ઉપહાર…

મિત્ર શ્રી પ્રકાશ ભાઈના જન્મદિને , “અનોખુબંધન” માટે એમણે જ રચેલી રચના પ્રસ્તુત છે..!
મુજ ને મળીશ તું……
સખી તું જ છે મોસમ મારા વ્હાલની , ભરોસો છે મનમાં મુજને મળીશ તું
રખે ને આ પાનખર વિતી જાય , ફરી ફરી વસંત થઈ મુજને મળીશ તું
રખે ને હસ્તી ભુસાઈ જતી કિનારે , મૌજ બની મુજ રેતને ભીંજાવીશ તું
રખે ને ધરા ના મળે કે ગગન વિશાળ , ક્ષિતીજે તો આથમતા મળીશ તું
રખે ને જડ્ હ્રદયે સ્પંદન ચૂકી જાય, ચેતનાના તાર તો ઝણઝણાવીશ તું
રખે ને અધુરા સરવાળા બાદબાકી , દાખલાનો કક્કૉ ખરો બતાવીશ તું
રખે ને પૂર્ણ ગીત ના રચાયું , ટહુકો બની કદી તો વનરવ ગુંજાવીશ તું
રખે ને સાક્ષાત્કાર ના થયા, ઋણાનુબંધને તો નિરાકાર પણ પામીશ તું
રખે ને મોસમ બદ્લાય, સમીસાંજે ‘પ્રકાશ’ માટે અજવાળા પાથરીશ તું
સખી તું જ છે મોસમ મારા વ્હાલની , ભરોસો છે મનમાં મુજને મળીશ તું
અનોખુંબંધન
અલૌકિક અનુભૂતિ કરાવતા આ મનમાં, લાગણીભીનાં સ્પંદનો આપ અહીં જ પામશો,
નોખું જ તરી આવે હમેશા એ તો સહુથી, એથી જ તો એને કોઇજ નામ ન આપશો,
ખુંદનાર ખોળાનો જ હો, તો નિર્દોષ-નિસ્વાર્થ પ્રેમભાવનાનું પવિત્ર ઝરણું અનુભવશો,
બંધન જ સઘળાથી એવુ અનોખું, એટલે જ તો એને આપ ઋણાનુબંધ કહેવડાવશો,
ધબકારે ધબકારે હ્ર્દયે ઉદભવતાં, એ સામાજિક અને લોહીનાં સંબંધથી પર માનશો,
નયનરમ્ય ફૂલો પરના ઝાકળબિંદુઓ પ્રસરતા અહેસાસને, ફક્ત મહેસુસ જ કરી શક્શો.
( સારાંશ જ છે આ સૌ.ચેતનાબેનની “અનોખુંબંધન” વિષે સ્વરચિત સમજનો….તેથી આને કોઇ રચના ના કહેશો પણ એક ભાવપુષ્પ સમજી સ્વીકારશો..)
*
પ્રકાશભાઈને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ ..!!
આપ આમ જ લાગણીઓના સ્પંદનોને કવિતામાં ઢાળી અનોખી રચનાઓ રચતા રહો એવી અભ્યર્થના…!

પ્રિય બેના ,
જન્મ દિવસ નિમિત્તે આપને મારા કોટી કોટી વંદન.
આપ હમેશા મારા પ્રેરણાસ્રોત અને પથદર્શક બની રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના.
જય શ્રી કૃષ્ણ.