Home Blue

Rathyaatra…

IMG-20150618-WA0122

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારત ભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.

કથા:

ભગવાન કૃષ્ણ તેમના ભાઇ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનુ નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલ્યા, જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ના પ્રવેશે તો હું કહુ. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ના દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજાપર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યુ કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને, આ રૂપ ત્રેતાયુગમા જગતને બતાવવાનુ વચન આપ્યુ.

(આ કથા ”ગર્ગ સંહિતા”માંથી છે.)

ભારતમાં રથયાત્રા :

રથયાત્રા, જગન્નાથ મંદિરનું પટાંગણ, જગન્નાથપુરી.ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.

ભારત બહાર રથયાત્રા :

લંડનનાં ગ્રીન પાર્ક સ્ટેશન પાસેથી પસાર થઇ રહેલી રથયાત્રા, ઇ.સ. ૨૦૦૮ભારતની બહાર પણ અનેક દેશોમાં છેલ્લાં ચાલીસેક વર્ષથી રથયાત્રોનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લૉસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત, ઇંગ્લેંડનાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા પેરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટ, વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન્ દ્વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રાઓ પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શની-રવી વારે યોજવામાં આવે છે, અને તે કારણે હંમેશા અષાઢી બીજને દિવસે યોજાય તેમ નથી બનતું.

જાણવા જેવું :

જગનાથ પુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે.

આ રથોની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે.

પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી.

રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.

અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો (૩૦,૦૦૦-૪૦,૦૦૦) કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે.

પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે.

અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ ‘જગરનોટ’ (Juggernaut), જગન્નાથપુરીનીં રથયાત્રા પરથી લેવામાં આવેલ છે.

સ્ત્રોત -વિકિપીડિયા

***

This entry was posted in Others, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

10 Responses to Rathyaatra…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Ramesh Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Harihar says:

    JAI JAGANNATH

  2. ચેતનાબેન,
    રથયાત્રા વિશે ઘણી સરસ માહિતી આપી. ખાસ કરીને ગર્ગ સંહિતામાંથી ટાંકેલ કથા વિશે માહિતી ન હતી, તેથી જ્ઞાન વધારવા આભાર. ગુજરાતમાં, અને ખાસ કરી અમદાવાદમાં રથયાત્રા ધાર્મિક એકતાનું પ્રતીક બની ઘણાં વરસોથી નીકળે છે. જો કે વચ્ચેનાં કેટલાક વરસોમાં એને પણ કોમી અશાંતિનો એરુ આભડી ગયેલો…
    જય રણછોડ ! જય જગદીશ !

  3. dilip gajjar says:

    ચેતુજી, સુંદર માહિતી આપી રથયાત્રા આંખ સામે તરવરતી થઇ ગઈ મને ..ભગવાન નગરમાં સ્વયં ફરવા નીકળે અને બધું જુએ આ કલ્પના જ ગલગલીયા થવા લાગે..તેવી સુંદર છે ..

  4. Jayendra Thakar says:

    ચેતુજી, રથયાત્રા માટે ગર્ગ સંહિતામાંથી સુંદર માહિતી આપવા બદલ આભાર.

  5. Ramesh Patel says:

    સુંદર કથા …ભક્તિમય વાત .
    ખુબા જ ગમી .

    રમેશ પટેલ (આકાશદીપ)

  6. મહેન્દ્રસિંહ પઢિયાર 'મરમી' says:

    વાંચકોને સરસ માહિતી આપી……………….

  7. Maheshchandra Naik says:

    શ્રી ચેતનાબેન ,
    જયશ્રી કૃષણ, જય રણછોડ , પૌરાણિક વાત અમારા સુધી લી આવવા બદલ આપનો આભાર ………………………………..

  8. Ketan Shah says:

    જયશ્રી કૃષણ

  9. ચેતનાબેન ,,,,અમેરિકા આવ્યો તો જુન ૨૯ નાં દિવસે ….તમારા બ્લોગ પર આવી આ રથયાત્રા વિષે આજે વાંચી આનંદ થયો ….હું જ્યારે કટકમાં રહી ભણતો હતો ત્યારે પૂરી જઇ રથયાત્રા જોવાનો લ્હાવો મળ્યો હતો….આજે એ વિષે વાંચી ખુશી ….
    Dr. Chandravadan Mistry (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you to Chandrapukar…when possible !..It was nice personally talking to you on the Phone. Hope all well in the Family in England & India.

  10. Rashmilodhiya says:

    રથયાત્રા વિષે ઘણું જાણવા મળ્યું. અભાર.