Home Blue

Aankh mari…

10858033_1018808381470044_1776739148242412564_n

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રીનિધિબેન ધોળકિયા

આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજીબાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું.

શ્યામ સુંદિર પ્રભુની મુરત રૂપાળી, શ્રીજીને નિરખીને જાઉં બલિહારી

હાથ રૂપાળાને બાંયે બાજુબંધ કરમાં લિધીછે વ્હાલે મુરલી મજાની..!

આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજીબાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું.

શ્રીજી બાવા શ્રીજી બાવા રટણ ઊચ્ચારું, શ્રીજીનો આનંદ મારા ઉરમાં રે આણુ

યમુનાષ્ટક-કૃષ્ણાષ્ટક મારા અંતરને આપો, પ્રભુ તે આપી છે મને ઉડવાને પાંખો..!

આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજીબાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું.

સર્વોત્તમ ને નવરત્ન મારું અઢ્ળક નાણું, રાત દિન ગાવું મારે શ્રીનાથજીનું ગાણુ,

બસ્સો બાવન વૈષ્ણવ મારાં સગા રે સંબંધી, તુટી માયા છુટી મારી માયાની ગ્રંથી..!

આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજીબાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું.

પુષ્ટી ભક્તિ મારી વધો મારી પૂર્ણિમા જેવી, શ્રીવલ્લભ પ્રભુ અમને આષિશ દેજો એવી

જગતના તાત મારા રૂદિયામાં રે’જો, નિત્ય નિત્ય નાથ મને દર્શન દેજો

આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજીબાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું.

***

This entry was posted in Bhajan - ભજન, Others. Bookmark the permalink.

bottom musical line

4 Responses to Aankh mari…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Deejay Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. chirag shah says:

    વાહ બેન બહુ મઝા આવી ગઈ

  2. pragnaju says:

    આંખ મારી ઉઘડે ત્યાં તો…’ ના સંતોએ પોતાના પ્રભુના અણસાર ઘણા સ્થળોએ વર્ણવ્યા છે.
    વિજ્ઞાન તેનો તાગ મેળવવા પ્રયત્નો કરે છે અને આવા પ્રયત્નોમાં એ પોતાની રીતે સફળતા પણ મેળવી રહ્યું છે. પરંતુ એ પ્રયત્નો મોટે ભાગે સ્થુલ છે અને બહારની દુનિયાની માહિતી પૂરી પાડે છે. પરંતુ એના દ્વારા અંદરની સુક્ષ્મ દુનિયાની માહિતી નથી મળી શકતી. આપણી આ ભૌતિક દુનિયામાં સમર્થ સંતમહાત્માઓની એક બીજી સુક્ષ્મ દુનિયા છે. એનો અનુભવ આધ્યાત્મિક સાધના દ્વારા જ થઈ શકે.
    સાધનાના માર્ગમાં એ અંદરની દુનિયાનો પરિચય થતાં કોઈ કોઈ વાર એવા આશ્ચર્યકારક અનેરા અનુભવો થાય છે-જે આપણને વિચાર કરતા કરી મૂકે છે અને એવી સુક્ષ્મ દુનિયાના અસ્તિત્વમાં આપણા વિશ્વાસને દૃઢ કરે છે.
    આવી પ્રાર્થનાના ફળસ્વરુપ કેટલાય મહાપુરુષો છે જે સુક્ષ્મ રીતે સર્વસાધારણ લોકોથી અજાણ રીતે વિચરણ કરે છે અને પોતાનું જીવનકાર્ય કરતા રહે છે. એમનું દર્શન એમના અનુગ્રહના ફળરૂપે કોઈક ધન્ય ક્ષણે થતું હોય છે, પરંતુ થાય ત્યારે ભારે આશીર્વાદરૂપ ઠરે છે.

    તેમના ચરણે મારા પ્રેમપૂર્વક પ્રણામ છે. તેમની સ્મૃતિ સદાયને માટે પ્રેરણાત્મક છે.

  3. Ketan Shah says:

    સુંદર ભજન

  4. Deejay says:

    ખૂબ સરસ ભક્તીનો સમન્વય થાય છે.આભાર.