સાગર અને શશી…
આજ, મહારાજ ! જલ ઉપર ઉદય જોઇને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહધન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે,
પિતા, કાલના સર્વ સંતાપ સામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ સામે !
જલધિજલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસ્વમાંહિ સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી પિતા,
સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
- કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)
સાગર અને શશી(ચન્દ્ર)નું અદભુત સાયુજ્ય, કવિની દ્રષ્ટી જ નિહાળી શકે છે..! આ ઉમદા કવ્યનો રસાસ્વાદ આલેખવા અસમર્થ છું. પરંતુ આ કાવ્યના શબ્દો અને વર્ણન હૃદયને સ્પર્શી જાય છે..!
[કવિ શ્રી કાન્તની આ ઉત્તમ રચના " સાગર અને શશી " તરફ ધ્યાન દોરવા બદલ શ્રી ધુફારીજી, શ્રી ભજમનજી તથા શ્રી પ્રકાશભાઇનો ખૂબ ખૂબ આભાર.]

ખૂબ સરસ ..થોડુ સમજાણુ પણ જો ભાવાર્થ સમજાવો તો હજી વધારે આનંદ થાય..
ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.
અ દ ભુ ત
મન જાણે છે કેટલી થઈ આવશે ને
ના આવશે વચ્ચે ઘુઘવાટાની ખેપ,
આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને
તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ.
સમજું ના આ ભરતી છ કે આવે છે તુફાન ?
arrey vaah! majaa aavi gayi..mara highschool man aa kavy gokhvu padelu pan jaray aakru nahotu lagyu..
aaje pan ghani badhi panki yaad chhe!
આ કવિતાનો ઇતિહાસ, એનું છંદવિધાન અને એનો રસાસ્વાદ આપ નીચેની બે લિન્ક પર માણી શક્શો:
http://layastaro.com/?p=2495
http://layastaro.com/?p=2558
કાન્તનું જ નહીં, ગુજરાતી સાહીત્યનાં યાદગાર કાવ્યોમાંનું એક.
ખાસ તો આ કાવ્યનો લય !
વડીલ શ્રી ધુફારીસાહેબ,
ઈશ્વર કરે આપ મુરબ્બીની સેવા કરવાનો મોકો હરહંમેશ મળતો રહે.
બેના ચેતનાના સ્વભાવની ખાસીયત હરહંમેશ મહેસુસ કરી છે કે કોઇ પણ કાર્યનો શ્રેય એ વ્યકતિને નામે કરીને જ જંપશે.
મારા થકી કોઇ પ્રકારની ખાસ મહેનત કરવામાં નથી આવી,શ્રીમાન ભજમનજી એ કવિનું નામ જણાવી મારૂ કામ એક્દમ સરળ કરી નાખ્યું હતું.
બેના ચેતનાએ કવિતાને “સમન્વય” પર સુંદર પ્રકારે સંપાદિત કરી છે.
સાદર પ્રણામ , જય શ્રી કૃષ્ણ.
બહુજ જાણીતું અને માનીતું કાવ્ય.
અરે ભાઇ! આંગળી ચિંધ્યાનો આભાર શાનો ? અમદાવાદમાં હોત તો કબાટમાંથી સંગ્રહ કાઢીને કાવ્ય જ મેલ કરી દીધું હોત ! હાલ અહીં ઑકલેંડમાં મારી મર્યાદા છે. કાંત,કલાપી,ત્રિભુવનદાસ લુહાર,કરસનદાસ માણેક, રમેશ પારેખ આ બધા મારા પ્રિય કવિઓ છે. તેમની રચનાઓ વારંવાર માણવી ગમે તેવી છે.વિવેકભાઇની લિંક પર જરૂર જશો.અદભુત રસાસ્વાદ કરાવ્યો છે! સાદરા વંદન.