Home Blue

Brahm-Sambandh…

mahaprabhuji[1]

પુષ્ટિ સંપ્રદાયમાં શરણમંત્રોપદેશ તથા આત્મનિવેદન એમ બે પ્રકારનાં સંસ્કાર કરવામાં આવે છે. પહેલા સંસ્કારથી વ્યક્તિ વૈષ્ણવ બને છે અને બીજા સંસ્કારથી, બ્રહ્મસંબંધથી સેવા માર્ગનો અધિકારી બને છે.

પ્રથમ સંસ્કરણ શ્રીમદાચાર્યજીનાં કોઇ પણ વંશજ પાસેથી આપણા સંતાનને કાનમાં ” શ્રી કૃષ્ણ શરણં મમ ” મહામંત્રનો ઉચ્ચાર કરીને અને કંઠમાં તુલસીની કંઠી ( માલા ) પહેરાવીને થઇ શકે છે અને બીજો સંસ્કાર છે  ” બ્રહ્મસંબંધ ” નો તે પણ શ્રીઆચાર્યજીનાં શ્રીવલ્લભ વંશ દ્વારા જ આત્મનિવેદન મંત્ર દ્વારા કરાવી શકાય છે એટલે દીક્ષા આપનાર વલ્લભવંશ-બાલક  એ ગુરૂદ્વાર ગણાય. જે બાલક પાસેથી આપણે બ્રહ્મસંબંધ લઇએ છીએ તે દીક્ષાગુરૂ બાલક શ્રીગુંસાઇજીનાં સાત બાળકોનાં પરિવારમાંથી જ હશે. દરેક ઘરનાં બાલકની નિકુંજ અલગ-અલગ છે એટલે જે બાળકનાં વંશ પાસેથી વૈષ્ણવે બ્રહ્મસંબંધ દીક્ષા લીધી હોય તે જીવ ગત થયા પછી તે બાલકની નિકુંજમાં પ્રાપ્ત થાય છે.

શ્રી આચાર્યજીનાં નામો  –   નિકુંજનાં નામ

શ્રીમદ વલ્લભાચાર્યજી   –    પરાસોલી, ચંદ્ર સરોવર

પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી (શ્રીગુસાંઇજી) -પરાસોલી ચંદ્રસરોવર

શ્રી ગિરિધરજી –  સઘનકંદરા

શ્રી ગોવિંદરાયજી – અપ્સરાકુંડ

શ્રી બાલકૃષ્ણજી  –  કદમખંડી

શ્રી ગોકુલનાથજી – રૂદ્રકુંડ

શ્રી રઘુનાથજી – માનસીગંગા

શ્રી યદુનાથજી – સુરભીકુંડ

શ્રી ઘનશ્યામજી – બિલછું કુંડ

” બ્રહ્મસંબંધ ” મંત્ર સાક્ષાત શ્રી ઠાકોરજીએ જગદગુરૂ શ્રીમદવલ્લ્ભાચાર્યજીને દૈવી જીવો ના ઉધ્ધાર કરવા માટે આપ્યો હતો અને આજ્ઞા કરી કે આ બ્રહ્મસંબંધ મંત્રથી તમો જીવને શરણે લ્યો,અને અમારી સાથે સંબંધ કરાવો . બ્રહ્મ સાથે સંબંધ થવાથી જીવ પાંચ પ્રકારનાં દોષોથી મુક્ત થશે. જીવમાં પાંચ પ્રકારનાં દોષો રહેલાં હોય છે  (૧) સહજ -એટલે જન્મ સાથેજ ઉત્પન્ન થતા (૨) દેશજ – સ્થાન સંબંધી (૩) કાલજ – એટલે કાલજન્ય (૪) સંયોગજ – એટલે દુષ્ટ વ્યક્તિનાં સંયોગથી જન્મતા (૫) સ્પર્શજ – એટલે દુષ્ટ તત્વનાં સ્પર્શથી થતા.

 શ્રીજી એ  આ બ્રહ્મસંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો સાથે વચન પણ આપ્યું કે  આ મંત્રથી જીવોનાં સર્વે દોષો દૂર થશે,તેવા નિર્દોષ જીવનો હું સ્વીકાર કરીશ. તમે જે જીવનો  અમારી સાથે સંબંધ કરાવશો તે જીવને અમે અંગીકાર કરીશું, એટલે કે જીવનો ક્યારેય ત્યાગ નહિ કરીએ.  તમે જે જીવ  ઉપર એટલે ભક્તોધ્ધાર માટે અમારું શ્રીવિગ્રહ પધરાવશો તેના ઘરે તેના દેહાંત પર્યંત બિરાજીશ અને આપની કાની આપીને જીવ જે કંઇ પ્રેમાત્મક ભાવથી સામગ્રી અંગીકાર કરાવશે તેમ જ માર્ગની રીત અનુસાર સ્વધર્મનું પાલન કરશે તેનો હું પ્રસન્નતા પૂર્વક સ્વીકાર કરીશ. આમ બ્રહ્મસંબંધ એક પવિત્ર દીક્ષા છે,જેના દ્વારા જીવનો ભગવાન સાથે સંબંધ બંધાય છે. શ્રી આચાર્યજી વલ્લભાધિશજી (મહાપ્રભુજી ) કે જેમને સ્વયં પ્રભુએ આજ્ઞા  આપી છે તેથી આપશ્રીની મધ્યસ્થી દ્વારા જીવ પ્રભુને શરણે આવે છે અને જીવમાં પુષ્ટિબીજ રોપાય છે તથા સેવા સ્મરણ દ્વારા પુષ્ટિબીજ દ્રઢ થાય છે. શ્રીજીનાં વચન પ્રમાણે  જીવ નિ:શંક પ્રભુનાં સાંનિધ્યમાં પહોંચવાનો જ છે. જો કે પ્રભુ પાસે નિકુંજમાં પહોંચતા જીવને કર્માનુસાર એક-બે કે વધુ જન્મોનો અંતરાય પણ થાય છતાં અનેક જન્મો લેવા છતાંય જીવનાં પુષ્ટિબીજનો નાશ થતો નથી તેથી જીવન પર્યંત સેવા કરતાં,વૈષ્ણવનો દેહ પડ્તાં પોતાની માથે બીરાજતું સેવ્ય સ્વરૂપ એટ્લે કે ભક્તોધ્ધારક ભાવાત્મક સ્વરૂપ જે જીવ માથે બીરાજ્તું હોય એ જીવને આલોકમાંથી ગૌલોકધામમાં લઇ જાય છે અને ભક્તોધ્ધારક સ્વરૂપ પોતાનાં મૂળ સ્વરૂપમાં અંતર્ભાવ થાય છે. જ્યારે સેવકનો દેહાંત થાય છે ત્યારબાદ આ સ્વરૂપને ગુરૂઘેર પધરાવવાની પરિપાટીછે.   અને  વૈષ્ણવોએ ભક્તોનાં દેહાંત પછી તે તે સ્વરૂપો ગુરૂઘરોમાં પધરાવી આપ્યા હોવાનું પુષ્ટિ સાહિત્ય દ્વારા પ્રાપ્ત થાય છે.

પુષ્ટિ માર્ગમાં પૂર્ણપુરૂષોત્તમ શ્રીકૃષ્ણ એટલે શ્રીગોવર્ધનનાથજી (શ્રીનાથજી), શ્રીયમુનાજી, શ્રીમહાપ્રભુજી, શ્રીગુસાંઇજી અને આપના વંશ દ્વારા આજ પર્યંત ઉધ્ધાર થયો છે, થાય છે અને થતો રહેશે. પ્રભુ પરમ કૃપાળું છે. પ્રભુ પોતાની ઇચ્છાથી જીવને અંગીકાર કરે છે શ્રી વલ્લભ પણ અત્યંત કૃપાનિધાન છે અનંત અપરાધોથી ભરેલાં જીવને પણ અન્યથા ગતિ નથી થવા દેતાં.

બ્રહ્મસંબંધ – ગદ્યમંત્રનો ભાવાર્થ

બ્રહ્મસંબંધ લેતી વખતે શ્રી ગુરૂદેવ નિવેદન મંત્ર આપે છે તે મંત્ર નો ભાવાર્થ. આ ગદ્યમંત્ર ૮૪ અક્ષરોનો બનેલો છે અને તેની પાપ્તિ શ્રી આચાર્યજી ને શ્રાવણ વદી અગિયારસ ના દિવસે થઇ.

કૃષ્ણ ( પરબ્રહ્મ ) થી વિયોગ પામ્યાને મને ( જીવને ) અપરિમિત કાળ વહી ગયો છે. તે વિયોગને લઇને તેમને ( કૃષ્ણ ) ને મળવા માટે થવો જોઇતો તાપ અને ક્લેશનો આનંદ મને ( જીવને ) થતો નથી. તેવો જે હું ( જીવ ), તેનો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંત: કરણ અને તેનાં ધર્મો તથા સ્ત્રી, ઘર, પુત્ર, આપ્ત, વિત્ત, આલોક, પરલોક તથા તેના આત્મા ( અંતર્યામી ) સહિત સર્વ ભગવાન ષડૈશ્વર્યસંપન્ન કૃષ્ણ ( શ્રી ગોપીજનવલ્લભ ) ને સમર્પું છું. હું દાસ છું, હે કૃષ્ણ ! હું તમારો છું, તમારો છું, તમારો છું.

આ નિવેદન મંત્ર હૃદય પલટો કરાવનાર, જીવનમાં પરિવર્તન લાવનાર ઔષધી છે. સંસારમાં મૃતપ્રાય થયેલાં જીવનને પ્રભુપ્રેમનું અમૃત વર્ષણ કરી નવજીવન આપનાર સંજીવની છે.

આ નિવેદન મંત્રમાં બે ભાવનાઓ રહેલી છે. એક સમર્પણ અને બીજી તદીયત્વ. આ ભાવનાઓ વેદાદિ પ્રસ્થાન ચતુષ્ટયનાં સારરૂપ છે. શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ જીવનાં ઉધ્ધાર માટે શાસ્ત્રોનું દોહન કરી જે ”તત્વ”  જણાવ્યું તે આ નિવેદન મંત્ર છે. આ મંત્રની આજ્ઞા સમજાવવા માટે શ્રી આચાર્યજીએ ” સિદ્ધાંત રહસ્ય ” ગ્રંથની રચના કરી.

Taking Braham Sambandh

The principles that you should follow:

Pushtimarg is an integral part of Hinduism. Thus it is given that you must follow the covenants of Hinduism.

When you take Braham Sambandh you offer all your belongings to Thankurji. Belongings are both material and non-material. Since you have offered to the feet of Thakurji you possessions now belong to Thakurji. It becomes your spiritual duty to serve Thakurji in every way possible. Sustenance of physical life does continue so that you may serve Thakurji. The prime directive being a Vaishanav is to offer everything that you use after taking Braham Sambhand to Thakurji. This is to keep future conducts in line with the oath that was taken initially. This means that the food you eat, the water you drink, clothes you wear and the car you drive all of these and many more things should come in contact with Thakurji so that they are blessed and fit for the consumption of their servant. Great importance must be paid to the observance of this directive.

Braham Sambandh its importance.

Bhagwan Shree Krishana states in the Gita that

“A minuscule part of Me is present in all living things”

Jiva has Bhagwad ansha; a minuscule part of God. This truth is difficult to comprehend because we do not realise the closeness we have with Thakurji. We have become engrossed in the material world. Our lives are full of activity hence we rarely ask deep rooted questions about who we are, where we are going.

On Sharawan Ekadasi Mahaprabhuji along with Damodardas Harsaniji were at Gokul on the banks of Shree Yamunaji. At Govind Ghat (ghat is a area which allows safe access to the river that flows).

Shree Mahaprabhuji was perplexed by a thought. How do the divine beings get seva or an opportunity to serve Thakurji? (Or something) in this Kali Yug. More specifically the Vedas do not have a means of liberating Women and Sudhras (define castes). Therefore what was to happen of Women and Sudras. This was the question that Shree Mahaprabhuji was worried about.

Then at about midnight Shree Nathji appeared (in Lalit trabhangi mudra) and ordained Mahaprabhuji.

The divine souls should take Braham Sambandh. In order to be fit to receive communion with Thakurji their “doshs”will be absolved. In particular 5 main types of doshs will be removed.

Once this is done I (Thakurji) am ready to accept the soul. After Braham Sambhand they should offer everything they partake to me first. Then to take themselves. Therefore everything we take must be offered to Thakurji as already mentioned.

From – Pushti Goshthi Granth.

This entry was posted in Others. Bookmark the permalink.

bottom musical line

12 Responses to Brahm-Sambandh…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to mahesh Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Neela says:

    v. good information.

  2. Neela says:

    ખુબ સુન્દર માહિતી આપી છે.

  3. saras…
    jai shree krishna…

  4. Ashok says:

    saras mahiti…

  5. Chirag Patel says:

    સરસ માહીતી.

    પણ, વંશજો આપોઆપ બ્રહ્મસમ્બન્ધ આપવાના અધીકારી કેવી રીતે બની જાય છે? તેમનામાં કોઈ આધ્યાત્મીક લાયકાત ના હોય તો પણ?

  6. mahesh says:

    Very Informative Thanks!!!

    Mahesh

  7. Dhwani Joshi says:

    ખુબ સરસ માહિતી…જોકે વંશપરંપરા અને ગાદીપતિ ની વાત મને પણ જરા ખટકે છે.. પણ.., વેલ, નો કમેન્ટસ ઓન ધેટ.. એ મારા અંગત મંતવ્યો છે.. પણ , આપે ખુબ જ સરસ મહિતી આપી છે… બંન્ને ભાષા માં મુકવાની સારી એવી જહેમત ઉઠાવી છે..

  8. Ramesh Vaidya says:

    As usual “The Best” from Chetu. Brahma Sambandha is reinstating the devine relationship with the supreme. it is reunion of soul with Almighty. This is very sweet and purely personal relationship.

  9. ખૂબ ઉપયોગી અને સરસ માહિતી…..
    ખાસ કરીને ગદ્યમંત્રનો ભાવાર્થ આપે ઉત્તમ કર્યો છે…
    સુંદર

  10. jaykishan says:

    આપ નો ખુબ સુન્દર પ્રયત્ન. keep it up

  11. krushnadaas says:

    પુષ્ટિમાર્ગ વિશે જાણી ધન્યતા અનુભવુ છું અને આપના પ્રયત્નો ને બિરદાવુ છું. ભગવાન નંદનંદન પર પ્રીતિ ધરાવું છું. ફક્ત એક સવાલ ઉઠયા કરે છે કે શા માટે પુષ્ટિમાર્ગ માં અન્ય કોઇ ભજન અથવા અન્ય કોઇ કવિઓ ને સ્થાન નથી? દા.ત. નરસિંહ મહેતા, કે જેમણે ભગવાનના અનેક ભજનો બહુજ સસાળ શૈલી માં લખ્યા છે. મેં થોડા પુસ્તકો જોયા કે જેમાં દુર-દુર થોડો અલગતાવાદ નો ભાસ થયો. આપ જાણકાર લાગો છો. મારો ઉદ્દેશે નીંદા કે કુથલી કરવા નો જરા પણ નથી. આપ મારા પ્રતિભાવને સહજતા થી લો અને મારી શંકા (કુશંકા) નિવારવા માર્ગદર્શન આપશો તો આપનો આભારી રહીશ. જય શ્રી કૃષ્ણ.

  12. પુષ્ટિ માર્ગ વિશે વિગતો મળી .આનંદ થયો.
    આપનો અત્યન્ત આભાર માનું છું .જય શ્રી કૃષ્ણ !