સંબંધો…

By , July 30, 2011 12:11 am

આજે આપણા બ્લોગજગતની લાડલી ચિ. ધ્વની જોષી- ભટ્ટનાં જન્મદિને ખોબલે ખોબલે શુભેચ્છાઓ … !

***

અત્રે પ્રસ્તુત છે તેના જ શબ્દોથી કંડારેલી આ સુંદર રચના..  !! ..આમ તો જો કે, દરેક વ્યક્તિના મનમાં રોજબરોજ સંબંધો માટે આવુ જ મનોમંથન ચાલતુ  હોય એવું નથી લાગતું ? 

કેવી સચોટ વાત છે..!! ….આ સંબંધોની આવન-જાવન ક્યારેક મૂંઝવી દે છે સાચે જ ..!! 

*

સંબંધ નાં તાણાવાણા ન મને કદી સમજ આવ્યા,
સંબંધે તેની વ્યાખ્યામાં ન કોને કોને સમાવ્યા!!

પળમાં કરતાં પુલકિત હૃદય સંબંધો,
પળમાં અસ્તિત્વય ભુલાવતા સંબંધો.

ક્યાંક ઝૂકતાં, ક્યાંક અક્કડ રહેતા સંબંધો,
લાગણીડાળે ઝૂલતાં, ક્યાંક છળતાં સંબંધો.

મારાપણાંથી આપણાંપણાં માં વિસ્તરતા સંબંધો,
ને આપણાંપણાંથી ઓટ લઈ વિષમતાં સંબંધો.

ન કોઈ ગણિત કામ આવે, ન દે કોઇ અનુભવ સાથ,
સંબંધે સંબંધે રંગ નવા લેતા સંબંધો.

ક્યારેક….

આ બધાજ થી પર થઈ હું,
જોયાં કરું છું… અનુભવ્યા કરું છું

આ સંબંધોની
આવનજાવન ને!!!

***

Share this post

  • Facebook
  • Twitter
  • Google Plus
  • Orkut
  • Google Reader
  • Live
  • Google
  • YahooBuzz
  • RSS
  • Email
  • Add to favorites

Random Posts

8 Responses to “સંબંધો…”

  1. પ્રેમ છિપાયા નાં છીપે જા ઘટ પરઘટ હોય ;
    ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય .
    પ્રેમ ના બાડી ઉપજે પ્રેમ ના હાટ બિકાય;
    રાજા પરજા જેહી રુચે સીસ દેઈ લઇ જાય …..આભાર !

  2. જન્મદિન નિમિત્તે ખૂબ-ખૂબ આશીર્વાદ અને અઢળક શુભેચ્છાઓ ધધધધધ…..ધ્વનિ !

  3. Rajul Shah says:

    જન્મદિન મુબારક.

  4. Ketan Shah says:

    Convey our bday wishes to Dhwani.

    Happy Birthday Dhwani

  5. ધ્વનિને આશિષ. હેપી બર્થડે.

  6. Praful Thar says:

    ધ્વનિ જોષી-ભટ્ટના જન્મદિન ની શુભકામના સાથે મુકેલી રચના સુંદર છે. દરેક માનવી જાદુગરની માયાજાળને એક ધ્યાને જોઇને જે અનુભવાય છે, તેમ સબંઘોની આવજાવને પણ જોઇને અનુભવવાનું જ હોય છે…

    પ્રફુલ ઠાર

  7. Neela says:

    BELATED HAPPY BIRTHDAY.

  8. આપ સહુ નો ખૂબ ખૂબ આભાર.. ચેતનાબેન, આપણા સહુ વચ્ચે નું આ અનોખું બંધન હંમેશા આમજ મહેકતું રહે એવી અભ્યર્થના.
    Sorry, as i was out of town, couldn’t reply you all. Heartly Thanks to all of you.

Leave a Reply

Thanks for supporting & encouraging me with your precious comments.

shriji basari

 

Panorama theme by Themocracy

Powered By Indic IME

Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin

Copy Protected by Chetans WP-Copyprotect.
Email
WP Socializer Aakash Web