સમન્વયની સર્જન તિથી નિમિત્તે આજે આંગણે રૂડો અવસર હોય ને સાથે સત્સંગ હોય ત્યારે આપ સહુની હાજરી ના હોય એવુ બની શકે ?
આજે તો આપ સહુએ હાજરી આપવી પડશે .. સત્સંગમાં આવવું પડશે…!
સ્વર – નિધીબેન ધોળકિયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
જેવી મોગરાની માળા, એવા રણછોડરાય રૂપાળા, દર્શન કરવા પડશે, ભજનમાં આવવું પડશે
જેવા રણછોડરાયના હાથ, એવા ગોમતીજીના ઘાટ, ઘાટે ન્હાવું પડશે, ભજનમાં આવવું પડશે
જેવી રણછોડરાયની ધજા, એવી ભક્તિમાં છે મજા, મજા માણવી પડશે, ભજનમાં આવવું પડશે
જેવા ગોમતીજીનાં પાણી, એવી સંતજનોની વાણી, વાણી સાંભળવી પડશે, ભજનમાં આવવું પડશે
જેવા જમુનાજીનાં નીર, એવા સુભદ્રાના વીર, વીરને નિરખવા પડશે, ભજનમાં આવવું પડશે
જેવી ડાકોર રૂડી નગરી, દેજો સત્સંગમાં સૌ હાજરી, હાજરી આપવી પડશે, ભજનમાં આવવું પડશે
જેવા ડાકોર ગામના પાદર, એવા રણછોડરાયના આદર, આદર કરવા પડશે, ભજનમાં આવવું પડશે
જેવી મોગરાની માળા, એવા રણછોડરાય રૂપાળા, દર્શન કરવા પડશે, ભજનમાં આવવું પડશે
***
સ્વરાંજલી
અહેસાન મેરે / એક દિન / ઈશારોં ઈશારોં
Related Pages :
સમન્વયની સર્જનતિથીએ સ્નેહભરી સ્વરાંજલી
મારા હૃદયની ધડકાનો છે પ્રભુને બંધન
આખો મીચી તો થયા તેના દર્શન.
aaje agiyaras – anokhubandhan
સમન્વયની સર્જન તિથી નિમિત્તે ધન્યવાદ
આવી જ પ્રભુકૃપા વરસતી રહે
સમન્વયની તૃતીય વર્ષ તિથી નિમિત્તે ખુબ જ આનંદ સાથે અભિનંદન..આપ ભક્તિ રસ સંગીત અને સાહિત્યના સુરીલા ઝરણા વહાવતા રહ્યા છો અને વહાવતા રહો એજ અભિલાષા ..
ખુબ ખુબ ધન્યવાદ ચેતનાબેન …….સમન્વય ની સર્જન તિથી નિમિતે તમને ખુબ ખુબ વધાઈ આવું ને આવું સુંદર કાર્ય કરતા રહો તેવી અભ્યર્થના અને સત્સંગ નો લહાવો બધાને વહેચતા રહો તેવી અંતરની શુભેચ્છા ….જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ શુભેચ્છાઓ.
હાર્દિક અભિનંદન.
ઉલ્લાસ ઓઝા
ચેતનાબેન,
સમન્વયની તૃત્ય વર્ષ તિથી નિમિત્તે નીધીબેન ના સ્વરે ઠાકોરજીનું સ્મરણ કરાવ્યું. ખુબ ખુબ વધાઈ. અપના તરફથી આવો જ સુંદર સત્સંગનો લાહવો સદા સર્વને મળતો રહે તેવી અંતરની શુભેચ્છા !
જય શ્રી કૃષ્ણ !
અશોકકુમાર -‘દાસ’
‘દાદીમા ની પોટલી ‘
jsk. very nice bhajan. thank you.
આપના પર પ્રભુકૃપા બની રહો એ જ શુભકામનાઓ…………………….
Thanks for supporting & encouraging me with your best wishes & precious comments friends..!!
ચેતનાબેન,
ઘણાજ દુર હોવા છતાં ડાકોર ની યાદ આપે અપાવીદીધે
this is first time i have tried in gujrati. we have full trust in sri.Ranchodrai from generation to generation.It was thumb rule in our family that when ever we got married first of all we have to go to dakor for darshan.jai ranchodrai…
ભજન માં જાણે ખરેખર ranchodrai ના દરસન કરિયા થન્ક્સ ચેતનાબેન
ખોબો ભરીને અભિનંદન પુણ્યતિથિ નિમિત્તે….બહેના !
નિધીબહેને રંગ લાવી દીધો.સમન્વય સદાય રહે !
અનોખુંબધન અતુટ રહે !ચેતનાબહેના ઘણું જીવો !