કવિશ્રી હરિન્દ્ર દવેની સુંદર રચના જે મને અતિપ્રિય છે, તેને મેં સ્વર આપવાની કોશીશ કરી છે .. આશા છે આપને ગમશે.. !
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
( આ ગીતનું ઓડિયો-મિક્ષ રૂપાંતર કરવા બદલ મિત્ર શ્રીજતિનભાઈ (લંડન)નો ખૂબ ખૂબ આભાર.)
મારી એક્દમ પ્રિય આ રચનામાં, કવિએ નાયિકાના હૈયામાં રહેલ પ્રેમને, યાદ રૂપે પ્રગટ કરેલ છે… પરંતુ બીજી રીતે એમ જ સૂચવે છે કે, કણ-કણમાં ભગવાનની અનુભૂતિ કરનાર ભક્તની જેમ જ, એ કાવ્યમાં દર્શાવેલ દરેક પ્રતિકની સાથે પ્રિયતમના આભાસને મહેસુસ કરી રહી છે…
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં…
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં…
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં…
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં…
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં…
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…
તમે યાદ આવ્યાં…તમે યાદ આવ્યાં…તમે યાદ આવ્યાં…!
***
વાહ કહ્યા વિના ચાલે તેમ જ કયાં છે ,બહેના ?
અવાજની મીઠાશ ગળે ઉતરી જાય એવી છે.
તમારો આભાર ને તમને અભિનંદન .જય શ્રી કૃષ્ણ .
બહુજ સરસ અને મધુર અને જાતિન ભાઈ એ બહુજ સરસ મિક્ષ કર્યું છે.
અભાર અને અભિનંદન વ્યક્ત કરું છું.
અતિ સુંદર અને અતિ મધુર
અહા….બહુ જ સુંદર …મજા આવી ગઈ.
chetnaben, very good selection of song and great attempt as well. enjoyed it …
મજા આવી ગયી
ચેતુબહેન, સુંદર ગીત ગાયું આપે અને મધુર અવાજ સાથે ..ખુબ જ આનંદ થયો…આપ ગાતા જ રહો એ શુભેચ્છા સાથે …
આપ સહુ નો ખૂબ આભાર …
સરસ ગીત યુ ટ્યુબ પર યેસુદાસ નું ગીત મને દરિયો સમજી ને પ્રેમ કરતી નહિ જોયું હતું શોધી આપ નાં બ્લોગ પર મુકશો તો અવશ્ય આનંદ થશે જયશ્રી કૃષ્ણ
વાહ!વાહ!ખુબ જ સુંદર ……..ઈશ્વરે આપેલ ગીફ્ટ નો સરસ સદુપયોગ કરો છો ખુબ ખુબ આગળ વધો તેવી શુભેચ્છાઓ ……
ખૂબ ખૂબ આભાર શ્વેતા ..!!