Home Green

Bekarar dil…

imageedit_27_6251127630

ચિત્રમાં ગીતને અનુરૂપ અસર ઉપજાવવાની કોશિષ…!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ – દૂર કા રાહી ( ૧૯૭૧ )
શબ્દો – એ. ઇર્શાદ
સંગીત – સ્વ. કિશોર કુમાર
સ્વર – સ્વ. કિશોરદા – સુલક્ષણા પંડિત

મારું ઓલ ટાઈમ ફેવરીટ – સંવેદનાઓથી ભરપૂર, હ્રદયસ્પર્શી આ ગીત, જે બચપણથી સાંભળતી આવી છું અને જ્યારે પણ સાંભળુ .. બસ.. એ કોઈ એવા અજીબ મનઃપ્રદેશમાં લઈ જઈને સંગીત-સમાધીમાં લીન બનાવી દે છે… કે ..જેને વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી .. ! અર્થપૂર્ણ શબ્દો ભરી આ સરગમમાં કિશોરદા અને સુલક્ષણા પંડિતે પોતાનો પ્રાણ રેડીને સૂર રેલાવ્યા છે.. એ ઉપરાંત કોરસના આ.. લા.. પ.. સહ છેલ્લા અંતરામાં રહેલ શબ્દો, દર્દીલું સંગીત ને સુલક્ષણાનો સ્વર …!! આ બધુ એટલુ તો અસર કારક છે કે, દર્દ ભરી કસકની અનુભૂતિ હૈયાને હચમચાવી દે છે ને અશ્રુ સરી પડે છે…!!

મિત્રો, આ ગીતને નિરવ શાંતિમાં કે હેડફોન-ઇયર ફોન દ્વારા સાંભળવાથી જરુર આવી જ અનુભૂતિ થશે.. અમુક સંવેદનાઓનું વર્ણન – તેની અભિવ્યક્તિ, શબ્દોમાં શકય જ નથી .. એ તો અનુભૂતિ દ્વારા જ સમજી શકાય છે..!!

બેકરાર દિલ તું ગાયેજા.. ખુશીયોં સે ભરે વો તરાને ,
જીન્હે સુનકે દુનિયા ઝુમ ઉઠે, ઔર ઝુમ ઉઠે દિલ દિવાને

રાગ હો કોઇ મિલન કા, સુખ સે ભરી સરગમ કા
યુગ યુગ કે બંધનકા, સાથ હો લાખો જનમ કા
ઐસે હી બહારેં ગાતી રહે, ઔર સજતે રહે વિરાને .. જીન્હે સુન કે …

રાત યું હી થમ જાયેગી, ૠત યે હંસી મુસ્કાયેગી
બન કી કલી ખિલ જાયેગી, ઔર શબનમ શરમાયેગી
પ્યાર કે હો ઐસે નગમેં, જો બન જાયે અફસાને .. જીન્હે સુન કે …

આ … આ… આ… અ…. આ…. ઓ… આ.. આ…
દર્દ મેં ડૂબી ધુન હો
સિને મેં એક સુલગન હો
સાંસો મે હલકી ચુભન હો
સહેમી હુઇ ધડ્કન હો
દોહરાતે રહે બસ ગીત નયે દુનિયાસે રહે બૈગાને
જીન્હે સુનકે દુનિયા ઝુમ ઉઠે, ઔર ઝુમ ઉઠે દિલ દિવાને
બેકરાર દિલ તું ગાયેજા.. ખુશીયોં સે ભરે વો તરાને ,
જીન્હે સુનકે દુનિયા ઝુમ ઉઠે,
ઔર ઝુમ ઉઠે દિલ …!
***

This entry was posted in duets, Kishor, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

28 Responses to Bekarar dil…

 1. sapana says:

  સરસ ગીત!! ફિલ્મ?
  સપના

 2. Chetu says:

  ફિલ્મ માહિતી ઉમેરી દિધેલ છે …આભાર સપનાજી..!

 3. “બેકરાર દિલ તું ગાયેજા.. ખુશીયોં સે ભરે વો તરાને ,
  જીન્હે સુનકે દુનિયા ઝુમ ઉઠે, ઔર ઝુમ ઉઠે દિલ દિવાને.”
  વાત કરવા ઘણા પ્રયત્ન કર્યા …
  હવે સ્કાઇપ ને બદલે ફોન કરવો રહ્યો!

  ગીતા રાજુ

 4. સરસ મજેનું ચિત્ર બનાવ્યું છે. ગમી ગયું.

 5. ગીત,ગાન, ગુંજન બહુ સારાં જ છે.
  આનદ સાથે આભાર !……………

 6. naresh dodia says:

  દોહરાતે રહે બસ ગીત નયે દુનિયાસે રહે બૈગાને
  જીન્હે સુનકે દુનિયા ઝુમ ઉઠે, ઔર ઝુમ ઉઠે દિલ દિવાને
  બેકરાર દિલ તું ગાયેજા.. ખુશીયોં સે ભરે વો તરાને ,
  જીન્હે સુનકે દુનિયા ઝુમ ઉઠે,
  ઔર ઝુમ ઉઠે દિલ …………………….waaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaah

 7. harihar padhi says:

  my favourite song……

 8. pragnaju says:

  દર્દ ભરી કસકની અનુભૂતિ હૈયાને હચમચાવી દે છે …

  સાચે જે,મહેસુસ કરવાની વાત

 9. અહી જે વિવરણ આ ગીત વિશે કર્યુ છે તેમાં મને કોઈ વિશેષ અલંકાર ઉમેરવાની જરુર નથી લાગતી… આ ગીત શ્રાવ્ય સાથે અનુભુતિ નુ પણ છે…

 10. મને જ્યારે આ ગીત ની લીંક મલી ત્યારે હુ અતી વ્યસ્ત હતો… પણ આજે સમયની ફુરસદ મળતા આ ગીત નિરવ શાંત વાતાવરણ સાંભળતી વેળા એ જાણે હુ કોઈ અનન્ય અનુભુતિની ઓર સરી પડયો જાણે નિતાંત ધ્યાન … ના કોઈ શબ્દ … ના કોઈ વ્યક્ત અભિવ્યક્તિ…. કેવળ નિજાનંદ ની પેલે પાર બસ જાણે સમય નો એક ટુકડો આ ગીત સાથે અમર થઈ ગયો … ટેકનીકલી કિશોર દા ના અવાજ ને સુલક્ષણા એ સાથ આપી અને કોરસના આલાપે આ ગીત ને જીવંત બનાવ્યુ છે. જે મારા તમારા જેવા ને અનુભુતિ ની એક અલૌકિક યાત્રા કરાવી જાય છે..

  • Chetu says:

   ખરી વાત છે, હિતેષ ભાઈ, શ્રાવ્ય સહ અનુભૂતિ એ એક અલૌકિક અહેસાસ છે …!!
   અહીં આ ગીતમાં શબ્દ, સ્વર, સંગીત, રાગ અને કોરસમાં ઈટાલીયન મેલોડી નું અદભૂત મિશ્રણ – એક અનોખો સમન્વય થયેલ છે…

 11. Dharmesh says:

  જે ગીતો માં આપણા મન ની લાગણીઓ વ્યક્ત થતી જણાય એવા ગીતો તરત હૃદય ને સ્પર્શી જાય.
  આવા અનેક ગીતો નો ખજાનો આપણા જુના સંગીતકારો આપણને આપી ગયા છે…
  કર્ણ-પ્રિય સંગીત, શબ્દો ની સુંદર સજાવટ, અને હૃદય માં ઊંડે સુધી અસર કરી જાય એવો જાદુઈ અવાજ…

 12. dilip says:

  ખુબ જ માણ્યું અ ગીત આપની રજુઆતને લીધે ઓર સારું લાગ્યું..ચિત્ર સુંદર છે ખાસ તૈયાર કરાવ્યું કે..

  • Chetu says:

   આભાર દિલીપભાઈ,
   હાં.. આ ચિત્ર, ખાસ આ ગીત માટે જ સોફ્ટવેર દ્વારા બનાવ્યું છે ..!!

 13. dilip says:

  આભાર ચેતુજી, અતિ સુંદર ચિત્રાત્મક અજુઆત..

 14. prakash soni says:

  વાહ ચેતુજી ..બહુજ સુંદર ગીત અન તેનાથી પણ સુંદર તમે મૂકેલુ ચિત્ર..!! મોહક રજૂઆત.. આ ગીત મા સુલક્ષના પંડિત નો અવાજ હતો તે ધ્યાન દોરવ્યુ આપે..ખૂબ સરસ!!

 15. Maheshchandra Naik says:

  જુના ગીતો ખોળી લાવવા સહજ વાત નથી, સવેદનશીલ હ્રદયના વ્યક્તિઓ કદાચ આ ગીત જીવનભર ના ભૂલી શકે, અમારા જમાનાનું ગીત અને સ્વ. કિશોરદાના સ્વરમાં એજ દર્દ મહેસુસ થયાનો એહસાસ કરાવતું ગીત, આપનો આભાર

 16. dilip says:

  ફરી ફરી સાંભળવું ગમે..મારા પ્રિય ગાયક..કિશોરદાનું ગાયેલ

 17. હેમંત જાની-લંડન યુકે. says:

  વાહ શું આજનો દિવસ ઉગ્યો છે ?
  મજા પડી ગઈ ,ધન્ય ધન્ય થઇ ગયો….

 18. prakash soni says:

  ખુબજ ભાવ યુક્ત ગીત ચેહરા પર હળવું સ્મિત લેહરાવી જાયે છે અને હ્રિદય ને ગદ ગદિત કરી ને પ્રેમ ના પાવન સાન્નિધ્ય માં લઇ જાયે છે …ટૂંક માં કહું તોહ -અતિ સુંદર !!

 19. Chetu says:

  આપ સહુના અમુલ્ય પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર મિત્રો ..!!

 20. dilip says:

  આ.ચેતુજી,ખુબ જ પ્રિય ગીતા અને આપણી રજૂઆત ગીતને સાંભળવા પ્રેરે સાથે ખાસ ચિત્ર આપે તૈયાર કરી મુક્યું આપનો ગીત સંગીતની પ્રેમ દાદ માંગી લે છે ભાવકોના મનની માંગ પૂરી કરે છે આપણી આ સમન્વય વેબ્સાઈટ ..આપ પણ ગાઓ અને પોતાના ગીત રજુ કરો તેવી ચેતુજી આપને હાર્દિક શુભેચ્છા .. ..
  જીન્હે સુનકે દુનિયા ઝુમ ઉઠે, ઔર ઝુમ ઉઠે દિલ દિવાને
  બેકરાર દિલ તું ગાયેજા.. ખુશીયોં સે ભરે વો તરાને ,
  જીન્હે સુનકે દુનિયા ઝુમ ઉઠે,
  ઔર ઝુમ ઉઠે દિલ …!

 21. Swati Naresh Desai says:

  સુંદર શબ્દો ….સુંદર ઉપમા .. સુંદર વર્ણન ..

 22. dilip says:

  હૃદયસ્પર્શી પ્રેરકગીત ..હરહાલ માં ગાવાની પ્રેરણા આપે ને સુના જીવનને સજાવી દે..

 23. Ashwin Shah says:

  ખુબ જ સરસ ગીત છે. મનને ગમી જાય તેવું. આભાર….

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to dilip Cancel reply

Your email address will not be published. Required fields are marked *