Home Blue

Ami Bhareli…

Shriji

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમી ભરેલી નજરુ રાખો મેવાડના શ્રીનાથજી

દરશન આપો દુઃખડા કાપો, મેવાડના શ્રીનાથજી ..અમી ભરેલી. .

ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરૂં શ્રીનાથજી

દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી

તમારા ભરોસે જીવનનૈયા, બની શુકાની પાર ઉતારો

ભક્તો તમારા કરે વિનંતિ સાંભળજો શ્રીનાથજી

અમી ભરેલી નજરુ રાખો, મેવાડના શ્રીનાથજી

ચરણકમળમાં, શીશ નમાવું, વંદન કરું શ્રીનાથજી 

દયા કરીને ભક્તિ દેજો, મેવાડના શ્રીનાથજી.. અમી ભરેલી. . 

હું દુઃખીયારો, તારે દ્વાર આવી ઉભો શ્રીનાથજી 

આશિષ દેજો ઉરમાં લેજો, મેવાડના શ્રીનાથજી.. અમી ભરેલી. . 

ભક્તો તમારા કરે વિનંતિ સાંભળજો શ્રીનાથજી

મુજ આંગણમાં વાસ  કરોને , મેવાડના શ્રીનાથજી.. અમી ભરેલી. . 

તારે ભરોસે જીવનનૈયા, હાંકી રહ્યો શ્રીનાથજી

બની સુકાની પાર ઉતારો, મેવાડ ના શ્રીનાથજી.. અમી ભરેલી. .

અમી ભરેલી નજરુ રાખો મેવાડના શ્રીનાથજી

દરશન આપો દુઃખડા કાપો, મેવાડના શ્રીનાથજી ..અમી ભરેલી. .

***

This entry was posted in Bhajan - ભજન, Others, Stuti - સ્તુતિ. Bookmark the permalink.

bottom musical line

3 Responses to Ami Bhareli…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    શ્રીનાથજીની ભક્ત અજબાકુમારીને (મેવાડના મીરાબાઈની પ્ર-પુત્રવધૂ) આપેલા વચનને પાળવા શ્રી નાથજી ભગવાન રોજ ગોવર્ધન પર્વત અને નાથદ્વારા વચ્ચે પ્રવાસ ખેડે છે. તેઓ દરેક રાત ગોવર્ધન પર્વતની ગુફા અને જંગલોમાં . શ્રીમદ મહાપ્રભુ વલ્લભાચાર્યનાં દર્શન ચંપારણમાં એક તેજસ્વી અગ્નિચક્રમાં થયાં હતાં. શ્રીનાથજીની સેવાની શરૂઆત કરનાર પહેલાં શ્રી વલ્લભાચાર્ય અને ત્યારબાદ તેમના પુત્ર શ્રી વિઠ્ઠલાનંદજી હતા જેઓ પુષ્ટિમાર્ગી વૈષ્ણવોમાં શ્રી ગુસાઈનજીનાં નામથી વધુ માનનીય છે. ગોસ્વામી નામ તેમના પરથી જ પ્રેરિત છે, જે સંબોધન હાલના માર્ગ અનુયાયીઓ માટે કરવામાં આવે છે. જય શ્રી કષ્ણ

  2. Ramesh Patel says:

    સુંદર ભજન ..જયશ્રી શ્રીનાથજી .

    રમેશ પટેલ (આકાશદીપ)

  3. Maheshchandra Naik says:

    પ્રભુ ભક્તિની સરસ રચના ,રસભાવન અને મનભાવન ,સૌને જયશ્રી કૃષ્ણ …………..