Home Blue

Shri Purushottam Mass – Sudan…

 

આજે આ વિષય, રી-પોસ્ટ કરતા ખુશી થઇ રહી છે..  સુદાનમાં અત્યારે શ્રી અધિકમાસ ખુબ જ સુંદર રીતે ઉજવાઈ રહેલ છે અને શ્રી ગોવર્ધનનાથજીને છપ્પન ભોગ ધરાવેલ તથા આ ઉત્સવ ઘરમંદિરમાં જ ઉજવાઈ રહેલ છે, જ્યાં શ્રી ગણપતિજી, શ્રી પુરુષોત્તમભગવાન, શ્રીગીરીરાજજી, શ્રીગોવર્ધનનાથજી, લાલન તથા ગોરમાંની સ્થાપના કરેલ છે.. સાથે વ્રજના ગોપ-ગોપી અને ગૌશાળા પણ બનાવેલ છે..!!  

પદ્મિની-એકાદશીના આપ સહુને જયશ્રીકૃષ્ણ ..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*****

Date – Aug 1, 2007 @ 1:33

..” જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા-કાળ ગુજરાત ” એ કહેવત ને દુનિયા નાં કોઇ પણ દેશ માં વસનાર દરેક ગુજરાતીઓ એ સાર્થક કરી બતાવી છે..અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ ને પણ જીવંત રાખી છે..!..આફ્રિકા ખંડ માં સુદાન નામ નાં દેશ માં પણ અમે ઘણાં ગુજરાતીઓ વસી રહ્યાં છીએ.. અહીં નથી કોઇ મંદિર કે નથી કોઇ હવેલી..કે ના તો કોઇ ઉપાશ્રય – દેરાસર કે ના કોઇ ગુરુદ્વારા ..! એમ છ્તાં પણ અમે બધાં દરેક તહેવાર ખુબ જ ધામ ધુમ થી ઊજવીએ છીએ. ચાહે હોળી હોય કે દિવાળી..૧૫ મી ઑગસ્ટ હોય કે ૨૬ મી જાન્યુઆરી..નવરાત્રી હોય કે દશેરાં…જન્માષ્ટમી હોય કે મહાવીર જયંતી..શ્રી અધિક માસ હોય કે શ્રી પર્યુષણ ..બધા જ તહેવારો અમે બધા સાથે મળી ને ઊજવીએ છીએ… અહીં નાં અન્ય શહેરો જેવા કે પોર્ટસુદાન, કસાલા ઇત્યાદિ શહેરો માં પણ આપણાં ગુજરાતીઓ ઊત્સાહ પુર્વક દરેક તહેવારો ઉજવે છે… અહીં નાની મોટી કોઇ પણ પદવી ભુલી બધાં ભારતીયો હિંદુત્વ નાં રંગે રંગાઈ ને દરેક તહેવાર હોંશે હોંશે ઊજવવા માં પુરો સહકાર આપે છે. જેમ કે અત્રે ની ભારત ખાતા ની એલચી કચેરી નાં વડાં માનનીય એમ્બેસેડર સાહેબ – એમનું કુટુંબ – એમની ઑફિસ નો સ્ટાફ તથા અન્ય ભારતીયો પણ આપણાં ગુજરાતી તહેવારો ઊજવવા માં પુરો સહકાર આપે છે..અને ત્યારે આપણાં દેશ થી-આપણાં સ્વજનો થી જોજનો દૂર હોવા નાં દર્દ નો અહેસાસ જરા હળવો થાય છે.. અહીં વસતાં દરેક ગુજરાતીઓ નાં હ્રદય પરોપકાર-વૃતિ ની ભાવના થી ભરેલાં છે..તમે એક બીજા ને ઓળખતાં ના હો તો પણ તમે કોઇ પણ ગુજરાતી ને મદદ માટે બોલાવો, એ ગમે ત્યાં હશે, ત્યાંથી મદદ કરવા તત્પર રહેશે..!….આ જ તો છે ગુજરાત ની ગરિમા..! અને આ જ છે એક સાચા હિંદુસ્તાની ની ઓળખ ..!.. ‘ સર્વ ધર્મ સમાન ‘ જેની સંસ્કૃતિ છે અને પરોપકાર જેમનો ધર્મ છે એવી અનોખા વ્યક્તિત્વ ની ઓળખ એટલે એક હિંદુસ્તાની..!..આ માટે એટ્લું જ કહેવાનું મન થાય છે….सारे जंहा से अच्छा हिंदुस्तान हमारा ~ मेरा भारत महान !

26978035

***

This entry was posted in Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

36 Responses to Shri Purushottam Mass – Sudan…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Neela Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. vishwadeep says:

    सारे जंहा से अच्छा हिंदुस्तान हमारा ~ मेरा भारत महान !

    we are all abroad and live like brothers & sisters and good binding power . that ia great example of strenth and love of our mother-land.

  2. Veejansh says:

    સાચી વાત! ગુજરાતીઓ ગુજરાતમાં રહીને પણ જો આ બાબતોનું પાલન કરી શકે તો જ સાચી સુગંધ લહેરાશે.

  3. nanku71 says:

    આપ નુ કાર્ય ઘ્નુ સુન્દર છે.
    ગુજરાિત લખ્વા નુ ઘનુ અઘ્રુ છે.

  4. Anonymous says:

    hamama mai kyak vachu hatu …sindhi jode thi mal lai marvadine veche a j to gujarati.

  5. Bhaumik says:

    grt u doing a grt job.
    keep it up.
    JSK

  6. manthan says:

    good work
    keep it up

  7. Tej World says:

    Gujarat na jetlu kahiye e ochhu pade…..

    Jay JAy GArvi GUjarat
    Jay Hind
    Vande Mataram

  8. Mahesh Sheth says:

    Dear Chetna,

    Hats off to you.
    You have done a very good job keep up the spirit and god will give you the best.
    You have done a fantastic awakening for all teens, may god give you the strength
    to continue this work for ever and ever.After your article about us in Sudan I am
    proud to be a member of the gujrati samaj at Sudan.
    Without your permission I have forwarded your article to the President of Hindu
    council of Africa.I hope you will not mind this.
    Please be here for Janmasthmi celebrations and also for the Navratri celebrations.
    Once again proud of you as a member of the Indian samaj.
    Best regards,

    Mahesh Sheth ( President of Indian
    community – SUDAN )

  9. ...* Chetu *... says:

    Shri MaheshBhai,

    Thank you very much for your appreciation and kind words. It is God’s blessings and best wishes from all friends and family that has enabled and encouraged me to carry out such work.

    It is nice of you to recommend this to the hindu council of Africa. Thanks again..!

  10. Rajesh says:

    હલો ચેતનાજી,
    તમારી પોસ્ટ અતિ સુંદર છે. જાણીને ઘણો જ આનંદ થયો કે ત્યાં વતનથી આટલે દૂર રહી ને પણ આપણા ગુજરાતીઓ સાથે રહીને એકબીજાને આટલો પ્રેમ આપી શકે છે. તમારી વેબસાઈટ સુંદર છે. આની ઊપર બીજા લેખ મૂકો તો જરુર આનંદ થશે.

  11. Rajesh says:

    Hello Chetna ji, Jay Shree Krishna,
    Its indeed a great work being done by you. Your effort is beautiful, the photos posted and the videos of shreeji, annakoot etc. is great. May SHREENATHJI bless for your beautiful work.
    Have a nice time ahead.

  12. પ્રફુલ્લભાઈ-ભરતભાઈ & ઘીયા પરિવાર says:

    Jay Shri Krishna & congratulations..!!

    You are the best for this blog,keep it up and up you will be top for religeous site in the world for placing this all in simple words & guiding young generation towards that our Pushti sampraday says.

    let me give you a new name now our sister Chetna H Shah is
    E-MAHAPRABHUJI H.SHAH. As in past Shri Mahaprbhuji has established 84 bethakji for pushtimargiy sampraday & explain Mahatmay of our sampraday and in this E-world my sister Chetna is doing same thing.
    so you are E-MAHAPRABHUJI for current young generation. keep it up & up & up..We all have proud of you & Haninbhai for his support.

    રડવાની મનાઇ છે.!

    Love & Blaessings from GHIYA PARIVAAR – UPLETA – JUNAGADH -(INDIA)

  13. ...* Chetu *... says:

    TO MY PARENTS & FAMILY,
    Thanks you very very much..!

    રડવાની મનાઇ કરી છે છતાં પણ હૃદય ભરાઇ આવ્યું..!

    આપે તો મને એક્દમ મોટી ઉપમા આપી ને, શ્રીઠાકોરજીનાં તેજ્સ્વી અંશ એવાં શ્રીમહાપ્રભુજી જોડે સરખાવી મને ધન્ય કરી દીધી..! પણ ખરેખર શ્રી મહાપ્રભુજીનાં પાવન – શ્રીચરણો ની રજ બનવા નું પણ સૌભાગ્ય પ્રાપ્ત થાય તો પણ જન્મારો સફળ થાય..!

    શ્રીજી કૃપા – શ્રી મહાપ્રભુજીની કૃપા,આપ સહુ વડીલોનાં આશીર્વાદ તથા સ્નેહીજનોની શુભેચ્છા અને સહકાર થી જ હું આ પાવન કાર્ય શરુ કરી શકી છું અને આ કાર્ય માં બની શકશે એટ્લું આગળ વધી હું શ્રી મહાપ્રભુજીનાં પગલે ચાલવા નો પ્રયત્ન જરુર કરીશ ..!..
    …Thanks again..! જય શ્રી કૃષ્ણ ..!

  14. Neela says:

    keep it up

  15. Ganapat Patel says:

    મારે અધિક માસ ની કથા કોમ્પુટર માં સંભાળવું છે.

  16. પ્રિય ચેતુ,
    અગિયારસ ને અધીકા માસ ગોવિંદ બોલો હરી ગોપલ બોલો ……

  17. Ketan Shah says:

    સુંદર સજાવટ. સુંદર દર્શન.

  18. Neela says:

    ફરીથી આટલા સુંદર દર્શન કરાવ્યા બદલ આભાર.

  19. ashalata says:

    સુંદર દર્શન સાથે હારી ગોપાલનો આસ્વાદ કરાવવા માટે ખુબ ખુબ આભાર.

  20. sejal says:

    બહુ જ સરસ દર્શન.

  21. ચાંદ સૂરજ. says:

    બસ દર્શન કરી, મનને ઓટલે બેસી, અંતરને ઓવારેથી ચૂંટેલાં આભારપુષ્પો પ્રદાન કરીએ.

  22. Diker Bhatt says:

    Dear ચેતના
    આપનું નામજ આપનું કાર્ય સાર્થક કરે છે. પણ તમે પ્રભુ નામ રસ પીઓ છો
    ને બધાને હજારો માઈલ દુર પાઓ છો. આપની પોસ્ટ જોઇને અમે તો ખુબજ
    ભાવવિભોર થઈ એ છે.ને તે પણ સુદાન જેવા દેશ માં, ખરેખર અભિનંદન
    ને પાત્ર છે.
    દીનબંધુ

  23. VIPUL "RAAZ" says:

    સો – સો સલામ સરસ કામ કરી રહ્યા છો ચેતનાબેન આપ ગુજરાત બહાર રહી ને ગુજરાત ને સુવાસ ફેલાવી આપે બસ િનરંતર આવું જ ઉમદા કામ કરતા રહી ને ગરવી ગુજરાત ને યાદ કરી રહ્યા છો વાર તેહ્વારે તે બહુજ સારી વાત છે
    િવપુલ ભાઈ

  24. jignesh shah says:

    જય શ્રી કૃષ્ણ, ખરેખર શ્રીજી ના દર્શન થી આજે ધન્ય થઇ ગયો. ચેતનાબહેન તમારી મહેનત અને ઉત્સાહ થી આવું સરસ કાર્ય થઇ શક્યું છે ….હૃદય ની ભાવના ને હું અહિયાં શબ્દો માં વર્ણવી શકતો નથી.

    keep it up.
    thanks
    Jignesh & Rupa

  25. Shilpa Gajjar says:

    વ્હાલા ચેતનાબેન
    “નાચવું હોયને તેને વાંકું આંગણું પણ ચાલે ” એ મારી કહેવતને તમે સાચી કરી તે બદલ ખુબ ખુબ અંતર ના અભિનંદન …
    ઘરે બેઠા પણ તમારા થકી અમારા ઠાકોરજી અમારા પર કેવો અનુગ્રહ દાખવે છે! ધન્ય છું પ્રભુ ધન્ય છું તમારા દર્શનથી !!!!!! તમારો અતિ આભાર ચેતનાબેન!

  26. chetu says:

    મિત્રો …

    આ બધી શ્રીજી- કૃપા છે ..! સુદાન ભારતથી ઘણું દૂર છે.. પરંતુ સુદાનમાં રહેતા ભક્તો શ્રીજીથી દૂર નથી …!! અંતરનો ભાવ સ્થળ કે સવલત નથી જોતો…! ભારત, લંડન, અમેરિકા કે દુબઈ જેવી સુવિધાઓ અહીં ન હોવા છતાં ભક્તોની ભાવ પૂર્ણ ભક્તિ અને ગુજરાતી સમાજનો સહકાર આ પાવન કાર્યનું નિમિત્ત બનેલ છે ..!!

  27. dharnidhar says:

    પદ્મિની-એકાદશીના આપને પણ જયશ્રીકૃષ્ણ. આપે કરેલ વર્ણન વાંચીને સુદાનની મુલાકાત લેવની ઇચ્છા થઇ જાય છે.

    આપ વિડીયો ઉતારીને કે ફોટોગ્રાફી કરીને અમને તેનો લાભ આપી શકોતો વધુ આનંદ આવશે. શક્ય હોય તો જરુર લાભ આપવા વિનંતી.
    નાનકુ૭૧ ગુજરાતીમા લખવું હોયતો પ્રમુખ ટાઇપ પેડ ડાઉન લોડ કરી લો. ખુબ મજા પડ્શે.

  28. dharnidhar says:

    ધીરજના રાખી શક્યો એટ્લે વિનંતી કરી હ્તી માફ કરશો. શ્રીજીના દર્શન થૈઇ ગયાં.

  29. Haresh says:

    જય શ્રી કૃષ્ણ, આભાર હ્રદય આનદથી નાચી ઉઠીંયુ.

  30. Ramesh Patel says:

    ભારતીય ઉપાસના પધ્ધતિ પરમ શાંતિ અર્પે છે.આપના સત્સંગથી એક
    વિશ્વ ચેતના રમે છે .અભિનંદન
    રમેશ પટેલ(આકાશ દીપ )

  31. તન ભલે પરદેશ હો, મન મહેકવું જોઈએ
    સંપત્તિ કેરા નશાથી ના બહેકવું જોઈએ,
    ભાઈચારો, લાગણી હો, વસુધૈવ કુટુંબકમ્,
    ગુજર્રીની મ્હેંકથી ઘર-ઘર મહેંકવું જોઈએ.
    🙂
    ચેતનાબેન, મેં તો લખ્યું પણ તમે સાર્થક કર્યું … સુદાન હો, લંડન હો કે ભારત, તમારો સત્સંગ અને સાહિત્ય પ્રેમ અકબંધ રહે છે એ ખરેખર આનંદની વાત છે. તમારી પ્રગતિ અકબંધ રહે એ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.

  32. chetu says:

    આભાર દક્ષેશભાઈ તથા સર્વે મિત્રો ,
    આપ સહુનો સાથ સહકાર આમ જ મળતો રહે એવી અભ્યર્થના.

  33. KALPANA SHAH says:

    જય શ્રી કૃષ્ણ. આભાર .સુદાન વિશે વાચિયું . આનંદ થાય .
    jay shree krishna. sudan visha lakhna sares cha. vachi anad thyou.
    lot of time open the samnvay.

  34. Prakash Thadeshwar says:

    Wah khubaj sundar rajuaat .. Punya Maas Shri purushottam Maas Ni sachot jaankari prapt thai..
    Purushottam ma jetlu shri Hari nu naam lyo eenu anek ganu fal prapt thay chhe.. Farithi 2015 ma aaje purushottam Maas mahina ma prastut karva badal khub abhaar.. Vaishnav jano me Jai Shri Krishna ane Om namo bhagavate vasudevaay..
    -Prakash Thadeshwar(Soni)

  35. Ketan Shah says:

    Jai Shree Krishna
    Good job done