વાયરો આપણને ઘણી બધી વાતો કહેવા ઉત્સુક છે, પરંતુ આપણે અફવાઓ સાંભળવામાં રોકાયેલા હોઈએ છીએ , પોતાનો અનાદર લાંબો સમય સહન ના થાય ત્યારે, વાયરો ના છુટકે વંટોળિયો બની જાય છે
– શ્રી ગુણવંત શાહ
આજ, મહારાજ ! જલ ઉપર ઉદય જોઇને
ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહધન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે,
પિતા, કાલના સર્વ સંતાપ સામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ સામે !
જલધિજલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસ્વમાંહિ સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી પિતા,
સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
- કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)
સાગર અને શશી(ચન્દ્ર)નું અદભુત સાયુજ્ય, કવિની દ્રષ્ટી જ નિહાળી શકે છે..! આ ઉમદા કવ્યનો રસાસ્વાદ આલેખવા અસમર્થ છું. પરંતુ આ કાવ્યના શબ્દો અને વર્ણન હૃદયને સ્પર્શી જાય છે..!
[કવિ શ્રી કાન્તની આ ઉત્તમ રચના " સાગર અને શશી " તરફ ધ્યાન દોરવા બદલ શ્રી ધુફારીજી, શ્રી ભજમનજી તથા શ્રી પ્રકાશભાઇનો ખૂબ ખૂબ આભાર.]
![girl_and_doll_400[1] girl_and_doll_400[1]](http://samnvay.net/anokhubandhan/wp-content/uploads/2009/11/girl_and_doll_4001.jpg)
વિશ્વના સહુ ભુલકાઓને બાળદિન મુબારક …!
આ બાળપણ કેવી સુંદર અવસ્થા છે..? એક નિર્દોષ -નિ:સ્વાર્થ બચપણ, ઢીંગલીમાં પણ પ્રેમ શોધે છે …તેની સાથે એક બંધન બાંધી લે છે.. તેને ખબર નથી કપટ શું છે ? બસ પોતાના એક અલગ વિશ્વમાં રાચ્યું રહે છે આ બચપણ..! નિર્જીવ વસ્તુમાં પણ સાખ્ય્ભાવ રાખે છે .. ઢીંગલીને પોતાની સખી માને છે..!! આવા બચપણને માણવા ચલો આપણે પણ બાળક બનીને આ ગીતમાં ખોવાઇ જઇએ …!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી..!
બોલ મમ્મી બોલ, એને કેમ બોલાવું..? કેમ બોલાવું..?
ડોલમાં બેસાડી તેને નવડાવું, ચંપાના ફૂલની વેણી ગુંથાવું ,
તો પણ આ ઢીંગલી મારી બોલતી નથી..!
ઘંટીને ઘુઘરો આપું છું રમવા , સોનાના પાટ્લે બેસાડું જમવા
તો પણ આ ઢીંગલી મારી ખાતી રે નથી..!
પંખી બતાવું ડાળીએ ઝુલતા , મેના-પોપટ ને મોરલા ટહુકતા,
તો પણ આ ઢીંગલી મારી ગાતી રે નથી..!
પહેરાવું ઝાંઝરી ને રેશમી ઝભલું, ઘુમ ઘુમ નાચુંને વગાડું તબલું
તો પણ આ ઢીંગલી મારી નાચતી નથી..!
ચાંદામામા તો આકાશે રમતા , બાબાગાડીમાં ઢીંગલીબેન ફરતા
મારે પણ ઢીંગલી સાથે બોલવું નથી … હું ..ઉ..ઉ..ઉ..ઉ….!!
Related Posts:
બચ્ચે મન કે સચ્ચે
છુપાછુપી ખેલે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ગીત: હરીન્દ્ર દવે
સ્વર: લતા મંગેશકર
એક રજકણ સૂરજ થવાને શમણે
ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે
જળને તપ્ત નજરથી શોષી, ચહી રહે ઘન રચવા
ઝંખે કોઈ દિન બિંબ બનીને, સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઈ રહે એ કોઈ અકળ મૂંઝવણે
એક રજકણ…
જ્યોત કને જઈ જાચી દીપ્તિ, જ્વાળા કને જઈ લ્હાય
ગતિ માંગી ઝંઝાનિલથી, એ રૂપ ગગનથી જાય
ચકિત થઈ એને નિરખે તો ટળવળતી નિજ ચરણે
એક રજકણ…