મમતા…

.. *.. મમતા ..*..
સુર્યનાં સોનેરી કિરણો ચહેરા પર પડતાં જ તૃપ્તિની આંખો ખુલી ગઇ અને અચાનક જ ખ્યાલ આવ્યો કે આજે તો અગિયારસ …! જલ્દી ઉભી થઇ નિત્ય ક્રમ આટોપી, ઠાકોરજી ની સેવા કરી, ઉંઘી રહેલાં તપનને ઢંઢોળી, બધી સૂચના આપી જલ્દી હવેલી તરફ રવાના થઇ…. આજે અગિયારસ ને લીધે મંગળા આરતીનાં દર્શન માટે ખાસ્સી એવી ભીડ હતી …તો પણ સદભાગ્યે શ્રીજીની સન્મુખ ઝાંખી થઇ શકી .. ત્યાર બાદ શ્રીજી ગોલખમાં ભેટ ધરી, ગૌશાળામાં ગાય ને નીરણ ધરી,પ્રદક્ષિણા કરી રહી હતી ત્યાં જ સુધાબહેને એને જોઇ ..
“અરે તૃપ્તિ… જય શ્રીકૃષ્ણ …!!…”
“ઓહ, જય શ્રીકૃષ્ણ, આંટી…!!… ”
”આજે તો તું મંગળા દર્શનમાં આવી..!! ..”
“હા આજે અગિયારસ અને પાછો રવિવાર છે એટલે તપન ઘરે છે તો શુભની પણ ચિંતા નથી …
“હાં બરોબર .. અરે હાં દીદી આવી છે, તને યાદ કરતી હતી .. સાંજે તને મળવા આવશે..!”
“અરે વાહ ..! આંટી, તમે બધા પણ આવજો ને ..” કહેતી તૃપ્તિ ઝડપથી ઘર તરફ રવાના થઇ…
સુધાબહેન ઘરે આવ્યાં ત્યારે રાગીણી પણ જાગી ગઇ હતી .. તે મુંબઇથી ઘણા સમયે અમદાવાદ આવી એટલે નાની બહેન શ્વેતાનાં અને સંબંધીઓનાં ખબર અંતર પુછતી હતી, ત્યાં સુધાબહેન બોલ્યાં કે આજે તો શ્વેતાની સહેલી તૃપ્તિ મળી ગઇ હવેલીમાં…અને રાગીણી ચમકી.. કે તૃપ્તિ આવી હતી..??.. અને તેની નજર સમક્ષ તૃપ્તિનાં લગ્ન થયાં ત્યારથી અત્યાર સુધીના બધા દિવસો જાણે કે ચિત્રપટની જેમ છવાઇ ગયાં.
અને દસ વર્ષ પહેલાનો તૃપ્તિનો લગ્નનો દિવસ યાદ આવી ગયો…રૂડા માંડવડા રોપાયા હતાં… મંગળ ફેરા ફરાતા હતાં ને સાજન માજન સંગે લગ્ન ગીતો ગાતાં હતાં…ત્યાં તો વિદાયની વસમી વેળા પણ આવી ગઇ..માતા-પિતા, ભાઇ, બહેન, સખીઓનો સંગાથ છોડી આંખોમાં સ્વપ્નાઓ લઇ પારકાઓને પોતાના બનાવવા સાસરે ચાલી…એક કોડ ભરી યુવતી જ્યારે મા-બાપની છત્રછાયામાં થી વિખુટી પડીને તદન નવા વાતાવરણમાં જઇ ને શ્વસુરપક્ષનાં દરેક સભ્યોને પોતાના બનાવવાની સારી ભાવાના રાખીને પહેલું પગલુ ભરે છે, ત્યારે એને ખબર નથી હોતી કે તેનું ભાવિ કેવું હશે..? …
શરૂઆતમાં તો બધુ ઠીકઠાક ચાલ્યું..પણ ઘરમાં માતા(સાસુ)નું એક્ચક્રી શાસન હતું…. અને કમનસીબે તપન પણ માતાની વાતોમાં આવી જતો.. ધીરે ધીરે ગૃહક્લેશને કારણે તૃપ્તિને ઘણું સહન કરવું પડ્યું… સમય વિતતા તૃપ્તિનાં માતૃત્વનાં ખુશીભર્યાં સમાચાર પણ તેની કમનસીબીનાં ચક્રને ફેરવી ના શક્યાં..!!…સમયનાં વહેણ વહેવા લાગ્યાં…સાથે સાથે તૃપ્તિ પર માનસિક અને શારીરિક ત્રાસ પણ વધતો ચાલ્યો.. આવી હાલતમાં જ વિકલાંગ પુત્ર નો જન્મ થયો…! …પરંતુ ખૂબ જ સારવાર કરવા છતાં બાળકનો માનસિક અને શારીરિક વિકાસ ના થયો…આમ જ દહાડાઓ વિતવા લાગ્યાં .. તૃપ્તિ અને તપને ખૂબ જ મહેનત કરી પણ બધાજ ડોક્ટરોએ દવાની બદલે દુવા કરવાનું કહ્યું ત્યારે બન્ને પર જાણે કે પહાડ તુટી પડ્યો…! …
આ બધી જ વાત રાગીણી જાણતી હતી એટલે જ મમ્મીએ જ્યારે કહ્યું કે તૃપ્તિ હવેલીમાં મળી હતી, ત્યારે એને આશ્ચર્ય થયું હતું કે તૃપ્તિ…! અને સવારના પહોરમાં હવેલીમાં..???…. કેમકે તે શુભને ક્યારેય અળગો ના કરતી.
સાંજ પડી અને શ્વેતા પણ આવી પહોંચી ..બન્ને બહેનો તૃપ્તિનાં ઘરે ગઇ ..તૃપ્તિ તો બન્નેને જોઇ ને એક્દમ આનંદમાં આવી ગઇ… આમ પણ રાગીણી એના માટે સખી શ્વેતાની દીદી નહીં પણ, પોતાની મોટીબહેન સમાન હતી. ત્રણે એ નાનપણની બધી વાતો યાદ કરી …સ્કુલ લાઇફમાં કેવા તોફાન મસ્તી કર્યાં હતાં એ બધીજ બાળપણની વાતો કરતાં કરતાં વર્તમાનમાં આવી પહોંચ્યાં અને શુભને જોઇ ને રાગીણીથી રડી પડાયું…તૃપ્તિ બોલી, કેમ શું થયું દીદી..??…પણ રાગીણી બોલી શકી નહીં અને શુભ તરફ જોયું…
એટલે શ્વેતા સમજી ગઇ અને કહ્યું કે, રડો નહીં દીદી … તૃપ્તિ તો હવે ખૂબ જ હિંમતવાન થઇ ગઇ છે…અને તપનનાં સ્વભાવમાં પણ પરિવર્તન આવ્યું છે …. ખરુને તૃપ્તિ..?… ”
“હાં દીદી…એક વખત હું શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગયેલી અને મહારાજશ્રીનાં વચનામૃતનું શ્રવણ કરતાં જ, અંતરમાં રહેલાં ધાર્મિક સંસ્કારો ઝંકૃત થઇ ઉઠયાં અને સંજોગો સાથે સમાધાન કરતાં શીખી. અને હા દીદી, તમારાં બધા જ કરતાં હું નસીબદાર છું કારણકે, તમારાં બાળકો ને તો તમે ફક્ત અમુક સમય સુધીજ ગોદમાં લઇને રમાડી શકો છો, જ્યારે હું તો શુભ ને આઠ વર્ષથી મારી ગોદમાં રાખીને વાત્સલ્ય વરસાવુ છું….. જાણે કે શ્રી ઠાકોરજી, શુભ રૂપે અમારે આંગણે અવતર્યાં અને જેની અમે પ્રત્યક્ષ સેવા કરીએ છીએ…હવે તો શુભ જ અમારો લાલો છે અને એની સેવા એ જ શ્રીઠાકોરજીની સેવા છે..!…મમતા ભરી દ્રષ્ટિએ શુભ તરફ જોતા તૃપ્તિએ કહ્યું…
તૃપ્તિની વાતો એ રાગીણીને વિચારતી કરી મુકી….મનોમન એ, માતૃત્વનું ઝરણુ વહાવતી મમતાની મુર્તિ ને વંદી રહી..!!..સાથે સાથે જ આપણી ભારતીય સંસ્કૃતિનાં રીત – રિવાજોનાં આવા નરસા પાસાને કોસતી રહી કે, આવી કેટ – કેટલી તૃપ્તિઓ આવા દુર્વ્યવહારનો ભોગ બનતી હશે..!!..જ્યાં નારીને નારાયણી મનાય છે, ત્યાં નારીનું આ રીતે પણ શોષણ થાય છે….!.. જ્યારે આ કારણે જ શુભની હાલત આવી છે …પરંતુ આમાં શુભનો શું વાંક…??
..માનવ હક્કનું મુલ્ય અને “વહુ” નામનાં સભ્યની વેદના – સંવેદનાને ક્યારે સમજશે આ ભારતીય સમાજ ..?
શું વહુ બનીને આવેલી નારીને, પોતાનું જીવન, બસ શ્વસુરપક્ષને સમર્પિત કરી દેવા માટે જ મળ્યું છે ?? ફરજ નિભાવવાના ઓઠા હેઠળ કેટલીયે “વહુ” રિબાતી હશે…! પછી તેની સાથે પરીણામ ભોગવવા પડે છે શુભ જેવા નિ:ર્દોષ બાળકોએ, કે જેઓનું કોઇ નિશ્ચિત ભવિષ્ય નથી…!
કાશ ! હવે તો , સભ્યતાનો આંચળો પહેરેલ ભારતીય સમાજ નાં એ દરેક શ્વસુરપક્ષની આંખો ખુલે, જેઓ હજીયે વહુ ને આવી રીતે ત્રાસ આપે છે, તેને ફક્ત ‘વહુ’ તરીકે જ જુવે છે .. ઘરના સભ્ય તરીકે નહિ …!
કહેવાતા આધુનિક અને સુધરેલા, આ સમાજ માં અત્યારે પણ આવું બની રહ્યું છે એ ખૂબ શરમજનક છે આપણી સંસ્કૃતિ માટે ..!!
- સહલેખન –
ચેતના (ઘીયા) શાહ.
શિતલ (ઘીયા) માલવિયા.
*
આ લઘુકથા લખતી વખતે અમારી આંખો તો ભીંજાઈ ગઈ ને હૈયું દ્રવી ઉઠયું ..! આપનું હૃદય શું કહે છે ..?
*

સંવેદનશીલ કથા.
Dear Chetu,
Moving story for the MInd and Heart.
Keep sending more …..
Dhavalrajgeera
http://www.bpaindia.org
વાત તો સાચી છે. પણ બહુ જુની છે.સમાજમાં બધી જાતના મ આનસો હોય છે.
પણ હવેના જમાનામાં આવા કીસ્સા ઓછા અને તેનાથી વીપરીત ઘણા વધારે જોવા મળે છે.
Good.
હ્રુદયદ્રાવક વાર્તા ( કે સત્ય ઘટના ?)
બંને પાત્રો એક પરિવારમાં મોભા માટે સ્પર્ધામાં ઊતરે છે.સંશોધક ડો. ટેરી એપ્ટરે જણાવ્યા મુજબ બંને પાત્રો એક પરિવારમાં ખાસ પ્રકારનો દરજજો મેળવવા ઝઝૂમે છે. બંને પોતાના દરજજાને બચાવવા ઝઝૂમે છે. બંનેને એકબીજાનો ડર રહે છે. સેંકડો પરિવારોનું સર્વેક્ષણ કરીને સંશોધકો આ તારણ સુધી પહોંરયા છે. પોતાના નવા પુસ્તક ‘વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મિ ?’ નામના પુસ્તકમાં સંશોધકોએ પોતાના તારણ આપ્યાં છે.બેતૃતિયાંશ વહુઓ જણાવે છે કે તેમની સાસુ તેમને ચિંતામાં રાખે છે તો એટલી જ સંખ્યામાં સાસુઓ કહે છે કે તેમની વહુ તેમને એકલી અટુલી પાડી દેવા પ્રયાસ કરે છે. નવોઢાના આગમન સાથે જ મતભેદ શરૂ થાય છે. સાસુમા એવો દાવો કરતા રહે છે કે રસોઇ, સ્વરછતા અને બાળકોની સંભાળના મુદ્દે તેમની જાણકારી સર્વોચ્ચ છે. પછી તો લાગણી અને આવેગો ગૂંચવાડા વધારતા જ જાય છે.
વહુઓ આક્ષેપ કરે છે તેમની સાસુઓ ઇર્ષાથી ભરેલી હોય છે.પુત્રમોહમાં જકડાયેલી હોય છે.બંને પક્ષે અજંપો જન્માવતા આ મૂળિયા વાસ્તવિક વલણમાં નહીં પરંતુ
મહિલાઓના મા ન સ માં પડેલા છે.
દ્ર્ઢ મનોબળ સાથે વહુ કહે,‘જુદા રહેવાની વાત કરશો જ નહિ.જુદા રહેવાથી આ પ્રશ્ન હલ નહિ થાય.હું મમ્મીને શાંતિ આપવા ઈચ્છું છું,સંતોષ આપવા ઈચ્છું છું.મને એ ગમે છે,અહીં રહેવું મને ગમે છે.’ સાસુ ઉગ્રતાથી ગમે તે બોલે તો પણ એ કદીય સંયમ ખોય નહિ.જાણે સાંભળ્યું જ ના હોય એમ ચૂપ રહે, સ્વસ્થ રહે.આજુબાજુના લોક કહે : વહુ સાસુના ત્રાસથી દબાઈ ગઈ છે,તો પણ તો એની સાધનામાં જ મસ્ત રહે તો હૃદયના ઊંડાણમાં આ નમ્ર, વિવેકી, પ્રેમાળ વહુ માટે પ્રેમ ઊભરાવા માંડે અને મજબૂતપણે ભિડાયેલાં એમનાં હૃદયનાં દ્વાર ખૂલી જાય !
જાહેરમા અમારા ઘરની ખાનગી વાત
નારી જગતની કરુણ કથની
સંશોધક ડો. ટેરી એપ્ટરે જણાવ્યા મુજબ બંને પાત્રો એક પરિવારમાં ખાસ પ્રકારનો દરજજો મેળવવા ઝઝૂમે છે. બંને પોતાના દરજજાને બચાવવા ઝઝૂમે છે. બંનેને એકબીજાનો ડર રહે છે. સેંકડો પરિવારોનું સર્વેક્ષણ કરીને સંશોધકો આ તારણ સુધી પહોંરયા છે. પોતાના નવા પુસ્તક ‘વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મિ ?’ નામના પુસ્તકમાં સંશોધકોએ પોતાના તારણ આપ્યાં છે.
It’s a very emotional story.
સ્વભાવના બે વિરુદ્ધ ધ્રુવ નુ મિશ્રણ એટલે સ્ત્રી , જેના એક છેડે ચિત્ત મા ઇર્ષ્યા,દ્વેષ નો દાવાનળ છે, તો બીજા છેડે હ્રદયમા મમતા, વાત્સલ્ય નો દરીયો છે.જે સ્ત્રી આજે પુત્ર ની મા છે તેજ સ્ત્રી પુત્ર વધુ ની સાસુ પણ છે. છતાંય બન્ને પાત્ર ભજવતી વખતે સ્વભાવ બદલાઈ જાયછે.વહુ ને દિકરી તરીકે અને સાસુ ને મા તરીકે સ્વિકારવા મા અવશે ત્યારે આ બધી દુવિધા નો અંત આવશે.અન્યથા શુભ જેવા બળકો ને વત્સલ્ય નુ અમ્રુત ભારતદેશ ની ભુમી ઉપરજ મળી શકે, કહેવાતા વિકસિત દેશો મા આવા બળકો C.P.CHILD CARE મા મોકલિ દેવાય છે , અથવા આયા ના હાથ મા સોંપી દેવાયછે.
ખુબ સરસ વાર્તા
congrats…
very touching story covers two aspects of a female life.
1) Indian Mariage system- in which SAASU remains SAASU always and not become MAA !!
2) a MAA remains MAA forever !!
I think thats what the moral of the story is apart from the challenged child issue(never say a child HANDICAPPED).
સરસ અને સાચી સંવેદના….શુભ જેવા બાળકોમાં ઠાકોરજીના દર્શન કરનારને બીજે કયાંય દર્શન માટે જવાની જરૂર નથી. આવા બાળકોને સ્નેહ આપવો એ જ સાચી સેવા પૂજા..બાકી બધા ક્રિયાકાંડ…..
અભિનંદન..બંને બહેનોને…ચેતુ..અને શીતલ બંનેને….
heart touching story
ભાઈ નિરજ
આપ કયા દેશમાં રહો છો? જો ભારતમાં રહેતા હો તો મને કહેવા દો કે, અહીં અમેરીકામાં આવાં બાળકોની જે દરકાર કરાય છે; તેમને પગભર કરવા માટે જે જહેમત માબાપો, શાળાઓ અને સરકાર ઉઠાવે છે, તે બેમીસાલ છે.
હાલ ઝી ટીવી પર આવતી ‘અંતરા’ સીરીયલ જોવા ભલામણ છે.
અહીં અંતરા જેવાં અનેક બાળકોની જે માવજત કરાય છે, તે જાતે જોયેલું છે. એનો એક ટકો પણ ભારતમાં નથી જ.
કેટલા લોકોને ઓટીઝમ શું છે યે ખબર છે?
વડીલ આપને જણવવા નુ કે I’m belong to DUBAI from last 12 years અને usa ની બે વખત ની મુલાકાત દરમ્યાન ખાસ એવી વ્યક્તિ ને મળવાનુ થયુ હતુ જેમનુ બાળક , અવિકસિત હતુ.અને તેને week મા એક વખત તેન મા-બાપ કમાવાની જંજાળ માથી મુક્તિ લઈ ને મળવા જતા હતા.જેનો મે ખાસ ઉલ્લેખ કર્યો છે .C.P.CHILD CARE
તેની સામે મારા સગા કાકા નો દીકરો ભારત મા છે તેને અમારો આખો પરિવાર હુંફ આપે છે અને સામુહિક તેનુ ઘડતર કરેછે.શક્ય છે કે તમે પણતમારી રીતે સાચાજ હશો, આપની લાગણી દુભાઈ હોય તો ક્ષમા કરશો.
v touchy…..realy……ansu avi gaya…
પ્રિય ચેતુ
સરસ કથા. અને વણાટ પણ સરસ છે.
અભિનંદન
મીના
Good.
Khub j saras Chetuben..
lagni na mulyo to MA thi vishesh kon jane?!!
Aankh ma jhaljhaliya aavi gaya..!!
really a heart touching story
any way we must try our level best to have 50% reservation for all our life’s spell.
any way
groom should demand bride’s life when they are demanding wife
right?
jsk
Raj Thakkar
An emotional story. But still nobody understands the fact.
It is hard to believe that how many “AVTAAR” does a woman
have.
Keep it up.
સાસુ વહુ કદી એક બીજાંનાં થતા નથી પણ એક બીજાં વગર રહી પણ શકતા નથી..એ પણ હકીકત છે..લગ્ન પછી નાં શરૂઆતનો સમય એવો હોય છે કે બંને ને એમ થાય છે કે હુ મારો પ્રભાવ પાડું કે જેનાથી સામે વાળું પાત્ર દબાઈ જાય..પણ થોડાં વર્ષો પછી એક બીજાની આદત પડી જાય છે..હા એક વાત ખરી કે જો સાસુ, સાસુપણુ ન મૂકે તો વહુ ની જિંદગી બગડી જાય છે..એ પોતાનાં સંસ્કાર ને લીધે સાસુ ને સંભાળે છે પણ એની જિંદગી ત્રાસરુપ થઈ જાય છે..અને એમાં પણ જો પતિનો સાથ ન હોય તો જીવન ઝેર બની જાય છે..અને ક્યાંક વહુનો એટલો ત્રાસ હોય છે કે સાસુ ને અફસોસ થાય છે કે મે દીકરો જણ્યો જ શું કામ ? હકીકત એક જ છે કે જ્યાં સુધી સ્ત્રી, સ્ત્રી ને નહી સમજે કોઇ પણ ઘર આગળ નહી વધે..આપણે દેશ ની વાત તો વિચારવાની જરુરત જ નથી..મે કેટલાક ઘર માં જોયુ છે કે જે ઘરમાં સ્ત્રીઓ માં સંપ હોય છે એ ઘર સુખ સમ્રુધ્ધી અને શાંતિ થી ભરપૂર હોય છે..અને ક્યાંક બધું હોય છે પણ કાંઇ જ હોતું નથી કારણ ત્યાં સ્ત્રી વચ્ચે સંપ નથી હોતો..
બાકી રહી અવિકસીત બાળક ની વાત , તો એ અમેરીકા હોય કે ભારત હોય પણ એક મા તો એને પ્રેમ પુર્વક જ સાચવે છે..કારણ માતા અમેરીકાની કે ભારત ની નથી હોતી એ ફકત માતા જ હોય છે..
વાર્તા હ્રદય સ્પર્શી છે…
hridayspashrshi to chhe j vaarta..pan sauthi vadhare to aanand e vaat no thayo ke sheetal ne varsho thi olakhti hova chhata pan teni lekhika tarike ni sushupt olkhan drashigochar thayi..!!!
sheetal ben..divas na dhhagla kaam ni vachhe y jo samay kadhhine aava moti ugata hoy to tamari sathe hun y marjeevo thavaa taiyaar chhu!!
[...] મમતા… - [...]
એક વાત તો દિવા જેવી સ્પષ્ટ જ છે કે શરૂઆતના એક કે બે વર્ષતો ’વહુ’ એ દબાઇને જ રહેવુ પડતુ હોય છે. જાણવા અને સમજવા છતા, અન્યાય સહન કરવો તે પણ કેવી કઠણાઇ! પછી ધીમે ધીમે બાજી થાળે પડતી હોય છે, અને ઘણીવાર નથી પણ પડતી. લગ્ન કરીને ઘર છોડીને વરના ઘર હંમેશા માટે રહેવા જવુ એ વિચાર જ ઝણઝણાટી બોલાવનારો છે તેમ છતા ભારતીય નારીની શક્તિનુ તે પ્રતિક છે.
વર્તમાનપત્રોમાં ઘણીવાર વહુ પરના ત્રાસના સમાચારો વાંચીને દિલ દ્રવી ઉઠે છે.
પરંતુ હવે જમાનો બદલાયો છે અને ’જબરી’ વહુઓ પણ છે જે તેમની સાસુઓને પણ ત્રાસ આપે છે!
પરંતુ આ તો આડ વાત થઇ. ચેતનાબેન અને શિતલબેનનો સંયુક્ત પ્રયાસ ખરેખર કાબિલેદાદ છે. ખુબજ ટુંકમાં કેટલી વાતો કહિ દિધિ! લઘુવાર્તાઓનો તો આ કમાલ છે, અને આપ બન્ને તે સારી રીતે કહિ જાણ્યા. હદયસ્પર્શી લેખન બદલ ખુબ ખુબ અભિનંદન.
આ કૃતિ પર આપનાં વિચારો દર્શાવવા બદલ સર્વે મિત્રોનો ખુબ ખુબ આભાર …
[...] posts – મમતા સુવર્ણ જયંતી અમૃત ભરેલું યે તો સચ હૈ [...]
[...] મમતા [...]
[...] posts – મમતા સુવર્ણ જયંતી અમૃત ભરેલું યે તો સચ હૈ [...]
good story