દિવાળીની શુભેચ્છાઓ…
![card3[1] card3[1]](http://samnvay.net/anokhubandhan/wp-content/uploads/2009/10/card311.jpg)
![card[1] card[1]](http://samnvay.net/anokhubandhan/wp-content/uploads/2009/10/card11-300x225.jpg)
આપ સહુને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ, નવા વર્ષે ઉગતા સૂર્યનાં, પ્રકાશિત કિરણોથી ભરપુર, મંગલ જીવન હો, એવી પ્રભુ પાસે અભ્યર્થના …!..જયશ્રીકૃષ્ણ.
![card3[1] card3[1]](http://samnvay.net/anokhubandhan/wp-content/uploads/2009/10/card311.jpg)
![card[1] card[1]](http://samnvay.net/anokhubandhan/wp-content/uploads/2009/10/card11-300x225.jpg)
આપ સહુને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ, નવા વર્ષે ઉગતા સૂર્યનાં, પ્રકાશિત કિરણોથી ભરપુર, મંગલ જીવન હો, એવી પ્રભુ પાસે અભ્યર્થના …!..જયશ્રીકૃષ્ણ.
જ્યારે કોઇ પ્રીત કેરી વાંસળીનાં સૂર છેડે છે ત્યારે, એના તરંગોથી કોઇની મન-વીણાનાં તાર રણઝણી ઉઠે છે. પ્રીત ભર્યાં હૈયાં, કોઇ અનોખી અનુભૂતિનાં સ્પંદનોથી ધબકતાં રહે છે.. કોઇ અજાણ્યુ પોતાનું લાગે છે, પળ-પળ એના ભણકારા મહેસુસ થાય છે અને મન મીઠી મુંઝવણમાં અટવાયા રાખે છે.. આવુ જ કંઇક આ ગીતમાં દર્શાવ્યું છે …૧૯૭૫ માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ” મેના ગુર્જરી ” નાં મારા આ પ્રિય ગીતમાં અભિનય આપ્યો હતો સ્વ. રાજીવ અને મલ્લિકા સારાભાઇએ તથા આ ગીત ને સ્વર આપ્યો છે, દિલીપ ધોળકિયા તથા ઉષામંગેશ્કરે.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અડધી રાતલડીએ, મને રે જગાડી,
છંછેડી મન-વીણાનાં તાર, આ તે કોણ રે…!!
મનનાં મંદિરીયામાં, કોણ મહેમાન આવ્યું,
કોની ઓળખાણ લાવ્યું, પ્રિતનાં પુરાણ લાવ્યું,
એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે…!!
દલનો દરિયો હિલોળે, ચઢયો રે આજે ચકડોળે,
મરજીવો થઇને આજે, કોણ મોતીડા ખોળે,
એવો મોંઘા મોતીનો મુલવનાર, આ તે કોણ રે…!!
ડગલે ને પગલે મને, એના ભણકારા વાગે,
ભવભવથી ઓળખું હું, એવું મારા મનમાં લાગે,
ઝાંખો ઝાંખો આવે છે અણસાર, આ તે કોણ રે…!!
અડધી રાતલડીએ, મને રે જગાડી,
છંછેડી મન-વીણાનાં તાર, આ તે કોણ રે…!!
.
મૃગજળની પ્યાસમાં કોઈ ચોતરફ ભટક્યા કરે,
ને ઝંખના અણદીઠ સાગર, મેઘ થઈ વરસ્યા કરે..!!
મૌનની સંવેદના, વિહવળ બની જ્યાં વિસ્તરે,
અહેસાસ છે ત્યાં સ્પંદનો, શબ્દો થકી સ્ફુર્યા કરે..!!
હોય કો’ ઉન્માદ કે અવસાદની પળમાંય પણ,
સૂર બની કો’ વેણુના હરદમ પછી શ્વસ્યા કરે..!!
લાગણીનાં બીજને કોઈ સ્નેહનું સિંચન કરે,
ને પછીતો પ્રીતનાં ગુલમ્હોર બસ મ્હોર્યા કરે..!!
અલબત્ત ચકોરી-ચાંદનું ક્યારેય ના થાતું મિલન,
પડછાયામાં પાણી તણાં, એ રોજ આલિંગ્યા કરે…!!!
- ભરત કવિ. ” ઊર્મિલ ”
સુપ્રસિદ્ધ શાયર શ્રીઆદિલ મન્સૂરીજીની ગઝલોથી ભાગ્યે જ કોઇ અજાણ હશે.. જેઓ હંમેશ મારા પ્રિય ગઝલકાર રહ્યાં છે, તેઓશ્રીનાં અવસાનનાં દુ:ખદ સમાચાર સાંભળીને હૃદય દ્રવી ઉઠ્યું..! હજુ અમુક સમય પહેલાં એમને વલી ગુજરાતી ગઝલ એવોર્ડ મળ્યો અને અમેરિકાથી અમદાવાદ આવ્યાં ત્યારે એમને,પોતાની જ સ્વરચિત આ રચનાનો અણસાર સુદ્ધાં નહીં આવ્યો હોય કે,
.. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે …ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ના મળે.!
રડી લો આજ સંબંધોને વિંટળાઈ અહીં, પછીથી કોઈ ને કોઈની કબર મળે ના મળે..!!
એમની આ રચના બચપણથી મારાં હૈયામાં કોતરાઇ ગઇ છે..! .. એમની દરેક રચના હૃદય સ્પર્શી છે.. ઉર્દુ ઉપરાંત ગુજરાતી ગઝલક્ષેત્રે એમની ઉમદા રચનાઓ નોંધ પાત્ર છે…! ( ઘણા સમયથી તેઓશ્રીની ગઝલો ને અનોખુંબંધન પર મુક્વાની ઇચ્છા હતી .. પરંતુ ખબર નહોતી કે એમની ગેરહાજરીમાં મુકાશે..!!.. ખેર..! ) આદિલજી ભલે અત્યારે આપણી વચ્ચે નથી, પરંતુ એમની રચનાઓ દ્વારા એ આપણી આસ-પાસ હોય એવી અનુભૂતિ થાય છે.. તેઓ હંમેશ આપણી સાથે જ છે અને રહેશે.. ! અલ્લાહ એમની રૂહને જન્નત બક્ષે…! તથા એમના પરિવાર, મિત્રો તથા આપણા જેવા ચાહકો – શિષ્યોને આ દુ:ખ સહેવાની શક્તિ આપે એવી પ્રાર્થના..!!
આદિલજીનાં જ સ્વરમાં પ્રસ્તુત છે એમની આ રચના..
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સૂર્યની આંખોથી છલકાતી ગઝલ,
ચાંદની સર્વત્ર પથરાતી ગઝલ.
લીલી પીળી વાદળી રાતી ગઝલ,
છેવટે તો શ્વેત થઈ જાતી ગઝલ.
ક્ષણમાં સિદ્ધિનાં શીખર પર જઈ ચડે,
એજ સદીઓથી ઉવેખાતી ગઝલ.
સુક્ષ્મત્તમ થી સુક્ષ્મત્તમથી સુક્ષ્મત્તમ,
કે નરી આંખે ન દેખાતી ગઝલ.
મૌન વચ્ચે, મૌન વચ્ચે બૂમ થઈ,
મનનાં ઉંડાણોમાં પડઘાતી ગઝલ.
કોણ કોને કેમ ક્યારે કેટલી,
કઈરીતે કેટલી સમજાતી ગઝલ.
વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે,
એક બિંદુમાં સમેટાતી ગઝલ.
મૂક થઈ જોયા જ કરવાનું હવે,
શબ્દ વચ્ચેથી સરી જાતી ગઝલ.
વહી જતી પત્થર ઉપરથી વહી જતી,
કાળજે પાણીનાં કોરાતી ગઝલ.
જ્યારે ‘આદિલ’ શ્વાસ પણ ડૂબી જતો,
ત્યારે રોમે રોમ સંભળાતી ગઝલ.
જીહાં ‘આદિલ’ તો તખલ્લુસ માત્ર છે,
નામ ધંધો ધર્મ ને જાતી ગઝલ..
…
આ રચના મોકલવા બદલ મિત્ર નીરજભાઇ (રણકાર)નો ખૂબ આભાર…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
.

દેવકી – યશોદાને ત્યાં બાળકનો જન્મ થયો… હવે રાશિ કઇ આવી..???…લાલનનાં તો અનેક નામ છે ..સાચે જ કનૈયો દરેક રાશિમાં બિરાજે છે … એટલે જે-તે રાશિવાળી વ્યક્તિઓમાં કાન્હાનાં ગુણ છે.. દરેક આત્માની અંદર પરમાત્મા બિરાજે છે…..!
મુંબઇથી નીતાબહેન કોટેચાએ આ લિસ્ટ મોકલાવ્યું છે…
લાલો કહો તો, મેષ રાશિ આવે (અ,લ, ઇ)
બાલકુષ્ણ કહો તો, વૃષભ રાશિ આવે (બ, વ, ઉ)
ઘનશ્યામ કહો તો, મિથુન રાશિ આવે (ક છ, ઘ)
હરિ કહો તો, કર્ક રાશિ આવે (ડ,હ)
માધવ, મોરારી, મોહન કહો તો, સિંહ રાશિ આવે (મ,ટ)
પુરુષોત્તમ કહો તો, કન્યા રાશિ આવે (પ,ઠ,ણ)
રથાંગપાણિ, રમાપતિ કહો તો, તુલા રાશિ આવે. (ર,ત)
નટવર, યોગેશ્વર કહો તો, વૃશ્ચિક રાશિ આવે (ન,ય)
ભુધર કહો તો, ધન રાશિ આવે (ભ,ફ,ધ,ઢ)
ગીરિધર કહો તો, કુંભ રાશિ આવે (ગ,શ,સ)
જનાર્દન કહો તો, મકર રાશિ આવે (ખ, જ)
દામોદર કહો તો, મીન રાશિ આવે (દ,ચ,જ,થ)
…………………………………………………………..
હરિ તારા છે હજાર નામ .. તને ક્યા નામે બોલાવીએ..???
આપ સહુને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઇ અને જયશ્રીકૃષ્ણ.
- મધર ટેરેસા
આજે હોળી …આમ તો આજનાં દિવસે સામાન્ય રિવાજ હોય છે કે સગા સબંધીઓ એકબીજા ને ત્યાં મિઠાઇ અથવા રેવડી – બિસ્કીટ મોક્લતાં હોય છે …
પણ આજે એક નવી વાનગી બનાવીએ ..
“સૌ પ્રથમ એક કિલો પ્રેમ લો. એમાં બરાબર બસ્સો ગ્રામ સ્મિત ઉમેરો. આથો ચડી રહે પછી તેમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનૂભુતી તથા પા લિટર સચ્ચાઇ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટીને ઘટ્ટ થવા દો. પછી તેમાં એટલાં જ વજન જેટલો આનંદ રેડીને ઠીક-ઠીક સમય સુધી વૈરાગ્યનાં ફ્રીજમાં રાખો. કલાક પછી વિવિધ આકાર બનાવીને, રંગબેરંગી ખુશીઓ નાં દાણાં છાંટી ને દરેક ઘરે જઇ વહેંચવા માંડો.
આ સ્વાદીષ્ટ વાનગીનું નામ છે – ” સુખી-જીવન “..
Panorama theme by Themocracy