પ્રીતની રીત…

By samnvay, September 11, 2008 3:03 am

 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પુછું રાધાને મીરાંને એક વાતલડી.. હો છાની ..વાતલડી…

સાચી શું છે બતાવોને રીત, કરવી મારે પ્રીતલડી…

અરે પ્રીત કરી જાણી છે ચકોરે .. ચકોરે..સદા ચંદ્રની સાથ,

દૂર રહી ને પ્રિત્યું માણે, માંગે નહી સંગાથ…

અરે દૂર છે સુરજ સુર્યમુખીથી, તોયે મુખ મલકાટ,

મનડું મળે ત્યાં ટાઢક તનડે, સાચા પ્રેમની વાટ…

ઓઢી ઓઢી કસુંબલ રે… તારી ચુંદલડી ઑ સાહ્યબા ચુંદલડી…

ભર્યાં હેતનાં દરિયા રે… છલોછલ આંખલડી…

એ પ્રીત ભરી તારી આંખલડીમાં, વરસે અમ્રત ધાર…

એ અમ્રતનું પાન કરું હું, ધન્ય થયો અવતાર…

અરે મુંગી તારી પ્રીતલડીમાં, સઘળો પ્રેમનો સાર,

મળજો તારો સાથ ભવો ભવ સખી પદમણી નાર…

અમે પ્રેમી પંખીડા રે… કરીએ વાતલડી ઓ મીઠી વાતલડી,

ભવો ભવ ની અમારી છે પ્રીત… અખંડ રહેજો પ્રીતલડી…

અખંડ રહેજો પ્રીતલડી… અખંડ રહેજો પ્રીતલડી… અખંડ રહેજો પ્રીતલડી… અખંડ રહેજો પ્રીતલડી…
.

 

અભિનંદન…

By samnvay, September 2, 2008 10:36 pm

 અપણા ગુજરાતી બ્લોગ જગતનાં ગૌરવ સમા નિલમદીદીની ( પરમસમીપે ) કલમે વહેલી મમતા અને વાત્સલ્યની સરીતા વહાવતા ભાવવિશ્વ ને મળી રહ્યું છે દીકરી મારી દોસ્ત નામનું પુસ્તક સ્વરૂપ…!! જે પહેલાં, પરમ સમીપે બ્લોગ પર શ્રેણીબદ્ધ પોસ્ટ રૂપે લખાયેલું હતું, હવે એ જ ભાવવિશ્વનું પુસ્તક રૂપે વિમોચન શ્રીમોરારીબાપુનાં શ્રી હસ્તે થઇ રહ્યું છે એ જ આપણાં બ્લોગ જગત માટે એક ગૌરવની વાત છે….તારીખ 3 સપ્ટેમ્બર ના રોજ સાંજે 4 થી 7 દરમ્યાન ટીવી ચેનલ સંસ્કાર પર આ પ્રસંગનું જીવંત પ્રસારણ થાવાનું છે…
ખરેખર દીકરી તરફની માં ની મમતાનું આલેખન થઇ જ ના શકે…

 મમતામાં ઓત-પ્રોત માતાને અચાનક અહેસાસ થાય છે…

શૈશવના આંગણે રમતા કલરવ એના,સાંભળ્યા હતા મેં હજુ હમણાં
હવે યૌવનના ઉંબરે ધીમા પગરવ એના,શમણા હશે કે મારી ભ્રમણા?”
  

( ભાવવિશ્વ માં વણેલી અન્ય રચના )

દીકરીને સાસરે મોકલવાની ઘડી આવે છે ત્યારે …

પીપળાએ આંખના આંસુને લૂછતાં.વડલાને ધીમેથી વાત કીધી સાનમાં,
સોનલ સિધાવે છે સાસરે, કહો તેને દઇશું ભેટ કઇ પિયરની યાદમાં?”

( ભાવવિશ્વ માં વણેલી અન્ય રચના )

અને નિલમદીદીએ પૂજાને ખુબ સરસ ભેટ આપી…

એક માતૃહૃદયની મમતા અને દીકરીનાં હૈયા કેરાં સ્પંદનોનું જે રીતે ભાવવિશ્વ રચ્યું છે એ વિષે અહીં લખવા કરતા, એ વાંચીને એની અનુભૂતી કરવી વધારે બહેતર લાગે છે…!! અમુક લાગણીઓને વર્ણવી શકાતી નથી…
દીદી…, વાર્તામાં પાત્રની અંદર પ્રાણ પૂરી, એને જીવંત કરી, એમાં સંવેદના ભરવી પણ એક કળા છે … આપ જેમ વાંચક-વર્ગને હસાવી શકો છો એમ જ રડાવી પણ શકો છો આપની કલમ દ્વારા…!!! હાસ્યરસમાં થી ક્યારે કરૂણરસ વહેવા લાગે એ જ ખબર નથી પડતી..! અને એ જ તો છે ખુબી એક લેખક/ લેખિકાની ..!

આપ આમ જ આપની કલમ દ્વારા અમને બધાને પ્રેરણા આપતા રહો એ જ અભ્યર્થના..!

આપને તથા આપની લેખનશૈલીને  નીરજ – ચેતના – ધ્વની નાં સ્નેહ સહિત અભિનંદન…!

 

Panorama theme by Themocracy

Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin