Home Blue

Anjali geet…

 2141886780_86350733c2

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

( આ અંજલી ગીત મારા સ્વ. પૂજ્ય મોટાબાપુજીને અત્યંત પ્રિય હતું, જ્યારે પણ આ ગીતનું શ્રવણ કરીએ કે તેઓની છબી નજર સમક્ષ આવી જાય…! )

આપણા દેશમાં જુદા જુદા સ્થળોએ આતંકવાદી હુમલાઓ થયા અને ના જાણે કેટલાંયે નિ:ર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા – રક્ષકો શહીદ થયાં… ગઇ કાલની દુ:ખદ ઘટનાથી તો હૃદય હચમચી ગયું છે…! ભલે આપણે કોઇ માટે કશું જ ના કરી શકીએ પણ પરમાત્માને પ્રાર્થના તો જરૂર કરી શકીએ..કે.. હે પ્રભુ, આતંકવાદીઓ ને સદબુદ્ધિ આપો – સહુનું કલ્યાણ કરો .. અને જે જીવો વિના કારણે હોમાઇ ગયાં એમને શરણમાં લઇને સદગતિ આપો ..!!

આ અંજલી ગીત થી સદગતોને શ્રધ્ધાંજલિ…!!

હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ

શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો

પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…

વળી કર્મના યોગે કરી, જે કૂળમાં એ અવતરે,

ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી,આપની ભક્તિ કરે

આ લખ ચોરાસી બંધનોને, લક્ષ માં લઇ કાપજો ..

પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!

સુસંપતિ, સુવિચાર ને સત્કર્મનો દઇ વારસો

જન્મોજનમ સત્સંગથી, કિરતાર પાર ઉતારજો  

આલોક ને પરલોકમાં, તવ પ્રેમ રગ રગ વ્યાપજો..

પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!

મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં, આશા ઉરે એવી નથી

દ્યો દેહ દુર્લભ માનવીનો, ભજન કરવા ભાવથી

સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો …

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…!

હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ

શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ

જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો

પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!

*

પ્રાર્થના

એ મેરે વતનકે લોગો

This entry was posted in Stuti - સ્તુતિ. Bookmark the permalink.

bottom musical line

15 Responses to Anjali geet…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Kirit Vadalia Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Chetnaji,

    I also want to give SHRADDHANJALI to brave soldiers, commandos and policemen who died to save out great nation INDIA. Terrist had given us best chance to UNITE, JOIN HAND TO HAND had TIGHT OUR SECURITY all arund INDIA.

    A MERE VATAN KE LOGO,
    JARA YAD KARO KURBANI,
    jO SAHID HUYE HE UNKI,
    JARA YAAD KARO KURBANI

    JAI HIND

    Gaurang Goradiya, Website Developer and web hosting solution provider from Mumbai. Website – http://www.pushtiwebindia.com

  2. પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો

  3. Dhwani Joshi says:

    એ આત્મા ને સદગતિ મળતા મળે.. પણ એ જેમના સ્વજન હતા એમનું શું..!!એમના આંસુઓ ને તો જીવનભર ની ગતિ જ મળી ગઈ ને..!!

  4. kapil dave says:

    akale mrutyu pamela ane shahid thayela javano na aatmane bhagvan sadgati aape evi prathna

  5. રજની રાવલ says:

    ચેતનાબેન,
    પરમાત્માનેન વિનન્તિ કે સૌ આત્માને શાન્તિ આપો.
    અને આપણા ભારત દેશને અનિષ્ઠ તત્વોથી બચાવો.

  6. arun says:

    Jai Shree Krishna,
    Our Heartfelt Condolances to the Families of Our Security forces and the Innocent Indian & Foreigners who were Victims
    of the Terrorists,may Shreejee give them a place at his feet.
    But God I will never ever forgive them who have committed this act against our Innocent People.They will never find Peace in this World or beyond.

  7. Neela says:

    સુંદર શ્રદ્ધાંજલિ

  8. neetakotecha says:

    હા પ્રભુ એમના આત્મા ને શાંતી આપે…

  9. Jayesh Shah says:

    Ekdam sachi vat che.. ke jo આતંકવાદીઓ ને સદબુદ્ધિ ave to – સહુનું કલ્યાણ thay

    પરમાત્માને પ્રાર્થના કરીએ..કે.. હે પ્રભુ, આતંકવાદીઓ ને સદબુદ્ધિ આપો – સહુનું કલ્યાણ કરો ..

  10. Really Very “Heart” Touching…..!!!!!!!!

  11. gunvant jani says:

    તમારી સમ્વેદના સાથે સહમત થાઉ છુ.
    ગુણવન્ત જાની.

  12. Tilu jotaniya says:

    A MERE VATAN KE LOGO,
    JARA YAD KARO KURBANI,
    jO SAHID HUYE HE UNKI,
    JARA YAAD KARO KURBAN

  13. પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…

    હે પ્રભુ ! અમો બધાને જે ધ્યેય માટે જીવન મળ્યું છે એ ધ્યેય પુરા થાય એવી તમોને પ્રાર્થના …

    હુમલાઓમાં પ્રાણ ગુમાવનાર સૌ કોઇને અમારી ભાવભીની શ્રદ્ધા અંજલી…

    આ ભાવસભર પ્રાર્થના બલદ ચેતનાબહેનનો ખૂબ આભાર

  14. manvant says:

    આપનો આ પ્રયાસ પરમક્રુપાળુ પૂરો કરે …એવી પ્રાર્થના !