Home Blue

Sakhi Sambhal…

( રાગ-આવ્યાં શ્રી યમુનાજીના નોતરા ને..)

“સખી સાંભળ વાતલડી”
આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
આજે યશોદા બની ને “યદુનાથજી” ને વ્હાલ કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
ગોપી બની ને “ગોવર્ધનજી” માટે સામગ્રી સિધ્ધ કરવા મન થાય

સખી સાંભળ વાતલડી
દહિંથરૂ બની ને “દેવદમનજી” ને પુષ્ટ કરાવવાનું મન થાય

સખી સાંભળ વાતલડી
માખણ બની ને “માખણચોર” ના હોંઠ ને સ્પર્શવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
આજે ગોપ બની ને “ગોપાલ” સાથે મને ગોઠડી કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
આજે ગાય બનીને “ગોવિંદ” સાથે મને વનમાં જવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
મર્કટ બનીને “મોહન” સાથે મને ખૂબ કૂદવાંનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
ગિરિરાજ શીલા બની “શ્યામસુંદર” ની ગાદી બનવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
આજે નિકુંજ બની ને “નિકુંજનાયક” માટે ફૂલડા બનવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
કમળકળી બની “કેશવરાયજી”ના હાર માં ગુંથ્થાવા નું મન થાય રે

સખી સાંભળ વાતલડી
વ્રજલત્તા બની “વનમાળીજી” સાથે ઝૂલા ઝૂલવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
નવલપોયણી બની “નવલકિશોર” સાથે નૌકાવિહાર કરવા મન થાય રે

સખી સાંભળ વાતલડી
આજે નંદ બની ને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
આજે મધુસુદન બની “મધુસુદનજી” ના ગુણલા ગાવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
મોર બનીને માધવ સાથે મને “રાધાજી” ને રીઝવવાનું મન થાય

સખી સાંભળ વાતલડી
રાધા બનીને “રાધારમણજી” સાથે રાસે રમવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી
આજે નંદ બનીને “નંદનંદન” સાથે વાત કરવાનું મન થાય રે

સખી સાંભળ વાતલડી…

-પૂર્વી મલકાણ મોદીના જયશ્રીકૃષ્ણ

***

This entry was posted in Bhajan - ભજન, Others. Bookmark the permalink.

bottom musical line

8 Responses to Sakhi Sambhal…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. ગીત ગવાયું હોત તો ? સરસ શબ્દો છે ! આભાર !

  2. pragnaju says:

    ખૂબ સરસ મધુરા ભાવનુ ભજન

    જયશ્રીકૃષ્ણ

  3. Ketan Shah says:

    સુંદર ભજન .. ભાવ ભરી રચના
    જય શ્રી કૃષ્ણ

  4. kalpana shah says:

    jsk. geet sares chee. vchee anada thayoo,

  5. indushah says:

    સરસ ભજન છે

  6. asif jeiya says:

    Hi wah wah kya bat he

  7. મિસીસ જૂનેજા says:

    બહુ સરસ છે આ પદ્ય . આ કૃતિને મળેલા એવોર્ડ બદલ અભિનંદન

  8. મિસીસ જૂનેજા says:

    પણ હજી થોડી લાઇન મૂકી નથી જો પૂરેપુરી લાઇન મૂકી હોત તો વધુ સારું હોત