Ghatma giridhari…

By Chetu, April 16, 2012 4:39 pm

સર્વે વૈષ્ણવજનોને જગદગુરુ શ્રીવલ્લભાચાર્ય (મહાપ્રભુજી) પ્રાગટ્ય દિનની ખૂબ ખૂબ વધાઈઓ…
શ્રી વલ્લભાધીશ કી જય !!!

***

સ્વર – શ્રી નિતિનભાઈ દેવકા, નિધિબેન ધોળકિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી, રૂદિયે વસેરે કાન, પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે..!!

મનમાં ગોકિળીયું ને મનમાં વનરાવન, ઓ.. મનમાં યમુનાજીનો આરો, વલ્લભ પ્રભુ છેટો નથી રે..

લિંપ્યુ ગુંપ્યુ રે મારા અંતરનું આંગણુ, ઓ.. આંગણિયે તુલસીનો ક્યારો, વલ્લભ પ્રભુ છેટો નથી રે..

શામ સલૂણો મારા નયણામાં રે’તો, ઓ.. રગ રગમાં રમનારો, પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે..

શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ રે, ઓ..ભવ ભવનો સથવારો, પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે..

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી, રૂદિયે વસેરે કાન, પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે..!!
***

Charane Rakho…

By Chetu, April 10, 2012 10:48 pm

આજના કળીયુગમાં શ્રીવલ્લભ-પ્રભુને એ જ પ્રાર્થના કે, આપણને સહુને શ્રીઠાકોરજીની પ્રાપ્તિ કરાવે ..!!!

સ્વર – શ્રી નિતિનભાઈ દેવકા, નિધીબેન ધોળકિયા.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચરણે રાખો, શરણે રાખો, હે વલ્લભાધિશ વ્હાલા રે
શ્રીજીબાવાની સન્મુખ રાખો યમુનાજીના પ્યારા રે ..!

ઓ.. બ્રહ્મ સંબંધ કરાવ્યો, અમને સાચા વૈષ્ણવ માનો રે
કલિયુગના જીવોને ઉગાર્યા, પુષ્ટીમાર્ગ પ્રગટાવ્યો રે

સ્વરૂપ સેવા બતાવી અમને, ચંપારણ ના વાસી રે ..!

ઓ.. યમુનાષ્ટકનું ગાન કરું હું, સેવા તમારી આપોને
વ્રજ ચોરાસી પરિક્રમા કરીએ, એવા આશિષ આપોને
વૈષ્ણવજનના વ્હાલા પ્રભુજી, ઝાંખી શ્રીજીની કરાવો રે..!

ઓ.. મુખમાં લઈએ નામ શ્રીજીનું, યમુનાપાન કરાવો રે
અષ્ટાક્ષર જપ પળ-પળ જપીએ, લઈ તુલસીની માળારે
ચારે ધામ છે શ્રીજી ચરણમાં, વ્રજવાસ મુજને આપો રે..!

ચરણે રાખો, શરણે રાખો, હે વલ્લભાધિશ વ્હાલા રે
શ્રીજીબાવાની સન્મુખ રાખો યમુનાજીના પ્યારા રે ..!

હે વલ્લભાધિશ વ્હાલા રે… હે વલ્લભાધિશ વ્હાલા રે..!!

***

Shri Ramchandra…

By Chetu, March 30, 2012 4:16 pm

***

આપ સહુને શ્રીરામનવમીની ખૂબ ખૂબ વધાઈ .. !

આજના પાવન દિને પ્રસ્તુત છે, મારા પ્રિય મિત્ર માનનીય શ્રીપ્રકાશજીના મધુર સ્વરમાં, સુંદર મજાની શ્રીતુલસીદાસજી રચિત આ  સ્તુતિ ..!!

***

Govind Hari… ( શ્રદ્ધાંજલી )

By Chetu, November 3, 2011 4:48 pm

shri-bhutsir4

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા :

ગુરુ સાક્ષાત પરર્બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદ્વે નમ: ॥

અમારા પૂજ્ય સર સ્વ. ધીરજલાલ પી. ભૂતને અંતઃકરણ પૂર્વક શ્રદ્ધાંજલી.. !!
જન્મ તારીખ :- ૯-૯-૧૯૪૮
સ્વર્ગવાસ :- ૨-૧૧-૨૦૧૧

એમની જીવન-ઝાંખી વાંચવા ” ગુરુવંદના ” પર ક્લિક કરો.

પરમ કૃપાળુ પરમાત્મા સદગતના પવિત્ર આત્માને શાંતી અર્પે તથા પરિવારને આ દુઃખ સહેવાની હિંમત આપે એવી પ્રાર્થના ..!
એક વાર તેઓશ્રી એ જ મને કહેલુ કે, ”જીવન એક સરિતા છે, તેના પ્રવાહને જુદાજુદા સ્વરૂપો, જુદીજુદી અવસ્થાઓ અને મર્યાદાઓ હોઈ શકે પરંતુ, ગતિશીલતા એ તેનો ધર્મ છે.. જીવનના કોઈ તબ્બકે સ્વજનોથી હજારો માઈલ દૂર જવું પડે, છતાં એ નજીક જ લાગે છે… જુઓ, ઋણાનુંબંધી પ્રેમને કોઈ અંતર નથી જ .. એટલે જ એ અલૌકિક કહેવાય છે ને? ”

અત્યારે આ શબ્દો યાદ આવે છે ને અશ્રુઓ વહી જાય છે.. તેઓ અનંત યાત્રાએ નીકળી ગયા પરંતુ ૠણાનુબંધ અમર રાખતા ગયા. એમના પવિત્ર વ્યક્તિત્વની મહેંક કાયમ પ્રસરેલી રહેશે…એમની આપેલી શિક્ષા અને સંસ્કાર એ જ તો અમારા જીવનની મુડી છે.. ! ગુરુ-શિષ્યાનું આ ઋણાનુબંધ સદાય અમર રહેશે..!

એમના આત્માની સદગતિ માટે પ્રાર્થના સહ આ ભજન ..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રીનિતીનભાઈ દેવકા, નિધીબેન ધોળકિયા.

ગોવિંદ હરી, ગોપાલ હરી, રાધે રાધે ગોવિંદા ગોપાલ હરી
ગોવિંદ ગાયે તો સબ દુઃખ જાયેગા, ગોપાલ ગાયે તો સબ સુખ પાયેગા
સુખ કે હૈ સબ સાથી, દુઃખમેં ના કોઈ, દુઃખમેં શ્રીનાથજીકો સાથ પાયેગા..!!

ગોવિંદ હરી, ગોપાલ હરી, રાધે રાધે ગોવિંદા ગોપાલ હરી
ગોવિંદ હરી, ગોપાલ હરી, રાધે રાધે ગોવિંદા ગોપાલ હરી..!!

હરી હરી જપે તો હર બાત બનેગી, રાધે રાધે જપે તો હર રાત જમેગી
બિગડી બનાયેંગે સદા શ્રીનાથજી, રાધે રાધે નામ સે સફલ ઝિંદગી…!!

ગોવિંદ હરી, ગોપાલ હરી, રાધે રાધે ગોવિંદા ગોપાલ હરી
ગોવિંદ હરી, ગોપાલ હરી, રાધે રાધે ગોવિંદા ગોપાલ હરી

***

Laav Hatheli…

By Chetu, November 1, 2011 4:11 pm

રચયિતા – પરમ પૂજ્ય ઈન્દિરા બેટીજી.

સ્વર – શ્રી ભાસ્કરભાઈ શુક્લ

***

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રી નિતિનભાઈ દેવકા તથા નિધીબેન ધોળકિયા

લાવ હથેળી શ્યામ લખી દઉં,
હૈયે હરિવર નામ લખી દઉં.
આંગળી ઉપર આતમ પ્યારો,
કર ઉપર કિરતાર લખી દઉં.

મુખ ઉપર માખણ ખાનારો,
ગાલ ઉપર ગોવિંદ લખી દઉં.
કગંન ઉપર કૃષ્ણ કૃપાળુ,
ભુજ ઉપર ભગવંત લખી દઉં.

કુંડળ ઉપર કમલનયન ને,
અલ્કાવલી પર અલખ લખી દઉં.
નાસિકા ઉપર નટવર નાગર,
નથણી ઉપર શ્રીનાથ લખી દઉં.

અધરો ઉપર અંતરયામી,
બિંદીમાં વ્રજચંદ્ર લખી દઉં,
પાંપણ ઉપર પરમાનંદને,
કીકીમાં હું કૃષ્ણ લખી દઉં.

ચૂંદડી ઉપર ચિત્ત હરનારો,
પાલવ પર પ્રીતમ લખી દઉં.
શ્રાવણ મહીને ભીતર હું તો,
રોમે રોમે રસરાજ લખી દઉં..!

***

Mero Pyaro…

By Chetu, October 26, 2011 9:01 pm


………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………

મિત્રો, આપ સહુને નૂતન વર્ષાભિનંદન સહ જયશ્રીકૃષ્ણ.

આજના આ મંગળદિને સમન્વયને એક અનેરું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જે છે પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રીયદુનાથજી મહોદયશ્રીનો પાવન સ્વર … !!
આજે આપણને સહુને અનેરો લાભ મળી રહ્યો છે, જેજેશ્રીના દિવ્ય-સ્વરને સાંભળવાનો..
આ આખું પદ શુભારંભ થી અંત સુધી સાંભળતા-સાંભળતા જાણે કે આપણે પણ રાધા-કૃષ્ણની સંગે સખા-ભાવે, વૃંદાવન-બરસાનામાં જ વિહરતા હોઇએ એવી અનુભૂતિ થાય છે ..!!

શ્રીજીકૃપા અને શ્રી વલ્લભકૃપાથી, સમન્વય અને તેના વાંચકમિત્રો પર હંમેશ આપશ્રીના આશીર્વાદ વરસતા રહ્યાં છે..!
દંડવત પ્રણામ જેજેશ્રી..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેરો પ્યારો નંદલાલ કિશોરીરાધે
મેરો મદન ગોપાલ કિશોરીરાધે
કિશોરીરાધે…કિશોરીરાધે…!!

હમારો ધન રાધા, રાધા, રાધા, રાધા, રાધા…
પરમ ધન રાધા, રાધા, રાધા, રાધા, રાધા…
જીવન ધન રાધા, રાધા, રાધા, રાધા, રાધા..
સર્વસ્વ ધન રાધા, રાધા, રાધા, રાધા, રાધા…
પ્રાણ ધન રાધા, રાધા, રાધા, રાધા, રાધા…

હીરકી વૃષભાનકી દુલારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

કાન્હા કો માને બ્રહ્મા શિવ નારદ
મેરી રાધાકો માને ગિરીધારી હમારી રાધા ગિરીધર કી પ્યારી

હીરકી વૃષભાનકી દુલારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

ગાંવ ગાંવ , કુંજ કુંજ ડોલે બિહારી
મેરી રાધાકી ઉંચી અટારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી

હીરકી વૃષભાનકી દુલારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

કાન્હા તો ઓઢે કાલી કમલિયા
મેરી રાધા સો રંગ રંગ સાડી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

હીરકી વૃષભાનકી દુલારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

કાન્હાકે હાથોમેં સોહે મુરલિયા,
મેરી રાધા કે હાથ કંગન વારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી..

હીરકી વૃષભાનકી દુલારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

કાન્હા હૈ જૈસે રૈન અંધિયારી
રાધા મેરી ચંદા ઉજીયારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી..

હીરકી વૃષભાનકી દુલારી, હમારી રાધા ગિરીધર કી પ્યારી
ગિરીધરકી પ્યારી રાધા ગિરીધર કી પ્યારી…

હા ..આ…. આ… આ…. હા.. આ…

સુન બરસાને વાલી, ગુલામ તેરો બનવારી…
રાધાજી કે માથેપે કુમકુમકી બિંદિયા..
માંગ ભરે બનવારી .. ગુલામ તેરો બનવારી..

રાધાજીકે આંખોમેં ભીના ભીના કજરા
ઘાયલ કુંજ બિહારી, ગુલામ તેરો બનવારી

રાધાજીકે માથેપે લટ ઘુંઘરાલી
છ્મ છ્મ નાચે ગિરીધારી, ગુલામ તેરો બનવારી

***

રાધાકી પાયલ છ્મ છ્મ બાજે .. છ્મ છ્મ બાજે રાધા રાની નાચે
શ્યામને છેડા તરાના, રાધાકા શ્યામ દિવાના,

રાધા જબ પાયલ છ્નકાવે, સાંવરા જટ દૌડા આવે
કરેના કોઈ બહાના, રાધા કા શ્યામ દિવાના
રાધા કા શ્યામ દિવાના, રાધા કા શ્યામ દિવાના

હરી-ભરી ધરતી, ભર્યો ભર્યો ઉપવન
ગુંજ રહ્યો સારો વૃંદાવન.. ગુંજ રહ્યો બરસાના, રાધા કા શ્યામ દિવાના
રાધા કા શ્યામ દિવાના, રાધા કા શ્યામ દિવાના

ઓ બરસાનેકી રાધા પ્યારી, સાંવરી સુરત ક્રિષ્ણ મોરારી
દુલ્હે કાન્હા મતવાલા રાધા કા શ્યામ દિવાના

રાધા કા શ્યામ દિવાના, રાધા કા શ્યામ દિવાના
શ્યામને છેડા તરાના, રાધા કા શ્યામ દિવાના

***

Sakhi samvaad…

By Chetu, October 18, 2011 12:03 pm

મિત્રો આજે પ્રસ્તુત છે,  ગોપીભાવ.. !!  ઈશ્વર પ્રત્યે સહજ અને કુદરતી પ્રેમની અલૌકિક ભાવના..બે ગોપીઓ-સખીઓ વચ્ચેનાં આ સંવાદનાં રચયિતા છે,

ગુજરાતી બ્લોગ-જગતના માનનીય સભ્ય શ્રી દેવિકાબેન ધૃવ.  

***

સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ,
સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ….

સખી-૧-
છોને વસતો જોજન પાર, નીરખું નિત્યે આભને ભાલ,
વાદળ ચીરી સરતો રાજ, તેજ-કિરણથી સ્પર્શે ગાલ,
સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ….

સખી-૨-
અદ્રષ્ય શ્યામની ભૂલ ના વાત, ભલે ન દીસે જગમાં ક્યાંય,
સદાયે કરતો અંતર વાસ, રોમરોમમાં રહેતો ખાસ,
તો યે સખી તુને વ્હાલો ચાંદ ?…..

સખી-૧-
નિર્દય વીંધે પહેલાં વાંસ, પછી જ છેડે હોઠથી ગાન,
ચાંદ સૂવાડે અર્પી આશ, કોમળ-કિરણની નવી સવાર,
હા,સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ…

સખી-૨-
છોડ કથા કુદરતની આમ, સર્જ્યાં કોણે મેઘ-મલ્હાર,
કોણે દીધા દિલના દાન ને રચ્યાં કોણે દિન ને રાત ?
કહે સખી, કહે, તને ચાંદથી વ્હાલા શ્યામ….

સખી-૧-

ના, સખી મુને શ્યામથી વ્હાલો ચાંદ,

સખી-૨

 હૈયે છે જે હોઠ પર લાવ, તને વ્હાલા શ્યામ,

સખી-૧-

 ના, સખી, ના હારું આજ, મુને વ્હાલો ચાંદ,

સખી-૨-

 જા,જા, માન ન જીત કે હાર, તુને વ્હાલા શ્યામ,

સખી-૧-

સખી, મુને શ્યામથી વ્હાલો ચાંદ, સખી, મુને શ્યામથી..ચાંદથી વ્હાલો કહાન….!!!

***

Paraniyu…

By Chetu, August 22, 2011 1:49 am

DSC05231[2]

સ્વર – નિધીબેન ધોળકિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રી કિશોર મનરાજા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર -?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પારણિયું બંધાય જશોદાજી ગાય,
એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય ..!!

મારા લાલાને, મારા કાનાને ..એ..મારા વ્હાલાને હિંચકે હિંચકાવું, એના ગીત મધુરાં હું ગાવું,
ઓ મારા હૈયામાં એને સમાવું, એના હૈયામાં હું તો સમાઉં…!
એનું મુખડું લાલમલાલ, એના ગુલાબી છે ગાલ, એવા સુંદર દેખાય ..!! પારણિયું..

હે હું તો ઈચ્છું કે જલદી ન જાગે, કોઈ રમાડવાને ન માંગે,
ઓ એને બાંધ્યો છે કાળે રે ધાગે, તેથી નજર કોઈની ના લાગે,
એ મારો લાલો કરમાય, એ તો જોવાયું ના જોવાય, મારું દિલડું દુભાય..! પારણિયું..

જ્યારે મોટો કનૈયો મારો થાશે ત્યારે ગાયો ચરાવવાને જાશે,
ઓ હું તો મોટો કરૂં છું એવી આશે, લાલઓ સદા રહેશે મારી પાસે,
શ્રી વલ્લભ પ્રેમામ્રૂત પાય, વૈષ્ણવ લાલાના ગુણ ગાય, સર્વે વારી વારી જાય…!! પારણિયું..

પારણિયું બંધાય જશોદાજી ગાય,
એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય ..!!

હું… હું…હું… હા..આ..આ.. હું… હું…હું…હા..આ. આ..!!

***

Vraj-Janmashtami…

ગોવિંદા આલા રે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આનંદ ઉમંગ ભયો… જય હો નંદલાલ કી , નંદઘેર આનંદ ભયો… જય કનૈયા લાલ કી…યશોદા કો લાલો ભયો… જય કનૈયાલાલ કી, દાઉજી કો ભૈયા આયો… જય કનૈયાલાલ કી
માખન કો ચુરૈયો આયો… જય હો મોહન લાલ કી, બંસી બજૈયા આયો… જય હો નંદલાલ કી,
ગોકુલ મે આનંદ ભયો… જય કનૈયા લાલ કી, આનંદ આનંદ ભયો… જય કનૈયા લાલ કી
ગૌએ ચરાને આયે… જય હો પશુપાલ કી, બ્રજ કો રખવાલો ભયો… જય હો નંદલાલ કી
આનંદ ઉમંગ ભયો… જય હો નંદલાલ કી, નંદઘેર આનંદ ભયો… જય કનૈયાલાલ કી
રાસ કો રચૈયા આયો… જય યશોદાલાલ કી, ગોપીન કો પ્યારો ભયો… જય હો નંદલાલ કી
ગોકુલ મે આનંદ ભયો… જય કનૈયાલાલ કી,હાથી ઘોડા પાલખી… જય કનૈયાલાલ કી
કોટી બ્રહ્માંડ કે અધિપતિ લાલ કી, હાથી ઘોડા પાલખી… જય કનૈયા લાલ કી
બ્રજ મે આનંદ ભયો… જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી… જય કનૈયાલાલ કી
જય હો નંદલાલ કી…. જય યશોદા લાલ કી, ગોકુલ મે આનંદ ભયો… જય કનૈયાલાલ કી

વ્રજનો જન્માષ્ટમી ઉત્સવ

નંદ ઘેર આનંદ ભયો….જય કનૈયા લાલ કી….આ બે પંકિતઓ સાંભળતાની સાથે જ મનમાં અનેક ભાવો આનંદની હેલી બનીને વરસી પડે છે. જન્માષ્ટમી નો તહેવાર સર્વે કૃષ્ણ પ્રેમીઓ ધામધુમ થી મનાવે છે પરંતુ કૃષ્ણ જીવન સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોએ કૃષ્ણ જન્મની ઉજવણીમાં ભાગ લઇ તે આનંદમાં સામેલ થવું તે જીવન નો લ્હાવો છે. મથુરા અને વ્રજથી લઇને શ્રીદ્વારિકા, શ્રીજગન્નાથપુરી, શ્રીનાથદ્વારા, શ્રીડાકોર વગેરે કૃષ્ણ સ્થળો માં કૃષ્ણપ્રેમીઓ આ મહોત્સવને મન ભરીને માણે છે પરંતુ વ્રજ આ ઉત્સવ દરમ્યાન વાત્સલ્યમય થઇ જાય છે.

મથુરા

આ પ્રસંગે આખું મથુરા નગર આનંદ ના હિલોળે ચડે છે અને સાથે સાથે ભકિતના રંગે પણ રંગાઇ જાય છે. દરેક મહોલ્લો કૃષ્ણ જન્મોત્સવના આનંદમાં નાચી ઉઠે છે.મથુરાના દરેક ઘર આંગણથી ગલી સુધી ફૂલોથી શણગાઇ જાય છે મોટાભાગના લોકો વ્રત રાખે છે.ઘર ઘરમાં ધાણા સાકરની પંજરી બને છે.રાત્રીદિવસ ભજન કિર્તન થાય છે. રાત્રીનાં ૧૨ વાગતાં જ મંદિરો શંખનાદ અને ઘંટારવ થી ગુંજી ઊઠે છે.

જે જગ્યાએ કૃષ્ણનો જન્મ થયો હતો તે જગ્યા આજે કૃષ્ણ જન્મભૂમિ મંદિર નામે પ્રચલિત છે.કેટલાક મંદિરો માં મધ્યરાત્રીએ પ્રભુને જગાવતાં નથી તેઓનું માનવું છે કે પ્રભુ નાનકડા બાળક હોવાથી બહુ જ નાજુક છે અને બાળકને નિંદરમાંથી જગાવવું યોગ્ય નથી. પરંતુ મથુરાના મોટાભાગનાં મંદિરોમાં જન્માષ્ટમીની મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણ ને જગાવી ને પંચામૃત,દૂધ અને દહીંથી સ્નાન કરાવવામાં આવે છે, ત્યારબાદ પારણામાં ઝૂલાવવામાં આવે છે, એક માન્યતા એવી છે કે પારણું ઝૂલાવતી વખતે શ્રીકૃષ્ણ ભગવાન પાસે કરેલી કોઇપણ ઇચ્છા પૂરી થાય છે. મંદિરો અને પુષ્ટિમાર્ગિય હવેલીઓમાં વિવિધ રંગની ઘટા કરવામાં આવે છે અને આ ઘટાનો જેવો રંગ હોય તેવા જ રંગ નાં વસ્ત્રો પરમપ્રભુને ધારણ કરાવાય છે.

ઘરેઘરમાં તથા મંદિરોનાં પ્રાંગણમાં પારણાઓ મૂકીને તેમને ફૂલો વડે શણગારવામાં આવે છે, જેથી દર્શનાર્થે આવતા દર્શનાર્થી ઓ પ્રભુને પારણે ઝૂલાવી શકે.જન્માષ્ટમીની સવારે પુષ્ટિમાર્ગિય હવેલીઓમાં શ્રી શાલિગ્રામજીને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે અને શૃંગાર દર્શનમાં અક્ષત તિલક કરવામાં આવે છે અને માર્કંડ પુજાની ભાવનાથી પ્રભુની આરતી ઉતારવામાં આવે છે. ઘણી પુષ્ટિમાર્ગિય હવેલીઓમાં જન્માષ્ટમીની રાત્રીએ જાગરણ કરાય છે તેથી શૈથ્યાજી બિછાવવામાં નથી આવતાં અને રાત્રીના બીડાં શૈથ્યામંદિરને બદલે સિંહાસન પાસે રહે છે. મથુરા માં ઠેર ઠેર શ્રીમદ્ ભાગવદ કથાનું પારાયણ થાય છે.

ગોકુલ અને નંદગાંવ

રક્ષાબંધન પુરી થતાં જ ગોકુલ અને નંદગાંવ જન્માષ્ટમીની તૈયારીઓમાં લાગી જાય છે.ઠેર ઠેર રાસલીલા અને ઢાઢીલીલાઓ થાય છે. વ્રજવાસીઓ બ્રજ ભયૌ હૈ મહીર કે પૂત,…….રાની ચિર જીવૈ તેરૌ શ્યામ વગેરે જન્માષ્ટમીની વધાઇ ગાય છે.દરેક ઘર,આશ્રમ અને મંદિરોમાં પુરીપકવાનો બને છે. વ્રજના ખૂણેખૂણામાં દધિત્સવ થાય છે.દધિત્સવ એટલે કે દહિંની અંદર હલ્દી મેળવીને એક બીજા ઉપર ઉછાળવામાં આવે છે. લોકો ફળ,મેવા,મિષ્ટાન,મિઠાઇ ઉપરાંત વસ્ત્રો, વાસણ વગેરે લુટે છે અને લુટાવે છે અને આ રીતે નિર્દોષ આનંદને માણે છે.

જન્માષ્ટમીના દિવસે મથુરામાં દર્શન કરવા આવેલા દર્શનાર્થી ઓ બીજા દિવસે ગોકુલમાં નંદોત્સવના આનંદમાં છલકાઇ જાય છે. બરસાનાવાસીઓ નંદગાવ-ગોકુલવાસીઓને શ્રીકૃષ્ણ જન્મોત્સવની વધાઇ આપવાં જાય છે. શ્રીબલરામજીની યાદમાં વ્રજના નંદકુંડ ઉપર મલ્લયુધ્ધ વિદ્યા ની હરિફાઇ થાય છે જેમાં દેશભરના અસંખ્ય પહેલવાનો ભાગ લે છે. વ્રજવાસીઓના બાલકો મટકીફોડન નાં ખેલ કરે છે ખાસ કરીને મંદિરોનાં પ્રાંગણમાં દધિ, ધૈયા, દૂધ, માખણ વિશેષ પ્રમાણમાં ઉછાળીને વિખેરવામાં આવે છે અને વ્રજવાસીઓ તેમાં લપસણી કરવાનો આનંદ ઉઠાવે છે.ભક્તજનો કિર્તન,વધાઇ અને લોકગીતો નાચતા, ગાતા, આનંદથી ઝૂમી ઊઠે છે.

શ્રીઠાકોરજી પારણામાં ઝૂલે છે અને વ્રજનારીઓ ઝૂલાવતી જાય અને પોતાના લાડલાનાં બલૈયા લેતી જાય છે. આ દિવસે ખીરનો પ્રસાદ વહેંચવામાં આવે છે. સાંજના સમયે શ્રીપ્રભુ ને તથા શ્રીગિરિરાજજીને છપ્પનભોગનો થાળ ધરાવાય છે અનેક ભક્તજનો શ્રીગિરિરાજજીની, વૃંદાવનની, રમણરેતી, નિધિવન, બંસીબટ અને અન્ય વ્રજના ભાગો ની પરિક્રમા કરે છે. વ્રજનાં મધુવનમાં જન્માષ્ટમીની સવારે બ્રજભાષામાં રાસલીલા અને ઢાઢીલીલા ખેલાય છે તેમાં ૯-૧૦ વર્ષ નાં બ્રાહ્મણ બાલકો ભાગ લે છે, પણ રાત્રીના સમય દરમ્યાન આ સ્થાન નિર્જન બની જાય છે.

આ ઉત્સવ દરમ્યાન વ્રજવાસીઓ ફલાહાર વ્રત કરે છે અને આ વ્રત દરમ્યાન કુટ્ટુ, સાબુદાણા, સિંધાલૂણ, બટાટા વગેરેનો ઉપયોગ થાય છે.આ ઉપરાંત સુંઠ, વરિયાળી, સુકુ નાળીયેર, ખાવાનો ગુંદર, અજમો, હલ્દી, સુકા મેવો વગેરેનો ઉપયોગ વિવિધ પ્રકારની પંજરી બનાવવા માટે થાય છે.

વૃંદાવન

વૃંદાવનમાં આવેલા ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.પ્રભુને ફૂલોથી બનાવેલા શૃંગાર ધારણ કરાવાય છે.પ્રભુને ૧૦૮ પ્રકારનાં વિવિધ વ્યંજનોથી થાળ સજાવીને ધરવામાંઆવે છે આ ઉપરાંત વિવિધ ફળો, ફળોનો રસ, દૂધ, દહીં, માખણ, દૂધમાંથી બનાવેલી વિવિધ પ્રકારની મિઠાઇઓ ધરાવવામાં આવે છે.મંદિરમાં સાંજના સમયે કૃષ્ણલીલા પર આધારિત નૃત્યનાટિકા થાય છે.મંદિરની ઇંટેઇટોં હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણના નાદ થી ગુંજી ઊઠે છે.

દ્વારિકા

ગુજરાતનાં દ્વારિકાધિશ મંદિરમાં જન્માષ્ટમીના દિવસે ભગવાનની મૂર્તિને દાતણ-પાણી કરાવીને સવારે સાત વાગ્યે મંગળા આરતી થાય છે. સવારે ભગવાનનાં નિત્યક્રમ બાદ ઉજવણી શરૂ થાય છે,ત્યાર પછી ભક્તો ભગવાનના દિવસ દરમ્યાંનના પ્રથમ દર્શન કરે …આઆરતી બાદ ભગવાન ને પંચામૃતથી અભિષેક સ્નાન કરાવાય છે.ભક્તજનો ને વર્ષમાં બે વાર ભગવાનનાં સ્નાનનાં દર્શન કરવાનો મોકો મળે છે.પ્રભુને પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે અને શૃંગારમાં ચંદનમાલા, વૈજયંતિમાલા અને સોપારી માંથી બનાવેલી માળા પ્રભુને ધારણ કરાવવામાં આવે છે.પ્રભુને ચક્ર અને શંખ પણ ધારણ કરાવવામાં આવે છે પ્રભુ ને વિવિધ ભોગ ધરાવવામાં આવે છે.અહીં પણ વાટેલી એલચી, શેકેલા ધાણા અને દળેલી સાકરની પંજરીનો પ્રસાદ ભાવિકો માં વાટવા માં આવે છે.
વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હોય , વિજળી ચમકારા મારી રહી હોય, મૂશળધાર વરસાદ વરસી રહ્યો હોય, જ્યારે જીવનમાં અંધકાર અને નિરાશાનું વાતાવરણ છવાઈ ગયેલુ હોય, તેવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે, પરંતુ નટખટ કૃષ્ણ કનૈયાની બાળ લીલાઓનાં તમામ પ્રસંગો આપણને શીખવી જાય છે હસતું રમતું , મજાક, મમસ્તી, વાળું જીવન ફકત પોતે જ સુંદર નથી થતું પણ પોતાની આસપાસના વાતાવરણને પણ સુંદર બનાવી દે છે.

પંજરીનો પ્રસાદ બનાવવાની રીત

સામગ્રી – સૂકા શેકેલા ધાણાનો પાવડર, માવો, વરિયાળી, સુંઠ, કોપરાનુ છીણ, વાટેલી ઈલાયચી, સૂકા મેવા વાટેલા અને કતરણ, દળેલી સાકર.

બનાવવાની રીત – સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો શેકી લઇ તેમાં શેકેલા ધાણા પાવડર નાખવો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તેમા કોપરુ, વરિયાળી,સુંઠ અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લઇ મિશ્રણને થોડુ ઠંડુ કરી તેમા કોપરું અને દળેલી સાકર નાખી ફરી મિક્સ કરવું, ત્યારબાદ તેમાં વાટેલી ઈલાયચી અને મેવાની કતરણ નાખી મિશ્રણને એકરસ કરી લેવું.(સુકી પંજરીમાં થોડુ દૂધ અથવા ગરમ ઘી નાખીને નાના લાડુ પણ બનાવવામાં આવે છે.)

-પૂર્વી મલકાણ મોદીના જયશ્રીકૃષ્ણ.

Pavitra Ekadashi…

By Chetu, August 9, 2011 2:53 pm

ભગવદીય વૈષ્ણવ પરિવારજનો .

પવિત્રા એકાદશી . પુષ્ટિ માર્ગ ભાવાત્મક છે, જેમાં પવિત્રા એકાદશીનું વિશેષ મહત્વ છે . શ્રી મહાપ્રભુજી શ્રી દામોદરદાસ હરસાની સાથે કે જેઓને સર્વ પ્રથમ બ્રહ્મસબંધ લેવડાવ્યું હતું , તેઓની સાથે શ્રી યમુનાજીના કિનારે ગોવિંદ ઘાટ ઉપર ચિંતામગ્ન સ્થિતિમાં બિરાજમાન હતા આપને બહુ જ વિરહ તાપ થઇ રહ્યો હતો , ત્યારે શ્રીજીબાવા તે સહન ન કરી શક્યા અને ૧૫૪૭ નાં શ્રાવણ સુદ એકાદશીની મધ્ય રાત્રીએ ગોકુલમાં આપ શ્રી મહાપ્રભુજી સમક્ષ પધાર્યા. આપે આજ્ઞા કરી :”વલ્લભ ! તમને જીવના ઉદ્ધારની ચિંતા થાય છે, પણ આ કળીયુગમાં જ્ઞાન , કર્મ કે યોગથી જીવનો ઉદ્ધાર થાય એ શક્ય નથી , જે જીવ શરણાગત ભાવથી મારા ચરણ-શરણમાં આવશે તેનો ઉદ્ધાર જરૂર થશે. માટે આપ પુષ્ટિજીવોને બ્રહ્મસંબંધનું દાન કરાવો ” આ પ્રમાણે આજ્ઞા કરી શ્રીજી બાવાએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મસબંધ મંત્ર આપ્યો.
તે વખતે શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઇ શ્રીજીબાવાને કેસરમાં રંગેલું સુતરનું પવિત્રું ધરાવ્યું . ત્યારથી પુષ્ટિમાર્ગમાં પવિત્રા એકાદશી અને દ્વાદશી નાં દિવસે પવિત્રા ધરાવવાની પ્રણાલિકા જારી છે , આ દિવસ પુષ્ટિમાર્ગનો પ્રાગટ્ય દિવસ પણ કહેવાય છે , આજની ઘડી તે રળીયામણી .
પવિત્રામાંનું સૂતર એ ભક્તિનું પ્રતિક છે . કારણ કે પ્રેમનો તાતણો સુતરના તાતણાં જેવો હોય છે , એક વાર પ્રેમનો તાતણો કપાઈ જાય પછી તેને જોડવો બહુ અઘરો છે કાચા સુતરના તાતણાંની જેમ પ્રેમને જાળવી રાખવો પડે છે . તેને કેસરથી રંગીને કેસરી કરીએ છીએ. કેસરી રંગ શ્રીસ્વામીનીજીના રંગનું પ્રતિક છે. શ્રીસ્વામીનીજીના ભાવથી તે શ્રી ઠાકોરજીને અંગીકાર કરવામાં આવે છે . એનું નામ પવિત્રા છે. એટલે પ્રેમ જેવી બીજી કોઈ વસ્તુ પવિત્ર નથી . એટલે કેસરના રંગમાં રંગી કેસરી પવિત્રું શ્રીઠાકોરજીના કંઠમાં ધરાવવામાં આવે છે . સાથે મીસરી નો ભોગ પણ ધરીએ છીએ અને એને પણ કેસરથી રંગી પ્રભુને અંગીકાર કરાવીએ છીએ.
પવિત્રા સૂતર સિવાય રેશમી પણ મળે છે. રેશમ એ હ્રદયની કોમળતાનું સ્વરૂપ છે . પ્રેમ કોમળમાં પણ કોમળ છે. “નારદ ભક્તિ સૂત્રમાં ” એને સૂક્ષ્મથી સુક્ષ્મ સ્વરૂપનો કહ્યો છે. ૩૬૦ તારનું એ પવિત્રું બને છે . આપણે જ્યારે શ્રીઠાકોરજીને પવિત્રું ધરાવીએ છીએ ત્યારે આપણાં હ્ર્દયમાં રહેલા કોમળ અને પવિત્ર ભાવ અર્પણ કરીએ છીએ . વર્ષના ૩૬૦ દિવસની તમામ ભાવાત્મક સેવાઓ પવિત્રાના સ્વરૂપે આપણે શ્રીઠાકોરજીને અંગીકાર કરીએ છીએ, પવિત્રા શ્રી ગુરુદેવને , શ્રી વ્લ્લ્ભકુલને અને વૈષ્ણવોને પણ અર્પણ કરાય છે . શ્રી ઠાકોરજીને અને ગુરુદેવને પવિત્રા ધરી, દંડવત કરી આપણે ધન્ય બનીએ છીએ. ઘણા વૈષ્ણવો ફુલની માળાને બદલે શ્રીઠાકોરજીને પવિત્રા ધરાવે છે.
આપ સૌને પવિત્રા એકાદશીની શુભેચ્છા .

-અશ્વિન શાહનાં સદૈન્ય વંદન
સહ જયશ્રીકૃષ્ણ. –

***

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetans WP-Copyprotect.