ઉપહાર…

By samnvay, July 30, 2008 4:12 pm

મિત્રો, ….

આજે આપણા ગુજરાતી બ્લોગ જગતની લાડલી ધ્વનિ જોષીનો (  લાગણીની કલમે )  શુભ જન્મ દિન …!!.. આજનાં શુભ દિને ચિ. ધ્વનિને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને સ્નેહઆષિશ .. !!….આ સાથે જ  પ્રસ્તુત છે, અનોખુંબંધન માટે ખાસ ધ્વનિએ લખેલી આ રચના.. 

ઋણાનુબંધ – અનોખુંબંધન

 
બસ કંઇક એવી જ રીતે મળ્યા અમે,
ને પછી એક બીજા ને જ્ડ્યા અમે.
 
ન હતા જ્યાં ઓળખાણ ના સરનામા,
ત્યાં લાગણી નાં ઘર બનાવ્યા અમે.
 
એક બીજા ને સમજ્યા એટલું કે,
પરસ્પર દિલ માં ઉતાર્યા અમે.
 
ન પુછો કે શું હતી ઓળખાણ અમારી,
કૈં કેટલાય જન્મો થી જોડાયા અમે.
 
ઋણ ના ચૂકવી શક્યા નિઃસ્વાર્થ સ્નેહ નું કદી,
જન્મે જન્મે ફરી સંબંધ માં ગુંથાયા અમે.
 
With Lots of Love.
*
ખરી વાત છે ધ્વનિ … આપણાં બધાં વચ્ચેનું અનોખુંબંધન સદાય અમર રહે એવી ઇશ્વરને પ્રાર્થના…!

Panorama theme by Themocracy

Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin