Home Blue

Kya chhe kano…?

***

થોડા સમય પહેલાં જ માનનીય દેવિકાબેન ધૃવનો પરિચય અને એમની રચનાઓ આપે અનોખુંબંધન પર માણી..

આજે એમની એક રચના, શ્રાવણ મહિનામાં કાન્હાને શોધી રહી છે..!!

***

શ્રાવણનો આ સરતો મહિનો, પણ ક્યાં છે સૌનો કાનો ?
ગોતી ગોતી થાકી આંખો, નથી દેખાતો યમૂનાનો કાંઠો….

વસુદેવ ને દેવકી લઇને આવે જેલની યાદો,
નંદ-જશોદા બાંધી બેઠા ક્યારનો મનમાં માળો,
શોધી શોધી થાકી આંખો, નથી દેખાતી ગોકુળની ગાયો…..

લાગણીઓ તો લળી લળીને રમતી કેવા રાસો,
ઉજાગરાએ માંડ્યો હવે, આ રાતનો અહીં વાસો,
ગોતી ગોતી થાકી આંખો, નથી દેખાતો મનમંદિરનો માધો……

ખોટી મટકી,માખણ લઇને, ગોરસ વહેંચુ ઘાટો,
નીકળ હવે તો બહાર છબીની, તોડ પીડાની વાડો,
શોધી શોધી થાકી આંખો, નથી દેખાતો જશોદાનો જાયો…..

ખુબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,
છાને પગલે આવી આવી, સ્પર્શી લે સ્નેહથી વાંસો,
ગોતી ગોતી થાકી આંખો, નથી દેખાતો વ્રજનો વ્હાલો;

શ્રાવણનો આ સરતો દા’ડો,પણ ક્યાં છે સૌનો કાનો ?
શોધી શોધી થાકી આંખો, નથી દેખાતો છેલછોગાળો….

***

This entry was posted in Bhajan - ભજન, Others. Bookmark the permalink.

bottom musical line

4 Responses to Kya chhe kano…?

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Kartika Desai Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    ખૂબ મધુરુ ભજન

  2. જય શ્રી કૃષ્ણ.આજનો દિન શ્રાવણી હેલી સભર ખુશનુમા હો.
    ભજન કર્ણપ્રિય ને મધરું છે,,,

  3. Deejay says:

    કોમ્પુટરની ગરબડ કે ગમેતે કારણો વસાત મધુર ભજન સાંભળી નહી શકાય તેવું લાગેલ પણ છેવટે સાંભળી શકાસે તેવું લાગ્યું.આભાર.

  4. urvi says:

    બહુ સુંદર દેવકી બહેન