સર્વે વૈષ્ણવજનોને જગદગુરુ શ્રીવલ્લભાચાર્ય (મહાપ્રભુજી) પ્રાગટ્ય દિનની ખૂબ ખૂબ વધાઈઓ…
શ્રી વલ્લભાધીશ કી જય !!!
***
સ્વર – શ્રી નિતિનભાઈ દેવકા, નિધિબેન ધોળકિયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી, રૂદિયે વસેરે કાન, પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે..!!
મનમાં ગોકિળીયું ને મનમાં વનરાવન, ઓ.. મનમાં યમુનાજીનો આરો, વલ્લભ પ્રભુ છેટો નથી રે..
લિંપ્યુ ગુંપ્યુ રે મારા અંતરનું આંગણુ, ઓ.. આંગણિયે તુલસીનો ક્યારો, વલ્લભ પ્રભુ છેટો નથી રે..
શામ સલૂણો મારા નયણામાં રે’તો, ઓ.. રગ રગમાં રમનારો, પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે..
શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ રે, ઓ..ભવ ભવનો સથવારો, પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે..
ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી, રૂદિયે વસેરે કાન, પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે..!!
***
જગદગુરુ વલ્લભાચાર્ય પ્રાગટ્ય દિન ની ખુબ ખુબ વધાઈ
મારું પ્રિય ભજન
તીવ્રતમ ભાવ હોય તો ખરેખર પ્રભુ છેટા નથી.
ભક્તિપૂર્ણ ભજન સાંભળીને દિવસ સુધર્યો …આભાર બહેના !