Home Blue

Mara Vhalane../ Nandbawa ne..

***

શ્રીકૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે નંદ-યશોદા, રાધા – ગોપીઓ અને વ્રજવાસીઓને થયેલ દુ:ખ અને એમનો વિલાપ, ભગા-ચારણની આ રચનામાં દર્શાવેલ છે.. ઉદ્ધવજી પાસે કરેલી ફરિયાદ – વિનંતી બધું જ એકદમ દર્દ ભર્યું છે ..!!..જાણે એ લોકોની તો દુનિયા લુંટાઈ ગઈ ..!! કોઈ ને ખાવાપીવાના હોશ નથી..બસ.. કૃષ્ણને યાદ કરીને દિવસો વિતાવે છે.. પ્રાર્થના કરે છે કે, કૃષ્ણ કહે એમ કરીશું પણ બસ કૃષ્ણ પાછા આવે ..!!

( આ વિરહ વ્યથાને ક્યારેક આપણે ”ગોપીગીત”માં સાંભળીશું..જે એકદમ કરૂણરસથી ભરપૂર છે.. )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી…હે મનાવી લેજો રે…
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી…માને તો મનાવી લેજો જી..!

મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..

એ ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કે’જો જી..
માને તો મનાવી લે’જો રે…મારા વ્હાલાને વઢીને કે’જો જી..!

એકવાર ગોકૂળ આવો, માતાજીને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..હે ઓધાજી એમ મારા વ્હાલાને…

વ્હાલાની મરજીમાં રહેશું, જે કહેશે તે લાવી દેશું,
કુબજાને પટરાણી કે’શું રે….હે ઓધાજી એમ મારા વ્હાલાને…

તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા ધારણ,
હે ગુણ ગાય ભગો ચારણ…હે ઓધાજી એમ મારા વ્હાલાને…

સરખી સાહેલી સાથે, કાગળ લખ્યો મારા હાથે,
વાંચ્યો નહીં મારા નાથે…….હે ઓધાજી એમ મારા વ્હાલાને…

મથુરાને મારગ જાતા, લૂંટી તમે માખણ ખાતા,
તોડ્યા કેમ જુના નાતા રે……હે ઓધાજી એમ મારા વ્હાલાને…

હે માને તો મનાવી લેજો રે…
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી…માને તો મનાવી લેજો જી..!

***

***

ગોપીઓએ તો સહેલાઈથી કહી દીધું ..કૃષ્ણ અમને ભૂલી ગયા.. પરંતુ ક્યારેય ગોપીઓએ કે આપણે, કૃષ્ણને થતી વિરહ વ્યથાની અનુભૂતિ કરી ? મથુરામાં એમને તો ફરજ નિભાવવા – જવાબદારી પૂર્ણ કરવા જવું પડ્યું .. પરંતુ શું એમનું હૈયું એમની પાસે હતું ? એમને કશુંય યાદ નહિ આવતું હોય ? કૃષ્ણ અમને ભૂલી ગયા એ કહેવું સહેલું છે પણ ..એ તો કાન્હાની જગ્યાએ, આપણી જાતને મુકીને, તેના હૈયામાં ઉતરીને વિરહની અનુભૂતિને મહેસુસ કરીએ, ત્યારે સમજાય કે એમની હાલત કેવી હતી ..!

ખરેખર, આ બંન્ને ગીતો જ્યારે પણ સાંભળીએ.. અશ્રુઓ વરસી પડે..!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નંદ બાવા ને માતા જશોદાજી સાંભરે, મમતા મોટી મારી… રહી ગઇ ગોકુળમાં

સોના રૂપાના અહીં વાસણ મજાના, કાંસાની થાળી મારી… રહી ગઇ ગોકુળમાં

છપ્પન ભોગ કેવા સ્વાદના ભરેલા, માખણ ને રોટી મારી… રહી ગઇ ગોકુળમાં

હીરા મોતીના હાર મજાના, ગૂંજાની માળા મારી… રહી ગઇ ગોકુળમાં

હીરા માણેકના મુકુટ જડેલા, મોરપીંછ પાઘ મારી… રહી ગઇ ગોકુળમાં

હાથીને ઘોડા ઝુલે અંબાડિયે, ગોરી ગોરી ગાવડી મારી…રહી ગઇ ગોકુળમાં

સારંગીના સૂર ગુંજે મજાના, વહાલી મારી વાંસળી… રહી ગઇ ગોકુળમાં

રાધાજીને એટલું કહેજો ઓધવજી, અમી ભરી આંખ મારી… રહી ગઇ ગોકુળમાં

નંદ બાવા ને માતા જશોદાજી સાંભરે, મમતા મોટી મારી… રહી ગઇ ગોકુળમાં

મમતા મોટી મારી… રહી ગઇ ગોકુળમાં
મમતા મોટી મારી, રહી ગઇ ગોકુળમાં..મમતા મોટી મારી, રહી ગઇ ગોકુળમાં..!!

***

This entry was posted in Bhajan - ભજન, Others, Stuti - સ્તુતિ. Bookmark the permalink.

bottom musical line

22 Responses to Mara Vhalane../ Nandbawa ne..

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Dipti Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Shilpa Gajjar says:

    કાહ્નાના વિરહની વેદના ખુબ સુન્દેર આલેખી છે. મારા હૃદયને ખુબ સ્પર્શી ગયી ……. જયશ્રી કૃષ્ણ ચેતુબહેન!

  2. પ્રેંમ પોતાનાથી પણ વધુ જયારે પ્રભુ સાથે થાય ત્યારે આ હક્ક મળી જાય છે ….ને આવા સંદેશા મોકાલીશકાયા !
    ગીતા રાજેન્દ્ર

  3. Ketan Shah says:

    સુંદર આલેખન ચેતનાબેન

    હીરા માણેકના મુકુટ જડેલા, મોરપીંછ પાઘ મારી… રહી ગઇ ગોકુળમાં
    મારા પ્રિય ભજન

  4. Ullas Oza says:

    અમારા બહુજ ગમતા ગીતો જે ફરીફરી સાંભળવાનુ મન થાય.
    અભિનંદન અને આભાર.
    યોગિની – ઉલ્લાસ

  5. ધરણીધર ઠાકોર્ says:

    ખુબ સુઁદર.

  6. pragnaju says:

    પ્રભુકૃપાને માટે પાત્ર થઈએ ત્યારે આવી વિરહ વેદના મળે પછી તો અહં ચૂર ચૂર થાય
    અને તેની ઝાંખી થાય..
    લતાજી એ ગુજરાતીગીતો પણ ગાયા છે. જેમાં ભાવવાહી શ્રેષ્ઠ ગીતોમા આ ગીતો ગણાય છે.
    માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે…..
    દીકરી તો પારકી થાપણ કહેવાય ….
    વૈષ્ણવ જનતો ….
    હે કાનુડા તોરી ગોવાલણ …
    અને દેહોજી ભગત તો પામેલા -દેહોજીનું પંડ્ય આહિર માલધારીનું. પશુપાલન એનું ઉદર ભરે. દેહોજી ભગત તરીકે પંકાય. દિ’ આખો ગવતરિયું ચારે, સાંજ પડ્યે હરિહરનો સાદ પાડે. અભ્યાગતોને રોટલા ને ઓટલો આપે, રાત પડ્યે એની આંગળીનું ટેરવું એકતારા ઉપર રમે, એમાંથી અલખને જગાડતા સૂર છૂટે, ગરેડી જેવા ગળામાંથી ઠાકરને ઠપકો દેતાં વેણ વહે …
    ‘મા’રા વાલાને વઢીને,
    કહેજો જી રે
    મથુરાના રાજા થયા છો
    ગોવાળોને ભૂલી ગયા છો.’
    આમ ધર્મના વાડા વીંધીને તેણે માનવધર્મના કેડા પાડી જાણેલા. એવા દેહાજી ભગતની નામના ભગત તરીકે આખા કાઠીયાવાડના કોટકાંગરે ઝગારા મારે…

  7. jayendra Thakar says:

    સુંદર ગીતો/ભજનો. ભાવથી હૃદય ભીંજાઈ ગયું.

  8. Rajul Shah says:

    રાધા અને ગોપીઓની વિરહ વેદના થી તો કોણ અજાણ છે? પણ આજે તો કાન્હાની વેદના મનને સ્પર્શી ગઈ.

  9. falguni sheth says:

    ચેતનાબેન, જાય શ્રી કૃષ્ણ.
    ખુબ જ સરસ મન ગમતા ભજન છે. નંદ બાવા ને માતા જસોદા જી સાંભરે એ મન ગમતું ભજન છે. ગોપી ની વિરહ ની વેદના એ હદ્રય ને સ્પર્શી જાય એવીછે.

  10. Rajnikant M. Raval says:

    ચેતનાબેન,
    નમસ્કાર. શ્રીનાથાજીસે મિલનેકા વડે આપનો પરિચય થયો હતો.નાન્દાબાવા વડે ભારતમાં પહોચી ગયો.તમારા પોસ્ટ થી ઘણો સંતોષ મળે છે.તમારી ધાર્મિક અને અધ્યાત્મિક સેવા વંદનીય છે.
    જય શ્રી કૃષ્ણ. રજનીભાઈ.

  11. neeta kotecha says:

    બંને મારા ખુબ ગમતા ભજન.. એમાં પણ નંદબાવા ને માતા યશોદાજી સાંભરે..એ તો અતિ પ્રિય..જેટલી વાર સાંભળીયે આંખમાં થી અશ્રુ ક્યારે વહેવા લાગે ખબર જ ના પડે…gr8888 છો તમે, નીલા દીદી, બધા ..કે અમને આવા સરસ ભજન સંભળાવો છો અને પ્રભુની સમીપ રાખો છો..

  12. Dipti says:

    અતિ સુંદર !!

  13. Neela says:

    બન્ને મારા ગમતા ભજન છે.

  14. Ramesh Patel says:

    ભક્તિરસમાં ભીંજાયા .
    મધુરતા ભર્યું .મનને અનહદ આનંદ થયો.
    રમેશ પટેલ (આકાશદીપ)

  15. mahesh paleja says:

    જંય શ્રીક્રાશના ખુબ મજા આવી ગયે

  16. mahesh paleja says:

    જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ ગીત છે મનને અનહદ આનંદ થયો .

  17. SHEELA PUNJABI says:

    JAI SHRI KRISHNA.ONE OF MY FAVOURITES,

  18. Mina Shah (LA) says:

    ખુબ સુંદર ભજન છે. વિરહ ની વેદનામાં અશ્રુ ભીની આંખડી થઇ ગઈ અને
    વારંવાર સામ્ભરવાનું મન થાય છે.
    આવા સુંદર ભજન નો થાળ પીરશવા બદલ આભાર.
    જય જય શ્રી ગોકુલેશ.

  19. Yogesh Chudgar-Chicago-US says:

    આ બંને વિરહ ગીતો કહો કે ગોપીઓ અને કાન્હાની ભક્તિના ગીતો કહો, આંખો ભીની કરી દે તેવી આ રચનાઓ વારંવાર સાંભળ્યા કરું છું અને ઠાકોરજી ને મનોમન પ્રણામ કરું છું.

    આવી રચનાઓ પ્રસ્તુત કરવા બદલ ધન્યવાદ.

  20. Chetu says:

    મિત્રો .. આપ સહુ સાથે આ આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું એ શ્રીજીકૃપા જ છે ..!! જયશ્રીકૃષ્ણ ..

  21. પ્રિય ચેતનાદીદી ….નમસ્કાર.
    આપના મૂકેલા સર્વે ગીતો અતિ
    મોહક હોય છે.જ .જય શ્રી કૃષ્ણ !