રૂપલે મઢી છે…

By samnvay, December 9, 2009 2:00 pm

seiya

ગીત: હરીન્દ્ર દવે (૧૯૬૮)
સંગીત: દિલીપ ધોળકિયા

લતાજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

ગુજરાત સમાચાર અને સમન્વય પ્રસ્તુત સંગીત સમારોહ સમયે, નવી પેઢીની – બન્ને ગાયિકાઓએ રજુ કરેલ આ ગીતનો આનંદ પણ એટલો જ માણવો ગમે છે જેટલો લતાજીનાં સ્વરને સાંભળવાથી માણી શકાય છે …!!

પરાગી પરમાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્રીજી ભજનો પણ દિપાલીએ સુરીલા કંઠે રેલાવ્યા છે…….અને તાજેતર માં જ ઝી ટી. વી. પ્રસ્તુત “સા રે ગા મા” કાર્યક્રમમાં, ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ નિભાવી, પાર્થિવ ગોહેલ, પ્રાચી તથા દિપાલીએ સુંદર ગીતો રજુ કરેલ .

રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત

સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો
હજી આદરી અધૂરી મ્હારી વાતરે..

રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત

વેળા આવી તો જરા વેણ નાખું વાલમા
એક જરા મોંઘેરું કે’ણ નાખું વાલમા
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર.. દૂર..દૂર.. દૂર..
એની મોરલીને સૂરે કરું મ્હાત રે

રૂપલે મઢી છે સારી રાત રે સજન…

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં
કેવા રે મોહાબ્બતનાં તાણ જરા જોઈ લઉં
મ્હારાં કિનારા રહો દૂર નિસ દૂર..દૂર.. દૂર.. દૂર..
રહો મજધારે મ્હારી મુલાકાત રે

રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત…!!

5 Responses to “રૂપલે મઢી છે…”

  1. આ સરસ ગીત નામી અને અલ્પનામી કંઠથી વધુ ખીલે છે. ફોટો તો અનુરૂપ છે જ – સાથે આવી રહેલી નાતાલનુ અપેક્ષિત ધવલ દર્શન પણ કરાવે છે.

  2. nilam doshi says:

    પ્રિય ગીત..સુંદર ફોટો….સુન્દર સમંન્વય…

    જાણીતું અને માનીતું ગીત…
    મજા પડી માણવાની

  3. pragnaju says:

    મઝાનું ગીત

    મઝાઝાની ગાયકી

  4. વાહ !દીપાલીનું Improvisation ખૂબ ગમ્યું.

  5. Neela says:

    મારું ગમતું ગીત છે.
    આભાર.

Leave a Reply

Panorama theme by Themocracy

Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin