાય છે. પુષ્ટિમાર્ગીય સેવામાં કીર્તન સંગીતનું અનેરું મહત્વ છે. પુષ્ટિ વૈષ્ણવો કીર્તન સંગીતના ભાવ દ્વારા ઠાકુરજીને પ્રસન્ન કરી પોતાની સેવામાં વ્રજભાવના લાવે છે પરંતુ એવા ઘણા વૈષ્ણવો છે જેમને કીર્તન ગાતા નથી આવડતા ત્યારે તેઓને માટે પિછવાઈ પોતાના પ્રભુમાં ભાવભાવના ઉત્પન્ન કરવા ઉપયોગી થાય છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે “भावो भावनया सिध्ध: “અર્થાત્ ભાવની સિધ્ધી ભાવનાથી થાય છે. વ્રજની ભાવભાવનાત્મિકા સેવા શ્રી નટવર નંદલાલને માટે થાય છે અને તેમાં ઉપયોગમાં લેવાતી પિછવાઈઓને કારણે વ્રજના દરેક ઉત્સવો અને લીલાઓને વાચા આવી જાય છે. આમ આ વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઈઓ મુખ્યત્: શ્રી પ્રભુ પ્રત્યે પોતાની ભક્તિ અભિવ્યક્ત કરવાનું મુખ્ય માધ્યમ છે જેમાં ભક્તોનાં ભાવો જીવંત બની જાય છે.

પૂર્વી મોદી મલકાણના જયશ્રીકૃષ્ણ (USA)

આ પુષ્ટિ માર્ગીય માહિતીના વિસ્તૃત આલેખન બદલ, અમેરિકા સ્થિત શ્રીપુર્વીબેનને ખૂબ ખૂબ અભિનંદન સહ, સમન્વય પર સહુ પ્રથમ પ્રકાશિત કરવાની પરવાનગી આપી, આ લેખ મોક્લવા બદલ અંતઃકરણ પૂર્વક આભાર ..!

***

Part-1

***

Copyright – Purvi malakan 

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Pichhavaai… ( Part 1 )

By , February 22, 2013 4:34 pm

વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઈ

આ પુષ્ટિ-માર્ગીય માહિતીનાં વિસ્તૃત આલેખન બદલ, અમેરિકા સ્થિત શ્રીપુર્વીબેનને ખૂબ ખૂબ અભિનંદન સહ, સમન્વય પર સહુ પ્રથમ પ્રકાશિત કરવાની પરવાનગી આપી, આ લેખ મોક્લવા બદલ અંતઃકરણ પૂર્વક આભાર ..!

પિછવાઈનો ઇતિહાસ

વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઈની સૌ પ્રથમ શરૂઆત શ્રીવલ્લભનંદન શ્રીગુંસાઈજી પ્રભુચરણના શ્રી હસ્તે થઈ હતી. પુષ્ટિ-માર્ગનાં સંગીત અને સાહિત્યની સાથે પિછવાઈ કલાએ પણ સમસ્ત સમાજને પ્રભાવિત કરેલું છે. પિછવાઈ કલામાં રાજસ્થાનના શ્રીનાથદ્વારા ને કમલવનની ઉપમા મળેલી છે. ઇતિહાસ બતાવે છે કે મોગલ બાદશાહ ઔરંગઝેબના ત્રાસથી થાકી જઈને રાજ્યાશ્રય મેળવવાની આશાએ વ્રજની પિછવાઈ કલાના કલાકારો શ્રીનાથજી બાવા સાથે રાજસ્થાન આવેલા. પિછવાઈ કલાકારોને રાજસ્થાનમાં રાજ્યાશ્રય મળતાં જ શ્રીજીબાવા અને શ્રી વલ્લભ કૂલના આશીર્વાદ સાથે પિછવાઈ કલા આસમાનમાં લહેરાવા લાગી. સુકી મરુ ભૂમિ હોવા છતાં રાજસ્થાનમાં જીવનનાં ઘણા બધા રંગો સમાયેલા છે. રાજસ્થાનનાં પિછવાઈ કલાકારો પોતાની પિછવાઈમાં રંગોનું મિશ્રણ નથી કરતાં બલ્કે વિવિધ રંગોનો સમન્વય કરી જગતને બનાવનાર જગદીશ્વરને પિછવાઈમાં પ્રગટ કરે છે. વ્રજની લોકકલા પિછવાઈએ રાજસ્થાનમાં રાજ્યાશ્રય લીધા બાદ અનેક પ્રકારની શૈલીનો વિકાસ કર્યો તેમાં નાથદ્વારા શૈલી, મારવાડ શૈલી, બૂંદી શૈલી, કોટા શૈલી, કિશન ગઢ શૈલી, મેવાડ શૈલી, અલવર શૈલી, જયપુર શૈલી, મુખ્ય છે. પિછવાઈકલાનાં ચિત્રોના સર્જનમાં લાલ, પીળા, નીલા, લીલા જેવા રંગોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત હલ્દી, સિંદૂર, ગેરૂ, પારિજાતનાં ફૂલો, વૃક્ષોનાં છાલ અને પાંદડાંઓ, કંદમૂળોમાંથી બનાવેલા કુદરતી રંગો, સોના તથા ચાંદીનું પ્રવાહી, મોતી, હીરા, માણેક, નીલમ, પન્ના, મિનરલ પાણી, માટી, અને રત્નો, જડતર, રેશમી દોરા આ ઉપરાંત લાખ, કાજળ અને સફેદો જેવા પદાર્થો વગેરેનો ઉપયોગ નાનામોટા પ્રમાણમાં થાય છે. વ્રજ ઇતિહાસમાં જણાવ્યાં પ્રમાણે આજથી ૪૦૦ થી ૫૦૦ વર્ષ પહેલા વૃક્ષોમાંથી બનતા કાગળ અને ભોજ પત્રો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ ન હોઇ સૂતર તેમજ રેશમી કપડાંઓનો ઉપયોગ કરવામાં આવતો હતો જેનો ઉપયોગ આજ પર્યંત પરંપરાગત રીતે થાય છે.પિછવાઈકલા એ વૈષ્ણવ સંપ્રદાયની વિશિષ્ટ અને આસ્થાપૂર્ણ ચિત્રશૈલી મનાય છે.

પિછવાઈનું આધ્યાત્મિક ઝાંખી સ્વરૂપ

હવેલીઓમાં પ્રત્યેક દર્શન ને માટે અને ભક્તોના મનમાં એક વિશિષ્ટ ભાવ સ્થિતિ ઉત્પન્ન કરવા માટે શ્રી ઠાકુરજીનાં વિવિધ સ્વરૂપોની પિછવાઈ બનાવવામાં આવે છે, દા.ત બાલકૃષ્ણની સાથે વાત્સલ્યભાવમાં પૂર્ણ રીતે રંગાયેલા માતા યશોદા, ગ્વાલબાલ સખાઓ સાથે ખેલી રહેલા નંદનંદન, કૃષ્ણ અને રાગરાગિણી, ગીત ગોવિંદ, ષષ્ઠ ઋતુ મનોરથ, ગોપીઓ સાથે બંસુરી બજાવીને વૃંદાવનને મંત્રમુગ્ધ કરી રહેલા મુરલી મનોહર, રાસલીલામાં રાધારાણી સાથે રમી રહેલા રાસબિહારીજી, ઝુલામાં ઝુલતાં ઝુલેલાલજી જોઈને પુષ્ટી અને મર્યાદા માર્ગિય વૈષ્ણવોના મન પિછવાઈ પર ઉપસાવેલા પ્રત્યેક ચિત્રોના ભાવોમાં જીવંત બની જાય છે. આ પિછવાઈઓ મુખ્યત્: શ્રી ઠાકુરજી પ્રત્યે પોતાની ભક્તિ અભિવ્યક્ત કરવાનું મુખ્ય માધ્યમ છે.

પિછવાઈનું આધિદૈવીક ઝાંખી સ્વરૂપ

શ્રી વલ્લભાચાર્ય પ્રભુચરણ જણાવે છે કે પુષ્ટિમાર્ગમાં દ્વાપરયુગમાં પ્રગટ થયેલા શ્રીકૃષ્ણાવતારમાં વ્રજભૂમિમાં પ્રગટ થયેલ શ્રીનંદબાબા, માતા યશોદાજી, વ્રજવાસીઓ, વ્રજવનસ્પતિ, ગાય માંકડા આદી વ્રજજીવો, વૃક્ષો, શ્રી ગિરિરાજજી સહિત સર્વ પરિકર તથા પનઘટ અને કુંડો, આભૂષણ અને વસ્ત્ર સેવા, સિંહાસન, ખંડપાટ, પિછવાઈ, નિજમંદિર, ધ્વજાજી, સામગ્રી, નિત્ય થતો સેવાપ્રકાર, વર્ષાન્દિક ઉત્સવો, શયન પાટ, હિંડોળા, ઝારી, બંટાજી આદી સર્વ લીલા સામગ્રી પદાર્થ અલૌકિક અને સ્વરૂપાત્મક છે. પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં ઉપયોગમાં લેવામાં આવતી પિછવાઈઓ પ્રતિદિનના દર્શન, પર્વો તેમજ ઋતુઓ અનુસાર બદલાતી હોય છે. શ્રીનાથદ્વારાની પિછવાઈમાં શ્રીનાથજી બાવા સ્વયં, શ્રી કૃષ્ણ, શ્રીકૃષ્ણ લીલા, શ્રીકૃષ્ણ અને માતા યશોદા તથા બાલ સખાઓ, ગોચારણ લીલા, છાક લીલા, અસુર સંહાર, ગોપ અને ગોપીઓ સાથેની વિભિન્ન ખેલ ક્રીડાઓ, શ્રી ગિરિરાજજી અને ગિરિરાજ્જીની લીલાઓ, માખણ ચૂરૈયા બાલ કનૈયા, રાસલીલા, પનઘટ લીલા, નૌકા વિહાર, હોળીત્સવ, શ્રીકૃષ્ણ અને ષષ્ઠ ઋતુઓ, શ્રીજીબાવા અને અષ્ટયામનાં દર્શન, શાકઘર, પાનઘર, કૃષ્ણ ભંડાર, ફૂલઘર, દૂધઘર, નગારખાના (જયાંથી રોજ શરણાઈ અને નગારા વાગે છે તે જગ્યા) શ્રી કૃષ્ણ અને રાગ રાગિણીઓ, શ્રી કૃષ્ણ અને દ્વારિકાલીલા, શ્રી કૃષ્ણનો ગોવર્ધન યાગ(અન્નકૂટ મહોત્સવ) વગેરેને મહત્વ અપાય છે.

હવેલીઓમાં, ઘરોમાં શ્રી કૃષ્ણલીલાને સાકાર સ્વરૂપ આપતી પિછવાઇને વ્રજલીલાનાં પ્રતીક સ્વરૂપે માનવામાં આવે છે. દા.ત નવવિલાસ અને શરદપૂર્ણિમા દરમ્યાન રાસલીલાની પિછવાઇ લગાવવામાં આવે છે. રાસ એટલે કે જેટલી પણ લીલા ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી છે તે તમામ લીલાઓમાં જે લીલા સૌથી વધુ રસપૂર્ણ છે તે રાસ કહેવાય છે. શ્રીમદ્ ભાગવત માં કહ્યું છે કે શ્રીમદ્ ભાગવતનો દશમ સ્કંધ એ શ્રીમદ્ ભાગવતનાં હ્લદય સ્વરૂપે અને રાસલીલાએ પ્રાણરૂપ છે, કારણ કે રાસલીલાની ગોપીઓ જીવાત્માનાં પ્રતીક રૂપે છે અને શ્રી કૃષ્ણએ પરમાત્માનાં પ્રતિક રૂપે છે. રાસલીલાનાં રાસ દરમ્યાન જીવનું પોતાના પરમાત્મા સાથે મિલન થાય છે અને આ વાત સાંકેતિક રૂપથી પિછવાઇમાં બતાવવામાં આવે છે જે લોકો આ વાત સમજી નથી શકતા તેમના માટે પિછવાઇ એ શ્રી કૃષ્ણલીલાનું અંગ છે. તે જ રીતે દાન લીલાના દિવસો દરમ્યાન દાણની પિછવાઈ લગાવવામાં આવે છે. શ્રી ઠાકોરજી દાણ માંગી રહ્યા છે એટલે કે શ્રી ઠાકોરજી ગોપીઓ પાસેથી પ્રેમ અને ભાવ માંગી રહ્યા છે દાણ દ્વારા શ્રી ઠાકોરજી કહે છે કે જો સખી હું સામે ચાલીને તારી પાસે આવ્યો છું, તો મારી ઉપર તારો સમસ્ત પ્રેમ ભાવ ન્યોછાવર કરી દે. જીવની ભગવદરૂપમાં પ્રિતી થાય તે હેતુથી શ્રી ઠાકુરજી સામે ચાલીને પોતાના દાણનાં રૂપમાં દહીંના દાન માંગે છે અને દહીંના દાણ માંગ્યા છે તેના બે મુખ્ય કારણ છે પહેલું કારણ એ છે કે દહીં એ સ્નેહનું પ્રતિક છે અને બીજું કારણ એ છે કે વેદગ્રંથોમાં આપણી ઇન્દ્રીયોને દહીં સાથે સરખાવવામાં આવી છે. વ્રજનારીઓ પોતાના ઘરે દધિમંથન કરે છે તેમ જીવોએ પણ પોતાની ઇન્દ્રીયોનું મંથન કરવું જોઇએ. દાણલીલામાં શ્રી ઠાકુરજી મટુકી પણ તોડે છે તેનો અર્થ એ છે કે મટુકીઓ એ મસ્તકમાં રહેલ અભિમાનનું પ્રતિક છે અને શ્રીઠાકુરજી મટુકી નથી તોડતાં પરંતુ આપણામાં રહેલા અભિમાન રૂપી ગુમાનને તોડે છે. માખણ ચોરીની લીલાની પિછવાઇમાં બતાવે છે કે શ્રી ઠાકુરજી માખણની સાથે સાથે ગોપીઓના સરળ મન અને ચિત્તની ચોરી કરી પોતાના સ્વરૂપમાં નિરોધ કરી એ નિઃસાધન વ્રજભક્તો ઉપર કૃપા કરે છે. નંદોત્સવની પિછવાઇ દર્શાવે છે કે ભાવ અને ભક્તિનો પ્રાદુર્ભાવ થયો છે અને આ બન્ને માંગવાથી નથી મળતો પણ તેને તો પ્રેમભાવે લુંટવો પડે છેં આ સમયમાં વૈષ્ણવોનાં તન મન પોતાનાં બાલપ્રભુનાં જન્મોત્સવમાં આનંદિત થઈ લાલ, કેસરી ,પીળા, ગુલાબી વગેરે રંગોથી નિખરી જાય છે, વસંતોત્સવ દરમ્યાન હોરી ખેલની પિછવાઈ લગાવવામાં આવે છે. કામદેવનાં પણ કામદેવ એવા શ્રીઠાકુરજીએ આ ઉત્સવના અધિદેવતા છે, સફેદ પિછવાઈમાં કેસરનાં છાંટણા કરીને અબીલ ગુલાલથી છાપ પાડવામાં આવે છે અને દર્શાવે છે કે શ્રીઠાકુરજીનાં આવવાથી વૈષ્ણવોનું જીવન કેટ્લું રંગબેરંગી અને કલાત્મક થઇ જાય છે. હોળીના દિવસોમાં કુંજ-નિકુંજની પિછવાઈ લગાવવામાં આવે છે કારણ કે આ દિવસોમાં શ્રી ઠાકુરજી કુંજ-નિકુંજમાં હોળી ખેલ અને ધૂળેટીના રંગોથી સખાઓ અને સખીઓ સાથે રમે છે. કુંજોમાં છુપાવું અને અચાનક પ્રગટ થઈ સખા સખીઓની છેડછાડ કરવી એ પણ ખેલનો એક ભાગ બની જાય છે. કુંજ નિકુંજોની પિછવાઈમાં આ વાત સાંકેતિક રૂપથી બતાવવામાં આવે છે, કુંજ નિકુંજનો બીજો ભાવ એ છે કે આપણા ઘર રૂપી વ્રજની નિકુંજમાં શ્રીઠાકુરજી શ્રીવલ્લભની કાનીથી બિરાજે છે. દિવાળી અને ગોવર્ધન પૂજાના સમયે અન્નકૂટની પિછવાઈ લગાવવામાં આવે છે આ પિછવાઈમાં પ્રભુ બતાવે છે કે તું મને તારી ક્ષમતા મુજબ જે પણ રસ આપશે તેનો હું સહર્ષ સ્વીકાર કરીશ બસ મને તારી અંદર રહેલા તમામ ભાવો રૂપી રસો અર્પણ કરી દે. આજ રીતે પ્રબોધિનીમાં વિવાહ ખેલની પિછવાઈ ઉપયોગમાં લેવાય છે. જે જીવનું પોતાના પરમાત્મા સાથેનાં માધુર્ય ભાવનું પ્રતિક છે. આ ઉપરાંત પિછવાઇમાં આપણે હમેંશા ઘણા બધા પ્રતિકો રૂપી વિવિધ ડિઝાઇન જોઇએ છીએ જેવી કે ધ્વજ, મોર, પોપટ, ગાય, મૃગ, સુર્ય, ચંદ્ર, હંસ, સારસ, કાચબો, પાણી, માછલી, કમળ, ગુલાબ, પનિહારી, ભથવારીઓ, માખણ, મટુકી, ગોપી, ગોપ, શ્રી ગિરિરાજજી, ઝુલો અને હિંડોળો, અશોકવૃક્ષ, કદંબ-છોંકરનું વૃક્ષ, ચંપાનું વૃક્ષ, કદલી-કેળના વૃક્ષો આદી વિવિધ વૃક્ષો, ઘટાઓ અને કુંજ નિકુંજ, લતા પતાઓ, ખિલૌના વિધ-વિધ પ્રકારનાં ખિલૌના આદી જોવા મળે છે. આ સર્વે પ્રતિકોનાં પણ સાંકેતિક અર્થ પણ જોવા મળે છે.

આ પિછવાઈની આસપાસ જોશો તો ખ્યાલ આવશે કે તેમાં કૃષ્ણલીલામાં સાક્ષીભાવે વ્રજનાં પશુ-પક્ષીઓ અને ફૂલો, લત્તા પતાઑ છે. જેનાં વિષે મારા લેખમાં જણાવેલ છે કે ક્યાં જીવનો ક્યો ભાવ છે.

* ખિલૌના - પિછવાઈમાં ઉપસાવેલા ખિલૌના અને આપણે શ્રી ઠાકુરજીની સામે ખિલૌના (રમકડાં) મુકીયે છીએ તેનો અર્થ એ છે કે ખિલૌના જીવસ્વરૂપની ભાવના છે અને તે દ્વારા આપણે પ્રભુને કહીયે છીએ કે આપને ભક્તિ, મુક્તિ, વૈરાગ્ય, પ્રેમ, જ્ઞાન, વિદ્યા, વૈરાગ્ય, વગેરે ખેલ અને ખિલોનાથી રમવું ઘણું જ ગમે છે તેથી આપ આમાંથી કોઇપણ ખિલોનાથી રમો અને જે ખિલૌનાથી ન રમવું હોય તે એમ જ પડયાં રહેવા દો આમ સખ્યભાવનાથી આપણે પણ આપણી જાતને એટલે કે જીવ રૂપી ખિલોનાનું રૂપ લઇ શ્રી પ્રભુને આપણું સંપૂર્ણ સમર્પણ કરી દઇએ છીએ અને પ્રભુને કહિએ છીએ કે અમારામાં રહેલી સાત્વિક, રાજસી, તામસી, અને નિર્ગુણ વૃતિના ખિલૌના વડે પ્રભુ આપ રમો અને જે રીતે એક બાળકની દોસ્તી ખિલોના સાથે થઇ જાય છે તેમ જીવરૂપી આપણી દોસ્તી પણ શ્રી ઠાકુરજી સાથે થઇ જાય તેવી ભાવના છુપાયેલી હોય છે.

* ઝુલો અને હિંડોળો - હિંડોળા, ઝૂલા એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિનાં પુષ્પો પ્રભુને અપર્ણ કરવાનો અનુપમ અવસર પરંતુ હિંડોળા અને ઝૂલા દ્વારા પ્રત્યેક વૈષ્ણવ પોતાના હ્લદયમાં માતૃત્વનો સંચાર કરી પ્રત્યેક ઘરનાં એકેએક યશોદા અને નંદને પોતાના લાડકવાયાને હૈયાની દોરીએ હિંચોળવાનો સંદેશો આપે છે અને પોતાના લાલનનું સામીપ્ય લેવાનો સુંદર અવસર આપે છે.

* ધ્વજ – શ્રી ઠાકુરજીનાં વિજયનું પ્રતિક હોવાથી વૈષ્ણવોને તેમનાં ( ઠાકુર ) સ્વરૂપનું જ્ઞાન કરાવે છે, અને ધ્વજ દ્વારા પ્રભુ પોતાના ભક્તોને નિર્ભય કરે છે. પરંતુ આપણા પુષ્ટિપ્રેમ ભક્તિમાર્ગના અધિપતિ વ્રજની સખીઓ અને ગોપીજનો છે તેથી ગોપીઓને પુષ્ટિમાર્ગમાં ગોપી પ્રેમ કી ધ્વજા કહી સંબોધવામાં આવી છે.

* તુલસી – વૃંદાનો છોડ- તીર્થસ્વરૂપની ભાવનારૂપ છે .

* તુલસીપત્ર – ભાવપૂર્વક પ્રભુને અર્પણ કરેલી સામગ્રીનું મહત્વ પ્રભુને મન અતિવિશેષ હોય છે ભાવપૂર્વક આપેલી નાની અમથી વસ્તુની કિંમત બહુ મૂલ્ય સંપત્તિ કરતાં પણ ભગવાનને મન વિશેષ છે, તુલસી પત્રનો બીજો અર્થ એ છે કે તુલસીપત્ર એ શ્રીરાધાજીના શ્રી અંગની સુગંધ છે.

* અશોક વૃક્ષ - અશોક વૃક્ષનું ઊંચું મસ્તક એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના મસ્તકનું પ્રતિક છે મસ્તક ત્યારે જ ઊંચું હોય જ્યારે તેના રાજાને વિજયશ્રી મળે છે, અને શ્રીઠાકુરજી આપણાં રાજા છે. .

* કદંબ-છોંકરનું વૃક્ષ – આ વૃક્ષ વ્રજનું ધન કહેવાય છે અને જ્ઞાનનું પ્રતિક છે તે દર્શાવે છે કે જે ગ્રંથોમાં શ્રી વલ્લભના હસ્તાક્ષ્રર રહેલા છે સદાય તેનું શ્રવણ, મનન અને ચિંતન કરો.

* ચંપાનું વૃક્ષ – વ્રજમાં ચમ્પાનાં ફૂલને શ્રી રાધાજીનાં પિત્ત વર્ણ સાથે સરખાવવામાં આવે છે અને ચંપાના ફૂલોની મહેંક તે રાધાજીના શ્રી અંગની સુગંધ છે તેમ માનવામાં આવે છે જ્યારે લાલ વર્ણના ચંપાના પુષ્પો તે પ્રભુ ભક્તોની યાદ અપાવે છે.

* કેળ કદલીનાં વૃક્ષો - પાવન અને પવિત્ર ગણાય છે.

* પુષ્પો – જેમ ભગવાનના ચરણે ધરાતા પુષ્પો સુગંધી અને સુવાસિત હોય છે તેજ રીતે પુષ્પો ધરાવનારનું જીવન પણ તેના કર્મોથી સુવાસ ફેલાવતું હોવું જોઈએ.

* પાણી – પિછવાઈમાં દેખાતું પાણીનો અર્થ છે- શ્રી યમુનાજી

* ઝરણા – જે ભકતજનોના હૃદયમાંથી પ્રભુને માટે વહેતા મનોરથો છે.

* વાંસળી – વાંસળી એ પ્રભુની વાણી છે જે સૂર અને નાદનાં સ્વરૂપમાં નીકળે છે. પ્રભુ નાદસ્વર પોતાની ફૂંક વાટે કાઢે છે અને તે નાદસ્વર પવન સ્વરૂપે ભક્તજનોનાં હૃદયમાં બેસીને સ્થિર અને અચલ થઈ જાય છે.

* છાકલીલા - બાલ સખા સાથે છાક આરોગી રહેલા કૃષ્ણ સખ્ય ભાવ દર્શાવે છે.

( ક્રમશઃ )

પૂર્વી મોદી મલકાણના જયશ્રીકૃષ્ણ (USA)


***

Copyright – Purvi malakan 

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Shri Purshottam Yog…

By , February 17, 2013 11:13 am

 

જેમણે હંમેશ અમારા પર સ્નેહ વરસાવ્યો છે એવા અમારા પૂજ્ય કાકીને વંદન પૂર્વક શ્રદ્ધાંજલી .. ઈશ્વર સદગતનાં આત્માને શાંતે આપે એવી પ્રાર્થના..!!

Purshottam Yog

શ્રીપુરૂષોત્તમ યોગની mp3 ફાઈલ તથા આલેખન મોક્લવા બદલ પ્રિય મિત્ર શ્રીદક્ષેશભાઈ કોન્ટ્રાકટરના આભારી છીએ..!

In chapter fifteen, Lord Krishna elaborate on the omnipotent, omniscient and omnipresent God. Lord Krishna also describes what happen to a soul after it leaves the physical body. Giving a classic example, Lord Krishna says that just as fragrance leave from flower, the soul leave this physical frame.

અધ્યાય પંદરમો : પુરૂષોત્તમ યોગ

સ્વર – શ્રીઅશિતભાઈ દેસાઈ – હેમાબેન દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગીતાના આ અધ્યાયમાં પરમધામનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન કહે છે આ સંસારનું સ્વરૂપ પીપળાના વૃક્ષ જેવું છે, જેની શાખાઓ નીચે (પૃથ્વીલોકમાં) અને મૂળ ઉપર છે. સંસારનું આવું સ્વરૂપ સહેજમાં સમજાય એવું નથી.

મૃત્યુ પછી જીવની શી ગતિ થાય છે એનું વર્ણન કરતાં ભગવાન સુંદર ઉદાહરણ રજૂ કરે છે. જેવી રીતે કોઇ ફૂલમાંથી સુવાસ લઇને પવન ચાલ્યો જાય છે તે જ રીતે શરીરમાંથી આત્મા ચાલ્યો જાય છે. સામાન્ય માનવને તેનું દર્શન થતું નથી પરંતુ સંતપુરુષો તેને જોઇ શકે છે.

ભગવાન કહે છે શરીરમાં જઠરાગ્નિ બનીને હું જ ભોજનને પચાવું છું. હું જ સ્મૃતિનો દાતા છું. હું જ જ્ઞાનનું મૂળ છું. અગ્નિ, સૂરજ, ચંદ્રમાં જે કાંઇ તેજ જણાય છે તે મારે લીધે જ છે. શરીર નાશવંત છે અને આત્મા અવિનાશી છે. આ વિશ્વમાં ક્ષર અને અ-ક્ષર એમ બંને વસ્તુઓનો વાસ છે. પરંતુ સૌમાં પરમાત્મા સૌથી ઉત્તમ છે એથી મને પુરુષોત્તમ જાણી મારું ભજન કર.

જગતરૂપી વૃક્ષ

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavan uvacha

ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् ।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१५-१॥

Urdhva-mulam adhahshakham ashwatham prahuh avyayam
chhandasi yasya parnani yah tam veda sah vedavita

અવિનાશી આ જગતને કહ્યો પીપળો છે,
તેનો જાણે સાર જે, જ્ઞાની સાચો તે.
*
अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः ।
अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥१५-२॥

adhaschordham prasritasyasya shakha gunapravridha vishayapravalah
adhaschya mulanyanusantatani karmanu bandhini manusyaloke.

ગુણોથી વધી વિષયના મૃદુ પત્રોવાળી,
શાખા તેની ઉપરને નીચે છે સારી.

મનુષ્યલોકમાં કર્મથી બાંધનાર છે તે,
નીચે શાખા, ઉપર છે મૂળ વૃક્ષનું એ.

*
न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा ।
अश्वत्थमेनं सुविरूढमूलमसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥१५-३॥

narupamshyeha tathopalubhyate nam to na chadirna cha sampratistha
ashvathmainam suvirudhamula masangshastrena dridhena chhitva

સ્વરૂપ તેનું સ્હેજમાં સમજી ના જ શકાય,
આદિ અંત સંસારનાં સમજી ના જ શકાય
*
ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूयः ।
तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥१५-४॥

tatah padam tatparimargitavyam
yasmingata na nivartanti bhuyah
tameva chadhyam purusham prapadhye
yatah pravrittih prasrita purani

જ્યાંથી પાછા આવતા જ્ઞાની લોકો ના,
તે ઉત્તમપદ પામવું જન્મ ધરીને આ.

જેનાથી આ જગતની પ્રવૃતિ ચાલે,
તે પરમાત્મા પામવા, જગને જે પાળે.
*
निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः ।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैर्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥१५-५॥

nirmanmoha jitsangadosha
adhyatmanitya vinivrittakamah
dvandvair vimuktah sukhduhkha saingyair
gachhantya mudah padamvyamtat

દ્રઢ આ દ્રુમ સંસારનું એમ વિચારી જે,
અનાસક્તિના શસ્ત્રથી છેદે બુધજન તે.

માન મોહ આસક્તિના દોષ નથી જેને,
આત્મજ્ઞાનમાં મગ્ન છે, કામ નથી જેને.

સુખ ને દુઃખસમાં બધાં દ્વંદ્વથકી પર છે,
જ્ઞાની તેવા પામતા અવિનાશી પદને.

न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः ।
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥१५-६॥

na tadabhasayate suryo na shashanko na pavakah
yadgatva na nivartante tadham paramam mama

અગ્નિ સૂરજ ચંદ્ર ના જેને તેજ ધરે,
જન્મ મરણથી મુક્ત તે, મારું ધામ ખરે.
*
ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥१५-७॥

mama eva anshah jivaloke jinabhutah sanatanah
manahshasthani indriyani prakristshthani karshati

જીવ અંશ મારો થઇ શરીરમાં વસતો,
ઇન્દ્રિયોને મનતણું આકર્ષણ કરતો.
*
शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः ।
गृहित्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ॥१५-८॥

shariram yat avapnoti yat cha api utkvamati iswarah
grivitva etani samyati vayuh gandhan eva ashayat

સુવાસ કોઇ ફુલની પવન લઇને જાય,
તેમ જીવ આ અંગથી મૃત્યુ સમયે જાય.
*
श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥१५-९॥

shrotam kshachuh sparshanam cha rasanam ghranam eva cha
adhisthaya manah cha ayam vishyan upsevate

આંખકાન ને નાકને જીભ ત્વચા મનને,
સાધન કરતાં ભોગવે જીવ વિષયરસને.
*
उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् ।
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥१५-१०॥

utkramantam sthitam va api bhunjanam va gunanvitam
vimudhah na anupashyanti pashyanti gyanchakshu sah.

જીવ દેહથી જાય છે, દેહે ભોગ કરે,
મૂઢ જુએ એને નહીં, દર્શન સંત કરે.

यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् ।
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥१५-११॥

yatantah yoginah cha enam pashyanti atmani avasthitam
yatanthah api akritatmana na inam pashyanti achetasah

યોગી યત્ન કરી જુએ અંતરમાં તેને,
યત્ન કર્યે પણ ના જુએ ચંચળજન એને.
*
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥१५-१२॥

yat adiytayagatam tejah jagat bhasyate akhilam
yat chandramasi yat cha agnav tat tejah viddhi mamakam

અગ્નિ સૂરજ ચંદ્રમાં જે કૈં તેજ જણાય,
તેજ તે બધું મેં ધર્યું મારું એમ ગણાય.

*
गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा ।
पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥१५-१३॥

gam avishya cha bhutani dharayami aham ojasa
pushnami eha auoshadhih sarvah somah bhtva rasatmakah

ધારું છું હું જગતને પૃથ્વીના રૂપમાં
પોષું છું ને ઔષધિ ઢળી ચંદ્રરસમાં.
*
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ।
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥१५-१४॥

aham vaishvanarah bhutva praninam dehamashritah
pranapan samayuktah pachami annam chaturvidham

જઠરાગ્નિ બનતાં રહ્યો શરીરમાંયે હું,
ચાર જાતના અન્નને હું જ પચાવું છું.
*
सर्वस्य चाहं हृदि संनिविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् ॥१५-१५॥

sarvasya cha aham hridi sanivistah
mattah smritih gyanam apohanam cha
vaideh cha sarvaih aham eva vedhyah
vedankrita vedavitta eva cha aham

સૌના હૈયે છું રહ્યો, જીવનપ્રાણ થઈ,
જ્ઞાન, જ્ઞાનનું મૂળ છું, સાચી વાત કહી.

સંશયનાશક જ્ઞાન ને સ્મૃતિનો દાતા હું,
વેદાંતક ને વેદનો જાણનાર પણ છું.

द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥१५-१६॥

dvou imau purushau loke ksharah cha aksharah eva cha
ksharah sarvani bhutani kutasthokshar uchyate

આત્મા તો અવિનાશ છે, છે શરીરનો નાશ,
ક્ષર ને અક્ષર વસ્તુનો એમ વિશ્વમાં વાસ.
*
उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥१५-१७॥

uttamah purushah tu anyah parmatma iti udahritah
yah lokatrayam avishya vibhavti avyayah ishwarah

પરમાત્મા બીજા વળી એથી ઉત્તમ છે,
જે વ્યાપક જગમાં થયા, ઈશ્વર સાચે તે.
*
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः ।
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥१५-१८॥

yasmat ksharam atitah aham aksharat api cha uttamah
atah asmi loke vede cha prathitah purushottamah

ક્ષર અક્ષરથી શ્રેષ્ઠ હું, એથી અર્જુન હે,
કહે વેદ ને જગતમાં પુરુષોત્તમ મુજને.
*
यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमम् ।
स सर्वविद्भजति मां सर्वभावेन भारत ॥१५-१९॥

yah mama evam asammudhah janati purushottamam
sah sarvavita bhajati mama sarvabhavana bharata

મને જ પુરુષોત્તમરૂપે જાણે જ્ઞાની જે,
ભજે સર્વભાવે મને સર્વજ્ઞ ખરે તે.
*
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।
एतद्‌बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ॥१५-२०॥

iti ghuhyatamum shastram idam uktam maya anagha
etat budhva buddhiman syat kritkrityah cha bharata

ખૂબ ગુઢમાં ગુઢ આ શાશ્ત્ર કહ્યું છે મેં
ધન્ય તેમ જ્ઞાની બને આને જાણે તે.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः ॥ १५ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade purshottam yogo nama panchadasho adhyayah

।। અધ્યાય પંદરમો સમાપ્ત ।।

( Gujarati translation: Shri Yogeshwarji from his book “Saral Gita” )

( courtesy: www.swargarohan.org )

JayShriKrishna From Ghiya Family

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Yamunaji Rani..

By , February 6, 2013 10:09 pm

શટતિલા એકાદશીના જયશ્રીકૃષ્ણ

( According to the Hindu calendar, Shatila Ekadashi fast is observed every year on Ekadashi of Krishna Paksha, Magh month. On this day, Til (sesame) is used in six ways. It is used in Ubtan, bathing, performing Havans, Tarpan, meal and donations. Hence it is called the Shatila or Shattila Ekadashi Vrat.)

(www.myguru.in)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રી અશિતભાઈ દેસાઈ, હેમાંગીનીબેન દેસાઈ

***

યમુનાજી રાણી મારી માત રે, વલ્લભ પ્રભુ છે સાથ રે

વૈષ્ણવ બની થયો બ્રહ્મ સંબંધ મારો સફળ થયો જન્મારો રે

બોલો શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં

શ્રીકૃષ્ણ શરણં નિત્ય રટણ કરવું, લાલાની ધૂનમાં મારે મસ્ત બની ફરવું

શામળિયા સંગ પ્રીત જોડીને ભવ સાગર કરવો પાર રે..!

વૈષ્ણવ બની થયો બ્રહ્મ સંબંધ મારો સફળ થયો જન્મારો રે

બોલો શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં

ગોકુળ મથુરાની વાટે મારે જાવું, વૃંદાવન ગોવિંદ સંગ રાસમાં જોડાવું

યમુનાજી નાવું વિશ્રામ ઘાટે, કરવા યમુનાજીનાં પાન રે..

વૈષ્ણવ બની થયો બ્રહ્મ સંબંધ મારો સફળ થયો જન્મારો રે

બોલો શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં

શામળાની સેવામાં દિન રાત રહેવું, જયશ્રીકૃષ્ણ જયશ્રીકૃષ્ણ મુખેથી કહેવું

શ્રીનાથજીને રંગે રંગાઈને, મારે વસવું શ્રીજીને દ્વાર રે..

વૈષ્ણવ બની થયો બ્રહ્મ સંબંધ મારો સફળ થયો જન્મારો રે

બોલો શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં

પ્રેમ ભાવે બાંધવો આજે ગોવિંદને, પકડીને રહેવું એના ચરણાર્વિંદને

”નીતા” છબી જોઈ સુંદર ઘનશ્યામની, તન મન છે નિસાર રે..

વૈષ્ણવ બની થયો બ્રહ્મ સંબંધ મારો સફળ થયો જન્મારો રે

બોલો શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં

યમુનાજી રાણી મારી માત રે, વલ્લભ પ્રભુ છે સાથ રે

વૈષ્ણવ બની થયો બ્રહ્મ સંબંધ મારો સફળ થયો જન્મારો રે

બોલો શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં

શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં શ્રીકૃષ્ણ શરણં…

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Darshan dyo….

By , February 1, 2013 12:29 am

જીવનની ભાગ -દોડથી થાકી હારીને અંતે હરિનું શરણ એ જ સાચું ..! એમનાં દર્શન માત્રથી જીવને માનસિક શાતા વળે છે તો અગર જો પ્રત્યક્ષ  સાક્ષાત્કાર થાય તો જીવને મોક્ષ જ મળી જાય …!!  આવો આપણે સહુ સાથે મળી શ્રીજીને વિનંતી કરીએ…!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રી નિતીનભાઈ દેવકા, શ્રી નિધીબેન ધોળકિયા.

***

નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

હા.. માંગો શ્રીનાથજી તો હારલો પેરાવું.. હે ગૂંજાની માળા રે બંધાવી

પગલે પગલે મોગરાં બિછાવું, હે રંગોળી ફૂલોની બનાવી..!!

નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી…

નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

હાં.. માંગો શ્રીનાથજી તો ગોરસ ચખાડું, પિવડાવું પ્રેમે ધરાવી

માખણ ને મિશ્રીની મોજું ઊડાડું, ખોબલે ખોબલે ખવડાવી

નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

હાં… માંગો શ્રીનાથજી તો સખડી ધરાવું, એ દહીં સાથે દઉં રે જમાડી

જમુના જળ ભરી જારી લઈ લાવું, બીડલાં પાનના ધરાવી

નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી.

હાં.. માંગો શ્રીનાથજી તો જાક ધરાવી દઉં, માંગી તો જો ને મોરારી

તું મારો નાથ નારાયણ શ્રીનાથજી, જીવતર જાઉં બલિહારી

નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી….!!

***

Share this post

  • Facebook
  • Google Plus
  • YahooBuzz
  • Twitter
  • Google Reader
  • Orkut
  • Live
  • LinkedIn
  • Email
  • RSS
  • Add to favorites

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.