આ તે કોણ રે…

By samnvay, January 14, 2009 1:38 pm

જ્યારે કોઇ પ્રીત કેરી વાંસળીનાં સૂર છેડે છે ત્યારે, એના તરંગોથી કોઇની મન-વીણાનાં તાર રણઝણી ઉઠે છે. પ્રીત ભર્યાં હૈયાં, કોઇ અનોખી અનુભૂતિનાં સ્પંદનોથી ધબકતાં રહે છે.. કોઇ અજાણ્યુ પોતાનું લાગે છે, પળ-પળ એના ભણકારા મહેસુસ થાય છે અને મન મીઠી મુંઝવણમાં અટવાયા રાખે છે.. આવુ જ કંઇક આ ગીતમાં દર્શાવ્યું છે …૧૯૭૫ માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ” મેના ગુર્જરી ” નાં મારા આ પ્રિય ગીતમાં અભિનય આપ્યો હતો સ્વ. રાજીવ અને મલ્લિકા સારાભાઇએ તથા આ ગીત ને સ્વર આપ્યો છે, દિલીપ ધોળકિયા તથા ઉષામંગેશ્કરે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અડધી રાતલડીએ, મને રે જગાડી,
છંછેડી મન-વીણાનાં તાર, આ તે કોણ રે…!!

મનનાં મંદિરીયામાં, કોણ મહેમાન આવ્યું,
કોની ઓળખાણ લાવ્યું, પ્રિતનાં પુરાણ લાવ્યું,
એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે…!!

દલનો દરિયો હિલોળે, ચઢયો રે આજે ચકડોળે,
મરજીવો થઇને આજે, કોણ મોતીડા ખોળે,
એવો મોંઘા મોતીનો મુલવનાર, આ તે કોણ રે…!!

ડગલે ને પગલે મને, એના ભણકારા વાગે,
ભવભવથી ઓળખું હું, એવું મારા મનમાં લાગે,
ઝાંખો ઝાંખો આવે છે અણસાર, આ તે કોણ રે…!!

અડધી રાતલડીએ, મને રે જગાડી,
છંછેડી મન-વીણાનાં તાર, આ તે કોણ રે…!!

.

મ્હોર્યા કરે…

By samnvay, January 6, 2009 7:50 pm

 

મૃગજળની પ્યાસમાં કોઈ ચોતરફ ભટક્યા કરે,

ને ઝંખના અણદીઠ સાગર, મેઘ થઈ વરસ્યા કરે..!!

મૌનની સંવેદના, વિહવળ બની જ્યાં વિસ્તરે,

અહેસાસ છે ત્યાં સ્પંદનો, શબ્દો થકી સ્ફુર્યા કરે..!!

હોય કો’ ઉન્માદ કે અવસાદની પળમાંય પણ,

સૂર બની કો’ વેણુના હરદમ પછી શ્વસ્યા કરે..!!

લાગણીનાં બીજને કોઈ સ્નેહનું સિંચન કરે,

ને પછીતો પ્રીતનાં ગુલમ્હોર બસ મ્હોર્યા કરે..!!

અલબત્ત ચકોરી-ચાંદનું ક્યારેય ના થાતું મિલન,

પડછાયામાં પાણી તણાં, એ રોજ આલિંગ્યા કરે…!!!

 - ભરત કવિ. ” ઊર્મિલ ”

વીણેલા મોતી…

By samnvay, January 5, 2009 9:22 am

આપણે કહીએ છીએ કે સમય ચાલ્યો ગયો પરંતુ એ વાત ખોટી છે, ખરેખર સમય તો ત્યાં જ રહે છે પણ આપણે પસાર થઇ જઇએ છીએ.

                                                                      -  સ્વેટ મોર્ડન

Panorama theme by Themocracy

Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin