વીણેલા મોતી…
કદર કરવાની કળા કઈક અલગ જ હોય છે,
પ્રેમ કરવાની પ્રથા કઈક અલગ જ હોય છે,
નથી જરૂર એને શબ્દોના સથવારાની,
સમજતા આવડે તો જ પ્રેમનાં પંથ ચાલજો,
કારણ પ્રેમની ભાષા તો મૌન હોય છે…
***
કદર કરવાની કળા કઈક અલગ જ હોય છે,
પ્રેમ કરવાની પ્રથા કઈક અલગ જ હોય છે,
નથી જરૂર એને શબ્દોના સથવારાની,
સમજતા આવડે તો જ પ્રેમનાં પંથ ચાલજો,
કારણ પ્રેમની ભાષા તો મૌન હોય છે…
***

સ્વર – મનહર ઉધાસ
રચના – ‘શૂન્ય’ પાલનપુરી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મિત્રો આજે પ્રસ્તુત છે મારી અતિપ્રિય એવી આ ગઝલ .. એક એક શબ્દને એવા તાણાવાણાથી ગુંથીને આ રચના રચી છે કવિએ ..કે બસ.. વારંવાર વાંચવી-સાંભળવી ગમે છે ..! દરેક શેર અદ્ભુત છે ..!
***
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ…
દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ…
ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી, લાગણી મુક્ત છે, સ્થળ અને કાળથી
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ…
બે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ…
દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ…
જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય
રંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ…
***
***
મિત્રો, તાજેતરમાં મહુવા ખાતે યોજાયેલ ‘અસ્મિતાપર્વ : ૧૫ ’માં ” સ્ત્રી સંવેદના” વિષે, મારી પ્રિય લેખિકા શ્રીમતિ કાજલબેન ઓઝા વૈદ્યનું હ્રદય સ્પર્શી વક્તવ્ય આપે પણ ”આસ્થા” ચેનલ પર જોયું / સાંભળ્યું હશે.. તેમ છતાં, જે વાંચક મિત્રો આ લ્હાવો ના લઈ શક્યા હોય એમના માટે આજે સમન્વય પર માણી શકે એ હેતુ, ઉપરાંત આ વક્તવ્ય મનને એક્દમ સ્પર્શી ગયું, તેથી અહીં પ્રસ્તુત કરી રહી છું..!
“ગુરુબ્રમ્હા” થી “પરફેક્ટ હસબંડ” સુધીનાં અનેક સુપેરહીટ નાટકો, દુરદર્શન પર ૧૬૦૦ એપિસોડ વાળી વિક્રમજનક ” એક ડાળના પંખી” સહીત અનેક ગુજરાતી-હિન્દી સીરીઅલ તથા આશરે ૪૫ થી વધુ પુસ્તકોના લેખિકા કાજલજીએ
“ઘાત” અને “દિવાનગી” જેવી ફિલ્મો ના સંવાદો પણ લખ્યા છે.
આમ રંગભૂમિ, ટેલીવિઝન, ફિલ્મ અને સાહિત્ય ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
પ્રસ્તુત વક્તવ્યમાં, કાજલજીનો એક એક શબ્દ, હૈયાના તારને ઝણઝણાવી જાય છે..!!!
વક્તવ્ય દરમ્યાન શ્રી મોરારી બાપુ તથા શ્રોતાગણ પણ એમના શબ્દોને સમર્થન આપતાં નજર આવે છે ..! દરેક સ્ત્રીના મનની વાત , એક સ્ત્રીના”સ્ત્રીત્વ”ની ઓળખ, કાજલજીએ સુંદર રીતે રજુ કરી છે …!! આ વક્તવ્ય ફક્ત સ્ત્રીઓ જ નહીં, પરંતુ પુરુષવર્ગ પણ એમનો અમુલ્ય સમય ફાળવી, સાંભળે એવી નમ્ર વિનંતી.. આ આજના દિવસની જરુરિયાત છે કે, પુરુષો પણ સ્ત્રી સંવેદનાને સમજી સહકાર આપે..!! સાથે જ દરેક સ્ત્રીઓએ હિંમત અને પ્રેરણા મેળવવી જરુરી છે.. !
મારી અતિપ્રિય બુક ”કૃષ્ણાયન” માં શ્રીકૃષ્ણ ભગવાનનો એક માનવ તરીકે પરિચય આપી, એમના જીવનમાં આવેલી ત્રણ સ્ત્રીઓની સંવેદનાની અનુભૂતિ, જ્યારે શ્રીકૃષ્ણને પરમતત્વમાં ભળી જવાની વેળાએ થાય છે, તેને જે રીતે શબ્દોમાં કંડારી છે, એ અને બીજી અનેક નવલકથાઓ – ટુંકી વાર્તાઓમાં સ્ત્રીસંવેદનોને બખુબી આલેખ્યા છે, એવી લેખિકા-કાજલજી માટે ખરેખર ગૌરવની અનુભૂતિ થાય છે ..!! એમના આ વક્તવ્યને તથા એમને નવાજવા મને શબ્દો જ નથી મળતા..!!
બસ .. આંખોના ખુણે અશ્રુ -બિંદુ ટપકી પડવાની કોશીશમાં જ છે ..!!
***
( જલારામ જ્યોત, એપ્રિલ 2012 – કથાબિજ : શ્રી નાનાભાઈ જેબલીયાની કૃતિ – ઉસ્માન ભગત રામાયણી )
***
( આ પોસ્ટ સમન્વય પર મુક્વાની પરવાનગી આપવા બદલ માનનીય શ્રીસુરેશભાઈ ગણાત્રાનો ખૂબ ખૂબ આભાર.)
***
રામલલ્લા જન્મદિનની હાર્દિક શુભ કામનાઓ ….
રામ ના બિસાર બંદે, રામ ના બિસાર …
થોડા વર્ષો પહેલા વઢવાણ ગામમાં ઘટેલી આ એક સત્ય ઘટના છે…
ઉસ્માન બારૈયા …. જન્મે મુસલમાન અને ધર્મ એટલે પ્રેમ અને સત્યની ઊપાસના એવું માનનાર, મસ્જિદ અને દરગાહમાં પડ્યો પાથર્યો રહેનાર જીવ ….
ઉસ્માન ભગત જ્યારે મોટા પીરની દરગાહમાં બેસીને રામાયણની ચોપાઈઓ ગાતા હોય, રામાયણ-કુરાનનાં છુપાં રહસ્યો પ્રગટ કરતા હોય ત્યારે સાથે બેસીને કથા સાંભળતા હિન્દુ મુસ્લિમ શ્રોતાઓની આંખોમાંથી આંસુ વહેતા હોય…!
ફકત અડતાલીશ વરસની ઉમરે જ્યારે ઉપરવાળાને તેની જરુર લાગી ત્યારે આ ફાની દુનિયા છોડીને એ બંદો ખુદાની ખિદમતમાં પહોંચી ગયો.
ઉસ્માન ભગતતો અલ્લાહ કે ઈશ્વરના દરબારમાં જતાં રહ્યાં પરંતુ એણે વાવેલાં માનવતાનાં બીજ વટવૃક્ષ બનીને વઢવાણ પંથકને આજ પર્યંત કોમી એકતાની શીળી છાયા આપતા રહ્ય છે….
દિવંગત ઉસ્માન બારૈયાની યાદમાં રામપારાયણનું આયોજન કરવા વઢવાણના ચાર હીંદુ યુવાનો – સુરેશભાઈ, પ્રતાપસંગ, રાજુભાઈ અને દેવાતભાઈએ કમર કસી.
મોટા પીરની દરગાહમાં બેઠક રાખી. એજન્ડા હતો, વઢવાણ પંથકને કોમી એકતાની શીળી છાયા આપી જનાર ઉસ્માન ભગતનાં જીવતરને આપણે ઊજળું કરી દેખાડવું …
મિત્રોએ વિચાર્યું: ભગત જેવા પુણ્યશાળી આત્માની પાછળનું કોઈ પણ સત્કાર્ય કોઈ દિ’ નૈ અટકે… અને ખરેખર બન્યુ પણ એવું જ.
પ્રથમ કાર્ય, સુચારુ રીતે ‘રઘુનાથ ગાથા’ કરી આપે એવાં કથાકારને ગોતવાનુ હતું,
વલ્લભદાસ દૂધરેજીયા રામ કથાના સમર્થ વક્તા. વલ્લભદાસભાઈ પાસે આખી વાત મુકાણી અને જવાબ મળ્યો… દસ દિવસ નિ:સ્વાર્થ ભાવે રઘુનાથ ગાથા સૌને સંભળાવીશ… મારી ફરજ સમજીને સંભળાવીશ, કેમ કે ઉસ્માન ભગત રામ-રહિમના પ્યારા હતાં.’
‘સાંભળો મિત્રો!’ મંડપ સર્વિસવાળા એક ગૃહસ્થે આ ચારેયને બોલાવીને કહ્યું, ‘તમે ઉસ્માન ભગત પાછળ રઘુનાથગાથાનું આયોજન કરતાં હો તો હું મારો વિશાળ કથા મંડપ, દસ દિવસ કોઈ પણ જાતનું મહેનતાણું લીધા વગર આપીશ…’
વાત આગળ ચાલી. કાગળવાળા ફકીર મોહમદભાઈએ અને પ્રેસવાળા ગૌતમભાઈએ મળીને રામપારાયણ માટેની પત્રિકાઓ સેવાભાવે વિના મુલ્યે છાપી આપી.
છોકરાઓ જે કોઈ મળે એને ‘રઘુનાથ ગાથા’ની પત્રિકા આપવાની સાથે વિનંતી પણ કરે: ‘વાંચજો અને બીજા બેને વંચાવજો. આમા અમારા ઉસ્માન ભગતની વાત છે.’
શહેરની ચારેક સંસ્થાઓ એ સાથે મળીને કથાસ્થળે વિપુલ પ્રમાણમાં માઈક, લાઈટ અને પાણીની વ્યવસ્થા કરી આપી…
ફરીદભાઈ અને હાજીભાઈ જેવાં મુસ્લિમ બિરાદરોએ ધંધા નોકરીમાં દસ દિવસની રજા મૂકીને કથા સ્થળે ખડા પડે શ્રોતાઓની સેવા કરવાની ભક્તિ દેખાડી…
અરૂણભાઈ ગોહિલ નામનાં યુવાને દસે દસ દિવસ માટે ઘરનું પેટ્રોલ પુરાવીને કથાના કોઈ પણ કાર્ય માટે પોતાની રિક્ષા સાથે પોતે ખડેપગે હાજર રહ્યા…
હિન્દુ મિત્રોએ દરખાસ્ત મુકી, કથાના મુખ્ય યજમાન તરીકે મોટા પીરદાદાનાં પ્રતીક સમો હાથનો પંજો કથાના મંચ પાસે પધરાવીએ. સાથે ચાંદ તારાનો લીલો નેજો.’
મુસ્લિમ મિત્રોએ વાતને વધાવી અને પછી એ ઉદારતાનો વટક વાળ્યો: ‘વ્યાસપીઠ ઉપર, પંજા પાસે ગણપતિ અને લક્ષ્મીજીને પણ પધરાવીએ.’
હિન્દુ મુસ્લિમ બિરાદરોએ નક્કી કર્યું : ‘કથા મંડપને થાંભલે થાંભલે લીલી ધજાઓ અને સાથે સાથે ભગવી ધજાઓ હોવી જોઈએ…’
કથાના મુખ્ય પ્રવેશદ્વાર સામે મોટા અક્ષરે બોર્ડ મુકાવ્યું : ‘યા ગોશ ખિદમત કમિટી, મોટા પીરદાદા વઢવાણ – આપનું સ્વાગત કરે છે…’ અને કથા સ્થળનું નામ ‘અંજની ધામ’ રખાયું.
હિન્દુ અને મુસ્લિમ મિત્રોની એ સંયુકત બેઠકમાં આનંદપૂર્વક સર્વ સંમતિ સધાઈ ગઈ.
અહીં રામ રહીમે બક્ષેલી આ જિંદગીને, માણસ તરીકે જન્મ્યાં છીએ તો માણસ તરીકે રૂડી રીતે જીવી જવાની એક અનોખી તમન્ના હતી…
કથાકાર વલ્લભદાસ દૂધરેજીયાએ હૃદયમાં ઝબોળેલાં કંઠેથી એક મુસ્લિમ બેટાની ધર્મ સમાનતાને, એના ધરતી સાથેના સાચા નેહને, માનવતાની એની પૂજા અને બંદગીને એવાં તો રજૂ કર્યા કે સાંભળનાર બધા લોકોના જાતિ પાંતીનાં ભેદો ભૂલાઈ ગયા…!
કથા મંડપમાં એક સાથે લહેરાતાં ભગવા અને લીલા રંગે કોમી એકતાના નામે અત્યાર સુધી થયેલા ફટકિયા રંગના લપેડા ધોવાઈને ઊખડી ગયાં…!
કથા દરમ્યાન કથા મંડપમાં એક વાત સતત ગૂંજતી મહેસુસ થતી હતી કે જાણે ઉસ્માન ભગત પોતે સંદેશો આપી રહ્યા છે -
‘મંદિર કો તોડ, મસ્જિદ કો તોડ, તો ન કોઈ મુઝાઈ કા હૈ;
મગર કિસીકા દિલ મત તોડ બંદે! યહ ઘર પ્યારા ખુદાકા હૈ’
આવો, આજના રામનવમીના, આ સપરમા દિવશે, આપણે, રામ-રહીમના પ્યારા એ દિવંગત આત્માને હ્રદયપૂર્વકની શ્રધ્ધાંજલી અર્પણ કરીને રામલલ્લાના જન્મને વધાવીએ ….
અસ્તુ … … … … … … … … … … … સુરેશ ગણાત્રા
***
મિત્રો, આ પ્રસંગ આપણા સહુ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે .. હૈયામાં જો માનવતાની -એક્તાની જ્યોત પ્રગટે તો કોઈ બુઝાવી ના શકે …! ઉસ્માનજીને અંતઃકરણ પૂર્વક શ્રદ્ધાંજલી ..
***
Woman’s day Spacial…
***
કોયલનો ટહુકાર થયો ને જાહ્નવીએ આંખો ખોલી … બાપ રે … બહુ જ મોડું થઇ ગયું છે …. હું પણ ના જાણે કેવી રીતે તંદ્રામાં પડી હતી ..!! બપોર નમવા આવી હતી, શાર્પ ૪:૩૦ ને કોયલ નો ટહુકાર .. આ રોજનું હતું ..”મમતા” બાલાશ્રમની સંચાલિકા જાહ્નવીના ટેબલ પર સ્પેશીયલ મસાલા ટી આવી જ ગઈ હોય .. બાલાશ્રમના પ્રાંગણમાં જ આંબાનું વૃક્ષ હતું..ત્યાં કાયમ બપોરે કોયલ ટહુકે…સવારે પ્રાર્થનામાં બધા બાળકો પ્રાંગણમાં જ એકત્રિત થયા હોય, ત્યારે એ દરેક બાળકને પ્રેમથી મળતી.. પછી જ ઑફિસમાં પ્રવેશી બાળકોના લિસ્ટ પ્રમાણે એક એક બાળકની જરુરિયાતની નોંધ વિગેરેની ફાઈલ ચેક કરવામાં અને અન્ય સામાજીક કામોમાં વ્યસ્ત થઈ જાતી… દરરોજ બપોરે કોયલના ટહુકારે ઑફિસમાં ટી-બ્રેક હોય..!! પરંતુ આજે કોયલ નો ટહુકો થયો છતાં પણ ચા કેમ ના આવી ? તરત બેલ મારી પ્યુનને બોલાવી ચા માટે પૂછ્યું ..તો કહે કે મેડમ હું અંદર આવ્યો હતો પણ આપ નિંદ્રાધીન હતા ..!!! ..ઓહ.. જાહ્નવીને મનમાં હસવું પણ આવ્યું કે, આ પ્યુન મારી તંદ્રા ને નિંદ્રા કહે છે .. ! જો કે ગુસ્સો પણ આવ્યો કે ઓફીસમાં હું આવી રીતે તંદ્રામાં સરી પડું એ સારું ના કહેવાય .. આટલી બધી ડીસીપ્લીન ઘડીને સ્ટાફને તેમાં રહેવા ફરજ પાડું છું અને હું જ ..!! .. પરંતુ એ જાણતી હતી કે આજે ના છુટકે તંદ્રામાં જ સરી પડાય એવું હતું … બહાર થી એકદમ ગંભીર દેખાતી જાહ્નવીએ જીવનમાં ઘણું જ સહ્યું હતું .. પરંતુ એ બધું જ એક તિજોરીમાં બંધ કરીને એક નવું આવરણ પહેરીને નવા શહેરમાં તદન અલગ જ રીતે જીવન જીવવાનું નક્કી કરીને આવી ગઈ હતી .. બધું જ ભૂલી જવા માંગતી હતી .. પરંતુ .. આજે અચાનક જ પાંચ વર્ષ પછી .. તેણીની ભીતર એક ઉલ્કાપાત રચાયો …
હા… આજે પુરા પાંચ વર્ષ પછી મોબાઈલ પર એક મેસેજ આવ્યો .. એ જ જાણીતો નંબર .. જેને પોતે જ અજાણ્યો કરી નાખ્યો હતો .. પણ તેને મારો આ નંબર કેવી રીતે મળ્યો હશે ..? .. તેને એકવાર મળવા વિનંતી કરતો આ મેસેજ જાહ્નવીના ફેંસલા ને ક્ષણ ભર હલાવી ગયો … પરંતુ.. ના..!. જે ગલીમાં જાવું જ નથી ત્યાં પાછુ ફરીને જોવાનો જ શું મતલબ ..? હવે તો આ બાલાશ્રમના બાળકો જોડે અતુટ-અનોખાં બંધને બંધાઈ ચુકી હતી.. હજુ તો આગળ કંઈ વિચારે ત્યાં ફરી દરવાજા પર નોક થયું .. પ્યુન મસાલા ટી લઇ ને આવી ગયો.. સાથે જ ઘણી બધી પોસ્ટ અને કાર્ડ્સ .. આ બધું ચેક કરતા કરતા ચાઈ નો આનંદ લેવા ની ટ્રાય કરતી હતી પણ આ શું ? આજે આ મસાલા ટી કેમ ફિક્કી લાગે છે ? એક પછી એક પોસ્ટ ચેક કરી ને કાર્ડ્સ પણ જોયા … હમમમ .. ”હેપ્પી વુમનસ ડે” ના કાર્ડ્સ ..!! કેવી ખોખલી વાતો આપણાં ભારતીય સમાજમાં ઘર કરી ગઈ છે ? જ્યાં કોઈ ” સ્ત્રીને” સમજી જ નથી શકતું ત્યાં આવા દિવસો ઉજવાઈ રહ્યા છે ..! અને યાદ આવ્યું કે આજે તો રાતે નારી કલ્યાણ કેન્દ્ર માં ” સ્ત્રી સ્વાતંત્ર્ય ” વિષે સ્પીચ આપવા જવાનું છે … પરંતુ ના જાણે કેમ આજે મન નથી થતું ત્યાં જવાનું … શું અર્થ છે આ બધી સ્પીચ અને આવી બધી વાતો નો ..? સમાજ માં દરેક વસ્તુ, દરેક વાતો કે દરેક વિચાર, જેમ છે તેમ યથાવત છે .. કશો જ ફર્ક નથી પડતો .. ! .. આવી સ્પીચ થી કઈ નારીનું કલ્યાણ થયું છે કે થશે ..? …ત્યાં તો મોબાઈલ રણક્યો .. જોયું તો એ જ નંબર ..!!! જાહ્નવી એ મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો .. થોડીવારમાં ઇન્ટરકોમ રણક્યો .. મેમ, નારી કલ્યાણ કેન્દ્રમાંથી આપના માટે કોલ છે .. જાહ્નવી એ ના છુટકે માધુરી બેન જોડે વાત કરવી પડી .. પરંતુ તબિયત નાદુરસ્ત હોવાનું બહાનું બનાવી સ્પીચ કેન્સલ કરાવી … અને સ્ટાફમાં, બાળકોની સંભાળ ના અમુક સૂચનો કરી.. ઑફીસની બહાર નીકળી ગઈ ..
સુરજનાં કિરણો ઢળી રહ્યા હતા અને જુહુના દરિયા કિનારે સહેલાણીઓનો શોરબકોર દરિયાના મોજાઓમાં ભળી જતો હતો … જાહ્નવી પણ ત્યાં આવી … લોકોના ટોળાથી દુર જ્યાં બહુ ચહલ પહલ નહોતી એવી એક જગ્યા શોધી એ દરિયા તરફ મીટ માંડી ને બેઠી .. દરિયામાં આવતા ભરતી અને ઓટના મોજાઓને નિહાળતી રહી … પોતાના જીવનમાં પણ આવી જ રીતે મોજાઓ આવીને અફળાયા રાખે છે .. !!
….કેવો હતો એ દિવસ ..? જીવનમાં વસંતના પગરણ મંડાયા હતા જાણે કે ..! કલ્પના પણ નહોતી કે કોઈ તેને બેફામ ચાહી રહ્યું છે .. કોલેજના છેલ્લા દિવસે, કેન્ટીનમાં જ્યારે સમીર પોતાના પ્યારનો એકરાર કરવા આવ્યો ત્યારે એ તો બે ઘડી અવાચક થઇ ગઈ હતી .. કારણકે મિત્ર વર્તુળમાં સમીર ખૂબ જ ઓછું બોલતો .. પરંતુ જ્યારે તેણે એકરાર કર્યો ત્યારે જાહ્નવીને પણ ના સમજાયું કે શું ઉત્તર આપવો .. ! પછી તો ધીમે ધીમે બન્ને વચ્ચે પ્રણય પાંગર્યો … જાહ્નવી પોતાને એકદમ ખુશનસીબ સમજવા લાગી …ને શુભ ચોઘડિયે બન્નેનાં લગ્ન લેવાયા .. શરૂઆતનાં દિવસો તો સ્વર્ગમાં વિહર્યા .. ધીમે ધીમે રૂટીન લાઈફમાં આવી ગયા ..એક તો સંયુક્ત કુટુંબ, અને શરુ થયા નાના નાના ખાટા-મીઠા ઝગડાઓ .. તે પણ બન્ને પોત પોતાના સ્નેહથી સોલ્વ કરી લેતા … પરંતુ બે વર્ષના લગ્નજીવન દરમ્યાન ઘણા મત-મતાંતરો થતા રહેતા, એવામાં ઘરમાં વાતો થવા લાગી કે, હવે તો બાળકની કિલકારીઓની જરૂર છે… કારણકે સમીરના મોટાભાઈના બાળકો મોટા થઇ ગયા હતા …પરંતુ જાહ્નવી કે સમીર આ બાબત મૌન જ રહેતા હોવાથી ઘરમાં બધા અકળાયા, છેવટે જાહ્નવીનું મેડીકલ ચેક અપ કરાવવાનું નક્કી થયું .. ત્યારે ડોકટરે જ કહ્યું કે બન્નેનું ચેક અપ જરૂરી છે … ત્યાર બાદ એક સપ્તાહ બધા ખૂબ જ ટેન્શનમાં રહ્યાં .. અંતે બન્નેનો રીપોર્ટ નોર્મલ આવ્યો .. બધાને શાંતિ થઇ .. આ વાતને પણ વર્ષ થઇ ગયું .. હવે બધાની ધીરજ ખૂટી .. સમીર પણ બિઝ્નેસ ટૅન્શન અને આ બધા કારણે, વાત વાતમાં જાહ્નવી પર ગુસ્સે થવા લાગ્યો .. જાહ્નવીને સમજાયું નહીં કે, આમાં મારો શું દોષ છે ? ઘરના લોકોનું માનસિક ટોર્ચરીંગ ચાલુ જ રહ્યું સાથે જ સમીરનું વિચિત્ર વર્તન ..!!! જાહ્નવી અકળાવા લાગી … એકવાર તેને કહ્યું પણ ખરું કે, આપણા નસીબમાં કદાચ આપણા બાળકનું સુખ નહીં હોય , તેથી પોતે બાળકને અડોપ્ટ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી, તો સમીર ગુસ્સે થઈ ગયો કે રીપોર્ટ નોર્મલ છે તો એવી શી જરૂર છે ? .. અને ઘરમાં ફરી બીજા કોઈ ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા જાહ્નવી પર દબાણ થવા લાગ્યું .. એ અકળાઈ ઉઠી … શા માટે ? શા માટે બધા મારા પર જ શક કરે છે ? મને જ ચેક અપ કરાવવાની ફરજ પાડે છે ? તેણે સમીરને પણ ફરી ચેક અપ કરાવવા કહ્યું … બસ… એ સાંભળીને સમીર નો ”મેન ઈગો” હર્ટ થયો.. પોતે જાણે કે સર્વગુણ સંપન્ન હોય એવી રીતે જાહ્નવીના ગાલ પર … સ… ટા …ક.. એક થપ્પડ ..ને ઉપરથી શબ્દોના પ્રહાર કરતો રહ્યો .. અને તેમાં પણ ઘરની લેડીઝ – માતા – ભાભી અને બહેનના વિચારો જ પ્રગટ થતા હતા .. જે જાહ્નવી સમજી ગઈ કે અત્યારે ઘરના સ્ત્રી પાત્રો જ સમીરના મગજ પર હાવી થઈને બેઠા છે .. એટલે દુ:ખ એ જ થયું કે સ્ત્રી જ સ્ત્રી ને સમજી શક્તી નથી ..અને જેણે મને એટલો સાચો પ્રેમ કર્યો હતો એ જ મને સમજી ના શક્યો ..!!! શું તેને પિતા બનવાના અરમાન છે તો મને માતૃત્વની ઝંખના નહીં હોય ..? મેં તેને અનહદ ચાહ્યો છે, એ મારી ચાહતને સમજવાની બદલે કાચા કાનનો બની ઘરના બીજા બધાની વાતોને સમર્થન આપે છે ..!! મારી સંવેદનાઓને – મારા સાચા પ્રેમને પણ માન નથી આપી શકતો ..!! મેં સમીર માટે શું શું નથી સહ્યું .. કૌટુંબિક ઘર્ષણની અમુક વાતો પણ પોતે ક્યારેય સમીર સમક્ષ વ્યક્ત નહતી કરતી, કારણકે સમીરને પોતાના કુટુંબ વિરુદ્ધ કશુજ સાંભળવું ગમતું નહીં ..સચ્ચાઈ ખબર હોવા છતાં …!! અને સાસરીમાં પોતે સમીરના પ્રેમ ખાતર જ તો બધું સહ્યું હતું … અને સમીરને પણ થોડી ઘણી ખબર તો હતી જ ને છતાં એણે જાહ્નવીને, ઘરમાં બધાનું સહન કરવા ફરજ પાડી હતી …!! …પરંતુ, સમીરે આજે આવા વર્તનથી જાહ્નવીનું દિલ તોડ્યું હતું …!! … કહેવત છે ને કે ”કાંકરીના માર્યા કદી ના મરીએ, મ્હેણાં ના માર્યા મરીએ ” અને સમીરના આ શાબ્દિક પ્રહારોથી ઘવાયેલી જાહ્નવી એ ત્વરિત એક નિર્ણય લઇ લીધો .. એક દિવસ વહેલી પરોઢે બધા ઊંઘતા હતા ત્યારે જેવો સમીર બિઝનેસ ટ્રીપ પર ગયો કે, તે પણ મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગઈ … અલબત એક ચબરખી છોડતી ગઈ કે મને શોધવાની વ્યર્થ કોશિશ ના કરશો … હું મારી સ્વેચ્છાએ આ ઘર છોડીને જઈ રહી છું ..! … મુંબઈ આવીને માસીને ત્યાં રહી જોબ શોધી ..જો કે ત્યારે પણ એના માથે ”બિચારી” ”બાપડી”ના લેબલ લાગ્યા જ કરતા હતા .. કારણ કે પરિણિત હોવા છતાં ”એક્લી” રહેતી હતી …!! આવા છે આપણા સમાજના નબળા વિચારો ..!!!!
… જોત જોતામાં પોતે ”મમતા બાલાશ્રમ” ની સંચાલિકા બનીને બાળકોમાં તન્મય બની ગઈ ..!! જાણે કે જિંદગીમાં કશું જ બન્યું નથી .. આ જ તેનું જીવન છે બસ ..!! ..
પરંતુ આજે અચાનક મોબાઈલની એક રીંગ અને મેસેજને લીધે તેણીના હૈયામાં ઉલ્કાપાત રચાઈ ગયો…!! રાત થઇ ચુકી હતી .. એટલે એ ત્યાંથી ઉભી થઇ … પરંતુ જેવી ઉભી થઇ કે સામે સમીર ..!!!! સમીરને પોતાની ભૂલ સમજાઈ હતી .. કેટલા સમયથી એ જાહ્નવીની શોધમાં હતો, અચાનક એક દિવસ ન્યુઝ્પેપરમાં આ બાલાશ્રમ વિશે જાહ્નવીનો ઈન્ટર્વ્યુ વાંચ્યો ને તરત મુંબઈ પહોંચી ગયો પણ ઑફિસમાં જવાની હિંમત ના ચાલી…જેવી જાહ્નવી બહાર નીકળી કે તે પણ તેની પાછળ અહીં સુધી આવી પહોંચ્યો.. તેને જોઇને જાહ્નવી જડવત બનીને ઉભી રહી .. પરંતુ તરત મક્કમ નિર્ણય લઇ ને આગળ ચાલવા લાગી.. સમીરે તેને બોલાવવા ઘણી વ્યર્થ કોશિશ કરી, પરંતુ.. જાહ્નવી જાણે કે કશું સાંભળતી જ નહોતી અને ટેક્ષીમાં બેસી ગઈ..!! સમીર, જાહ્નવીના નામની બુમો પાડતો ટેક્ષી પાછળ ખૂબ દોડ્યો .. પરંતુ … પહેલાં જેનું આગમન પોતાના જીવનને મહેકાવી રહ્યું હતું, આજે તેનું – તેના પ્રેમનું ગમન વિવશ થઇ અશ્રુભરી આંખોએ જોઈ રહ્યો ..!!
ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ .. વો ફિર નહીં આતે ..વો ફિર નહીં આતે .. ફૂલ ખીલતે હૈ.. લોગ મિલતે હૈ, મગર
પતઝડ મેં જો ફૂલ મૂરઝા જાતે હૈ વો બહારો કે આને સે ખીલતે નહીં .. કુછ લોગ એક રોજ જો બિછડ જાતે હૈ, વો કભી મિલતે નહીં .. કલ તડપના પડે યાદ મે જિનકી …રોક્લો રુઠ કર ઉનકો જાને ન દો …બાદમેં પ્યાર કે ચાહે ભેજો હઝારો સલામ .. વો ફિર નહીં આતે …ઉમ્ર ભર ચાહે કોઈ પુકારા કરે ઉસકા નામ .. વો ફિર નહીં આતે ..!!
જ્યારે માનવીના જીવનમાં કોઈ એવું પાત્ર હોય છે… જેને લીધે પોતાનું જીવન મહેકતું લાગે છે પરંતુ ક્યારેક કોઈક ઈગો કે કોઈ પણ સંજોગવશાત એ તેને જ અવગણવા લાગે છે ત્યારે ખુદને ખબર નથી હોતી કે પોતે શું ગુમાવે છે !
માટે આ વાત ધ્યાનમાં લેવા જેવી છે –
”Respect the feelings of people who touched ur heart Bcoz, u will never know when they will just walk out of ur life and never come back”
કેટલું મર્મસ્પર્શી અને વાસ્તવિક છે !!
***
અચાનક આપણું મળી જવું,એ ઈશ્વરીય સંકેતસમુ લાગે
ઈશ્વરે રચેલા સંબધોની ગાંઠ કોઇથી છુટતી નથી હોતી
તું દૂર રહે કે મારી નજીક રહે કંઈ ફરક પડે નહી મને
આપણા પ્રેમની સાંકળ અણસમજથી તુટતી નથી હોતી
ચાહવા માટે અક્ષરોની લાગણી જ કાફી નથી
તને ચાહીને લાગણીની ભાષા બીજું કૈ ઘુંટતી નથી હોતી…
- નરેશ કે.ડૉડીયા
શ્રીમુકેશ જોષીની સુંદર શબ્દોથી કંડારેલી આ રચના, મિત્ર શ્રી કેદારભાઈ ઉપાધ્યાયનાં સ્વરાંકન તેમજ મધુર સ્વરમાં પ્રસ્તુત છે..!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા…આખીય જિંદગી બળ્યા છો ?
તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઈના..મારગથી કાંટાઓ શોધ્યા?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના..તડકાઓ અંગ ઉપર ઓઢ્યા?
તમે એકવાર એનામાં ખોવાયા બાદ..કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઈની આંખ્યુંમાં વીજના કડાકાથી..ખુદમાં વરસાદ થતો જોયો?
તમે કોઈના આભને મેઘધનુષ આપવા..પોતાના સૂરજને ખોયો?
તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં..માથુ મૂકીને રડ્યા છો ?
તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
***
***
આપણુ જીવન એક ટી. વી. સિરીયલ છે અને તેના દિગ્દર્શક – ‘ભગવાન’ છે ..આપણા જીવનની પટકથાના લેખક – ‘વિધાતા’ છે .. દરેક એપીસોડની જરૂર મુજબ આપણા જીવનના અમુક મોડ પર, પાત્રો ( કિરદાર )ની આવન જાવન લખતા રહે છે ..! અને દરેક માનવી રૂપી અભિનેતા એકબીજાના જીવનમાં પોત-પોતાનો રોલ નિભાવવા આવીને જતા રહે છે ..!
***
***
મિત્રો, આજના જેટયુગ સોરી, નેટયુગમાં આપણે હવે ઈશ્વરને પણ નેટ જગતમાં પ્રગટ થવા આમંત્રણ ( ફ્રેન્ડ રિક્વેસ્ટ ) મોક્લવી પડે એવુ નથી લાગતુ ?
આવી જ એક વાત ગુજરાતી બ્લોગજગતના માનનીય સભ્ય શ્રી-દેવિકાબેનનાં શબ્દોમાં પ્રસ્તુત છે.
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના,
નથી હું મીરાં કે નથી કોઇ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં.
મારે તો વનરાવન કે મથુરા,
કદમ્બ કે ગોકુળ સઘળું યે વેબમાં !
તેથી ફરું હું તો નેટના જગતમાં,
તારા તે જગમાં ક્યાં હવે છે મણા ?
આવીને મળે તો માનું અહીં વેબમાં,
જોજે ભૂલીશ મા, કે’જે ઇમેઇલમાં,
વેબકેમ મંદિરના ખોલી દઇશ બારણાં,
આરતી ઉતારીને લઇશ ઓવારણા.
પૂજું તો છું જ આમ રોજ રોજ શબ્દમાં,
પામીશ ધન્યતા અક્ષરના ધામમાં,
અર્પી સર્વસ્વ તને બાંધીશ વચનમાં,
છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.
છેડી દે સ્નેહસૂર ને ફેરવી દે પ્રેમપીંછ,
ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં,
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના..!!
***
- દેવિકાબેન ધૃવ ( USA )
પ્રિય મિત્રો,
ગુજરાતી બ્લોગ જગત માટે સર્વ પ્રથમ ”શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા” શરૂ કરવામાં આવી છે, જેના આયોજકો છે, માનનીય શ્રી કાંતિભાઈ કરસાળા, શ્રી વિજયભાઈ શાહ, શ્રી જીજ્ઞેશભાઈ અધ્યારૂ. આ નવા પ્રયાસ માટે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન.!
આ સ્પર્ધાનો હેતુ હાર-જીત નહીં, પરંતુ ગુજરાતી બ્લોગ્સની આગવી ઓળખ માટે તથા ગુજરાતી ભાષાને વિશ્વ-વ્યાપી બનાવવાનો જ પ્રયાસ માત્ર છે .. આ કાર્ય દ્વારા આપણી માતૃભાષાને વિશ્વમાં ઊચ્ચ દરજ્જો પ્રાપ્ત થાય, પરદેશ વસનારા આપણા ગુજરાતીઓ કે જેઓ ગુજરાતી બ્લોગ જગતથી અજાણ છે, એમને પણ આ નવા વિશ્વમાં એક આત્મિયતા નજર આવશે .. ‘મારું ગુજરાત – મારી માતૃભાષા’ આ સુત્ર એક મંત્ર બની માનસપટ પર ગુંજતુ રહેશે … આ માટે દરેક મિત્રોને વિનંતી કે એમના મિત્ર મંડળ સુધી આ સ્પર્ધાની માહિતી પ્રસરાવે અને પસંદગીના યોગ્ય બ્લોગ્સ ને મત આપવા પ્રોત્સાહિત કરે ..!
ગુજરાતી બ્લોગ જગતમાં અત્યારે લગભગ – ૯૫૦ થી વધુ બ્લોગ્સનાં નામ પ્રમાણે બનેલી યાદીમાંથી આપે આપના પસંદગીના પાંચ બ્લોગ્સને મત આપવાના છે. મત આપવાની પ્રક્રિયા સરળ છે…. આપને ગમતા પાંચ બ્લોગના નામ અને તેની વેબકડી (url) ફરજીયાત) અને આપને એ બ્લોગ્સ / વેબસાઈટ્સ કયા કારણે ગમે છે? (મરજીયાત) એ આપે આ સાઇટ – ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી.પર પ્રતિભાવ તરીકે મૂકવાના છે. મત આપવાની છેલ્લી તારીખ છે ૧૫ ઑક્ટોબર.
આપના મતોને આધારે સૌથી વધુ મત ધરાવતા પ્રથમ ૨૫ બ્લોગ્સ / વેબસાઈટ નિર્ણાયકો સુધી પહોંચાડવામાં આવશે.
એ યાદીમાંથી વિવિધ ક્ષેત્રવાર ગુણવત્તા ચકાસણીને અંતે નિર્ણાયકો દ્વારા પ્રમુખ ગુજરાતી બ્લોગ (૧૦) વિજેતાઓ નક્કી કરાશે.
ખાસ જણાવવાનું કે, આયોજકોના / નિર્ણાયકોના બ્લોગ્સ આ સ્પર્ધાની બહાર છે, જે નીચે મુજબ છે, જેને મત આપી શકાશે નહીં.
કૃષ્ણકાંતભાઈ ઉનડકટ (તંત્રીશ્રી, સંદેશ) http://krishnkantunadkat.blogspot.com
જયશ્રીબેન ભક્તા પટેલ (ટહુકો વેબસાઈટના સંચાલક) http://tahuko.com
નીલમબેન દોશી (વાર્તાકાર અને બ્લોગર) http://paramujas.wordpress.com
વિશાલભાઈ મોણપરા (વેબ ડેવલપર અને કવિ ) http://www.vishalon.net
ચેતનાબેન શાહ (સમન્વય વેબસાઈટના લેખિકા / સંચાલક) http://samnvay.net
વિનયભાઈ ખત્રી (ફનએનગ્યાન વેબસાઈટના સંચાલક) http://funngyan.com
જીજ્ઞેશભાઈ અધ્યારૂ (અક્ષરનાદ વેબસાઈટ સંપાદક) http://aksharnaad.com
જીજ્ઞેશભાઈ અધ્યારૂ (અધ્યારૂ નું જગત બ્લોગના સંચાલક) http://adhyaru.wordpress.com
વિજયભાઈ શાહ (વિજયનું ચિંતન જગત બ્લોગના સંચાલક) http://www.vijayshah.wordpress.com
કાંતિલાલ કરસાળા (ઋષિચિંતન વેબસાઈટના સંચાલક) http://rushichintan.com
***
વધુ માહિતી માટે -
http://netjagat.wordpress.com/2011/10/01/gujarati-blog-world-toppers/
***
Panorama theme by Themocracy