Author Archives: Chetu

Isharo Isharo me…(સૂર-સાધના)

Posted on by Chetu | 5 Comments

આજે સમન્વય અને મમ્મીનાં જન્મદિને પ્રસ્તુત છે, એમનુ એક્દમ પ્રિય ગીત..! ફિલ્મ ‘કાશ્મીર કી કલી’ નું આ ગીત રફીજી તથા આશાજી એ ગાયેલું.. બચપણમાં ઘણી વાર આ ગીત મમ્મીનાં મધૂર સ્વરમાં સાંભળેલ. આજે મેં પણ ગાવાની કોશીશ કરી છે અને જેમાં મને સાથ આપ્યો છે સ્વરતરંગ મિત્ર શ્રીઆનિલભાઈ રાઉતે, જેઓ સારા ગીટાર પ્લેયર પણ છે. ગીતનું ઓડિયો મિક્ષ નિકીતા શાહ રાઉતે કરેલ છે જયારે વિડીયો મિક્ષ મેં કર્યું છે.!.

Continue reading

...Continue Reading

મારી માં…

Posted on by Chetu | 15 Comments

    અત્યારે મમ્મીનાં જન્મદિને ફિલ્મ “તારે ઝમીન પર”નું આ ગીત મારા સ્વરમાં એમને તથા દુનિયાની દરેક માં ને અર્પણ ‘ માં ‘ જેવું કોઈ થયું નથી ને થશે પણ નહી…ઘણી વાર સંજોગો વસાત, માં એ બાળક માટે કઠોર નિર્ણય લેવો પડે છે.. મમતાની વિરુદ્ધ જવું પડે છે ત્યારે બાળક મન આ સંજોગોને સમજી શકતું નથી અને મનમાં કઈ કેટલાયે સવાલ ઉઠે છે કે મારી માં આવું કેમ કરી જ શકે ??.. મનમાં મુઝવણ અનુભવતા બાળકની વેદના આ ગીતમાં રજુ થઇ છે..!!

મેં આ ગીતનું ફિમેલ વર્ઝન બનાવ્યું છે, આશા છે આપને ગમશે !!!

માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ, હંમેશા પોતીકો. ગર્ભમાં અબોલી નાજુક આહટથી લઈને નવજાતના ગુલાબી અવતરણ સુધી, માસૂમ કિલકારીઓથી લઈને કડવા નિર્મમ બોલ સુધી, માં માતૃત્વની કેટલી પરિભાષાઓ રચે છે. સ્નેહ, ત્યાગ, ઔદાર્ય અને સહનશીલતાના કેટલા આદર્શો રચે છે ? કોણ જુએ છે ? કોણ ગણે છે ? અને ગણે પણ કેવી રીતે ? ઋણ આભાર, કૃતજ્ઞતા જેવા શબ્દોથી બીજાઓને સન્માનિત કરી શકાય. માં તો આપણી જ હોય છે, ઈશ્વરનુ બીજુ રૂપ, ઈશ્વરને તો પૂજવા જ જોઈએ.

Continue reading

...Continue Reading

શું લખું ?…

Posted on by Chetu | Leave a comment

કરું સ્યાહી,
ઝળકે જેમાંથી
પારદર્શકતા લાગણીની …
ગુલાબની પાંખડીઓ પર
લખું કંઇક એવું,
પરબિડીયું ખુલે,
ને અસ્તિત્વ મહેંકે… Continue reading

...Continue Reading

Ye Raate Ye Mausam…(સૂર-સાધના)

Posted on by Chetu | 4 Comments

મિત્રો, આ સુંદર મજાનું નું યુગલ ગીત ફિલ્મ ‘ દિલ્હી કા ઠગ ‘ નું છે. જેના મૂળ ગાયક કલાકારો છે કિશોર દા અને આશાજી..

અમે ગીત માં સ્વર આપી યથા યોગ્ય કોશિશ કરી છે,

ઓડિયો રૂપાંતર જતીનભાઈ એ તથા વિડીયો રૂપાંતર મેં કરેલ છે , આશા છે આપને ગમશે … Continue reading

...Continue Reading

Vanke Ambode…

Posted on by Chetu | 4 Comments

શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો પ્રતીક છે…

એવું માનવામાં આવે છે કે, ડાબી ઉર્ધ્વ ભુજા વડે તેઓ ભક્તોને પોતાની શરણમાં લે છે.

કમર પર હાથ રાખવાનું તાત્પર્ય એ છે કે, ભક્તને સાંસારિક વાસનાઓથી મુક્ત કરવો.

તેમની દૃષ્ટિ ચરણો તરફ છે, જેનાથી તેઓ શરણાગત પ્રાણીઓ પર કૃપાની વર્ષા કરે છે..

Continue reading

...Continue Reading

નથી શકતો…

Posted on by Chetu | Leave a comment

61565-bigthumbnail

તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.

તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.

બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે, Continue reading

...Continue Reading

Dil ki Girah…(સૂર-સાધના)

Posted on by Chetu | 2 Comments

મિત્રો, અત્રે પ્રસ્તુત છે એક સુંદર યુગલ ગીત, જેમાં મને સાથ આપ્યો છે,
” સ્વરતરંગ ” સભ્ય મિત્ર શ્રી જતીનભાઈએ…

ગીતનું ઓડિયો-વિડીયો રૂપાંતર પણ એમણે જ કર્યું છે. આશા છે આપને ગમશે..
ફિલ્મ છે ‘રાત ઔર દિન’ (1967), સંગીતકાર છે શંકર જયકિશનજી,ને શબ્દો છે શૈલેન્દ્રજીનાં !
મૂળ ગાયક કલાકારો છે,લતાજી અને મન્નાડે જી !

Continue reading

...Continue Reading

Bada Natkhat Hai…(સૂર-સાધના)

Posted on by Chetu | 5 Comments

આપ સહુને જન્માષ્ટમી ની ખૂબ ખૂબ વધાઈ….
આજે લાલનનાં જન્મદિને એક સુંદર મજાનું ગીત જે મને અતિ પ્રિય છે…આ ગીતમાં મમતાની મીઠાશ છલકી રહી છે, એક એક શબ્દ માં લાલન પ્રત્યેની ભક્તિ, મમતામાં ફરેવાઈ ને લાલન સ્વરૂપમાં આપણ ને, આપણું બાળક દેખાય છે યા તો..એમ કહો કે બાળકોમાં લાલન દેખાય છે.! Continue reading

...Continue Reading

કુદરતી કરિશ્મા…

Posted on by Chetu | 1 Comment

રાત્રિના સમયે આપમેળે જ કુદરતી લાઇટિંગનો નજરો જોવા મળી જાય તો!
આ એવા પ્રદેશો છે જ્યાં આકાશમાં ચમકતી રોશની એટલી બધી કલરફૂલ હોય છે કે તમને લાગશે કે આ સ્વર્ગસમાન સ્થળો છે. જ્યાં રાતો કાળી નહીં પણ કલરફૂલ હોય છે. વિશ્વના એવા સ્થળો, જ્યાં રાતનો નજરો રંગીન હોય છે. વાસ્તવમાં નોર્ધન લાઇટ્સ નેચરનું જ કામ છે, જે ધરતીના ગેસ પાર્ટિકલ્સ અને સૂર્યના એટમોસ્ફિયરમાં રહેલા પાર્ટિકર્લ્સની વચ્ચે ટકરાવ પેદા કરે છે. કલરમાં જે વેરિયેશન હોય છે તે એવા ગેસના પ્રકાર પર નિર્ભર કરે છે, જે પરસ્પર ટકરાઇ જાય છે. આ નેચરલ રંગોમાં સૌથી કોમન કલર પેચ યલોઇશ-ગ્રીન હોય છે, જે ધરતીથી 60 માઇલ ઉપર ઓક્સિજનના મોલેક્યૂલ્સથી પેદા થાય છે.
Continue reading

...Continue Reading

Ruk Ja Raat…(સૂર-સાધના)

Posted on by Chetu | 2 Comments

રૂક જા રાત ઠહેર જા રે ચંદા, બીતેના મિલન કી બેલા
ચાંદની કી નગરી મેં અરમાનો કા મેલા

પ્રિયતમ સાથેનાં મિલનને તરસતી યુવતી, પ્રણયની પરાકાષ્ઠા અનુભવી રહી છે..
પોતાના પ્રિયતમ જોડે, જીવનભર સાથ નિભાવવા તત્પર એવી બાવરી પ્રેમિકા, પોતાના અનેક અરમાનોના મનોરથ સંપૂર્ણ થાય, એ માટે પ્રિયતમનાં મિલનને ઝંખતી, રાતને અને ચંદ્રમાંને જાણે કે વિનવી રહી છે..!! Continue reading

...Continue Reading