શબ્દ રચના: જીતેન્દ્ર પારેખ
સ્વર નિયોજન : નિખિલ જોષી
સ્વર: પાર્થિવ ગોહિલ – દિપાલી ભટ્ટ
મ્યુઝીક આલ્બમ : ‘મોરપિચ્છ -૧’
સંપર્ક : joshinikhil2007@gmail.com
[www.nikhiljoshi2007.blogspot.com]
આજે પ્રસ્તુત છે, જીવનને મંગલમય બનાવી દેતા, મંગલ સ્વરરૂપ શ્રીજીબાવાની મંગલમય સ્તુતિ…!!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સિતાર, બંસરી, મંજીરા ..વિગેરે દ્વારા શ્રી નિખીલભાઈનું મંગલ સંગીત … શ્રી પાર્થિવ ગોહિલ-દિપાલી ભટ્ટ-સાથીઓનો મંગલ સ્વર… શ્રી જીતેન્દ્ર પારેખનાં મંગલ શબ્દોનાં સમન્વયની આ મંગલ સરગમ .. સાંભળતા જ મનને મંગલ સ્વરૂપ શ્રીજીમય બનાવી દે છે…!..
થોડા સમય પહેલા, શ્રી નિખીલભાઈનાં સુંદર સ્વરાંકન દ્વારા રીલીઝ થયેલ, એમના આલ્બમ મોરપિચ્છ માં સંગ્રહિત, આ સ્તુતિ મોકલવા બદલ, સમન્વય એમનું આભારી છે…
મંગલ જોઈ મુખડું તારું, રૂદિયે થાતું મંગલ મંગલ
કરશું રૂડાં કામ તમારા, જીવન થાશે મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી..
રૂદિયે રોપી શણગાર તમારો, ત્યજશું જીવનના શણગાર
ગાઈ મંગળા જગાડીએ રે, જગન્નાથ હે પાલનહાર
તમેય જાગી કરો પ્રભાતે, આ સૃષ્ટિને મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી..
સ્વરૂપ નિહાળી તુજ મંગળાનું, ભૂલ્યા અમે તો જો આ ભાન
મનડું મારું મોહ્યું છે તે, કામણગારા વ્હાલા કાન
ભવસાગર આ તારી દેજો, દર્શન દેજો મંગલ મંગલ
શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી…
.
શબ્દો ની ખુબ સરસ માવજત સાથે નુ સુંદર કિર્તન ,’ચેતના’ શ્રી ઠકોરજી ને જગાડવા માટે ની સરસ રચના મુકવા બદલ આભાર્.
ખુબ જ સુંદર અને મધુર સ્તુતિ… ધન્યવાદ
JAI SHRI KRISHNA TO EVERYONE. VERY NICE BHAJAN.
પહેલા માત્ર હાઈવે પર ઢાબા પર કે નાનેી ચાનેી દુકાન પર ભજન સાઁભળી આનંદ થતો. હવે નેટ ની મદદથી સુંદર ગુજરાતી સંગીત સાંભળવા મળે છે. થેન્ક યુ ચેતનાબેન્….
માનનિય,
એક્દમ મધુર અને કર્ણપ્રિય ગીત.ગાયકો,ગીતકાર અને સંગીતકાર ને ઘણાજ અભિનંદન.
પ્રભુલાલ ભારદિઆ
ક્રોયડન,યુ.કે.
સુંદર શબ્દો, મધુર સંગીત, કર્ણપ્રિય સ્વર
Having heard Parthiv Gohil on Zee TV – SA RE GA MA PA I have become one of his many fans… He is a superb singer with lilting melodious voice. Would like to hear more of him. મજા આવિ ગઇ….વ્હા પર્થિવ
પ્રફુલ ગજ્જર્
ક્રોયડ્ન યુ.કે.
મ ન ને અ નન દિ ત ક રિ દિ ધુ, ખુ બ જ મ ધુ ર સ્વ ર અ ને શ બ્દો લા ગ્યા. વા હા વા હા .
ઘણા વખત પછી આટલુ સરસ ભજન સાંભળીયુ..ઘણો ઘણૉ આભર
દિકરી ચેતના,
કાના ના તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે.ભક્તિ રચનાઓ કરવા ચાહું તો કાના સિવાય કોઇની ન કરી શકું.સુંદર ભજન સંભળાવ્યું.
અસ્તુ
અહિ સર્વ મિત્રોએ જે પ્રતિભવ આપ્યા એ બદલ એમનો આભાર.
–નિખિલ
i will place some more music of mine on shreenathji here very soon. thank you chetnaji.
–nikhil joshi
અનુક્ર્મણેીકા મુજબ સાંભળેી સકાય તેવુ ક્ંઇક થા તોખુબ આન્ંદ આવે!!!!!!!!!!!!!
Jai Shree Krushna
I don’t know how to thank you.I suggested my 50 contacts.Best webb site I ever visited.
it’s very nice for magla time to listen & get atteched to shriji
thanks
rup
JSK
અતિ સુંદર શ્રી જી ને જગાડવાની ધૂન છે. આભર .