પ્રિય પપ્પા…

By samnvay, June 21, 2009 10:34 am

…*… Happy Father’s Day …*…

2096705146_351aa7be061

પ્રિય પપ્પા, આજ નાં શુભ દિવસે આપને તથા વિશ્વના દરેક પિતાને વંદન .. !

જેમ માં ની મમતા અજોડ અને અનન્ય છે એમ જ પિતાનું વાત્સલ્ય પણ અનોખું છે..   માની મમતા  એના વ્યવહારમાં  દેખાય છે , તો પિતાનું મૂંગું વાત્સલ્ય ભલે કદાચ ક્યારેક વ્યવહારમાં પ્રત્યક્ષ ના પણ દેખાય ,  પરંતુ  ચોક્કસ અનુભવી  શકાય છે ..જ્યારે પિતા આપણાથી દુર જાય ત્યારે થતી લાગણી દ્વારા …અને પરદેશમાં રહેતા હોઈએ એટલે તો પિતાનું વહાલ સતત યાદ આવે, એ દરેક પળો, જેમાં પપ્પાનાં વાત્સલ્યની સરવાણીથી આપણે ભીંજાયા હોઈએ … !

આ ગીત મોકલવા બદલ મિત્ર શ્રી દક્ષેશભાઈનો ( મીતિક્ષા.કોમ ) ખૂબ ખૂબ આભાર.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રી નયના ભટ્ટ
સંગીત – શ્રી મેહુલ સુરતી
શબ્દો – શ્રી મુકુલ ચોકસી

પ્રિય પપ્પા,  હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર..

આ નદી જેમ,  હું પણ બહુ એકલી,
શી ખબર કે,  હું તમને ગમું કેટલી..?

આપ આવો તો, પળ બે રહે છે અસર,
જાઓ તો, લાગે છે કે ગયા ઉમ્રભર..

યાદ તમને, હું કરતી રહું જેટલી,
સાંજ લંબાતી રહે છે અહીં એટલી..

વ્હાલ તમને ય જો, હો અમારા ઉપર,
અમને પણ લઇને ચાલો તમારે નગર..

પ્રિય પપ્પા,  હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર..!!!

વીણેલા મોતી…

By samnvay, June 5, 2009 4:44 pm

સચ્ચાઇનો સૌથી મોટામાં મોટો મિત્ર  સમય  છે. એનો મોટામાં મોટો શત્રુ  પૂર્વગ્રહ છે અને એની સદાની સખી વિનમ્રતા  છે.

- ચાર્લ્સ કેલબ કોલ્ટન

Panorama theme by Themocracy

Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin