Home Blue

Jag ne jadva…

CopyofPicture785

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હે ..જાગને જાદવા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?

ત્રણસેં ને સાઠ ગોવાળયા ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? …હે જાગને..

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?…હે જાગને …

હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? …હે જાગને..

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?… હે જાગને …

 ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંહેડી કોણ સહાશે ? …  હે જાગને …

હે ..જાગને જાદવા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે..??

***

This entry was posted in Bhajan - ભજન, Dhol - ધોળ. Bookmark the permalink.

bottom musical line

15 Responses to Jag ne jadva…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to navinchandra patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Govind Limbachiya says:

    બેસ્ટ ભજન,
    કોટી કોટી વંદન તમને,
    ગોવિંદ લીમ્બાચીયા તરફથી,
    તમારી જેટલી પણ કૃતિ સામ્ભ્લુછું ત્યારે ખુબજ ભાવ વિભોર થઇ જાઉં છું.
    આભાર,
    ગોવિંદ.
    કોઈ વખત રુકમણી નો પત્ર મોકલશો તો આભારી થઈશ.
    જયશ્રી કૃષ્ણ

  2. મારું વ્હાલું ….નિહાળી આનંદ !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar fot the Posts on ASHA-MILI & MOHMAYA !

  3. Ketan Shah says:

    Sundar prabhatiyu…Beautiful picture…like it….

  4. Rajni Raval says:

    ચેતનાબેન,
    નરસિંહના ભજનો ને પ્રભાતિયા આપણો અમૂલ્ય વારસો છે.તમો સમન્વયમાં આપી સુંદર કામ કરો છો .આભાર.

  5. Maheshchandra Naik says:

    સ્નેહી ચેતનાબેન,
    સરસ ઉપક્રમ રાખ્યો છે, સરસ ભજનો અને સરસ પ્રભાતિયા સાથે નરસિંહ અને કૃષ્ણની વંદના થઈ ગઈ, આપનો અભાર …….

  6. Ramesh Patel says:

    હે ..જાગને જાદવા
    જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
    તુજ વિના ધેનમાં કોણ જાશે..??
    નાં વિસરાય એવું પ્રભાતિયું .
    રમેશ પટેલ (આકાશદીપ)
    ચાહને ગૂંજાવતું રમે……રમેશ પટેલ(આકાશદીપ)
    -Pl find time to visit my site and leave a comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  7. well done!
    Keep it up!
    U R The best!

  8. pragnaju says:

    હે ..જાગને જાદવા
    જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
    તુજ વિના ધેનમાં કોણ જાશે..??
    સરસ પ્રભાતિયા
    જયશ્રી કૃષ્ણ

  9. ચેતનાબેન,
    ખરેખર તમે ખુબજ સુંદર રચનાઓ હંમેશ મુકો છો, અને જે વારંવાર સાંભળવી ગમે છે.
    આપનામાંથી પ્રેરણા મેળવી અમે અમારાં બ્લોગ પર આવી જ સારી રચના થોડા સમયથી મુકવા કોશીશ કરેલ છે. આપ્ એક વખત જરૂરથી અમારા બ્લોગની મુલાકાત લેશો અને આપણી કોમેન્ટ્સ જણાવશો.

    આભાર
    ‘દાદીમાની પોટલી ‘-http://das.desais.net

  10. chetan says:

    મારું શ્રેષ્ઠ ગીત … ઘણા વખત થી ગીત ના શબ્દો શોધતો હતો.. આજે મળ્યા છે તો ખુબ જ ખુશ છું. ઘણો ઘણો ઘણો ઘણો આભાર.. મારી ખુશી હું તમને શબ્દો માં નથી કહી શકતો. આ ગીત જયારે પણ સાંભળું છું ત્યારે એક અનંત દિશા માં ચાલ્યો જાઉં છું. અને ત્યાંથી પાછા આવવાનું ગમતું નથી.
    ફરી થી ઘણો આભાર..
    ચેતન વઢવાના.
    સુરત, ગુજરાત ….

  11. madhu virendra says:

    chetnaben,
    ghana samay pachhi patra lakhu chhu. halma ame anjali na gher london chhiye . jagne jadwa…….. ane narsinya na bhajan bhagyej bsanbhalva male chhe. moklel bhajan mane bahu j game chhe. ghano abhar. badha ne shubhechchha sathe yad.

    madhu virendra

  12. Gaurang says:

    પ્રભુ આ ભજન ઘણા દિવસ થી શોધતો હતો, મારી પૌત્રીને સંભળાવવા માટે . પ્રથમ બે પંક્તિ યાદ હતી બાકીની વિસરાય ગઈ હતી . તમે આ પ્રભાતિયા વેબ પર મૂકી ભાવી પેઢી માટે અમૂલ્ય ઉપકાર કર્યો છે . આવું અલભ્ય સંકલન વેબ પર મુકવા બદલ મારા આપ સર્વેને હ્રિદય પૂર્વક ના જય શ્રી કૃષ્ણ .

  13. reduziert says:

    I discovered your weblog site on google and check a couple of of your early posts. Proceed to maintain up the very good operate. I just further up your RSS feed to my MSN News Reader. Seeking ahead to studying more from you afterward!…

  14. navinchandra patel says:

    jay shree krushna.i want lyric of jagne jadva.I am pleased to read it.Aabhar

  15. Bina Rajesh says:

    Bahu j…….gamyu thanks lot…….Narsih mehta na prabhatiya vah ama bhaktino bhav ave Che