Home Blue

Darshan dyo….

જીવનની ભાગ -દોડથી થાકી હારીને અંતે હરિનું શરણ એ જ સાચું ..! એમનાં દર્શન માત્રથી જીવને માનસિક શાતા વળે છે તો અગર જો પ્રત્યક્ષ  સાક્ષાત્કાર થાય તો જીવને મોક્ષ જ મળી જાય …!!  આવો આપણે સહુ સાથે મળી શ્રીજીને વિનંતી કરીએ…!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રી નિતીનભાઈ દેવકા, શ્રી નિધીબેન ધોળકિયા.

***

નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

હા.. માંગો શ્રીનાથજી તો હારલો પેરાવું.. હે ગૂંજાની માળા રે બંધાવી

પગલે પગલે મોગરાં બિછાવું, હે રંગોળી ફૂલોની બનાવી..!!

નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી…

નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

હાં.. માંગો શ્રીનાથજી તો ગોરસ ચખાડું, પિવડાવું પ્રેમે ધરાવી

માખણ ને મિશ્રીની મોજું ઊડાડું, ખોબલે ખોબલે ખવડાવી

નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

હાં… માંગો શ્રીનાથજી તો સખડી ધરાવું, એ દહીં સાથે દઉં રે જમાડી

જમુના જળ ભરી જારી લઈ લાવું, બીડલાં પાનના ધરાવી

નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી.

હાં.. માંગો શ્રીનાથજી તો જાક ધરાવી દઉં, માંગી તો જો ને મોરારી

તું મારો નાથ નારાયણ શ્રીનાથજી, જીવતર જાઉં બલિહારી

નાથ મારાં… હે નાથ મારાં શ્રી નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી..

નાથદ્વારાનાં નારાયણ વ્હાલા શ્રીનાથજી, દર્શન દ્યો ગિરીધારી….!!

***

This entry was posted in Bhajan - ભજન, Others, Stuti - સ્તુતિ. Bookmark the permalink.

bottom musical line

12 Responses to Darshan dyo….

 1. Deejay,USA says:

  બહુ સરસ.આભાર.

 2. Hemant Jani London UK says:

  શ્રીનાથજી નાં પદો અને ભજનો આશિત દેસાઈ હેમા દેસાઈ નાં સાંભળ્યા પછી આટલા સરસ સુર અને સંગીતમય આજે અન્ય નાં કંઠે સાભળ્યા … ગજબ અવાજ અને મંત્ર મુગ્ધ કરી મુકે તેવું સંગીત-સભર કમ્પોઝીશન .. આ ભજન સાથે ની ઓડીઓ સીડી બજાર માં મળતી હોય તો જણાવવા મહેરબાની કરશો પ્લીઝ….

  • Chetu says:

   આભાર હેમંતભાઈ, શ્રી નિતીન ભાઈ તથા નીધિબેનનાં સ્વરમાં અન્ય ભજનો પણ આપ સમન્વય પર માણી શકશો.. આ ભજન ઘણી સીડીઝમાં ઉપલબ્ધ છે .. જોકે ઉપરોક્ત બંને સિંગર્સનાં સ્વરમાંજ બધા ભજનો હોય એવી સીડી સર્ચ કરશો તો મળી જશે. જયશ્રીકૃષ્ણ.

 3. GOVIND LIMBACHIYA says:

  શ્રેષ્ઠ
  આભાર.
  ગોવિંદભાઈ

 4. Praful Thar says:

  પ્રિય ચેતનાબેન
  સુંદર હરિનું શરણ મોકલ્યુ છે. આભાર..
  પરફુલ ઠાર

 5. નીતિનભાઈ અન નીધિબેનના સ્વરે શ્રીનાથજી બાવાનું સુંદર ભજન સાંભળવાનો લાહવો આપ્યો.. ધન્યવાદ !

 6. YOGESH CHUDGAR says:

  ચેતનાબેન ,
  આવી સુંદર રચના સમન્વય પર રજુ કરવા બદલ આભાર. સમન્વય ને facebook ઉપર પણ માણી આનંદ થયો. અભિનંદન.
  યોગેશ ચુડગર .

 7. Maheshchandra Naik says:

  સરસ ભક્તિ સંગીત અને પ્રભુ સ્મરણની તક મળી , આપનો આભાર……

 8. kalpana says:

  JSK. very nice bhjen. man ne sati malee.

 9. શ્રીનાથજીનાં દર્શન કરી ધન્ય બની. ૧૦ દિવસ પછી વાંચજો મારા અનુભવો અને

  ત્યાંની સુંદર વાતો.

 10. Rathod Dinesh says:

  બહુ સરસ.આભાર.સરસ ભક્તિ સંગીત અને પ્રભુ સ્મરણની તક મળી.

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *