ઉપહાર…

By samnvay, January 27, 2010 6:01 am

7-43

મિત્ર શ્રી પ્રકાશ ભાઈના જન્મદિને , “અનોખુબંધન” માટે એમણે જ રચેલી રચના પ્રસ્તુત છે..!

મુજ ને મળીશ તું……

સખી તું જ છે મોસમ મારા વ્હાલની , ભરોસો છે મનમાં મુજને મળીશ તું

રખે ને આ પાનખર વિતી જાય , ફરી ફરી વસંત થઈ મુજને મળીશ તું

રખે ને હસ્તી ભુસાઈ જતી કિનારે , મૌજ બની મુજ રેતને ભીંજાવીશ તું

રખે ને ધરા ના મળે કે ગગન વિશાળ , ક્ષિતીજે તો આથમતા મળીશ તું

રખે ને જડ્ હ્રદયે સ્પંદન ચૂકી જાય, ચેતનાના તાર તો ઝણઝણાવીશ તું

રખે ને અધુરા સરવાળા બાદબાકી , દાખલાનો કક્કૉ ખરો બતાવીશ તું

રખે ને પૂર્ણ ગીત ના રચાયું , ટહુકો બની કદી તો વનરવ ગુંજાવીશ તું

રખે ને સાક્ષાત્કાર ના થયા, ઋણાનુબંધને તો નિરાકાર પણ પામીશ તું

રખે ને મોસમ બદ્લાય, સમીસાંજે ‘પ્રકાશ’ માટે અજવાળા પાથરીશ તું

સખી તું જ છે મોસમ મારા વ્હાલની , ભરોસો છે મનમાં મુજને મળીશ તું

અનોખુંબંધન

લૌકિક અનુભૂતિ કરાવતા આ મનમાં, લાગણીભીનાં સ્પંદનો આપ અહીં જ પામશો,

નોખું જ તરી આવે હમેશા એ તો સહુથી, એથી જ તો એને કોઇજ નામ ન આપશો,

ખુંદનાર ખોળાનો જ હો, તો નિર્દોષ-નિસ્વાર્થ પ્રેમભાવનાનું પવિત્ર ઝરણું અનુભવશો,

બંધન જ સઘળાથી એવુ અનોખું, એટલે જ તો એને આપ ઋણાનુબંધ કહેવડાવશો,

બકારે ધબકારે હ્ર્દયે ઉદભવતાં, એ સામાજિક અને લોહીનાં સંબંધથી પર માનશો,

યનરમ્ય ફૂલો પરના ઝાકળબિંદુઓ પ્રસરતા અહેસાસને, ફક્ત મહેસુસ જ કરી શક્શો.

( સારાંશ જ છે આ સૌ.ચેતનાબેનની “અનોખુંબંધન” વિષે સ્વરચિત સમજનો….તેથી આને કોઇ રચના ના કહેશો પણ એક ભાવપુષ્પ સમજી સ્વીકારશો..)

*

પ્રકાશભાઈને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ ..!!

આપ આમ જ લાગણીઓના સ્પંદનોને કવિતામાં ઢાળી અનોખી રચનાઓ રચતા રહો એવી અભ્યર્થના…!

વીણેલા મોતી…

By samnvay, January 12, 2010 11:35 am

ભાષા અમારી તો છે, પરિભાષા પ્રેમની
સમજી શકો તો વેદ, નહીં તો પુરાણ છે ..!
- અમૃતઘાયલ

જન્મદિન…

By samnvay, January 1, 2010 12:05 am

cake[1]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નાની બહેન જુલીના શુભ જન્મદિને મેઘધનુષના સપ્ત રંગો ભરી મબલખ શુભેચ્છાઓ…

તારા સુંદર સ્નેહાળ વ્યક્તિત્વને, શબ્દોમાં કેવી રીતે મૂલવીએ?

આજે સહુ સંગાથે જન્મદિન તારો, અંતરના આશીર્વાદથી ઉજવીએ…!!

બચપણની એ કિલકારીઓને, ચાલને બહેની સંભારીએ..!

નવલી આ પરોઢને આજે, સોનેરી શમણે સજાવીએ…!!!!

Panorama theme by Themocracy

Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin