Home Green

Chandan sa…

મહાન નવલકથાકાર સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠીનું નામ સાહિત્ય જગતમાં કોઇથી અજાણ્યું નથી. સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ કહી શકાય એવી એમની કૃતિ “સરસ્વતીચંદ્ર” ૪-ભાગમાં અને આશરે ૧૮૦૦ પૃષ્ઠોમાં વિસ્તરેલી છે. સન.૧૮૮૫માં એમણે લખવાની શરૂઆત કરતા, આ નવલકથા પાંચ વર્ષના અંતે સન.૧૯૦૦માં પૂરી કરી ..આ કથામાં વિપુલ પ્રમાણમાં પાત્રોનુ આલેખન કરેલ છે…આ મહાનવલ પરથી હિન્દી ભાષામાં “સરસ્વતીચંદ્ર” તેમજ ગુજરાતી ભાષામાં “ગુણસુંદરીનો ઘરસંસાર” એમ બે ફિલ્મો બની..

સન.૧૯૬૮માં હિન્દી ફિલ્મ સરસ્વતીચંદ્રનું દિગ્દર્શન શ્રી ગોવિંદ સરૈયાએ કર્યું. શ્રી આર. ભટનાગર, એસ. અલી રીઝા,તથા વિરેન્દ્રગૌરે આ કથાનો હિન્દી અનુવાદ કરી ને સંવાદો લખ્યા. અભિનેત્રી નુતને કુમુદસુંદરીનાં પાત્રમાં તથા અભિનેતા મનીષે સરસ્વતીચંદ્ર (નવીનચંદ્ર) નાં પાત્રમાં યોગ્ય અભિનય આપ્યો.

39024710_dee0f32d8e

ફિલ્મ – : સરસ્વતીચંદ્ર (૧૯૬૮)
શબ્દો -: ઇન્દીવર
સંગીત – : કલ્યાણજી – આનંદજી
સ્વર -: સ્વ. મુકેશ – લતાજી

મને અત્યંત પ્રિય આ સુપ્રસિદ્ધ ગીતમાં સ્નેહાર્કષણ માટેની અભિવ્યક્તિ સુંદર શબ્દો દ્વારા થઇ છે …સ્વ. મુકેશજી અને લતાજીના સ્વરનું માધુર્ય તથા સિતાર-તબલા-બંસરીની સરગમનો સુંદર સમન્વય હોય એવી પ્રેમાભિવ્યક્તિ ને સાંભળવાનો નિજાનંદ જ કંઈક અલગ છે..નીરવ શાંતિમાં અને એ પણ ઈયરફોન દ્વારા આ કર્ણપ્રિય ધૂન (તર્જ)ને સાંભળીએ એટલે સિતારનો મધુરો ધ્વનિ મન-વિણાનાં તારને પણ ઝંકૃત કરી દેછે..!!

સ્વ. મુકેશજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ બન્ને ગીતોમાં સ્વ. મુકેશજી નો જ સ્વર છે પરંતુ ઉપર આપેલ ગીતમાં અંતરાની પહેલી અને છેલ્લી પંક્તિઓને બે વખત ગાવામાં આવી છે જ્યારે બીજા ગીતમાં એક જ વાર ગાવામાં આવેલ છે .. આ ગીતનું રેકોર્ડીંગ બે વખત થયું હશે કદાચ ..જો કે ઉપરનું ગીત સાંભળવું વધારે ગમે છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચંદનસા બદન,ચંચલ ચિતવન .. ધીરે સે તેરા યે મુસ્કાના,
મુજે દોષ ના દેના જગવાલો, હો જાઉં અગર મેં દિવાના …!

યે કામ-કમાન ભંવે તેરી, પલકો કે કિનારે કજરારે ..
માથે પર સિંદુરી સુરજ, હોટો પે દહેક્તે અંગારે
સાયા ભી જો તેરા પડ જાયે, આબાદ હો દિલ કા વિરાના…!

તન ભી સુંદર મન ભી સુંદર, તું સુંદરતા કી મુરત હૈ
કિસી ઔર કો શાયદ કમ હોગી, મુજે તેરી બહોત ઝરૂરત હૈ
પહેલે ભી બહોત મેં તરસા હું, તું ઔર નાં મુજકો તરસાના …!!

ચંદનસા બદન,ચંચલ ચિતવન .. ધીરેસે તેરા યે મુસ્કાના,
મુજે દોષ ના દેના જગવાલો, હો જાઉં અગર મેં દિવાના …!
………………………………………………………………………………………………………………………………..

લતાજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચંદનસા બદન,ચંચલ ચિતવન .. ધીરેસે તેરા યે મુસ્કાના,
મુજે દોષ ના દેના જગવાલો, હો જાયે અગર દિલ દિવાના …!

યે વિશાલ નયન, જૈસે નીલ ગગન, પંછી કી તરહા ખો જાઉં મેં,
સરહાના જો હો તેરી બાંહોકા, અંગારો પે સો જાઉં મેં..
મેરા બૈરાગી મન ડોલ ગયા, દેખી જો અદા તેરી મસ્તાના …!

તન ભી સુંદર, મન ભી સુંદર, તું સુંદરતા કી મુરત હૈ
કિસી ઔર કો શાયદ કમ હોગી, મુજે તેરી બહોત ઝુરૂરત હૈ
પહેલે ભી બહોત દિલ તરસા હૈ, તું ઔર નાં દિલ કો તરસાના …!!

ચંદનસા બદન,ચંચલ ચિતવન .. ધીરેસે તેરા યે મુસ્કાના,
મુજે દોષ ના દેના જગવાલો, હો જાયે અગર દિલ દિવાના …!

This entry was posted in Lataji, Melodious, Mix, Mukesh, other. Bookmark the permalink.

bottom musical line

4 Responses to Chandan sa…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Pancham Shukla Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Arvind Patel says:

    સરસ.
    જુનાં ગીતો સાંભળવાની મઝા કંઇ અનેરીજ હોય છે.
    આ ફિલ્મ ૧૯૬૮માં જોઇ હતી. જૂના વિદ્યાર્થીકાળના દિવસો યાદ આવી ગયા.

  2. રાગ યમન કલ્યાણ પર આધારિત આ સુમધુર ગીત સાંભળવાની ખૂબ મજા આવી.
    મુકેશજી નાં બંને ગીતોમાંથી ફિલ્મમાં ક્યું વર્ઝન છે તે અત્યારે યાદ નથી આવતું.બે રેકોર્ડિંગછે તે પણ અત્યારે ખબર પડી. તમે ખૂબ જહેમત લો છો.

  3. shailesh vaishnav says:

    આ ગીત મને એટલું બધું ગમે છે કે મેં મારાં મેરેજ ની કેસેટ માં રેકોર્ડ કરાવ્યું છે
    ગીત સાભાળ તા જ મન પ્રફૂલિત થઇ જાય છે